Book Title: Avashyak Sutram
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 18
________________ નવાઈ નથી. અને પૂ. શ્રી ઘાસીલાલજીના બનાવેલાં સૂત્રે જોતાં સો કેઈને ખાત્રી થાય તેમ છે કે દામોદરદાસભાઈએ તેમજ સ્થાનકવાસી સમાજે જેવી આશા શ્રી ઘાસીલાલજી મ. પાસેથી રાખેલી તે બરાબર ફળીભૂત થયેલ છે. શ્રી વર્ધમાન શ્રમણુસંધના આચાર્ય શ્રી આત્મારામજી મહારાજે શ્રી ધાસીલાલજી મહારાજના સુત્રે માટે ખાસ પ્રશંસા કરી અનુમતિ આપેલ છે તે ઉપરથી જ શ્રી ઘાસીલાલજી મ. ના સૂત્રોની ઉપગિતાની ખાત્રી થશે. આ સૂત્રે વિવાથીને, અભ્યાસીને તેમજ સામાન્ય વાંચકને સર્વને એક સરખી રીતે ઉપયોગી થઈ પડે છે. વિદ્યાથીને તેમજ અભ્યાસીને મૂળ તથા સંસ્કૃત ટકા વિશેષ કરીને ઉપયોગી થાય તેમ છે ત્યારે સામાન્ય હિન્દી વાંચકને હિન્દી અનુવાદ અને ગુજરાતી વાંચકને ગુજરાતી અનુવાદથી આખું સૂત્ર સરળતાથી સમજાય જાય છે. કેટલાકને એ ભ્રમ છે કે સત્ર વાંચવાનું આપણું કામ નહિ, સૂત્રે આપણને સમજાય નહિ. આ ભ્રમ તદ્દન ખોટો છે. બીજા કેઈપણ શાસ્ત્રીય પુસ્તક કરતાં સૂત્ર સામાન્ય વાંચકને પણ ઘણી સરળતાથી સમજાઈ જાય છે. સામાન્ય માણસ પણ સમજી શકે તેટલા માટે જ ભ. મહાવીરે તે વખતથી લેક ભાષામાં (અર્ધમાગધી ભાષામાં) સૂત્રે બનાવેલાં છે. એટલે સૂત્ર વાંચવાં તેમજ સમજવામાં ઘણાં સરળ છે. માટે કોઈ પણ વાંચકને એને ભ્રમ હેય તે તે કાઢી નાંખવે. અને ધર્મનું તેમજ ધર્મના સિદ્ધાંતનું સાચું જ્ઞાન મેળવવા માટે સૂત્રે વાંચવાને ચૂકવું નહિ એટલું જ નહિ પણ જરૂરથી પહેલાં સૂત્રે જ વાંચવા. સ્થાનકવાસીઓમાં આ શ્રી સ્થા. જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિએ જે કામ કર્યું છે અને કરી રહી છે તેવું કોઈ પણ સંસ્થાએ આજ સુધી કર્યું નથી. સ્થા. જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિના છેલા રિપોર્ટ પ્રમાણે બીજા છ સત્ર લખાયેલ પડયાં છે, બે સૂત્ર-અનુગદ્વાર અને ઠાણાંગ સૂત્ર-લખાય છે તે પણ થોડા વખતમાં તૈયાર થઈ જશે. તે પછી બાકીના સૂત્રે હાથ ધરવામાં આવશે. તૈયાર સૂત્રે જલ્દી છપાઈ જાય એમ ઈચ્છીએ છીએ અને સ્થા. બંધુઓ સમિતિને ઉત્તેજન અને સહાયતા આપીને તેમનાં સૂત્રે ઘરમાં વસાવે એમ ઈચ્છીએ છીએ. જૈન સિદ્ધાન્ત’ પત્ર - મે ૧૯૫૫.

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111