________________
એવા છે કાયના રક્ષક મુનિર્વાદને જોયું, એવા સગુણ નામવાળા “શ્રી કુન્થનાથ” ભગવાનને છે ૧૭
મોક્ષ પ્રાપ્ત કરાવવાવાળા અથવા ગર્ભમાં આવતાં જ જેની માતાએ સ્વમમાં રત્નમય પિડાને આરે છે. એવા ગુણયુકત નામવાળા “શ્રી અરનાથ ભગવાનને છે ૧૮ ૫
દુ:ખરૂપ કુવામાં પડતા પ્રાણીઓની રક્ષા કરવાવાળા, અથવા ગર્ભમાં આવતાં જ જેની માતાને મલલી-માલતી ફુલમાળાની શયાના દેહદ (દેહલા) ને દેવતાઓ પૂર્ણ કર્યો એવા ગુણસંપન્ન નામવાળા “શ્રી મલલીનાથ” ભગવાનને ૧લા
શ્રેષ્ઠ ચારિત્રનું પાલન કરવાવાળા, અથવા જેના શાસન કાલમાં નિરતિચાર ચારિત્ર પાલન કરનારા ઘણાજ મુનિ થયા, અથવા જ્યારે તે ગર્ભમાં આવ્યા ત્યારે તેમની માતા મુનિના સમાન સુત્રતા થઈ એ કારણથી “મુનિસુવ્રતનાથ” નામવાળા ભગવાનને ૨૦ છે
કર્મ શત્રુઓને જીતવાવાળા, અથવા જ્યારે ગર્ભમાં હતા ત્યારે સર્વ અણુનમ રાજાગણે નગ્ન થઈ ગયા ( ઝુકી ગયા) એ કારણુથી યથાર્થ નામવાળા શ્રી નમિનાથ” ભગવાનને વંદન કરું છું કે ૨૧ !
અશુભ અથવા ઉપદ્રવને દૂર કરવાવાળા, અથવા જેને જન્મ થતાં જ એટલે જન્મ સમયે અરિષ્ટ પ્રસૂતિ ગૃહ (સુવાવડનું ઘર)માં રહેલા તમામ માણસોનાં શિર-મસ્તક નમી પડયાં (ઝુકી ગયાં) અથવા જેઓ સકલ સંસારનું અરિષ્ટકલ્યાણ કરવાવાળા અથવા જ્યારે તેઓ ગર્ભમાં હતા ત્યારે માતાએ સ્વમમાં પિડાની અરિષ્ટ-રત્નમણી નેમિ (પૂઠને) જોઈ. એ કારણથી જેનું નામ “અરિષ્ટનેમિ, પડયું, એવા બાવીસમાં તીર્થકરને કે ૨૨ છે
કાલેકના યથાર્થ સ્વરૂપને જાણવાવાળા, અથવા ભવ્ય જીવોની વિMલતાને વિનાશ કરવા માટે કુઠાર જેવા, અથવા જ્યારે તેઓ ગર્ભ માં હતા ત્યારે કે રાત્રિમાં દીપક બુઝાઈ જતા તેમની માતાએ રાજાના પાર્શ્વ–પસવાડાની નજદીક આવતા સપને ગર્ભના તેજથી જેઈને રાજાને સાવધાન કરી દીધા. એ કારણથી પાશ્વ પદના સંબંધથી “ શ્રી પાર્શ્વનાથ” નામવાળા ભગવાનને ૨૩ છે
જ્ઞાનાદિ ગુણેથી વદ્ધમાન (વધવાવાળા) અથવા અનંત કાલથી સંસાર સમુદ્રમાં ગોથાં ખાતા પ્રાણીઓના જ્ઞાનાદિક આત્મિક ગુણને વધારનારા, અથવા
જ્યારે તેઓ ગર્ભમાં આવ્યા ત્યારે જ્ઞાતકુલ ધન ધાન્ય હિરણ્યસુવર્ણાદિકથી પરિપૂર્ણ થયું એ કારણથી ગુણ-નિષ્પન્ન-નામવાળા “શ્રી વદ્ધમાન સ્વામી ” ને હું વંદના કરૂં છું ૨૪
ગુણકીર્તન કરીને ઉપસંહાર કરે છે.
આ પ્રમાણે મારાથી જૂદા જુદા નામનિર્દોશપૂર્વક રસ્તુતિ કરવામાં આવેલ, જેઓ જ્ઞાનાવરણીયાદિ બાંધેલા કર્મોને તથા નિકાચિત-સાભ્યાયિક રૂપ પૂર્વબદ્ધ કર્મમલને
શ્રી આવશયક સુત્રમ ભાગ
૩૪