Book Title: Battrishina Sathware Kalyanni Pagthare Part 04 Author(s): Abhayshekharsuri Publisher: Divya Darshan Trust View full book textPage 4
________________ પ્રસ્તાવના © સર્વજ્ઞકથિત અને ગણધર ગુણ્ડિત પદાર્થો અભૂત-અલૌકિક- ! અનુપમ હોય જ એ નિઃશંક છે. આવા પદાર્થોને ન્યાયાચાર્ય ન્યાયવિશારદ મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજનો તર્કપૂત ક્ષયોપશમ મળે એટલે રજુઆત પણ ધારદાર બને જ. પ્રભુ શાસનના આવા અદભુત રહસ્યોનો સામાન્ય ક્ષયોપશમવાળા સાધુ-સાધ્વીજી ભગવંતોને તથા શ્રાવક-શ્રાવિકાઓને પણ પરિચય મળે એ માટે પ્રસ્તુત લેખમાળાનો પ્રારંભ થયો, જેના દશમી બત્રીશીના ૪૮ થી ૬૧ નંબરના લેખો પ્રસ્તુત પુસ્તકમાં પ્રકાશિત થઈ રહ્યા છે. © અલબત્ત આ ચોથા ભાગમાં આઠમી બત્રીશીથી પ્રારંભ કરવાનો હતો, પણ એ રીતે કરવામાં દશમી બત્રીશીના લેખોના બે વિભાગ કરવા પડતા હતા.. એ ન કરવા પડે એ માટે લેખ નંબર યથાવત્ રાખી આ ભાગમાં દશમી બત્રીશી લીધી છે. આઠમી વગેરે આગળના ભાગમાં લેવા ધારણા છે. © સિદ્ધાન્ત મહોદધિ સ્વ. પૂ. આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મ. સા., | ન્યાયવિશારદ સ્વ. પૂ. આ. શ્રી વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ. સા., સિદ્ધાન્તદિવાકર ગચ્છાધિપતિ શ્રી વિજય જયઘોષસૂરીશ્વરજી મ. સા., સહજાનંદી સ્વ. પૂ. આ. શ્રી વિજય ધર્મજિસૂરીશ્વરજી મ. સા. શ્રી સૂરિમંત્રના પરમસાધક સ્વ. પૂ.આ.શ્રી વિજયજયશેખરસૂરીશ્વરજી મ. સા. આ સુવિહિત ગુરુપરંપરાના ચરણોમાં નતમસ્તકે વંદના.. પ્રભુશાસનની અનુપમ વાતોને સરળ ભાષામાં સમજવા માટે પ્રસ્તુત પ્રકાશનનો સહારો લેવાની નમ્ર વિનંતી. ચૈત્ર વદ-૬, ૨૦૬૬, ગુરુપાદપધરેણુ સ્વ. ગુરુદેવશ્રી જન્મશતાબ્દી અભયશેખર પ્રારંભદિન પ્રસ્તુત પ્રકાશનનો સંપૂર્ણ લાભ પોતાના જ્ઞાનખાતેથી લેનાર શ્રી દીપા કોપ્લેક્સ જૈન સંઘ, અડાજણ, સુરતને ફરી ફરી અભિનંદન Jain Education International For Private & Personal Use Only TJPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 162