Book Title: Avashyak Sutram
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 59
________________ અવધિજિન, મન:પર્યયજ્ઞાનજિન તથા છસ્થ વીતરાગની નિવૃત્તિ કહેવામાં આવી છે. ઉપર કહેલા સર્વ વિશેષણોથી યુકત અહંન્ત જ હોઈ શકે છે. ફરી “જિં?” પર જે કહેવામાં આવ્યું છે તે વિશેષ્યવાચક છે અથવા આ અધ્યયનમાં તીર્થકરને ગુણ વર્ણન કરવામાં આવે છે. એ અવસ્થામાં જે જે શબ્દથી તેમના જે જે ગુણે પ્રગટ થઈ શકે તે તે શબ્દ વડે તેમનું વર્ણન કરવું જરૂરી છે, એ કારણથી તીર્થ. કર અષ્ટમહાપ્રતિહાર્યને અ ગ્ય પણ છે. એ વાતને સમજાવવા માટે “જિં?” પદ આપેલું છે. અર્થાત્ “અત ” પદ પણ ગુગુ-વિશેષણ-વાચક જ છે. વિશેષવાચક “ધભૂતિભારે પદ છે. પરંતુ તેનાથી પણુ, ઉપરના કથન અનુસારે ગુણને બોધ થાય જ છે. કારણ કે પ્રકૃતિપ્રત્યયના બલથી થવાવાળા અર્થને ત્યાગ કરે તે ન્યાયવિરૂદ્ધ છે, “વિત્રી પદ આપવાનું કારણ પણ ઉપર પ્રમાણે સમજી લેવું જોઈએ. અહિં એક શંકા થવા સંભવ છે કે વિશેષણ, સંભવ અથવા વ્યભિચાર થતું હોય તે સ્થળે આપવામાં આવે છે, જેવી રીતે કે –“નીલા ઘડાને લાવો” અહિં ઘડાનું નીલા હોવા પણું સંભવિત છે, અને જે માત્ર “ઘડાને લ” એ પ્રમાણે કહે તે કાળા, પીળા આદિ ઘડાઓને વ્યભિચાર પણ છે. એટલા માટે અહિં “નીલે” વિશેષણ આપ્યું તે ઉચિત છે. અને જ્યાં આગળ સંભવ તથા વ્યભિચાર થતો નથી ત્યાં વિશેષણ આપવું તે વ્યર્થ થાય છે. જેવી રીતે કે “શીતલ અગ્નિ” અહિં અગ્નિમાં શીતલતાને સંભવ નથી, તેવી જ રીતે કાલા ભમરા” અહિં ભમરામાં કાળાપણા વિના બીજા રંગને વ્યભિચાર નથી એટલા માટે એવા વિશેષણે આપવાં વ્યર્થ છે તે કારણથી ધર્મતીર્થકરને કેવલી વિશેષણ આપવું તે ભમરાને કાળાપણાનું વિશેષણ આપવા પ્રમાણે વ્યર્થ છે, કેમ કે ધર્મતીર્થકર કેવલી જ હોય છે. આ શંકાને ઉત્તર એ છે કે –“કેવલી થયા પછી જ તીર્થકર ધર્મતીર્થના પ્રવર્તક હોઈ શકે છે, છદ્મસ્થ-અવસ્થામાં થઈ શકતા નથી, એ વાતને સ્પષ્ટ કરવા માટે “કેવલી” વિશેષણ આપેલું છે ૧ એ પ્રમાણે ચોવીસ તીર્થંકરની સ્તુતિ કરવાની સામાન્યરૂપની પ્રતિજ્ઞા કરીને નામગ્રહણપૂર્વક વિશેષરૂપથી સ્તુતિ કરે છે કે જે લેકાલેકના સ્વરૂપને જાણવાવાળા, પરમ પદને પ્રાપ્ત થવાવાળા ભવ્યજીને આધારભૂત તથા તેમના મનેરને પૂર્ણ કરવાવાળા, ધર્મરૂપી બગીચાને પ્રવચનરૂપ જલનું સીંચન શ્રી આવશયક સુત્રમ ભાગ ૩૧

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111