________________
ભવિષ્યમાં લાગવાવાળા પાપોથી નિવૃત્ત થવા માટે ગુરુની સાક્ષી અથવા તે આત્મની સાક્ષીથી હેય વસ્તુને ત્યાગ કરે તેને પ્રત્યાખ્યાન કહે છે, તે દસ પ્રકારના છે
(૧) અનાગત-વૈયાવૃત્ય (વૈયાવચ્ચ) આદિ કારણુ વશ નિયત (નિર્ણય કરેલા) સમય પહેલાં તપ કરવું, (૨) અતિક્રાન્ત નિયત (નિર્ણય કરેલા) સમય પછી તપ કરવું, (૩) કેટિસહિત-જે કેટિ (ચતુર્ભકત આદિ ક્રમ) થી પ્રારંભ કર્યો તેનાથી જ સમાપ્ત કરવું, (૪) નિયંત્રિત-વૈયાવૃત્ય આદિ પ્રબલ કારણે બની જાય તે પણ સંકલ્પ કરેલા તપને પરિત્યાગ ન કરે, આ પ્રત્યાખ્યાન વજાત્રાષભનારાચ–સંહનન-ધારી અણગારજ કરી શકે છે, (૫) સાગાર-જેમાં ઉત્સર્ગ અવશ્ય રાખવા એગ્ય “ અણુત્થણાભોગ” અને “સહસાગાર રૂપ” તથા અપવાદ (મહત્તર-મેટા આદિ) રૂપ આગાર હેય તેને સાગાર કહે છે. (૬) અણુગાર-જેમાં કહેલા અપવાદ રૂપ આગાર (2) રાખવામાં નહિ આવે તેને અણગાર કહે છે. (૭) પરિમાણકૃત-જેમાં દત્તિ (દાત) આદિનું પરિમાણુ કરવામાં આવે. (૮) નિરવશેષ-જેમાં અશનાદિને સર્વથા ત્યાગ હેય. (૯) સંકેતજેમાં મુઠ્ઠી ખેલવા આદિના સંકેત હોય, જેવી રીતે કે – “હું જ્યાં સુધી મુઠી નહિ ખેલું ત્યાં સુધી મારે પ્રત્યાખ્યાન છે.” ઇત્યાદિ. (૧૦) અદ્ધાપ્રત્યાખ્યાનમુહૂપારુષી આદિ કાલ સંબન્ધી પ્રત્યાખ્યાન. તેના અનેક ભેદ છે, તેમાં મુખ્ય મુખ્ય દસ ભેદ કહે છે જે સંસ્કૃત ટીકામાં સ્પષ્ટ છે. (સૂ૦૧).
શ્રી આવશયક સત્રમ ભાગ
૭૧