Book Title: Avashyak Sutram
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 64
________________ છે, તેમાંથી જધન્ય અને મધ્યમને હઠાવવા માટે ઉત્તરં પદ આપેલું છે. સકલ કમલ દૂર થઈ જવાના કારણે ચન્દ્રથી પણ અત્યન્ત નિર્મલ, કેવલજ્ઞાનરૂપી આલેક-(પ્રકાશ)થી સંપૂર્ણ લેકાલેકના પ્રકાશક હોવાને કારણે સૂર્યથી પણ અધિક તેજવાળા, તથા અનેક અનુકૂળ પ્રતિકૂળ પરીષહ ઉપસર્ગોનાં સહન કરવાવાળા હોવાથી સ્વયંભૂરમણ સમુદ્રને સમાન સુગંભીર સિદ્ધ ભગવાન મને સિદ્ધિ મેક્ષ) આપે છે. ૭ સિદ્ધ ભગવાન વીતરાગ છે. એ કારણથી જે કે કોઈને આરેગ્ય બેધિલાભ આદિ આપી શકતા નથી તે પણ ભવ્ય જીની ઉત્કૃષ્ટ શ્રદ્ધાથી આ પ્રકારની પ્રાર્થના ઉચિત જ છે, કારણ કે સિદ્ધ ભગવાન કાંઈ પણ આપતા નથી તે પણ ભકિતમાન ભવ્ય જેની પોતાની અટલ ભકિતના પ્રભાવથી પ્રાર્થના અનુસાર ફળ થઈ જાય છે. આ પ્રાર્થના મોક્ષ પ્રાપ્તિ માટે છે, માટે તેને નિદાનસહિત કહી શકાય નહિ અહિ એક પ્રશ્ન થાય છે કે, સિદ્ધ ભગવાન જે કાંઈ આપી શકે છે તે મોક્ષમાર્ગને ઉપદેશ અરિહંત અવસ્થામાં આપી ચુકયા છે. પછી શું બાકી રહી ગયું છે કે જેના માટે પ્રાર્થના કરવામાં આવે ? આ પ્રશ્નનું સમાધાન એ છે કે આ પ્રમાણે ભકિતમાન ભવ્ય જીની ઉત્કૃષ્ટ ભાવનાથી કરવામાં આવેલી પ્રાર્થના દ્વારા પૂર્વસંચિત જ્ઞાનાવરણીય આદિ કર્મોને ક્ષય થઈને મોક્ષ પ્રાપ્તિ થાય છે. કઈ કહેશે કે ભગવાનની ભકિતથી જ મોક્ષપ્રાપ્તિ સુધીની સિદ્ધિ થાય છે તે તપ સંયમ આદિ કષ્ટ ઉઠાવવાનું શું પ્રજન છે? ઉત્તર એ છે કે તપ. સંયમ આદિની આરાધના કરવાથી શ્રદ્ધા ૬૮ થઈને ભકિત પ્રબલ થાય છે. અને ભક્તિની દૃઢતાથી કર્મોની નિર્જરા થઈને મથી મેક્ષની પ્રાપ્તિ થાય છે. (૧૭) ઇતિ દ્વિતીય અધ્યયન સંપૂર્ણ છે ૨ શ્રી આવશયક સુત્રમ ભાગ

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111