Book Title: Avashyak Sutram
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 79
________________ (લેભને ત્યાગ) આવ (માયાને ત્યાગ) માર્દવ (માનનો ત્યાગ) લાઘવ (દ્રવ્ય ભાવથી હળવાપણું), સત્ય, સંયમ, તપ, ત્યાગ (સાંગિક સાધુઓને આહાર વિગેરે લાવી દે ), અને બ્રહ્મચર્યવાસ (બ્રહ્મચર્ય પાલન) આ દશ પ્રકારનાં યતિધર્મમાં જે કોઈ અતિચાર કર્યો હોય તે તેમાંથી હું નિવૃત્ત થાઉં છું. (સૂ૦૯) ઉપાસકે (શ્રાવકે)ની પ્રતિમાઓ (પ્રતિજ્ઞાવિશેષ) અગિયાર હોય છે. એમાં પહેલી ‘દર્શનપ્રતિમા એક માસની, એમાં એક માસ એકાંતર ઉપવાસ અને શંકાદિ દેથી રહિત નિમલ સમકિતનું પાલન કરાય છે (૧), બીજી “વ્રતપ્રતિમા” બે માસની હોય છે. એમાં પૂર્વ ક્રિયા સહિત બે મહિના સુધી બબ્બે ઉપવાસના પારણાપૂર્વક પ્રત પ્રત્યાખ્યાન નિર્મળ પાળવામાં આવે છે (૨). ત્રીજી સામાયિકપ્રતિમા” ત્રણ માસની. એમાં ત્રણ માસ સુધી ત્રણ ત્રણ ઉપવાસના પારણા કરાય છે અને વખત અતિચારરહિત સામાયિક કરાય છે (૩), ચથી “પોષધ પ્રતિમા ” ચાર માસની, એમાં ચાર માસ સુધી ચાર ચાર ઉપવાસના પારણા અને આઠમ, ચૌદશ, પૂનમ, આદિ પર્વ તિથિમાં પોષધ કરાય છે (૪). પાંચમી “પ્રતિમા’ નામની પ્રતિમા પાંચ માસની, એમાં (પાંચ માસ સધી પાંચ પાંચ ઉપવાસના પારણાપૂવક નિગ્ન પાંચ બેલેની મર્યાદા કરાય છે. તે પાંચ બેલ આ પ્રકારે છે–૧) સ્નાન ન કરવું. (૨) રાત્રિ જોજન ન કરવું. () એક લાંગ ખુલી રાખવી. (૪) દિવસે મિથુનને સર્વથા ત્યાગ કર અને (૫) રાત્રિમાં એને પરિમાણુ કરવું, પરંતુ પૈષધ અવસ્થામાં સર્વથા ત્યાગજ કર. (૬) છઠી “બ્રહ્મપ્રતિમા’ છ માસની, એમાં (છ માસ સુધી છ છ ઉપવાસના પારણપૂર્વક અખંડ બ્રહ્નચર્યનું પાલન કરાય છે તથા બંને લાગે ખુલી રાખવામાં આવે છે. (૬) સાતમી “સચિત્તપરિત્યાગપ્રતિમા’ સાત માસની, એમાં સાત માસ સુધી સાત સાત ઉપવાસના પારણા અને સર્વથા સચિત્ત વસ્તુને ત્યાગ કરાય છે. (૮) આઠમી “આરંભ પરિત્યાગપ્રતિમા’ આઠ માસની, એમાં આઠ માસ સુધી આઠ આઠ ઉપવાસના પારણુ અને પિતાના હાથે આરંભ કરવાને ત્યાગ કરાય છે. (૯) નવમી પ્રેગ્યારંભપરિત્યાગપ્રતિમા’ નવ માસની, એમાં નવ માસ સધી નવ નવ ઉપવાસના પારણા અને બીજાથી પણ આરંભ કરાવવાને પરિત્યાગ કરાય છે. (૧૦) દશમી “ઉદેશ્યપ્રતિમા' દશ માસની, એમાં દશ માસ સુધી દશ દશ ઉપવાસના પારણા અને પિતાના ઉદેશથી બનાવાએલા અહારાદિકને પરિત્યાગ કરાય છે, એમાં રહેલ શ્રાવક મુરમુંડિત અથવા અમુંડિત રહીને ઘર સબંધી કઈ વાત પૂછવામાં આવે તે જાણતા હોય તે કહે કે હું જાણું છું, નહિ જાણતા હોય તે કહે કે નથી જાણતે, (૧૧) અગિયારમી “શ્રમણભૂત-( સાધુસમાન) પ્રતિમા” અગિયાર માસની, એમાં અગિયાર માસ સુધી અગિયાર અગિયાર ઉપવાસના પારણા કરાય છે, એમાં સ્થિત શ્રાવક શકિત હોય તે હેચ કરે, નહિ તે મુંડન કરે, ચોટલી રાખે, ઇસમિતિ આદિ સર્વ સાધુધર્મોનું પાલન કરતા થકા ઉઘાડી દાંડીનું રજોહરણ લઈને કેવળ પિતાની જાતિમાંજ ગોચરી કરે અને ગોચરી માટે કોઈના ઘરમાં પ્રવેશ કરતી વખતે બેલે કે “પ્રતિમાધારી શ્રમણોપાસકને ભિક્ષા આપે”. જે કઈ પૂછે કે-“તમે કેણુ છે ?” તે કહેવું કે “હું પ્રતિમાધારી શ્રાવક છું, સાધુ નથી.” આ અગિયાર પ્રતિમાઓમાં પહેલી પહેલી પ્રતિમાનાં ગુણ ઉત્તર ઉત્તર પ્રતિ શ્રી આવશયક સુત્રમ ભાગ ૫૧

Loading...

Page Navigation
1 ... 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111