________________
પાપાની નિન્દા અને ભવિષ્ય કાલ માટે સંવર કરીને સર્વ પાપથી રહિત ), એટલા માટે અતીત, અનાગત અને વમાન કાલના સર્વ પાપોથી મુકત, અનિદાન–નિયાણા રહિત, સમ્યગ્દર્શોન સહિત તથા માચામૃષાના ત્યાગી એવા હું શ્રમ, અઢી દ્વીપ સંબંધી પંદર ક્ષેત્રા (કભૂમિ) માં વિચરવાવાળા, રજોહરણ પૂજણી પાત્રને ધારણ કરવાવાળા અને દેારાસહિત સુખવઅિકાને મુખ પર બાંધવાવાળા, પાંચ મહાવ્રતના પાલનહાર અને અઢાર હજાર શીલાંગથના ધારણ કરનાર તથા આધાક આદિ
૪૨ દેાષાને ટાલી આહાર ગ્રહુણ કરનારા, ૪૭ દોષ તાલીને આહાર ભેગવવાવાળા, અખંડ આચાર ચારિત્ર પાલન કરવાવાળા એવા સ્થવિકલ્પી જિનકલ્પી મુનિરાજોને તિપુત્તાના પાઠથી વંદના કરૂ છું
અહીં રજોહરણુ ધારણ કરવા વિષે કોઇ શંકા કરે છે કે-રજોહરણ ધારણ કરવું એક પ્રકારની હિંસાનું કારણ છે, કારણ કે રોહરના સ્પર્શથી કુંથવા, કીડી આદિ નાના નાના જીવાને સ્વઇચ્છાપ્રમાણે હરવા-ફરવામાં તકલીફ થઈ શકે છે. અને એના વડે એકઠી કરેલી ફૂલ આદિથી કીડી આદિના દર ( રહેવાના દર ) ઢંકાઈ જવાથી તે જીવાના ઉપઘાત થઈ જવું પ્રાય: પ્રત્યક્ષ સિદ્ધ છે. એટલા માટે રોઙરણુ સંયમ યોગોને સાધક નથી પરન્તુ અનનું કારણ છે, માટે એને ધારણ કરવું ઉચિત નથી.
આ શંકાના ઉત્તર આપે છે કે-અરે ભ્રાતા ! રજોહરણ ધારણ કરવાના આશયથી અનભિજ્ઞ હાવાના કારણે તે ભ્રાન્ત છે. તેથી તમારા પક્ષ તની કસોટી ઉપર ખરાખર નથી ઉતરતા, કેમ કે બાહ્ય-પૃથ્વી આદિ રજ અને આભ્યન્તર-બાંધેલા કર્મરૂપી રજ જેનાથી દૂર કરી શકાય તેને રજોહરણ કહે છે. તે સુકેમલ રજોહરણુ દ્વારા ઉપયેગ સહિત યતનાયુકત પ્રમાન કરીએ છીએ, એ કારણે પ્રમાન (પૂજવા)થી જીવાપધાતક થવાની સંભાવના નથી.
તે કદાચિત કેાઈને અપથ્ય આહારથી અજીણું થઇ જાય તે શું પથ્ય આહાર કરવાવાળા માણસા પથ્ય ખાવું છેડી દેશે! ન જ છેડે. એજ રીતે જો કદાચિત અસંયમી દ્વારા પ્રમા ન થાતા જીવાપઘાત થઈ જાય તે શું સયમી રજોહરણને ત્યાગ કરી ઘે! ન જ કરે. કેમકે સંયમી દ્વારા જીવાપઘાત થવાની સ’ભવનાજ નથી. જીવાને જોતા થકા યત્નાપૂર્વક પ્રમાર્જન કર્યા છતાં તમે જે કલ્પના કરી તે સંભાવિત જીવાપઘાતના અપરાધ અમને નથી લાગી શકતા, એ કારણે તમારી શંકા જરાય શાસ્રાનુકુલ નથી, કેમ કે સંયમી સુનિ જીવેાની રક્ષા અર્થે જ રજોહરણ ધારણ કરે છે તેમજ તેના વડે પ્રમાન કરે છે, જીવાપઘાત માટે નહીં. જો ઉપકારની દૃષ્ટિથી રાગિની ચિકિત્સા કરવાવાળા વૈદ્યની ચિકિત્સાથી કાઇ રંગીને કાઇ પણ જાતની હાનિ પહાંચી પણ જાય તે પશુ વૈદ્ય અપરાધી થઇ શકતા નથી, કારણ કે વૈદ્ય તા રાગીની હિંતબુદ્ધિથીજ ચિકિત્સા કરવાવાળા છે.
તે છતાં જો તમે રજોહરણુ ધારણ કરવામાં આપત્તિ માનશે। તે મને માનવું પડશે કે તમને અશન, પાન, ભ્રમણ, ભાષણ, ઉત્થાન (ઉઠવું), શયન, પાર્શ્વ પરિવર્તીન (પડખુ’ ફેરવવું) અને મલમૂત્ર પરિત્યાગ આદિ ક્રિયાને છેડી દેવી પડશે. કારણ કે તમારા તરફથી કથિત (કહેલ) દ્વેષ એ સર્વાં ક્રિયામાં પણ આવી શકે છે, તેા પછી મ્હા કે જીવિતજ કઇ રીતે રહી શકશેા! તમારા કથનમાં જીવદયાનું સ્વરૂપ આકાશકુસુમ સમાન થઈ જશે. આ માટે ‘કોઇપણ જીવને કોઇ પ્રકારનું કષ્ટ ન પહેાંચે ' આ હેતુથી મુનિયાને રોહરણુ આદિ ઉપકરણ ધારણ કરવું સ ંયમનિર્વાહ અર્થે અત્યંત આવશ્યક છે.
શ્રી આવશયક સુત્રમ ભાગ
૬૩