________________
અથવા સર્વજ્ઞના સાધુઓને નમસ્કાર કરું છું.
શબ્દ-રૂપ-ગધ-રસ અને સ્પર્શ આ પાંચ કામગુણેથી નિવૃત્ત અને વિશુદ્ધ ચારિત્ર તથા અનેક અભિગ્રહોથી યુકત એ પ્રમાણે આત્મકલ્યાણ માટે મક્ષ ગુણના સાધક તથા ઉપદેશ દ્વારા પ્રાણી માત્રના હિતકારી હોવાથી સાધુ નમસ્કાર કરવા ગ્ય છે.
અહિં એક પ્રશ્ન ઉઠે છે કે –સૂત્રની પ્રવૃત્તિ સંક્ષેપથી હોય છે. જેવી રીતે - સામાયિક સૂત્ર. અથવા તે વિસ્તારથી-જેમ કે દ્વાદશાંગ ગણિપિટક, તે આ નમસ્કાર સંક્ષેપથી કહેવામાં આવ્યું છે કે વિસ્તારથી ? જે કહેશે કે સંક્ષેપથી કહેવામાં આવ્યું છે તે સિદ્ધ ભગવાન કૃતકૃત્ય થયેલા છે એટલા માટે સાધુ પદથી ગ્રહણ નહિ થઈ શકવાના કારણે “નો સિલા' અને અરિહંત આચાર્ય ઉપાધ્યાયેમાં સાધુપણું રહેવાના કારણે “નમો છે સાદvi’ એટલું જ કહેવું જરૂરી હતું. જો તમે વિસ્તારથી કહેવામાં આવ્યું છે એમ માનશે તે “નમો સમક્ષ” નમો નગરસ ઈત્યાદિ પ્રકારથી સર્વ તીર્થકર અરિહન્તના તથા “નની જાતમાસિદ્ધા નમો દુમિસિદ્ધા' ઈત્યાદિ પ્રકારથી તમામ સંખ્યાત અસંખ્યાત અનન્તસમય સિદ્ધોના, એ પ્રમાણે આચાર્યાદિના જુદા-જુદા નામ ગ્રહણ કરવાથી અનંત ભેદ થઈ જશે. એ કારણથી આ પાંચ નમસકાર સંક્ષેપથી છે. અથવા તે વિસ્તારથી છે એમ કહી શકાશે નહિ.
ઉત્તર–માની લે કે અરિહંત આચાર્ય આદિ પણ સાધુ છે, પરંતુ સામાન્ય રીતે સાધુ શબ્દથી નમસ્કાર કરવાથી માત્ર સાધુનમસકારનું જ ફળ થાય છે-મળે છે. પણ આચાર્ય આદિના નમસ્કારનું ફળ મળતું નથી, કારણ કે:નમસ્કાર એવા શબ્દોથી કરવામાં આવે છે કે જેના વડે નમસ્કરણીયામાં રહેલા અસાધારણ ગુણેને બંધ થઈ શકે. અરિહન્ત, આચાર્ય આદિમાં રહેલા ગુણેને બંધ અરિહન્ત આચાર્ય વગેરે શબ્દથી જ થઈ શકે છે, પરંતુ સાધુ શબ્દથી કદાપિ થઈ શકશે નહિ. જેમ કે ઈ માને કે રાજા પણ મનુષ્ય છે. મનુષ્ય શબ્દથી રાજાને નમસ્કાર કરવા ઈચ્છા કરે છે તે માણસ રાજાને નમસ્કાર કરવાનું ફળ પ્રાપ્ત કરી શકશે નહિં. રાજાને નમસ્કાર કરવા માટે રાજાના નામને પરિચય કરાવનાર શબ્દનાજ ઉપગ કરવું જોઈએ. એ કારણથી જેટલા શબ્દ વિના વિશેષ-વિશેષ અવસ્થામાં રહેલા અરિહંત સિદ્ધ આદિ સોનું ગ્રહણ કરવું અસંભવ છે. એટલા શબ્દોનું ગ્રહણ કરતાં છતાંય આ પંચનમસ્કાર સંક્ષેપથીજ છે, વિસ્તાથી નહિ.
પ્રશ્ન–આનુપૂવી કિમ] બે પ્રકારની છે. એક પૂર્વાનુપૂર્વી અને બીજી પશ્ચાદાનુપૂવી. પ્રધાન ક્રમને પૂર્વાનુપૂવ કહે છે, અને અપ્રધાન ક્રમને પશ્ચાદાનું પૂવી કહે છે, તેમાં આ નમસ્કારને જે પૂર્વાનુ વીથી કરેલા છે એમ માનશે તે હિંdi થી પહેલા વિદ્વાનું કહેવું જોઈએ. કારણ કે કૃતકૃત્ય થવાથી તેમજ અરિહન્તએ તેમને નમસ્કાર કરેલા છે તે કારણથી સિદ્ધ ભગવાન અરિહન્તથી પણ શ્રેષ્ઠ છે. હવે જે પશ્ચાદાનુપૂવથી માનશે તે સૌથી પ્રથમ સાધુ, તે પછી ઉપાધ્યાય, અનન્નર આચાર્ય, ત્યાર પછી અરિહંત અને છેવટે સિદ્ધને નમસ્કાર કરે જોઈએ. નહિ કે ઉપર પ્રથમ કહેવા પ્રમાણે. એ કારણથી આ નમસ્કાર-પદ્ધતિ આનુપૂવી (કમ)થી રહિત છે. વગેરે.
શ્રી આવશયક સુત્રમ ભાગ