Book Title: Avashyak Sutram
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 69
________________ અત્યંત કમલ મેટી શા ઉપર સવાથી તથા એવી પથારીને નિત્ય ઉપયોગ કરવાથી, પથારી (સંથારા) ઉપર શરીરને પંજયા વિના કરવટ લેવાથી, પંન્યા વિના અંગ-ઉપાંગને સંકોચવા–પસારવાથી, શું આદિના અવિધિપૂર્વક સ્પર્શથી. અવિધિએ ઉધરસ વિગેરે ખાવાથી, અયતનાપૂર્વક છીંકવાથી તથા બગાસું ખાવાથી, પૂજ્યા વિના ખોલવાથી અથવા સચિત્ત રજયુકત વસ્ત્રાદિકના સ્પર્શથી જે અતિચાર થયા હોય એ બધા જાગ્રત અતિચાર થયા, હવે સુપ્ત અતિચાર કહે છે – એવં સ્વપ્ન અવસ્થા સબંધી, મૂત્તર ગુણને દૂષિત કરવાવાળી અથવા યુદ્ધ, વિવાહ, રાજ્યપ્રાપ્તિ વિગેરે સાવદ્ય ક્રિયા અર્થાત્ સ્વપનમાં સ્ત્રીની સાથે સમાગમ, પ્રેમપૂર્વક સ્ત્રીનું જેવું, મનને વિકાર, તથા આહાર-પાણીના સેવનરૂપી વિરાધનાના કારણે મારાથી જે અતિચાર થયા હોય. ‘તસ મિચ્છા મિ દુશ યદ્યપિ સાધુઓને માટે દિવસમાં સુવાનું નિષેધ છે તે પણ શયન સબંધી દેવસિક અતિચાર બતાવવાથી એ સિદ્ધ થાય છે કે વિહાર આદિથી ખૂબ થાકી જવાના કારણે અથવા બીજા અનિવાર્ય કારણેથી દિવસે સુવું પડે તે આવી અવસ્થાને માટે ઉપર કહેલું દેવસિક અતિચાર બતાવેલ છે. (સૂ૦ ૩). આવી રીતે શયન સંબંધી અતિચારના પ્રતિક્રમણ કહીને હવે ગોચરીના અતિચાર સંબંધી પ્રતિક્રમણ કહે છે– “દિનામિ જોવા “પ્રાપ્તિ ગાયની જેમ ઠેકાણે ઠેકાણેથી થોડે થડ અ હાર લેવા માટે કરવું તે કામને ગેચરચર્યા કહે છે તસ્વરૂપ જે ભિક્ષાચય (અર્થાત ઉત્તમ મધ્યમ અને નીચ (સાધારણ) કળામાં તથા ઈષ્ટ અનિષ્ટ વસ્તુઓમાં રાગાદિ રહિત થઈને લાભાલાભમાં સમાન ભાવથી આહાર આદિ ગ્રહણુ કરવું) તેમાં સાંકળ વિના બંધ કરેલ અગર અર્ધા વાસેલા કમાડને પંજ્યા વિના અથવા ધણીની આજ્ઞા વિના ખેલવાથી, કુતરા, વાછરડા, બાલક આદિને ધકેલીને અથવા ઓળંગીને જવાથી, કુતરા વિગેરે માટે કાલે અગ્રપિંડ લેવાથી. દેવતા. ભૂત વિગેરેના બલિના માટે તથા યાચક–પણ આદિને અર્થે રાખવામાં આવેલ, અથવા આધાક આદિની શંકાથી યુકત, તથા જાણ્યા વિચાર્યા વિના આહાર વિગેરે લેવાથી, અષણીય કોઈપણ વસ્તુને લેવાથી, પાણી વિગેરે પીવા યોગ્ય વસ્તુની એષણામાં કઈ પણ પ્રકારની ખામી હોવાથી, હીન્દ્રિયાદિ-પ્રાણિ-મિશ્રિત, બીજયુકત, તથા હરિતકાયયુક્ત આહાર આદિ લેવાથી, પશ્ચાત્કર્મિક (જેમાં આહાર આદિ ગ્રહણ કરી લીધા પછી હાથ-વાસણ વિગેરે વાય) તથા પુર:કર્થિક (જેમાં આહારદિ દેતાં પહેલાં હાથ, વાસણ આદિ ધેવાય) આહાર આદિ લેવાથી, અષ્ટ જગ્યાએથી લાવવામાં આવેલી વસ્તુને લેવાથી, સચિત્ત પાણીથી ભીંજાયેલા હાથે આહાર આદિ ગ્રહણ કરવાથી, સચિત્ત રજયુક્ત આહાર આદિ લેવાથી, દાતાર દ્વારા આમતેમ ઢળતા આહાર આદિ લેવાથી, કઈ પાત્રમાં અક૯૫નીય વસ્તુ પડેલી હોય તેને ખાલી કરી તેજ પાત્રથી દેવામાં આવેલ આહાર આદિ લેવાથી અથવા વિના કારણે આહાર આદિ પરિઠવાથી શ્રી આવશયક સુત્રમ ભાગ ૪૧

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111