Book Title: Avashyak Sutram
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 90
________________ શ્રી ઋષભદેવ સ્વામીથી આરંભીને શ્રી મહાવીરસ્વામી સુધી સેવા તીર્થકરભગવાનને મારા નમસ્કાર છે. આ પ્રમાણે નમસ્કાર કરીને તીર્થંકર પ્રીત પ્રવચનની સ્તુતિ કરે છે. આ નિર્ચન્થ-અર્થાત સને-ચાંદી આદિ દ્રવ્યરૂપ અને મિથ્યાત્વ આદિ ભાવરૂપ ગ્રન્થ-ગાંઠથી રહિત-મુનિ સંબંધી સામાયિક આદિ પ્રત્યા ખ્યાન પર્યન્ત બાર અંગ ગણિપિટક સ્વરૂપ તીર્થંકરથી ઉપરેશાએલું પ્રવચન, સત્ય, સર્વોત્તમ, અદ્વિતીય, સમસ્ત ગુણેથી પરિપૂર્ણ, મોક્ષમાર્ગ પ્રદર્શક, અગ્નિમાં તપાએલા સેના સમાન નિર્મલ (કષાયમલથી રહિત), માયાદિશયનાશક, અવિચલ સુખને સાધન-માર્ગ, કર્મનાશ કરવાને માર્ગ, આત્માને લાગેલાં કર્મને દૂર કરવાને માર્ગ, શીતલીભૂત થવાનો માર્ગ, અવિતથ અર્થાત ત્રણે કાલમાં અવિનાશી, મહાવિદેહ ક્ષેત્રની અપેક્ષા સદા અને ભરતક્ષેત્ર આદિની અપેક્ષા એકવીશ હજાર વર્ષ રહેવાવાળે અને સર્વ દુ:ખનો નાશ કરવાવાળા માગે છે. આ માર્ગમાં રહેલા પ્રાણી સિદ્ધગતિથી અથવા અણિમાદિ આઠ સિદ્ધિઓ યુકત હોય છે, કેવલપદને પ્રાપ્ત થાય છે, કર્મબન્ધથી મુકત થાય છે, સર્વ સુખને પ્રાપ્ત કરે છે અને શારીરિક માનસિક દુ:ખથી નિવૃત્ત થાય છે. તે ધર્મની હું કલા કરું છું અર્થાત આ સંસાર સમુદ્રથી તારવાવાળો તે એકજ છે એવી ભાવના કરૂં . છું; અન્તઃકરણથી પ્રતીતિ કરૂં છું. ઉત્સાહપૂર્વક આસેવન કરૂં છું, આસેવના દ્વારા સ્પર્શ કરું છું, અને પ્રવૃદ્ધ પરિણામ-ઉચ્ચ ભાવથી પાલન કરૂં છું, અને સર્વથા નિરતર આરાધના કરું છું. તે ધર્મમાં શ્રદ્ધા કરતો થકે, પ્રતીતિ કરતો થક, રુચિ રાખતે થકે, સ્પર્શ કરતો થકે, પાલન કરતે થકે, અને સમ્યફ પાલન કરતે થકે તે કેવલિ-પ્રરૂપિત ધર્મની આરાધના માટે હું તૈયાર થયે છું, તથા સર્વ પ્રકારની વિરાધનાથી નિવૃત્ત થયે છું, એટલા માટે અસંયમ (પ્રાણાતિપાત આદિ અકુશલ અનુષ્ઠાન ) ને ઝપરિણાથી જાણીને અને પ્રત્યાખ્યાનપરિજ્ઞાથી પરિત્યાગ કરીને સાવદ્ય અનુષ્ઠાન નિવૃત્તિરૂપ સંયમને સ્વીકાર કરું છું. મિથુનરૂપ અકૃત્યને છોડી બ્રહ્મચર્યરૂ૫ શભ અનુષ્ઠાનને સ્વીકાર કરું છું. અક૯૫નીયને છોડીને કરણચરણ૩૫ કલપને સ્વીકાર કરું છું. અજ્ઞાનને છોડીને જ્ઞાનને અંગીકાર કરું છું. નાસ્તિકવાદરૂપ અક્રિયાને ત્યાગ કરીને આસ્તિકવાદરૂપ ક્રિયાને ગ્રહણ કરૂં છું. મિથ્યાત્વનો ત્યાગ કરીને સમ્યકત્વને સ્વીકાર કરું છું. આમાના મિથ્યાત્વપરિણામરૂ૫ અબાધિને છેડીને સકલ દુ:ખનો નાશ કરનાર જિનધર્મની પ્રાપ્તિરૂપ બેધિને ગ્રહણ કરૂં છું, અને જિનમતથી વિરુદ્ધ પાર્શ્વસ્થ નિદ્ધવ તથા કુતીર્થિસેવિત અમાને છોડીને જ્ઞાનાદિ–રત્નત્રયરૂપ માર્ગને હું સ્વીકાર કરું છું. એ પ્રમાણે જે અતિચાર સ્મરણમાં આવે છે અથવા છઘસ્થ અવસ્થાના કારણે સ્મરણમાં ન આવે તથા જેનું પ્રતિક્રમણ કર્યું હોય અથવા અજાણુપણુથી જેનું પ્રતિક્રમશુ ન કર્યું હોય તે સર્વ દેવસિક અતિચારોથી નિવૃત્ત થાઉં છું. આ પ્રમાણે પ્રતિક્રમણ કરીને સંત-વિરતાદિરૂપ નિજ આત્માનું સ્મરણ કરતે થકે સર્વ સાધુઓને વંદના કરું છું. સંયત (વર્તમાનમાં સર્વ સાવધ વ્યાપારથી નિવૃત્ત), વિરત (પ્રથમ કરેલા શ્રી આવશયક સુત્રમ ભાગ ૬૨

Loading...

Page Navigation
1 ... 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111