Book Title: Avashyak Sutram
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 50
________________ તથા સૂત્રના તાત્પર્યથી વિરૂદ્ધ હોવાને કારણે એકદમ ત્યાજય છે. કેટલાક “મિચ્છામિ' એ પદમાં “fમ “છ” મ” એ પ્રમાણે પદહેદ કરીને “નિ' કાયિક અને માનસિક અભિમાનને છેડી “છ”=અસંયમરૂપ દેષને ઢાંકીને “નિ” ચારિત્રની મર્યાદામાં રહેલા હું “ “ “ફ” દુકસાવધકારી આત્માની નિન્દા કરૂં છું. “” કરેલાં પાપકર્મને “હું ઉપશમ દ્વારા ત્યાગ કરૂ છું, અર્થાત્ દ્રવ્યભાવથી નમ્ર તથા ચારિત્રમર્યાદામાં સ્થિત થઈને હું સાવધક્રિયાવાન આત્માની નિન્દા કરૂં છું અને કરેલા પાપને ઉપશમભાવથી હઠાવું છું—એ પ્રમાણે અર્થ કરે છે. આ પ્રમાણે અર્થ કરે તે કઈ પ્રકારે અસંગત નથી પરંતુ સર્વથા ઉચિત જ છે, કારણ કે સમુદાય પ્રત્યેકથી ભિન્ન નથી –આ ન્યાય પ્રમાણે જ્યારે પદની સાર્થકતા સ્વીકાર કરવામાં આવે તે પ્રત્યેક વર્ષની પણ સાર્થક્તા સ્વીકારવી જોઈએ. અન્ય વર્ગોના સમુદાયરૂપ પદ અને પદેના સમુદાયરૂપ વાક્યમાં જે વને અનર્થક કહીએ તે તેના સમુદાયરૂપ શબ્દ તથા વાકય પણ અનર્થક થઈ જાય. જેવી રીતે કે પતંજલિએ પિતાના ગ્રંથ વ્યાકરણ-મહાભાષ્યમાં કહ્યું છે : “ જેને સમુદાય અર્થવાન હોય છે તેનું અવયવ પણ અર્થવાન જ રહે છે. જેમ નેત્રવાળે એક માણસ દેખી શકે છે તે તે રીતે નેત્રવાળા હજારો માણસને સમુદાય પણ દેખી શકે છે. તલના એક દાણામાં તેલ છે તે તેના અનેક દાણુઓમાં પણ છે અને જેનું અવયવ અનર્થક હોય છે તે તેના સમુદાય પણુ અનર્થક હોય છે. રેતીના એક કણમાંથી તેલ નીકળતું નથી તે રેતીના ઢગલામાંથી પણ તેલ નીકળી શકતું નથી. ઈત્યાદિ.’ અથવા નિરુકત-રીતિ-પ્રમાણે “મિચ્છામિ દુક્કડમ્ " નો અર્થ એવી રીતે પણ થાય છે. “મિ છા મિ ” એ પદર કેદ કરવાથી ‘મિ' મારામાં રહેલા “છા’ મિથ્યાત્વ અવિરતિ કષાય પ્રમાદ અશુભગરૂપ જ પાપને ‘મિ' દુર કરૂં છું, અથવા “રમ” “છ” “fમ” નું વ્યાખ્યાન પહેલાની માફક જાણવું. “દુ શબ્દમાં “ જા હું એવી રીતે પદરછેદ કરવાથી “=દુષ્ટ (અપ્રશસ્ત) “ આત્માની ‘= સત્તાને, અતએવ સમુદાયને આ અર્થ થાય છે કે ઉકત મિથ્યાવાદિના કારણે મારામાં રહેલી આત્માની અતિચારપ્રવૃત્તિ રૂપ અપ્રશસ્ત સત્તા (અશુદ્ધ અવસ્થા) ને ત્યજું છું. ઉપર કહેલા મિથ્યાદુકૃત પ્રાયશ્ચિત્ત સમિતિ-ગુણિરૂપ સંયમ માર્ગમાં પ્રવર્તેલા સાધુના પ્રમાદ આદિ કારણથી લાગેલા દેશને એવી રીતે હટાવી દે છે કે જેવી રીતે દીવે અંધારાને હટાવી દે છે. પણ જે સાધુ જાણી જોઈને દેશનું સેવન કર્યા કરે છે તેના મિચામૃત કેવળ ગુરૂ વિગેરેના મનોરંજન માટે જ છે. પાપમાંથી છુટવાને માટે નહિં. કારણ કે ભૂલથી થયેલા અપરાધને માટે જે પ્રાયશ્ચિત્ત નકકી છે, તેથી જાણી જોઈને અપરાધ કરવાવાળાના દોષ દૂર થઈ શકતા નથી. જેવી રીતે અજાણતાં કેઈથી રાજ્યશાસન-વિરુદ્ધ કે અપરાધ થઈ જાય તે તેને જેટલી સજા દેવાય છે, તે કરતાં જાણી જોઈને અપરાધ કરવાવાળાને તે અપરાધથી શ્રી આવશયક સુત્રમ ભાગ

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111