Book Title: Avashyak Sutram
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
શાસ્ત્ર. (૩) સમ-સ્વમફલનું પ્રતિપાદન કરનારાં શાસ્ત્ર. (૪) અન્તરિક્ષ-આકાશમાં ગ્રહયુદ્ધ આદિના ફલને જણાવનારૂં શાસ્ત્ર. (૫) અંગ ફરકે તેનું ફળ જણુવનારૂં શાસ્ત્ર. (૬) સ્વર-જીવ આદિના સ્વરના ફળને જણાવનારૂં શાસ્ત્ર (૭) વ્યજન-શરીરમાં તિલ, મસા આદિના ફલને જણાવનારૂં શાસ્ત્ર. (૮) લક્ષણ-શરીરના સાથે થવાવાળા માન ઉન્માન અને પ્રમાણુના ફલને જણાવનારૂં શાસ્ત્ર, એ આઠ સૂત્ર (મૂલ), વૃત્તિ ( અર્થ ) અને વાર્તિક (આકાંક્ષિત અર્થની પૂત્તિ) એ પ્રમાણે એક-એકના ત્રણ-ત્રણ ભેદ હોવાથી ત્રણ અઠ્ઠ ચાવીશ થાય છે, (૧) વિકથાનુચોગ-કામદ્દીપકશાસ્ત્ર-વાત્સ્યાયન રચિત કામસૂત્રાદિ, (૨) વિદ્યાનુયેગ-હિણ આદિ વિધા આદિના સાધનાના ઉપાયનું દર્શન કરાવનારૂં શાસ્ત્ર, (૩) મંત્રાનુવેગ- ભૂત પિશાચ આદિના સાધક મંત્રનું શાસ્ત્ર. () યોગાનુયોગ-વશીકરણ આદિને બંધ કરાનારૂં શાસ્ત્ર, તથા હર-મેખલાદિ વેગ પ્રતિપાદન કરનારૂં શાસ્ત્ર, (૫) અન્યતૈર્થિક પ્રવૃત્તાનયેગ-કપિલ આદિના બનાવેલા સાંખ્યાદિ શાસ્ત્ર, તેની શ્રદ્ધા-કરૂ ૫ણાદિ કરવાથી જે કઈ અતિચાર લાગ્યા હોય તે તેમાંથી હું નિવૃત્ત થાઉં છું.' (સૂ૦ ૧૭)
જે સામાન્ય રૂપથી આઠ કર્મોના અને વિશેષરૂપથી મોહનીય કર્મના બંધનું કારણ છે તેને મહામહનીય સ્થાન કહે છે, તેના ત્રીશ ભેદ છે. (૧) ત્રસજીવ સ્ત્રી-પુરૂષ આદિ પંચેન્દ્રિય જીને પાણીમાં ડુબાવી ડુબાવીને મારવાં. (૨) ધાસ વગેરે રેકીને મારવાં. (૩) અગ્નિ, ધૂમાડા વગેરેના પ્રયોગથી મારવાં તે. (૪) લાઠી આદિથી માથું ફેડીને માવું. (૫) લીલા ચામડાથી માથું બાંધીને મારવું. (૬) ગાંડા માણસને લિંબુના ફળ વડે મારીને હસવું, અગર ચેરડાકુની પ્રમાણે છલ-કપટ કરી વગડામાં લઈ જઈને મારવું. (૭) કપટમાં કપટ કરવું અથવા સત્ર-અર્થને છુપાવવું. (૮) પોતે કરેલા ઋષિધાતાદિ પાપના બીજા ઉપર આરોપ મૂક (૯) સભામાં મિશ્રભાષા બેલવી (૧૦) રાજાની આમદાના વગેરે રોકીને તેના રાજ્યને પિતાના કબજામાં લેવું. (૧૧) બાલબ્રહ્મચારી ન હોવા છતાંય પોતાને બાલબ્રહ્મચારી કહેવરાવવું, (૧૨) બ્રહ્મચારી ન હોય અને બ્રહ્મચારી કહેવરાવવું. (૧૩) જેના આશ્રયે પિતાની ઉન્નતિ થઈ હોય તેજ માણસના મૂળ કાઢવાં તે. (૧૪) જે માણસના સમુદાયથી ઉચ્ચ અધિકાર મળ્યું હોય તેનું જ અનિષ્ટ કરવું. (૧૫) જેવી રીતે સ િપણ પિતાના ઇંડાને, વ્યભિચારિણી સ્ત્રી પોતાના પતિને અને દુષ્ટ મંત્રી પિતાના રાજાને સંહાર કરે છે, તે પ્રમાણે પોતાના રક્ષકને વિનાશ કર. (૧૬) એક દેશના સ્વામી રાજાને ઘાત ચિંતવ અથવા ઘાત કરે. (૧૭) અનેક દેશના સ્વામી રાજા, અથવા જનસમુદાયના નાયક અથવા ધર્મામાં પુરુષનાં ઘાતનું ચિન્તવન કરવું, અગર તે ઘાત કરે. (૧૮) પ્રજ્યા લેવા તૈયાર થએલા પુરુષના પરિણામને પાછા હઠાવી દેવાં તે. (૧૯) વીતરાગના અવર્ણવાદ કર. (૨૦) મોક્ષમાર્ગના અપકાર, અથવા અવર્ણવાદ કરે. (૨૧) જે આચાર્ય ઉપાધ્યાય આદિથી સૂત્ર વિનય
હોય તેની નિન્દા કરવી. (૨૨) આચાર્ય ઉપાધ્યાય વગેરેની યથાશકિત વેયાવચ વિનય આદિ નહિ કરવું તે. (૨૩) બશ્રત નહીં હોવા છતાંય પણ “હું બહુશ્રત છું' એમ કહેવું. (૨૪) તપસ્વી નહિ હોવા છતાંય તપસ્વી નામ ધરાવવું. (૨૫) ગ્લાન આદિની યથાશકિત વૈયાવૃત્ય નહિ કરવી. (૨૬) હિંસાને ઉપદેશ આપવો અથવા તે સંધમાં છેદ-ભેદ પાડ. (૨૭) પિતાની બડાઈ માટે વારંવાર વશીકરણ આદિ અધાર્મિક પ્રવેગ કરે, (૨૮) આ લેક અથવા પરલેક સંબંધી કામગની તીવ્ર લાલસા કરવી, (૨૯) અદ્ધિયુક્ત દેને અવ
શ્રી આવશયક સુત્રમ ભાગ
૫૭

Page Navigation
1 ... 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111