________________
સાધુ મુનિરાજની આશાતનાથી, તે આ પ્રમાણે છે-“એ સાધુ મેલાં-ગંધાતા કપડાં ધારણ કરે છે, સંસ્કારહીન, જડ, મૂઢ, શિર મુંડાવી જીવનને વ્યર્થ કરનાર છે ઈત્યાદિ. આ પ્રમાણે સાધ્વીની અશાતને સમજવી જોઈએ.
શ્રાવકની આશાતનાથી, તે આ પ્રમાણે-હાય? જીવ-અજીવના સ્વરૂપ અને પુણ્ય-પાપના મર્મને જાણવાવાળા, તથા આશ્રવ સંવર નિર્જરા ક્રિયા અધિકરણ, બન્ધ અને મેક્ષ, તેમાં હેય-ઉપાદેયનું જ્ઞાન રાખવાવાળા, એ પ્રમાણે જિન પ્રવચનને યથાર્થ જાણનાર હોઈને પણ તે શ્રાવક સર્વવિરતિને ધારણ કરતા નથી, ધિક્કાર છે ઇત્યાદિ. શ્રાવિકાઓની આશાતના પણ આ પ્રમાણે જ છે.
દેવેની અશાતનાથી, તે આ પ્રમાણે-દેવતા તે વિષયવાસનામાં આસકત, અપ્રત્યાખ્યાની, અવિરતિ છે, અને શકિતમાન હવા છતાંય પણ શાસનની ઉન્નતિ કરતા નથી, ઇત્યાદિ એ પ્રમાણે દેવીની પણ આશાતના સમજવી
આ લેકની ન્યૂનાધિકત્વ નિરૂપણ રૂ૫ આશાતનાથી, એવી જ રીતે સ્વર્ગ–નરક આદિ રૂપ પરલકની આશાતનાથી.
“કેવલી કવલ આહાર આદિ કરતા નથી” વગેરે વિરુદ્ધ પ્રરૂપણારૂપ કેવલીની આશાતનાથી. કેવલી પ્રરૂપિત ધર્મની વિપરીત પ્રરૂપણ રૂ૫ અશાતનાથી. દેવમનુષ્ય અને અસુર સહિત લેકની અસત્ય પ્રરૂપણા રૂપ આશાતનાથી. દ્વીન્દ્રિયાદિ પ્રાણ, વનસ્પતિકાયરૂપ ભૂત, પંચેદ્રિયરૂપ છે અને પૃથ્વી આદિ સત્વ, એ સર્વની અસત્ય પ્રરૂપણારૂપ આશાતનાથી, તે અસત્ય પ્રરૂપણા- જેમકે “ઢોન્દ્રિય આદિમાં આત્મા અંગુઠાના પર્વ (પ૨)ની બરાબર હોય છે. વનસ્પતિ અને પૃથ્વી વગેરે હલન-ચલન આદિ ચેષ્ટા કરતા નથી તેથી અચેતન જ છે, અને જીવ પણ ક્ષણિક છે” ઇત્યાદિ. “વત્તના લક્ષણ કાલ નથી” “આ પ્રકારની” અથવા કાલજ સર્વ કાંઈ કરે છે. જીવાને પચાવે છે તેમના સંહાર કરે છે અને સંસાર સુવે છે ત્યારે તે કાલ જાગે છે, એટલા માટે “ કાલ' દુનિવા૨ છે. એ પ્રમાણે કાલને એકાન્ત કર્તા માનવા રૂપ આશાતનાથી, ભગવાન મહાવીરના મુખરૂપચન્દ્રમાથી નિકલી ગણધરના કાનમાં પહોંચેલા સામાન્ય-વિશેષાત્મક પદાર્થોના બોધક અને ભવ્ય જીવોને અજરઅમર કરવા વાળા વચનામૃતસ્વરૂ૫ શ્રતની અસત્ય પ્રરૂપણા આદિ આશાતનાથી, મત દેવની આશાતનાથી, “અ વિનય વંદના આદિ માટે મને વારંવાર તંગ કર્યા કરે છે, એ પ્રમાણે વાચનાચાર્યની આશાતનાથી તથા વ્યાવિદ્ધ-કમરહિત (આગલ પાછલ બોલવું), વ્યત્યાઍડિત (પતાની ઇચ્છાથી પાઠ બનાવી બાલવું) આદિ પૂર્વે કહેલા (પૃષ્ટ) દોષથી જે કાંઈ અતિચાર લાગ્યા હોય તેનાથી નિવૃત્ત થાઉં છું. અને તેને “મિરઝા મિ દુધ આપું છું. (સૂ૦ ૨૧)
આ પ્રમાણે એક સંયમથી લઈને તેત્રીસ (૩૩) સ્થાને, તથા અરિહન્ત આદિની આશાતના દ્વારા થયેલા અતિચારેથી નિવૃત્ત થઈને ફરીથી અતિચાર નહિ કરવા માટે પ્રતિક્રમણ કરવું એ જરૂરની વસ્તુ છે, એટલા માટે નમસ્કાર કરીને પ્રતિક્રમણ કરે છે. “નમો જોવીસાઈ ઈત્યાદિ.
શ્રી આવશયક સુત્રમ ભાગ