________________
ઉત્તર-નમસ્કાર કરવાવાળા ભવ્ય છે માટે સિદ્ધ ભગવાનની અપેક્ષા વ્યવહારનયથી અરિહન્તની પ્રધાનતા છે. કારણ કે સિદ્ધોનું પણ જ્ઞાન ભવ્ય જીને અરિહન્તના ઉપદેશથી થાય છે. તેમજ તીર્થપ્રવર્તક હોવાથી પિતાને ઉપદેશ દ્વારા ભવ્ય જીને ભવ સમુદ્રથી પાર ઉતારીને સિદ્ધગતિ સુધી પહોંચાડનારા અરિહન્ત જ છે. હવે કલકત્યની અને અરિહન્ત સિદ્ધોને નમસ્કાર કરે છે તે વિષેની વાત કરવી રહી. તે બન્નેમાં બરાબર છે; કારણ કે અરિહન્તને પણ કઈ કર્તવ્ય બાકી રહ્યું નથી. અને અનન્ત સિદ્ધોમાંથી ભાવિમાં થવાવાળા સિદ્ધ પણ છદ્મસ્થ અવસ્થામાં અરહિંતને નમસ્કાર કરે છે જ. એ કારણથી છદ્મસ્થાવસ્થામાં અરિહન્ત સિદ્ધોને અને ભાવિ સિદ્ધો અરિહન્તોને નમસ્કાર કરે છે. કારણ કે તે અવસ્થામાં કેવલ જ્ઞાન ઉત્પન્ન થયેલું નથી તેથી તેઓને અરિહંત અથવા સિદ્ધ શબ્દથી કહી શકાય જ નહિ. એટલા માટે નમસ્કાર મંત્રમાં કહેલા અરિહન્ત પદથી કેવલી અરિહન્તનું જ ગ્રહણ થઈ શકે, જે અરિહંત, સિદ્ધ ભગવાનના સ્વરૂપને ઉપદેશ આપીને ભવ્ય જીને અત્યન્ત ઉપકારી છે. એ કારણથી આ નમસ્કાર પૂર્વાનુપૂવથી કરવામાં આવ્યા છે. તેથી ક્રમશૂન્ય નથી,
પ્રશ્ન-જે પ્રમાણે અરિહન્તના ઉપદેશથી ભવ્ય જીને સિદ્ધ ભગવાનનું જ્ઞાન થાય છે; તેવીજ રીતે આચાર્યના ઉપદેશથી અરિહન્તાનું જ્ઞાન થવા સંભવ છે. એવી સ્થિતિમાં અરિહંતની અપેક્ષાએ પણ આચાર્યને જ પ્રથમ નમસ્કાર કે જોઈએ. એ કારણથી ઉપદેશકના ક્રમથી આ નમસ્કાર કરવામાં આવ્યા છે એમ કહેવું તે યોગ્ય નથી.
ઉત્તર-આચાર્ય આદિને ઉપદેશ ગણધર પ્રતિ અરિહન્ત ભગવાને કરેલા પ્રથમ ઉપદેશને જ અનુવાદ છે, સ્વતંત્ર નથી. એ કારણથી આચાર્ય આદિના ઉપદેશથી જે અરિહન્તનું જ્ઞાન થાય છે. તેમાં પણ અરિહન્ત જ કારણ રૂપ છે. - એટલે અરિહન્તને પ્રથમ નમસ્કાર કરવામાં આવ્યા છે. હવે નમસ્કારનું ફળ કહે છે.
“” ઇત્યાદિ. આ પંચપરમેષ્ઠિનમસ્કાર ( પિતાની અપેક્ષા અન્યને અન્તઃકરણથી ઉત્કૃષ્ટ સમજીને મસ્તક આદિ પાંચે અંગેને નમાવવું), આત્માને મલિન કરવાવાળા અથવા નરકાદિ કગતિમાં લઈ જનારા, અથવા આત્મકલ્યાણ નાશ કરવાવાળા સર્વ(આઠ)પાપ(જ્ઞાનાવરણુંયાદિ કર્મો)નો નાશ કરનાર તથા દ્રવ્ય-ભાવ-રૂપ સર્વમંગલેમાં શ્રેષ્ઠ મંગલસ્વરૂપ છે. છે ૧
| ઇતિ નમસ્કાર-મંત્ર-વ્યાખ્યા .
શ્રી આવશયક સુત્રમ ભાગ
૧૮