Book Title: Avashyak Sutram
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 80
________________ મામાં સમજવા જોઈએ. એમાં પ્રરૂપણા આદિ દ્વારા જે કઈ અતિચાર લાગ્યા હેય તે તેમાંથી હું નિવૃત્ત થાઉં છું. (સુ) ૧૦) બિસુ (સાધુ) ની બાર પ્રતિમાઓ (પ્રતિજ્ઞાવિશેષ) હોય છે પહેલી એક માસની, બીજી બે માસની, યવતુ સાતમી સાત માસની ભિક્ષપ્રતિમા પહેલી પ્રતિમામાં નિર્લેપ એક દત્તિ અન્નની એક દત્તિ પાણીની લેવાય છે. અખંડિત એકધારાથી એક વખત જેટલે આહાર પાણી પાત્રમાં પડે તેટલાજ ઉપભોગમાં લે (૧). એજ પ્રકારે ક્રમથી સાતમી પ્રતિમામાં સાત દત્તિ અન્નની અને સાત દત્તિ પાણીની લેવાય છે. આઠમી પ્રતિમા સાત અહોરાત્રિના છે એમાં એકાંતર ચેવિહાર ઉપવાસ, અને ગામથી બહાર કાયોત્સર્ગ કરાય છે, તથા ઉત્તાનાસન (ચિત્તા સુવું), એકપાસન (એક પડખે સુવું), અને પર્યકાસન. આ ત્રણ આસનોમાંથી કોઈ પણ એક આસન કરાય છે. એવી રીતે નવમી અને દશમી પ્રતિમા આઠમીની સમાન છે પરંતુ નવમીમાં દંડાસન (દંડ-લાકડી પડેલ હોય તેમ પગ પસારીને સુવું), લસંડાસન (માથું અને એડીઓને ભૂમિ ઉપર લગાવી પીઠને અધર રાખવી), ઉકુટુકાસન-પૂતિભાગ–બેઠકને જમીન પર ન લગાવીને ઉભડક બેસવું, અર્થાત બે પગ ઉપજ બેસવું. તથા દશમીમાં વીરાસન-પૃથ્વી પર પગ રાખીને સિહાસન ઉપર બેઠા હોય એવી રીતે ઘુંટણ જુદા જુદા રાખીને આધાર વિના સ્થિર રહેવું, ગેહાસન-ગાય દેતા હોઈએ તેવી રીતે પગના આગલા ભાગ અને તલ ભાગના આશ્રયે બેસવું, અને આમ્રકુંજકાસન (આમ્રફળની જેમ કૂબડા થઈને સ્થિર રહેવું). આમાંથી કોઈ પણ એક આસન કરાય છે (૧૦). અગિયારમી પ્રતિમા ફકત એક દિવસની હોય છે. એમાં ચોવિહાર છઠ્ઠ કરાય છે અને ગામની બહાર કાઉસગ્ગ કરાય છે (૧૧). બારમી પ્રતિમા એક દિવસની હોય છે એમાં ચેવિહાર અઠ્ઠમ કરાય છે. અઠ્ઠમના દિવસે ગામની બહાર સ્મશાન ભૂમિમાં જઈને કઈ એક પુદગલ ઉપર દૃષ્ટિ સ્થિર કરીને કાર્યોત્સર્ગ કરાય છે. એ વખતે થવાવાળા દેવ મનુષ્ય અને તિર્યંચ સબંધી ઉત્કૃષ્ટ ઉપસર્ગ જો સહન કરી લે તે અવધિ, મન:પર્યય અને કેવળ જ્ઞાનમાંથી કઈ એકની ઉત્પત્તિ થાય છે; નહિં તે ઉન્મત્ત (પાગલ), દીર્ઘકાલિક દાહન્વરાદિક રોગથી પીડિત અને કેવલિપ્રરૂપિત ધર્મથી પતિત થાય છે. આ બાર ભિક્ષુપ્રતિમાઓમાં ઓછી વધતી શ્રદ્ધા પ્રરૂપણા વિગેરે દ્વારા જે કઈ અતિચાર લાગ્યા હોય તે તેમાંથી હું નિવૃત્ત થાઉં છું. (સૂ૦ ૧૧) ક્રિયાસ્થાન તેર છે-(૧) અર્થદંડ (પિતાના પ્રયજન માટે ક્રિયા કરવી) (૨) અનર્થદંડ ( કારણ વિના ક્રિયા કરવી), (૩) હિંસાદંડ, (૪) અકસમાતદંડ (એકને મારતાં વચમાં બીજાની હિંસા થવી), (૫) દષ્ટિવિપર્યાસદંડ (પત્થર સમજીને તેતર ચકલી આદિની હિંસા થવી), (૬) મૃષામાત્યયિક (અસત્યથી લાગવાવાળું પાપ ), (૭) અદત્તાદાનપ્રાયિક, (૮) અધ્યાત્મપ્રાયયિક (જેથી માણસ પોતે નકામી ચિંતા કરે), (૯) માનપ્રાયિક, (૧૦) મિત્રદેષપ્રાયયિક (માતા, પિતા આદિને અ૫ અપરાધને ભારે દંડ દેવ), (૧૧) માયાપ્રાય શ્રી આવશયક સુત્રમ ભાગ

Loading...

Page Navigation
1 ... 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111