Book Title: Avashyak Sutram
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 53
________________ ન વંચાયું હોય, જેવી રીતે “નો રિહંતા” વિગેરેની જગ્યાએ “અહિંતા નો વિગેરે વંચાયું હેય (૧). એક સૂત્રના પાઠ બીજા સૂત્રમાં મેળવીને અગર જ્યાં રોકાવું ન જોઈએ ત્યાં રોકાઈને, અથવા પિતાના તરફથી ઘેડા શબ્દ જોડીને વાંચ્યું હોય, (૨). અક્ષરહીન વંચાયું હોય–જેવી રીતે “અનલ' શબ્દને અકાર કાઢી નાખીએ તે “નલ” બની જાય છે, “સંસાર” શબ્દમાં ખાલી અનુસ્વાર કાઢી નાખીએ તે “સંસાર” (સારસહિત) બને છે. તથા જેમ “કમળ’ શબ્દના “ક” ને કાઢી નાખવાથી “મળ' શબ્દ બની જાય છે. આ વિષયમાં એક વિદ્યાધર અને અભયકુમારનું દષ્ટાંત છે. એક વખત રાજગૃડ નગરીમાં પધારેલા ભગવાન મહાવીર સ્વામીની ધર્મદેશના સાંભળી તથા ભગવાનને વન્દન કરી પરિષદ ચાલી ગયા પછી એક વિદ્યાધરના વિમાનને ઉડતા-પડતા જોઈને પિતાના પુત્ર અભયકુમારની સાથે શ્રેણિક રાજાએ ભગવાનને પૂછ્યું. પ્રત્યે ! આ વિમાન આવી રીતે ઉડીને પાછું કેમ પડે છે ? ત્યારે ભગવાને જણાવ્યું કે આ વિદ્યાધર પિતાની વિદ્યામાંથી એક અક્ષર ભૂલી ગયેલ છે. જેથી આ વિમાન પાંખ વિનાના પક્ષીની જેમ વારંવાર ઉડી ઉડીને પડી જાય છે. એવું સાંભળીને રાજા શ્રેણિકના પુત્ર અભયકુમારે પિતાની પદાનુસારિણી લબ્ધિ દ્વારા એના વિમાનચારણ (વિમાન ચલાવનાર ) મંત્રને પૂરે કરી તેના મને રથને સિદ્ધ કર્યું, અને તે વિદ્યાધર પાસેથી આકાશગામિની વિદ્યાની સિદ્ધિને ઉપાય શીખી લીધે (૩). વધારે અક્ષર જોડીને વાંચ્યું હોય – જેવી રીતે એક રાજાને વાચક “નલ’ શબ્દ પહેલાં “અ” જોડી દેવાય તે “અનલ” બની જાય છે અને જેને અર્થ અગ્નિ થઈ જાય છે (૪). પદને થોડું અગર વધારે કરીને બોલાયું હોય એવી રીતે સાત વ્યસન સેવવા યુગ્ય નથી. અહીં નથી પદને છોડી દેવાણી, તથા “હાર” ની સાથે “ મ’ વિગેરે વધારે શબ્દ ઉમેરવાથી થશે અર્થભેદ થઈ જાય છે (૫). વિનયરહિત વંચાયું હોય (૬). મનેયેગ આપ્યા વિના વાંચ્યું હોય અથવા આયમ્બિલ વિગેરે શાસ્ત્રોકત તપ કર્યા વિના વાંચ્યું હોય (૭). ઉદાત્ત વિગેરેનો શુદ્ધ ઉચ્ચાર કર્યા વિના વાંચ્યું હોય (૮). પાત્ર-કુપાત્રના વિચાર કર્યા વિના રહસ્ય સમજાવીને ભણાવ્યું હોય. કારણ કે શિષ્યની પરીક્ષા કર્યા વિના કોઈ વખત કુપાત્રને ભણાવાય છે તે સાંપને દૂધ પીવરાવવા જેવું તથા તાવવાળાને ઘી ખવરાવવા જેવું અથવા તે ઠંડા પાણીથી સ્નાન કરાવવા જેવું અનર્થકારી થાય છે, અથવા તે સુન્દર રત્નની માળા વાંદરાને ગળે પહેરાવવી અગર ખારા વાળી જમીનમાં બીજ વાવી દેવામાં આવે તે લાભ થવાના બદલે હાનિ જ થાય છે. એ પ્રમાણે કપાત્ર શિયને શાસ્ત્રનું જ્ઞાન આપવું અલાભકારી છે, કદાચ કઈ સંયોગવશાત્ તે વિદ્યા પ્રાપ્ત પણ કરી લે તે પણ પોતાના કુટિલ શ્રી આવશયક સુત્રમ ભાગ - ૨૫

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111