________________
કરવાવાળા તથા વૃષભચિન્હથી યુક્ત છે. અથવા ભગવાન જ્યારે ગર્ભમાં આવ્યા ત્યારે તેમની માતાએ ચૌદ સ્વપ્નમાં સૌથી પ્રથમ વૃષભ (બળદ) ને જોયેલે એ માટે “વૃષભ” નામ રાખ્યું, એવા શ્રી ઋષભદેવ સ્વામી (વૃષભદેવઝષભ” અને “વૃષભ” આ બન્ને શબ્દોનું પ્રાકૃતમાં “ઉસભ” રૂપ બને છે.) ને હું વંદના કરું છું. તે ૧ .
જે રાગ દ્વેષાદિકને જિતવાવાળા છે અથવા તેઓ જ્યારે ગર્ભમાં આવ્યા ત્યારે પાટે રમવા સમયે માતાની હાર નહિ થવાથી જેનું “અજિત” નામ - પડયું, તે શ્રી અજિતનાથને હું વંદના કરું છું. ૨
જે અનન્ત-સુખ-સ્વરૂપ છે. અને જેનાથી અનંત સુખની પ્રાપ્તિ થાય છે. અથવા જેઓના ગર્ભમાં આવવા માત્રથી ધાન્યાદિકને અધિક સંભવ(ઉત્પત્તિ)હેવાથી દુકાલ નિવારણ થઈ સુભિક્ષ (સુકાલ) થઈ ગયે એવા શ્રી “સંભવનાથ” ને છે ૩
જે ભવ્ય અને હર્ષિત કરવાવાળા છે. અને ગર્ભમાં આવ્યા ત્યારે જેની ઇંદ્ર મહારાજે વારંવાર સ્તુતિ કરી એવા શ્રી અભિનન્દન સ્વામીને ૪
જેનું જ્ઞાન પૂર્ણ નિર્દોષ છે, જેના દર્શન માત્રથી પ્રાણીઓને સુબુદ્ધિ પ્રાપ્ત થઈ, જેઓના ગર્ભમાં આવવાથી ધર્મ-કર્તવ્યમાં માતાની બુદ્ધિ વિશુદ્ધ થઈ અને પુત્ર તથા ધનની બાબતમાં પરસ્પર કલહ કરી રહેલી બે વિધવા શકય સ્ત્રીઓને કલેશ
જ્યારે કેઈપણ ઠેકાણે નહીં પ ત્યારે ગર્ભસ્થ ભગવાનની માતાએ ગર્ભના પ્રભાવથી પોતાની સુબુદ્ધિ દ્વારા તેને યથાર્થ ન્યાય કર્યો તેથી માતાની સુમતિના કારણે જેનું “સુમતિ” નામ રાખવામાં આવ્યું એવા શ્રી સુમતિનાથ ભગવાનને છે ૫ છે
પદ્મ-કમલ સમાન પ્રભા-કાન્તિવાળા, અથવા પદ્ધો-કમલેમાં પ્રભા-કિરણ છે જેની તે થયે પદ્મપ્રભ અર્થા-સૂર્ય, તેના સમાન કાન્તિવાળા, અથવા ત્યારે, ભગવાન ગર્ભમાં હતા ત્યારે તેની માતાને પદ્મશાને દેહલે થયેલે જે દેવતાએ પૂર્ણ કર્યો તે કારણથી “પદ્મપ્રભ” નામવાળા ભગવાનને છે ૬ .
જેવામાં પાશ્વ (પડખાને ભાગ) સુડોળ- સરખે છે જેને અથવા - જ્યારે તે ગર્ભમાં હતા ત્યારે ગર્ભના પ્રભાવથી જેની માતા સુંદર પાશ્વવાળાં થયાં એટલા માટે ગુણ-નિષ્પન્ન નામવાળા શ્રી સુપાર્શ્વનાથ ને આ ૭ છે
તથા ચંદ્રસમાન કાન્તિવાળા અથવા જ્યારે તેઓ ગર્ભમાં હતા ત્યારે તેમની માતાને ચંદ્રપાન કરવાનું દેહલે થયેલું તે કારણથી ગુણ-નિષ્પન્ન નામવાળા શ્રી ચંદ્રપ્રભ ભગવાનને ! ૮ ,
સારા અનુષ્ઠાનવાળા, અથવા જેના દર્શન સ્મરણ આદિથી પ્રાણી પૂર્ણ ભાગ્યવાન થાય છે એવા, અથવા જ્યારે તેઓ ગર્ભમાં હતા ત્યારે તેમની માતા સર્વવિધિઓ-કર્તવ્યમાં વિશેષ નિપુણ થયા આ કારણથી “સુવિધિનાથ” અથવા પુષ્પસમાન સ્વરછ દાંતની પંકિતવાળા હોવાથી “પુપદન્ત” નામ પણ છે જેનું એવા ભગવાનને / ૯ /
શ્રી આવશયક સુત્રમ ભાગ
- ૩૨