Book Title: Avashyak Sutram
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 58
________________ ચતુર્વિશતિસ્તવ એ પ્રમાણે પહેલા અધ્યયનમાં સાવધેયેગની નિવૃત્તિ રૂપ સામાયિકનું નિરૂપણ કરીને હવે ચતુર્વિશતિસ્તવ (૨૩વસયિa) રૂપ આ બીજા અધ્યયનમાં સમસ્ત સાવદ્ય ગોની નિવૃત્તિને ઉપદેશ હોવાથી સમકિતની વિશુદ્ધિ તથા જન્માંતરમાં પણ બેધિલાભ અને સંપૂર્ણ કર્મોના નાશક હેવાથી પરમ ઉપકારી તીર્થકરેના ગુણ-કીર્તન કરે છે “ોનસ' ઇત્યાદિ. - જે કેવળજ્ઞાનરૂપી સૂર્યથી અથવા પ્રમાણુ (જ્ઞાન) વડે જોઇ શકાય તેને “લેક” કહે છે, તે પંચાસ્તિકાયરૂપ લેકને પ્રવચનરૂપી દીવા વડે પ્રકાશ કરવાવાળા, અને પ્રાણીઓને સંસારના દુખેથી છોડાવીને સુગતિમાં ધારણ કરવાવાળા, ધર્મરૂપી તીર્થના સ્થાપક, રાગ આદિ કર્મશત્રુઓને જીતી લઈને કેવલજ્ઞાનયુકત થઈને વિરાજમાન એવા જેવીસ અરિહન્ત ભગવાનની સ્તુતિ કરૂં છું. અહિં “રોજ શબ્દથી પંચાસ્તિકાયનું ગ્રહણ કરેલું છે. અને આકાશ પણુ પંચાસ્તિકાયને જ ભેદ છે તથા અલેક પણ આકાશસ્વરૂપ છે. એ કારણે ૪ પદથી જ લેક અને અલેક બનેનું ગ્રહણ થઈ શકે છે, તેથી કેવલ જ્ઞાનની અનન્તતામાં કઈ પ્રકારે હાનિ થઈ શકતી નથી. - લેકમાં પ્રકાશ કરનાર અવધિજ્ઞાની, વિર્ભાગજ્ઞાની તથા ચંદ્રસૂર્યાદિક પણ હોય છે. એ માટે તેની નિવૃત્તિ કરવા “ધર્માનિત્યારે આ પદ આપેલું છે. નદી-તલાવ આદિ જલાશમાં ઉતારવા માટે ધર્માર્થ તીર્થ–ઘાટ બનાવવાવાળા પણ ધર્મતીર્થંકર કહેવાય છે. તેને સ્વીકાર અહિં નહિ થવા માટે “ઢોક્સ ૩નીયા' વિશેષણ આપ્યું છે. લોકના પ્રકાશક તથા ધર્મતીર્થકર અન્ય મતના જ્ઞાની પશુ હાઈ શકે છે, જેવી રીતે અન્ય શાસ્ત્રોમાં કહ્યું છે કે ધર્મતીર્થના કરવાવાળા જ્ઞાની ધમની હાનિ થતી હોય તે જોઈને પરમ પદ પર આરૂઢ થઈને પણ ફરી સંસારમાં પાછા આવે છે. ૧” તેમનું ગ્રહણ ન થાય તે માટે “નિને” વિશેષણ આપેલું છે. કારણ કે રાગાદિ શત્રને જીત્યા વિના કર્મ બીજને નાશ થતું નથી, અને કમબીજના નાશ થયા વિના ભવસંસારરૂપી અંકુરને નાશ થતો નથી, જેવી રીતે બીજા સ્થળે પણ કહેવામાં આવ્યું છે કે: “અજ્ઞાનરૂપી માટીની અંદર પડેલા પ્રાણીના પુરાણું કર્મબીજ તૃષ્ણરૂપ જલથી સિંચન પામીને જન્મરૂપ અંકુરને ઉત્પન્ન કરે છે. # ૧ “નિજો” પદ કહીને પણ “ત્રોનસ ૩ઝોન” કહેવાથી શ્રુતજિન, શ્રી આવશયક સુત્રમ ભાગ ૩૦

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111