Book Title: Avashyak Sutram
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 101
________________ આ પ્રમાણે યથાશકિત પ્રત્યાખ્યાન કરીને ગુરુની પાસે અને તેઓની હાજરી ન હોય તે પૂર્વ અથવા ઉત્તરદિશા તરફ મુખ રાખીને બેસવું અને જમણા પગના ઘુંટણને જમીનથી અડાવી અર્થાત નીચે રાખી તથા ડાબા ઘૂંટણને ઉંચે રાખી તેના ઉપર બે હાથ જોડી “ વહુ ” નો પાઠ બેલ– કમરૂપ શત્રુને જીતવાવાળા અરિહન્ત અને સિદ્ધ ભગવાનને નમસ્કાર થાય. શ્રતચારિત્ર ૩૫ ધર્મની આદિ કરવાવાળા, જેનાથી સંસારસમુદ્ર તરી શકાય તેને “તીર્થ” કહે છે, તે તીથ ચાર પ્રકારના છે, સાધુ-સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા, એ ચતુર્વિધ સંઘની સ્થાપના કરવાવાળા, સ્વયં બંધને પ્રાપ્ત કરવાવાળા, જ્ઞાનાદિ અનન્ત ગુના ધારક હોવાથી પુરુષમાં શ્રેષ્ઠ, રાગદ્વેષ આદિ શત્રુઓને પરાજય કરવામાં અલૌકિક પરાક્રમશાલી હોવાથી પુરુષમાં સિંહ સમાન, સર્વ પ્રકારના અશુભ રૂપ મલથી રહિત હોવાના કારણે વિશુદ્ધ વેત કમલના જેવા નિર્મલ, અથવા જેમ કાદવમાંથી ઉત્પન્ન અને જલ-પાણીના વેગથી વધેલ હોવા છતાં કમલ એ બન્નેનો સંસર્ગ ત્યજી હમેશાં નિલેપ રહે છે અને પિતાના અલૌકિક સુગંધ આદિ ગુથી દેવ મનુષ્ય આદિના શિરનું આભૂષણ બને છે. તેવી જ રીતે ભગવાન કર્મરૂપ કાદવથી ઉત્પન્ન અને ભૂગરૂપ જલથી વધીને પણ એ બન્નેને સંસર્ગ ત્યજી નિલેપ રહે છે, અને કેવલ જ્ઞાન આદિ ગુણોથી પરિપૂર્ણ રહેવાના કારણે ભવ્ય જીવને શિરોધાર્ય થાય છે જેનો ગંધ સુંઘતા જ સર્વ હાથી ડરીને ભાગી જાય છે તે હાથીને “ગન્ય હસ્તી” કહે છે તે ગંધહસ્તીના આશયથી જેમ રાજા હમેશાં વિજયી થાય છે તે પ્રમાણે ભગવાનના અતિશયથી દેશના અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ આદિ સ્વચક્ર પરચક્ર -ભય પર્યન્ત છ પ્રકારની ઈતિ અને મહામારી આદિ સર્વ ઉપદ્રવ તત્કાલ દૂર થઈ જાય છે, અને આશ્રિત ભવ્ય જીવ સદાય સર્વ પ્રકારથી વિજયવાન થાય છે ત્રીશ અતિશયે અને વાણીના પાંત્રીશ ગુણોથી યુકત હોવાના કારણે લોકોમાં ઉત્તમ, અલબ્ધ રત્નત્રયના લાભારૂપ વેગ અને લબ્ધ રત્નત્રયના પાલનરૂપ ક્ષેમના કારણ હોવાથી ભય ના નાયક, એકેન્દ્રિય આદિ સકલ પ્રાણિગણના હિતકારક. જે પ્રમાણે દીપક સર્વને માટે સમાન પ્રકાશ આપનાર છે તે પણ નેત્રવાળા. છ જ તેનો લાભ પ્રાપ્ત કરી શકે છે, પણ નેત્ર હીન પ્રાપ્ત કરી શકતા નથી, તે પ્રમાણે ભગવાનને ઉપદેશ સૌના માટે સમાન હિતકર હોવા છતાંય ભવ્ય જીવે જ તેનો લાભ પામી શકે છે, અભવ્ય જ પામી શકતા નથી. એટલા માટે ભવ્ય જીના હૃદયમાં અનાદિ કાલથી રહલ મિથ્યાત્વરૂપ અન્ધકારને નિવારણ કરી આત્માના યથાર્થ સ્વરૂપને પ્રકાશિત કરવાવાળા. લેક શબ્દથી આ સ્થળે લેક અને અલેક અન્નેનું ગ્રહણ કરેલું છે, એટલા માટે કેવળજ્ઞાન રૂપી આલેક (પ્રકાશ) થી સમસ્ત કાલકને પ્રકાશ કરવાવાળા. મોક્ષના સાધક, ઉત્કૃષ્ટ ધર્યરૂપી અભયના વાવાળા, અથવા સમસ્ત પ્રાણીઓના સંકટને છોડાવવાવાળી દયા (અનુકમ્પા)ના ધારક. જ્ઞાન નેત્રના આપવાવાળા, અર્થાત્ જેમ કેઈ ગાઢ વનમાં લુંટારાથી કંટાએલા અને નેત્ર ઉપર પાટા બાંધીને તથા હાથ પગને પકડીને ગહરા ખાડામાં ફેકી દીધા હોય તેવા મુસાફરને કેઈ દયાળુ માણસ આવીને તેના તમામ બંધને તેડીને નેત્રને ખોલી આપે છે, એ પ્રમાણે ભગવાન પણ સંસાર રૂપી વિષમ વનમાં રાગ-દ્વેષ રૂપી લુંટારાઓથી જ્ઞાનાદિ ગુણ લુંટાએલા if શ્રી આવશયક સુત્રમ ભાગ

Loading...

Page Navigation
1 ... 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111