________________
એ બને વિકલ્પ આગમથી વિરુદ્ધ છે. કેમકે આગમાં લેશ્યાને કર્મના ફલસ્વરૂપ કહેવામાં આવી નથી. અને કર્મોના સારરૂપ તે જરૂર ફળવાળું હોવું જ જોઈએ, એટલા માટે તેને કર્મોના સારરૂપ કહી શકાશે નહિ. હવે જે અસારરૂપ માનીએ તો તે ઉત્કૃષ્ટ અનુભાગનો હેતુ થઈ શકતું નથી. તે કારણથી લેસ્યાને કર્મનિષ્પન્દરૂપ નહિ માનવું જોઈએ. એટલા માટે જેના દ્વારા આત્મા કર્મોથી - લેપાય એવી શુભ-અશુભ આત્મપરિણતિનેજ વેશ્યા માનવી, તે શાસ્ત્રસંમત છે.
અહિં એક એ પ્રશ્ન થાય છે કે જેવી રીતે કામણ શરીરને કર્મવર્ગ ણાની સાથે કાર્યકારણરૂપ માનવામાં આવે છે. તેવી જ રીતે લેસ્યાદ્રવ્યને પણ કર્મવર્ગણની સાથે કાર્યકારણરૂપ માનવામાં શું આપત્તિ છે? કારણ કે તે લેસ્યાઓને કર્મની અંદર સમાવેશ થતો નથી. એ પ્રમાણે પ્રશ્ન કરે તે ઠીક નથી, કારણ કે આગમને તેમાં વિરોધ આવે છે,
અર્થાત્ કઇ પણ આગમમાં સ્થાને કાર્યકારણ રૂપ માનવામાં આવેલ નથી.
લેસ્યાને જૂદી બતાવવાનું કારણ એ છે કે કમવર્ગણાની અંદર સાધક સ્વરૂપ છે, આ વાત દ્રવ્યસ્થાની થઈ. હવે ભાવલેશ્યા કહે છે.
ભાવલેશ્યા કષાદયલબ્ધશકિતવિશેષ યોગ પ્રવૃત્તિરૂપ છે એમ પ્રથમ કહેવાયું છે.
અહિંઆ એક પ્રશ્ન થાય છે કે–ભાવલેણ્યાનું પર્વોકત લક્ષણ માનવાથી ઉપશાન્તકષાય, ક્ષીણુકષાય અને અગિકેવળી ગુણસ્થાનમાં તે લેસ્થાને અભાવ માનવે પડશે, કારણકે ત્યાં કષાય નથી.
આ પ્રશ્ન કર ઠીક નથી, કેમ કે ત્યાં ભાવલા ઉપચાર માત્રથી માનવામાં આવી છે. મુખ્યને અભાવ હોવાથી નિમિત્તમાં ઉપચાર કરાય છે. આ ન્યાયથી વેગ પ્રવૃત્તિની સત્તાજ ઓપચારિક લેસ્થાના સર્ભાવમાં હેતુ માનવામાં આવેલ છે, અહિં તાત્પર્ય એ છે કે જે ગપ્રવૃત્તિ સુમસ પરાય ગુણસ્થાન સુધી કષાયે દયલબ્ધશકિતવિશેષ રૂપે હતી એજ યુગપ્રવૃત્તિ ઉપશાંતકષાયાદિકમાં છે, એટલા માટે ભૂતપૂર્વનયની અપેક્ષાથી ત્યાં (ઉપશાંતક્ષીણુકષાયાદિ ગુણસ્થાનમાં) લેસ્થાન સભાવ શાસ્ત્રોમાં કહેલ છે. લેકમાં પણ આ ઉકિત પ્રસિદ્ધ છે કે બેન મરી જવા પછી પણ તેના પતિને બનેવી કહે છે.
વાત એ છે કે સામાન્ય રીતે સોગિકેવળીગુણસ્થાન સુધી ઉપચારથી જ લેસ્યાનો સદભાવ સિદ્ધ થાય છે. જે ત્યાં વાસ્તવિક વેશ્યા માનીએ તે તેનાથી સ્થિતિબંધ અથવા અનુભાગબંધનો પણ પ્રસંગ થશે, પરંતુ ત્યાં તે બંને બંધને અભાવ છે, કહ્યું પણ છે કે “પ્રકૃતિ અને પ્રદેશને બંધ વેગથી થાય છે તથા સ્થિતિ અને અનુભાગને બંધ કષાયથી થાય છે.”
આ વચનથી પ્રકૃતિ અને પ્રદેશબંધ ગજનિત છે. સ્થિતિ અને અનુભાગ બંધ કષાયજનિત છે. સગિકેવળી વિગેરે ગુણસ્થાનોમાં ગનિમિત્તક પ્રકૃતિબંધ અને પ્રદેશબંધને સદભાવ થયા પછી પણ તથા કષાયના અભાવથી સ્થિતિ અને અનુભાગને સંભવ થયા પછી પણ ભીંત ઉપર ફેકેલ સુકા ઢફાની માફક ત્યાં સ્થિતિ નથી કરતે. તુરત થએલું કર્મ પાછું હઠી જાય છે. આ વિષય શ્રી સૂયગડાંગ સૂત્રમાં ભગવાને ફરમાવેલું છે–
શ્રી આવશયક સુત્રમ ભાગ
૪૮