________________
વન્દના
અથ ત્રીજુ અધ્યયન પ્રારંભ બીજા અધ્યયનમાં પ્રાણાતિપાત વગેરે સાવધ ગની નિવૃત્તિ-રૂપ સામાયિક વ્રતના ઉપદેશક તીર્થકરેનું ગુણકીર્તન કરવામાં આવ્યું છે. તીર્થકરોએ ઉપદેશેલું સામાયિક વ્રત ગુરુ મહારાજની કપાથી જ પ્રાપ્ત થાય છે, એટલા માટે, તથા ગુરૂવંદનાપૂર્વક જ પ્રતિક્રમણ કરવાને શિષ્ટાચાર લેવાથી ગુરુવન્દના કરવી તે આવશ્યક છે, એ માટે હવે વંદનાધ્યયન નામનું ત્રીજું અધ્યયન પ્રારંભ કરે છે-“ છામિ ” ઈત્યાદિ.
“અમાર, રામના, રમનાર, સમજ, આ ચારેય પદેનું પ્રાકૃત ભાષામાં “મા” એવું રૂપ બને છે; એટલે સંસ્કૃત છાયા અનુસાર એ ચારેય પદેના જુદા-જુદા અર્થ કહે છે:–
બાર પ્રકારની તપસ્યામાં શ્રમ (પરિશ્રમ) કરવાવાળા, અથવા, ઈન્દ્રિય, ઈન્દ્રિય (મન)નું દમન કરવાવાળાને “ના” કહે છે (૧). કષાય, નેકષાય ૩૫ અગ્નિને શાંત કરવાવાળા અથવા સંસારરૂપી અટવીમાં ફેલાયેલી કામભેગીપી અગ્નિની પ્રચંડ વાલાઓના ભયંકર તાપથી આત્માને અલગ-જીરે કરવાવાળાને “મન” કહે છે (૨). શત્રુ-મિત્રમાં એકસરખું મન રાખવાવાળા અથવા વિશુદ્ધ મનવાળાને “મના કહે છે (૩). બરાબર સારી રીતે પ્રવચનને ઉપદેશ આપવાવાળા, અથવા સંયમના બળથી કષાને જીતીને રહેવાવાળાને “સમેન' કહે છે (૪). પરન્તુ અહિં પ્રસિદ્ધિના કારણે “શ્રમ” શબ્દને લઈને જ વ્યાખ્યા કરે છે, જેની અંદર ક્ષમાગુણ મુખ્ય છે તેને ક્ષમાશ્રમણ કહે છે. અહિં શિષ્ય સંબોધન કરીને કહે છે કે –
હે ક્ષમાશ્રમણ ! હું મારી શકિત અનુસાર પ્રાણાતિપાત આદિ જાવા (પાપકરી) વ્યાપારથી રહિત શરીર વડે વંદન કરવા ઈચ્છા કરું છું, એટલા માટે મને આપ મિતાવગ્રહ (જ્યાં ગુરુ મહારાજ બિરાજિત હોય તેમની ચારે બાજુ સાડા ત્રણ સાડા ત્રણ હાથ ભૂમિ)માં પ્રવેશ કરવાની આજ્ઞા આપે. તે સમયે ગુરુ શિષ્યને “મનુનાનાનિ' કહીને પ્રવેશવાની આજ્ઞા આપે. ત્યારે આજ્ઞા મેળવીને શિષ્ય કહે કે – હે ગુરુ મહારાજ ! હું સાવધ વ્યાપારને રોકીને શિર તથા હાથથી આપના ચરણને સ્પર્શ કરું છું. આ પ્રમાણે વંદના કરવાથી મારા વડે બાપને જે કઈ પ્રકારથી કષ્ટ થયું હોય તે આપ મને ક્ષમા કરો.
કે ગુરુ મહારાજ ! આપને દિવસ ખૂબ શાંતિથી પસાર થયું છે કે કેમ ? આપની સંયમયાત્રા નિરાબાધ છે કે કેમ ? અને આપનું શરીર, ઈન્દ્રિય,
ઈન્દ્રિયની ઉપાધિથી રહિત છે કે કેમ ? આ પ્રમાણે સંયમયાત્રા અને શરીરના સંબંધમાં કશળતા પૂછીને શિષ્ય ફરીથી કહે છે કે:- ક્ષમાશ્રમણ ! મારાથી
શ્રી આવશયક સુત્રમ ભાગ
૩૭