________________
“ પ્રથમ સમયમાં બંધ થાય છે, બીજા સમયમાં અનુભવ થાય છે, અને ત્રીજા સમયમાં નિર્જરી જાય છે અર્થાત દૂર થઈ જાય છે.” આ કારણથી તે બંધને ઈર્યાપથ બંધ કહેલ છે. આ શાઅવાકય ત્યાં ઓપચારિક લશ્યાનાં સદભાવને બતાવવા વાળે છે, એટલે પૂર્વોકત લક્ષણવાળીજ ભાવલેશ્યા છે.
અહિં પ્રતિક્રમણમાં ભાવલેસ્યાને અધિકાર છે, એમાં કૃષ્ણાદિ શબ્દોને જે વ્યવહાર થાય છે તે માત્ર તેની ઉત્પાદક વેશ્યાનાં પુત્રનાં નિમિત્તથી તથા પરિણામ પણ તેવાજ થઈ જવાના કારણથી મનાય છે. તે લેડ્યા છ પ્રકારની છે, જેવી રીતે (૧) કૃષ્ણલયા, (૨) નીલેશ્યા, (૩) કાપતલેશ્યા, (૪) તેલેસ્યા (૫) પwલેયા, (૬) શુકલલેશ્યા.
(૧) કૃષ્ણલેશ્યા-કૃષ્ણદ્રવ્યસ્વરૂપ તથા કૃષ્ણદ્રવ્યપરાગજનિત આત્મપરિણામ સ્વરૂપ છે, જેનાથી હિંસા આદિ આશ્રમમાં આત્માની પ્રવૃત્તિ થાય છે મન વચન અને કાયાને અસંયમ, સ્વભાવમાં ક્ષુદ્રતા, ગુણદોષને વિચાર્યા વિના કાર્યમાં પ્રવૃત્તિ કરવી અને કૂરભાવનું આવવું થાય છે.
(૨) નીલેશ્યા-નીલદ્રાવ્યાત્મક તથા નીલદ્રવ્યઉપરાગજનિત અર્થાત અશેક વૃક્ષની જેમ નીલવર્ણવાળા આત્મપરિણામ સ્વરૂપ છે, એથી આત્મા ઇર્ષાલુ, અસહિષશુ માયાવી નિર્લજજ, વિષયપ્રેમી, રસપ્રેમી અને પગલિક સુખનાં અન્વેષક હોય છે.
(૩) કાપેલેસ્પા-કબુતરની સમાન વર્ણવાળી તથા તેની જેમ કોપરાગજનિત અર્થાત તરુણ કબુતરના કંઠના જેવા કાળા અને નીલવર્ણવાળા-દ્રવ્યાત્મક આત્મપરિણામરૂપ છે, જેથી આત્મા, મન, વચન, કર્તવ્ય અને વિચારમાં હંમેશાં વક્રભાવને ધારણ કરે છે પરંતુ કેઈ વિષયમાં સરળતા નથી રાખતે, અને તેમાં પુણ્ય પાપ વિગેરેના નાતિકતા તથા પરદુ:ખજનક ભાષા બેલવાને સ્વભાવ થાય છે.
(૪) તેજોવેશ્યા-અગ્નિની જ્વાળાની પેઠે લાલ વર્ણ વ્યસ્વરૂપ તથા એવું જ
પરાગજનિત સ્વરૂપ છે, અર્થાત્ પિપટની ચાંચની જેમ લાલવણુંવાળા દ્રવ્યની જેમ આત્મપરિણામરૂપ છે, એથી આત્મા નમ્ર બને છે, લુચ્ચાઈ તથા ચપલતાથી રહિત થાય છે, ધર્મની અંદર દઢ, પ્રાણીમાત્રને હિતેવી થાય છે.
(૫) પદ્મલેશ્ય-પદ્મ=કમળના ગર્ભ સમાન પીળા દ્રવ્ય સ્વરૂપ તથા હળદરની જેમ પીળા દ્રવ્યવાળા આત્મપરિણામવિશેષ સ્વરૂપ છે. જેનાથી આત્માને, ક્રોધ, માન, માયા આદિ કષાયે મંદ અર્થાતુ પાતલા થઈ જાય છે, અને આત્મામાં મનની શાંતિ, આત્મસંયમનું સામર્થ્ય, મર્યાદિત બોલવું અને જીતેન્દ્રિયપણું આદિ ગુણ આવી જાય છે.
(૬) શુકલયા-ગુલદ્રવ્યસ્વરૂપ અર્થાત્ શંખના તલીયાની સમાન સફેદ દ્રવ્યવાળા આત્મપરિણામવિશેષરૂપ છે જેથી આત્મા આ રોદ્ર ધ્યાનને છેડીને ધર્મ તથા શુકલ યાન ધારી થાય છે. મન વચન કાયાના સંયમનું સામર્થ, કષાયેની ઉપશાંતિ, વીતરાગભાવને પ્રાપ્ત કરવાની અનુકૂળતા વિગેરે
શ્રી આવશયક સુત્રમ ભાગ
४८