________________
તે સિદ્ધશિલા ઉપર એક જજન, તેના છેલલા ગાઉના છઠ્ઠા ભાગને વિષે સિદ્ધ ભગવંતજી નિરંજન નિરાકાર બિરાજી રહ્યા છે. તે ભગવંતજી કેવા છે? અવળું, અગધે, અરસે, અફસે, અમૂર્તિ, અવિનાશી, ભૂખ નહિ, દુઃખ નહિ, રેગ નહિ, શેક નહિ, જન્મ નહિ, જરા નહિ, મરણ નહિ, કાયા નહિ, કર્મ નહિ, અનંત અનંત આત્મિક સુખની લહેરમાં બિરાજી રહ્યા છે. ધન્ય સ્વામીનાથ? આપ શ્રી સિદ્ધક્ષેત્રને વિષે બિરાજે છે, હું અપરાધી, દીનકિંકર, ગુણહીન અહીં બેઠો છું, આપના જ્ઞાન દર્શનને વિષે આજના દિવસસંબંધી અવિનય. અશાતના, અભકિત અપરાધ થયે હોય તો હાથ જોડી, માન મેડી, મસ્તક નમાવી ભુજે ભુજે કરી ખમાવું છું. (અહીં તિખુત્તાને પાઠ ત્રણ વખત કહે.)
ત્રીજા ખામણાં-કેવળી ભગવાનને.
ત્રિીજા ખામણાં પંચ મહાવિદેહ ક્ષેત્રને વિષે બિરાજતા જયવંતા કેવળી ભગવાનને કરું છું. તે સ્વામી જધન્ય હોય તે બે ક્રોડ અને ઉત્કૃષ્ટા હોય તે નવોડ કેવળી, તે સર્વને મારી તમારી સમય સમયની વંદના જે તે સ્વામી કેવા છે? મારા તમારા મન મનની વાત જાણી દેખી રહ્યા છે, ઘટ ઘટની વાત જાણી દેખી
હ્યા છે, સમય સમયની વાત જાણી દેખી રહ્યા છે, ચોદાજી લાક અંજલિ-જલપ્રમાણે જાણી દેખી રહ્યા છે, અનંત જ્ઞાન છે, અનંત દર્શન છે, અનંત ચારિત્ર છે, અનંતે તપ છે, અનંત પૈર્ય છે, અનંત વીર્ય છે-એ ષટે (છ) ગુણે કરી સહિત છે. ચાર કમ ઘનધાતી ક્ષય કર્યા છે, બાકીનાં ચાર કર્મ પાતળાં પડ્યાં છે. મુકિત જવાના કામી થકા વિચરે છે, ભવ્ય જીના સંદેહ ભાંગે છે સગી, સશરીરી, કેવળજ્ઞાની, કેવળદની, યથાખ્યાત ચારિત્રના ધરણહાર છે, ક્ષાયિક સમકિત, શુકલ ધ્યાન, શુકલ લેશ્યા, શુભ ધ્યાન, શુભ ગ, પંડિત વીર્ય આદિ અનંત ગુણે કરી સહિત છે
ધન્ય તે સ્વામી ગામાગર, નગર, રાયાણી, જ્યાં જ્યાં દેશના દેતા થકા વિચરતા હશે, ત્યાં ત્યાં રાઈસર, તલવર, માડંબી, કોબી, શેઠ, સેનાપતિ, ગાથાપતિ આદિ સ્વામીની દેશના સાંભળી કર્ણ પવિત્ર કરતા હશે, તેમને ધન્ય છે? સ્વામીનાં દર્શન
શ્રી આવશયક સુત્રમ ભાગ