________________
સ્વભાવને તે છોડતું નથી અને સુપાત્ર શિષ્યને પણ પિતાના જેવું બનાવે છે, અને સામાન્ય જેવી વાતમાં પણ ક્રોધાયમાન થઈને ઘમંડ સાથે દુર્ભાવના રૂપ કુહાડી વડે ધર્મરૂપ કલ્પવૃક્ષને કાપી નાંખવા તૈયાર થઈ જાય છે.
કુપાત્ર તેને કહે છે કે જે પારકી નિન્દા કરે. ઇંદ્રિયમાં લુપી, કુટિલઅંત:કરણ હેય. ક્રોધી, ચાડીયાપણું, કડવી વાણી બેલનાર, ખાન-પાનમાં લાલુપી, મન વચન અને કાયામાં વિષમવૃત્તિ ( મનમાં બીજું, બેલવામાં
બીજું અને કરવામાં બીજું) રાખનાર, તથા ઉદ્ધત હોય. જેમકે ઉત્તરાધ્યયનનિર્યુકિતમાં કહ્યું છે કે –
જક, ડાંસ, મચ્છર, વિછીના સમાન આચરણ કરવાવાળા, અસહિષ્ણુ. આળસુ, ધી, વારંવાર કહેવા છતાંય ગુરુની આજ્ઞાનું પાલન નહિ કરનાર, ગુરુના વિરોધી, ચારિત્રમાં શબલ દેવયુકત, ગુરુને અસમાધિ ઉત્પન્ન કરનાર, કજીયાર, ચાડીયાપાડ્યું, પરને પીડા કરનાર, બીજને દબાવનાર, ખાનગી વાતને જાહેર કરનાર, વિરુદ્ધ આચરણ કરનાર તથા શઠ પાપાત્મા જિનવચનમાં શંકા પંખા કરનાર કશિષ કહેવાય છે.
સ્થાનાડગ સત્રમાં ભગવાને કહ્યું છે કે-અવિનીત, રસલુપ, મહાક્રોધી, તથા માયાચારી શિષ, આ ચારને વાચના આપવી યોગ્ય નથી.
અથવા “ વિન્ન અહિં આ પ્રાકૃત ભાષાના કારણે અકારને લેપ છે. એટલા માટે સુચ્છુ-વિનીતને અદત્ત-નહિ ભણાવ્યું હોય. કારણ કે વિનીત શિષ્યને અભ્યાસ કરાવવાથી અનન્ત જ્ઞાનાદિ ગુણોની પ્રાપ્તિ થાય છે. એને બીજે ઠેકાણે ધર્મદાન પણ કહેલ છે. જેવી રીતે “સુપાત્ર શિષ્યને નિર્લોભ થઈને કેવલ પરમાર્થબુદ્ધિથી જ્ઞાન આપવું તેને “ધર્મદાન” કહે છે” ૧છે
(૯) દુષ્ટભાવથી ગ્રહણ કર્યું હોય અથવા દુષ્ટ પુરૂષ પાસેથી લીધું હેય આ અતિચારને કેઈએ “áવિજ્ઞ” થી અલગ માન્ય નથી, અર્થાત “યુટ્યુલિ દુાિાિં આ બન્નેને ભેલવી એક અતિચાર માનેલ છે તે ઉચિત નથી, કેમકે આ બન્નેની કોઈ એવી અપેક્ષા નથી કે જેથી એક સાથે સબંધ કરવામાં આવે. બન્નેને જૂદા જૂદા માનવાથી ચોદ અતિચાર થાય છે. નહિ તે તેર જ થઈ જશે (૧૦) અકાલમાં સ્વાધ્યાય કર્યો હોય (૧૧) કાલમાં સ્વાધ્યાય કર્યો ન હોય (૧૨) અસ્વાધ્યાયમાં સ્વાધ્યાય કર્યો હોય (૧૩) સ્વાધ્યાયના સમયમાં સ્વાધ્યાય ન કર્યો હોય (૧૪) - “ક્ષ બિછામિ દુહ” તે મારું પાપ નિષ્ફલ થાઓ.
અસ્વાધ્યાયના વિષયમાં આગળ કોઠક આપેલું છે.
શ્રી આવશયક સુત્રમ ભાગ