________________
(૧) છન્દ દેશકથા–જેમકે, દક્ષિણ દેશમાં મામાની પુત્રી સાથે લગ્ન કરી શકાય છે. અને બીજા દેશમાં તે પ્રમાણે કરવામાં દેષ માનવામાં આવ્યું છે. જેવી રીતે અન્ય ગ્રંથમાં લખેલું છે કે:- મામાની પુત્રીથી, માતાના ગેત્રમાં ઉત્પન્ન કે બીજી કન્યાથી અથવા એક પ્રવર (મૂલ) ની કન્યા સાથે કે વિવાહ કરે તે તે વિવાહ-લગ્ન અગ્ય સમજવામાં આવે છે અને લગ્ન કરનારને ચાંદ્રાયણ વ્રત કરવું પડે છે ઈત્યાદિ. (૨) વિધિ દેશકયા-જેમકે, મગધ દેશમાં ચાવલ-(ખા)-દૂધઆંબા વગેરે આ પ્રમાણે ઉત્પન્ન થાય છે. કેશલ (અવધ) દેશમાં મકાને આ પ્રમાણે બનાવવામાં આવે છે. તથા આગરા પ્રાન્તમાં ધનવાન માણસ આ પ્રમાણે વ્યાપાર કરે છે ઈત્યાદિ, (૩) વિક૬૫થી દેશકથા-જેમકે, ખેતી, વાડી, કુવા-તલાવ વગેરે ખોદાવવાની તથા શાલી આદિ ધાન્ય પવાની કથા કરવી તે. (૪) નેપથ્ય દેશ કથા-મણિ-ભૂષણ વસ્ત્ર આદિ ધારણ કરવાની કથા કરવી તે. જેમકે વિદેહ દેશની સ્ત્રીઓના કેશ–પાશ વગેરેની સુંદરતા સારી છે. ગુજરાતી સ્ત્રીઓ થોડાં આભૂષણ પહેરે તે પણ સુંદર દેખાય છે, પંજાબી સ્ત્રીઓના વસ્ત્રોના ચમત્કાર પ્રશંસા કરવા છે ઈત્યાદિ રૂસ્થી વાત કરવી છે. દેશકથામાં રાગ-દ્વેષ-પક્ષપાત વગેરે દે થવાનો સંભવ છે તેથી અતિચાર લાગે છે.
રાજકથા પણ ચાર પ્રકારની છે (૧) અતિયાન, (૨) નિર્માણ, (૩) બલવાહન, (૪) કેષ–ષ્ઠાગાર. તેમાં (૧) અતિયાન (નગરાદિપ્રવેશ) થી રાજકથાઃજેમકે- ચન્દ્રમાં પ્રમાણે સ્વચ્છ છત્ર અને બે ચામરાથી સુશોભિત, હાથી છેડાથી યુકત, રથ ઉપર બેઠેલા આ રાજ માગધ-બન્દી આદિ યાચક જનની જયષણા સાથે રાજધાનીમાં પ્રવેશ કરશે-ઈત્યાદિ (૨) નિયણુ-નગરાદિથી બહાર નીકળવાની કથા-જેમકેઉપર કહેલી શભા સાથે રાજા-રાજધાનીથી બહાર નીકળશે ઈત્યાદિ. (૩) બલ-(સેના) વાહન (હાથી ઘેડા ) સહિત રાજકથા-જેમકે અહા ? આવા મોટા-મોટા ચંચલ ઘોડા, મમત્ત હાથી અને શત્રુઓના માન ઉતારી નાંખે તેવા શુરવીર કયા રાજાનાં છે ? ઈત્યાદિ. (૪) મેષ (ખજાના) અને કેષ્ઠાગાર (કઠાર ) ની રાજકથા-જેમકે-જેને રત્નાદિકથી ખજાના અને ધાન્યાદિકથી કે ઠાર ભરેલા છે તથા જેના રાજના કિલ્લા અભેદ્ય છે. અને દ્ધાઓ શત્રુઓનું દમન કરવાવાળા છે. એવા આ રાજા સુખથી સમય ગુજારે છે. ઈત્યાદિ. આ પ્રમાણે રાજકથા કહેવાથી રાજાની ગુપ્ત વાત ભેદન વગેરે અનેક દેની ઉત્પત્તિ થવાના કારણે અતિચાર લાગે છે.
નિવાંત (જ્યાં પવન આવી શકે નહિ તેવા) સ્થળે રાખેલા નિશ્ચલ દીપક-દીવાની શિખા સમાન અત્યંત સ્થિર ધારાવાહી જ્ઞાનને વિચ્છેદ કરવાવાળા અન્ય પદાર્થોના સંબંધથી રહિત એક માત્ર વસ્તુના ચિન્તનને “ધ્યાન” કહે છે.
કહ્યું છે કે “છદ્મસ્થને” એક વસ્તુમાં અન્તર્મુહૂર્ત માત્ર મનનું અવસ્થાન રહે છે તેને ધ્યાન કહે છે. તે ધ્યાન (૧) આd, (૨) રોદ્ર, (૭) ધર્મો, (૪) શુકલ ભેદ થી ચાર પ્રકારનું છે. તેમાં (૧) આર્તધ્યાન તેને કહે છે કે –જે અર્તિ-મનની પીડાની સાથે અથવા અતિ-અશુભની સાથે થનારું હોય, અર્થાત ઈષ્ટ શબ્દદિને
શ્રી આવશયક સુત્રમ ભાગ
४४