Book Title: Avashyak Sutram
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 74
________________ જેના વડે આત્મા નરકાદિ કુગતિમાં જાય, એવી તલવાર આદિ શસ્ત્રથી થવાવાળી કિયાઓને “આધિકરણિકી' ક્રિયા કહે છે, તે બે પ્રકારની છે. (૧) સંયેજનાધિકરણુકી (૨) અને “નિર્વત્તાધિકરણિકી'. જેમાં તલવાર આદિને કષ (મ્યાન) આદિ સાથે સંગ કરવામાં આવે તે “સંયેજનાધિકરણિકી છે અને જે ક્રિયામાં તલવાર આદિ બનાવવામાં આવે તેને “નિવર્સનાધિકરણિકી' કહે છે. વેષયુક્ત ક્રિયાને “પ્રાષિક’ ક્રિયા કહે છે. તે બે પ્રકારની છે. (૧) જીવપ્રાષિકી અને (૨) અજીવપ્રાપ્લેષિકી, જીવઉપર બંધ કરવાથી થવા વાળી ક્રિયાને જીવપ્રાષિક દિયા કહે છે. અને અજીવ-પાષાણુ આદિની ઠોકર લાગવાના કારણે તેને ઉ૫ર કરવાથી થવા વાળી ક્રિયાને “અજીવપ્રાàષિકી” ક્રિયા કહે છે પણ તલવાર આદિ હથિર વડે પીડા પહોંચાડવી તેને “પારિતાપનિકી ક્રિયા” કહે છે, તેના બે ભેદ છે (૧) “સ્વહસ્તપરિતાપનિકી” અને (૨) “પરસ્તપારિતાપનિકી પિતાના હાથ વડે પરને દુ:ખ પહોંચાડવા વાળી ક્રિયાને “સ્વહરતપારિતાપનિકી'. ક્રિયા કહે છે અને અન્ય દ્વારા બીજાને દુ:ખ પહોંચાડવું તે ક્રિયાને “પરહસ્તપારિતાપનિકી” ક્રિયા કહે છે. તે ૪ પ્રાણીઓના નાશને “પ્રાણાતિપાત’ ક્રિયા કહે છે. તેના પણ બે ભેદ છે; (૧) સ્વહસ્તપ્રાણાતિપાતક્રિયા અને (૨) પરહસ્તપ્રાણાતિપાતક્રિયા, પિતાના હાથ વડે પ્રાણીઓને નાશ કરે તેને “સ્વહસ્તપ્રાણાતિપાતક્રિયા' કહે છે, અને બીજાના હાથથી પ્રાણીઓને નાશ થાય તેવી ક્રિયાને પરહસ્તપ્રાણાતિપાત કિયા કહે છે . ૫ ! આ ક્રિયાઓ વડે કરી મને જે અતિચાર લાગ્યા હોય તે તેનાથી હું નિવૃત્ત થાઉં છું. શબ્દ-જે બેલવામાં આવે છે તેને શબ્દ કહે છે, તે કણેન્દ્રિય ગ્રાહ્ય અને મનેઝ અમનેઝ વર્ણમાલા સ્વરૂપ છે. રૂ૫-જે જોવામાં આવે તેને રૂપ કહે છે, તે ચક્ષ ઇન્દ્રિયને વિષય લીલા પીળા આદિ છે. ગ–જે સુંઘવામાં આવે તેને ગન્ધ કહે છે, તે ધ્રાણેન્દ્રિયના વિષય સૂખડ કપૂર આદિ છે. રસ-જે ચાખવામાં આવે તેને રસ કહે છે, તે રસના ઈન્દ્રિયના વિષય મધુર આદિક છે. સ્પર્શ—જેને સ્પર્શ કરવામાં આવે તેને સ્પર્શ કહે છે તે સ્પર્શેન્દ્રિયના વિષય માલા, સુખડ, અંગના આદિ છે. આ પાંચ કામ (વિષયભેગની અભિલાષા) ગુણ (વર્ધક) છે. અર્થાત્ તે આત્માના સ્વાભાવિક ગુણેના નાશ કરવાવાળા છે. તે કામ ગુણેથી મારાથી અતિચાર થયા હોય તે તેમાંથી હું નિવૃત્ત થાઉં છું. શાઓની મર્યાદામાં ચાલવાનું નામ “વત’ છે. આ વ્રતે તીર્થકર અને ગણધર આદિ મહાપુરૂએ સ્વીકાર કરેલ છે, અથવા એ મહાપુરૂષને જ આચરણ કરવા યોગ્ય હોવાથી અને શ્રાવકેના વતની અપેક્ષા મોટા હોવાથી “મહાવત” કહેવાય છે, તે પાંચ પ્રકારનાં છે-(૧) કરવું, કરાવવું અને કરતા હોય તેને અનુમેદન રૂપ સર્વ પ્રકારથી સ્થલ-સુકમ આદિ તમામ જીના પ્રા (પાંચ ઇન્દ્રિયે, શ્રી આવશયક સુત્રમ ભાગ ૪૬

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111