________________
તથા કદાગ્રહ રૂપી પાટા બાંધી જ્ઞાનનેત્રને ઢાંકીને મિથ્યાત્વરૂપ ખાડામાં નાંખેલા તે ભવ્ય જીવેાના કદાચ રૂપ પાટાને દૂર કરી તેમને જ્ઞાનનેત્ર આપવાવાળા, એટલે કે સમ્યક્ રત્નત્રયસ્વરૂપ મેક્ષમા, અથવા વિશિષ્ટ ગુણ પ્રાપ્ત કરાવનાર ક્ષયેપમ ભાવ રૂપ માના આપવાવાળા. કર્મ શત્રુથી દુ:ખિત પ્રાણીઓને શરણ-આશ્રય રનારા, પૃથ્વી આદિ ષડ્ઝનિકાયમાં દયા રાખવાવાળા, અથવા મુનિયાના જીવનાધાર સ્વરૂપ સંયમજીવનના દેવાવાળા. સમ સ ંવેગ આદિના પ્રકાશક, અથવા જિનવચનમાં રુચિ આપનારા, દુર્ગતિમાં પડતા જીવોને ધારણ કરનાર, અથવા શ્રુત-ચારિત્ર રૂપ ધર્મના દેવાવાળા, ધર્મ ઉપદેશક, ધર્મના નાયક અર્થાત્ પ્રવર્ત્તક. ધર્મોના સારથી
અર્થાત્ જેવી રીતે રથ પર બેઠેલાને સારથી રથ દ્વારા સુખપૂર્વક તેના ધારેલા સ્થાનકે પહોંચાડે છે તે પ્રમાણે ભવ્ય પ્રાણીઓને ધર્મારૂપી રથ વડે સુખપૂર્વક મેક્ષ સ્થાન પર પહોંચાડવાવાળા. દાન-શીલ-તપ અને ભાવથી નરક આદિ ચાર ગતિને અથવા ચાર કષાયાને અન્ત કરવાવાળા, અથવા ચાર દાન-શીલ-તપ અને ભાવથી અન્ત–રમણીય, અથવા દાન આદિ ચાર અન્ત-અવયવવાળા, અથવા દાન આદિ ચાર અન્ત-સ્વરૂપવાળા. શ્રેષ્ઠ ધર્મને “ધ વરચાતુરન્ત” કહે છે, એજ જન્મ જરા અને મરણનું નાશક હાવાથી ચક્ર સમાન છે એટલે ધર્મોવરચાતુરન્ત રૂપ ચક્રના ધારક. અહિં ‘વર’ પદ આપવાથી રાજચક્રની અપેક્ષા ધર્મચક્રની ઉત્કૃષ્ટતા તથા સૌગત આદિ ધર્માનું નિરાકરણ કરવામાં આવ્યું છે. કારણ કે:–રાજચક્ર કેવલ આ લેાકનું સાધન છે, પરલોકનું નથી, તથા સૌગત આદિ ધર્મ યથાર્થ તત્વનું નિશ્પક ન હાવાથી તે શ્રેષ્ઠ નથી. ‘ચક્રવત્તિ’ પદ આપવાથી તી કરીને છ ખંડના અધિપતિ રાજાની ઉપમા આપી છે. કારણ કે તે રાજા પણ ચાર અર્થાત્ ઉત્તર દિશામાં હિમવાન અને પૂર્વ-દક્ષિણ-પશ્ચિમ દિશામાં લવણુ સમુદ્ર છે સીમા જૈની એવા ભરત ક્ષેત્ર પર એકશાસન રાજ્ય કરે છે. સ’સારસમુદ્રમાં ડૂબતા જીવેાને એકમાત્ર આશ્રય હોવાથી દ્વીપ સમાન, કર્માથી સ ંતાપ પામેલા ભવ્ય જીવેાની રક્ષામાં દક્ષ હાવાથી (કુશળ હાવાથી) ત્રાણુરૂપ, તેઓને શરણુ દેવાવાળા હેાવાથી શરગતિ-આશ્રયસ્થાન. ત્રણે કાલમાં અવિનાશી સ્વરૂપવાળા હાવાથી પ્રતિષ્ઠાન રૂપ. આવરણુરહિત કેવલજ્ઞાન કેવલ દર્શોનનાધારક. જ્ઞાનાવરણીય આદિ કર્મોને નાશ કરવાવાળા. રાગ-દ્વેષરૂપ શત્રુઓને પોતેજ જીતવાવાળા અને ખીજાઆને જીતાવવાવાળા. ભવસમુદ્રને તે તરવાવાળા અને ખીજાને તારવાવાળા, સ્વયં એધ પ્રાપ્ત કરનારા અને ખીજાને મેાધ પ્રાપ્ત કરાવનારા, સ્વયં મુકત થવાવાળા અને બીજાને મુકત કરનારા. સજ્ઞ, સદ તથા નિરુપદ્રવ, નિશ્ચલ, કાગ રહિત, અનન્ત, અક્ષય, બાધા રહિત, પુનરાગમન રહિત, એવા સિદ્ધ સ્થાન અર્થાત્ મેાક્ષને પ્રાપ્ત થયેલા સિદ્ધ ભગવાનને તથા મોક્ષને પામવાવાળા અહિન્ત ભગવાનને નમસ્કાર છે. (સ્૦૨) આ પ્રમાણે નમસ્કારપન્ત પ્રત્યાખ્યાનની વિધિ કહીને હવે તેને પાળવાની વિધિ બતાવે છે. “જાતિય '' ઇત્યાદિ.
મારાથી સ્વીકૃત પ્રત્યાખ્યાનનું શરીર આદિથી સમ્યક્ સેવન, વાર વાર ઉપયેગ રાખીને સંરક્ષણુ, અતિચાર શેાધન, સમાપ્તિ સમય થવા છતાંય થોડીવાર વિશ્રામ, ‘પ્રત્યાખ્યાનમાં અમુક અમુક વિધિ કરવી જોઇએ તે મેં સર્વ કરી લીધી' એ પ્રમાણે નામ-ગ્રહણ-પૂર્ણાંક ગુરુની પાસે નિવેદન, મર્યાદાપુર્ણાંક અ ંત:કરણથી સેવન તથા ભગવાનની આજ્ઞા પ્રમાણે પાલન કર્યું છે. તેા પણ પ્રમાદ રહેવાથી તેમાં જે કાંઇ ત્રુટી રહી ગઇ હાય તેા ‘તસ્સ મિચ્છા મિ સુધરું” તે સમ્બંધી મારૂં પાપ નિષ્ફળ
શ્રી આવશયક સુત્રમ ભાગ
૭૪