________________
સાથે ત્યાગીને સંબંધ થઈ જાય છે અને “ઉપાદેયની સાથે “ગ્રહણ કરે’ને. એજ રીતે “લપટ્ટો ચાદર પહેરે એ કહેવાથી એ અર્થ થાય છે કે ચલપટ્ટો પહેરે અને ચાદર ઓઢે. એ રીતે ત્રિવિધેન (ત્રણ પ્રકારે) શબ્દ ન રાખે હેત તે એ અનિષ્ટ અર્થ થઈ જાત કે મનથી ન કરો, વચનથી ન કરાવે અને કાયાથી ન અનુમોદના કરે. અનિષ્ટ અર્થને પરિહાર કરવાને માટે ત્રિવિધેન શબ્દ - આપે છે, એમ ત્રિવિન શબ્દ આપવાથી એ અર્થ છે કે-(૧) મનથી ન કરું, (૨) ન કરાવું, (૩) ન કરનારને ભલે જાણું, (૪) વચનથી ન કરૂં, (૫) ન કરાવું, (૬) ન કરનારને ભલે જાણું, (૭) કાયાથી ન કરૂં, (૮) ન કરાવું (૯) ન કરનારને ભલે જાણું.
અથવા પહેલાં સામાન્ય રૂપે કહ્યું છે કે “ત્રણ પ્રકારે ન કરૂં” પરંતુ તે ત્રણ પ્રકાર કયા કયા છે? એવી જિજ્ઞાસા થતાં વિશેષરૂપે બતાવી આપ્યું કે મનસા વારા જાન એ ત્રણ પ્રકાર છે. એથી કરીને પુનરૂકિત આદિ કોઈ દેવ તે નથી.
અથવા મન વચન અને કાયાના નિમિત્તે થનારા ત્રણ ભેદેને સંગ્રહ કરવાને માટે વિવિધેન શબ્દ રાખે છે.
- વ્યાકરણમાં મંતે શબ્દ અનેક પ્રકારે સિદ્ધ થાય છે. તેથી એના અર્થ ઘણા છે; જેવાં કે (૧) કલ્યાણ અને સુખને આપનાર, (૨) સંસારને અંત કરનાર, (૩) જેની સેવાભકિત કરવાથી સંસારને અંત આવી જાય છે તે, (૪) જન્મ જરા મરણના ભયને નાશ કરનાર, (૫) ભેગને ત્યાગ કરનાર, ભયનું દમન કરનારનિર્ભય, (૭) ઇદ્રિનું દમન કરનાર, (૮) સમ્યજ્ઞાન સમ્યગ્દર્શન અને સમ્યફ ચારિત્રથી દીપ્તિમાન, એ બધાને અંતે કહે છે, એજ રીતે બીજા અર્થો પણ સમજી લેવા. * ભદન્ત' એ સંબોધનથી એમ પ્રગટ થાય છે કે બધી ક્રિયાઓ ગુરૂમહારાજની સાક્ષીએ જ કરવી જોઈએ.
હે ભગવાન! હું દંડથી નિવૃત્ત થાઉં છું, નિંદા કરું છું અને ગહ કરું છું. શકશેમાં “ નિન્દા અને ગહ’ શબ્દને એક જ અર્થ છે, તેથી પુનકિત થાય છે, એમ ન સમજવું, કારણ કે નિંદા આત્મસાક્ષીએ થાય છે અને ગહ ગુરૂસાક્ષીએ થાય છે, અથવા નિંદા સાધારણ કુત્સાને કહે છે અને ગહ અત્યંત નિંદાને કહે છે.
આનો અર્થ એ થાય છે કે હે ભગવન! અતીત કાળમાં દંડ (સાવધ વ્યાપાર) કરનાર આત્મા (આત્મપરિણતિ) ને અનિત્ય આદિ ભાવના ભાવીને ત્યાગું છું, નિંદું છું, ગહું છું, જેમ ઘરની દેહેલી (ઉંબર) પર દી રાખવાથી અંદર પણ પ્રકાશ થાય છે અને બહાર પણ પ્રકાશ થાય છે તેને “દેહલી-દીપક ન્યાય' કહે છે. કહ્યું છે કે-પરે એક પદ બીચમેં, દુહુ દિસ લાગે સેય. સે હે “દીપક–દેહરી,” જાનત હૈ સબ કેય. (૧)” વચમાં મણિ જડી દેવાથી બેઉ બાજુ મણિને પ્રકાશ થાય છે તેને “મધ્યમણિ-ન્યાય” કહે છે. એ જ રીતે
શ્રી આવશયક સુત્રમ ભાગ
૨૦.