________________
આધિ-વ્યાધિથી થવાવાળા તમામ સંતાપને નિવારણ કરીને પ્રાણીઓને ચન્દ્રમા-ચંદન વિગેરેથી અધિક શીતલ શાંતિને અથવા તે કષાયની ઉપશમતા રૂપ શીતલતા આપવાવાળા અથવા જ્યારે તેઓશ્રી ગર્ભમાં હતા ત્યારે તેઓના પ્રભાવથી તેમની માતાના કર કમલને સ્પર્શ થતાં જ તેના પિતાને અસાધ્ય દાહજવર ઉપશાંત થયે એ કારણથી “શીતલનાથ ” નામવાળા ભગવાનને R ૧૦ ||
ત્રણ લોકનું હિત કરનારા, અથવા તેમના પિતાને ત્યાં પિતૃપરંપરાથી પ્રાપ્ત એક શયા દેવાધિષ્ઠિત હતી, જેથી તે શયા ઉપર બેસવાવાળાને ઉપસર્ગ થતું હતું, પરંતુ ભગવાન ગર્ભમાં હતા ત્યારે તે શય્યા પર તેમની માતા પિતે બેઠાં કે તુરતજ દેવકૃત ઉપસર્ગ નાશ થઈ ગયે, એ પ્રમાણે શ્રેય (કુશળ) કરવાવાળા શ્રી શ્રેયાંસનાથ”ને ! ૧૧ /
મુનિઓનાં પૂજ્ય, અથવા રત્નત્રય રૂ૫ વસુ-સંપત્તિના પ્રકાશક, અથવા ત્યારે તેઓ ગર્ભમાં હતા ત્યારે તેમની માતા ઈન્દ્ર વડે વારંવાર સમાન પામી એવા યથાર્થ નામવાળા “ શ્રી વાસુપૂજ્ય” ભગવાનને | ૧૨ |
જેને કર્મમલ સર્વથા નષ્ટ થઈ ગયે, અથવા જે દુર્ગતિમાં પડતા પ્રાણીઓને ધારણ કરવાવાળા, નિર્મલ સ્વરૂપવાળા, અથવા ગર્ભમાં આવવા સાથેજ જેની માતાની બુદ્ધિ નિર્મલ થઈ ગઈ એવા યથાનામ તથાગુણવાળા
શ્રી વિમલનાથ અને 1 ૧૩
અવિનાશી પદ (મેક્ષ)ને પ્રાપ્ત કરવાવાળા, અનન્ત જ્ઞાન, અનન્ત દર્શન આદિ આત્મિક ગુણોના દાતા, અથવા ગર્ભમાં આવતાં જ જેની માતાએ સ્વપ્નમાં અનન્ત આકારવાળી રત્નમાળા દેખી એટલા માટે યથાર્થ નામવાળા “શ્રી અનન્તનાથ”ને છે ૧૪
દુર્ગતિમાં પડતા જીના ઉદ્ધારક, શ્રત ચારિત્રરૂપ ધર્મના ઉપદેશક, અથવા ગર્ભમાં આવવાથી જેની માતાની બુદ્ધિ દાનાદિ ધમને વિષે દૃઢ થઈ, એવા સાથક નામવાળા “ શ્રી ધર્મનાથ”ને છે ૧૫ છે
કષાયેને નાશ કરવાવાળા, કર્મરૂપી સંતાપથી તપી રહેલા પ્રાણીઓને શાંતિ આપવાવાળા, શાન્તસ્વરૂપી, જેના સ્મરણ માત્રથી આધિ-વ્યાધિ મટી જાય છે એવા, અથવા ગર્ભમાં આવતાં જ દુષ્કાલ તથા મરકી આદિ રેગ-ઉપદ્રની ઉપશાન્તિ થઈ ગઈ એવા યથાર્થ નામવાળા “ શ્રી શાન્તિનાથ” જિનેન્દ્રને હું વંદન કરું છું કે ૧૬ .
કર્મશત્રુઓને નાશ કરીને મોક્ષને પામવાવાળા, અથવા ગર્ભમાં આવતાં જ જેમની માતાએ સ્વપ્નમાં કન્થ એટલે દેરાસહિત મુખવસ્ત્રિકા બાંધનાર, મેક્ષમાર્ગના પ્રચારક, અનેક દેવ મનુષ્યની વિશાળ પરિષદમાં વિચિત્ર ધર્મોપદેશ દેનાર
શ્રી આવશયક સુત્રમ ભાગ
૩૩