Book Title: Avashyak Sutram
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 30
________________ નામે ઓળખે છે. આ ક્રિયારૂપ વહન છેવટનું વહન છે, અને આ વહન પ્રાપ્ત થયે સર્વ કર્મને ક્ષય થ જોઈએ, જે સર્વ કર્મને ક્ષય થયે અનંત આત્મિક સુખ ઉદભવે છે. જેમ લેપ લગાડેલ તુંબીપાત્ર પાણીના વેગથી લેપમાંથી મુકત થાય છે ને જેમ તે તંબીપાત્ર પાણીની સપાટીએ તરે છે તેમ આત્મા કર્મરૂપી રજથી ચારિત્ર વડે મુક્ત થઈ સંસારની સપાટી પર રહે છે, જેને અંગ્રેજીમાં surface of the world (સરકેશ ઓફ ધી વર્ડ) કહે છે. નવા કર્મોના બંધનની રૂકાવટ માટે અને લાંબા વખતથી વ્યાપ્ત એવા મિથ્યાત્વ અવિરતિ, પ્રમાદ, કષાય અને વેગથી ઉત્પન્ન થતા કર્મોના નાશને માટે સભ્ય દૃષ્ટિ અને સમ્યક જ્ઞાનીઓએ પણ સમ્યફ ચારિત્રમાં પરાયણ રહેવું જોઈએ. ઉપરોક્ત નિશ્ચય એ ચારિત્રરૂપ પવિત્ર કર્તવ્યને પ્રતિપાદન કરવાવાળા આવશ્યક સૂત્રનું સમ્યફજ્ઞાની અને સમ્યફદૃષ્ટિ જીએ સાદર પઠન કરવું જોઈએ, અને સૂત્રોકત ક્રિયાનું યચિત અનુષ્ઠાન અવશ્ય થવું જોઈએ. સદરહુ શાસ્ત્રમાં નીચે પ્રમાણે ક્રિયાઓનું પ્રતિપાદન કર્યું છે (૧) સામાયિક ( સાવધ કાર્યની નિવૃત્તિ) (૨) ચતુવિંશતિસ્તવન – ૨૪ તિર્થકરેની સ્તુતિ (૩) વંદના (ગુરૂવંદણ ) (૪) પ્રતિક્રમણથઈ ગએલ પાપરૂપ ક્રિયાઓને જોઈ જવી અને ફરીથી તેવા પ્રકારની ક્રિયા નહિ કરવાનું પ્રતિબંધન કરવું અને થએલ પાપ બદલ હૃદય પૂર્વક પશ્ચાત્તાપ કરે. (૫) કાત્સર્ગ (કાયાને વ્યુત્સર્ગ કરે કાયાના અંગે પાંગને સ્થિર રાખવાની ક્રિયા.) (૬) પ્રત્યાખ્યાન-(પચ્ચખાણુ -અમુક કાર્યો કરવાની બંધી કરવી ). જે ક્રિયા પિતાના ઇટ અને અન્યના અનિષ્ટ માટે કરાય છે તે પાપકારી લેવાથી અનુપમ આત્મિક સુખ પ્રાપ્ત કરાવનારી નથી. પરંતુ આત્માને અગતિમાં વહન કરનારી છે. જે તેમજ પરકલ્યાણ કરવાના ઇરાદાપૂર્વક મેત્રી, પ્રદ, કારુણ્ય અને માધ્યચ્ય ભાવનારૂપ ક્રિયાનું આચરણ કરવામાં આવે તો તે ભાવનાના પ્રસાદથી આત્મા ઉત્તરોત્તર વૈરાગ્યમય થાય છે, એટલું જ નહીં; પણ અતુય સુખને આસ્વાદન અંગીકાર કરી શકે છે. મહાત્માઓએ કહ્યું છે કે – સર્વે મૈત્રી ગુણિષ પ્રમોદ કિલશ્કેવું છેષ દયાપરવમ, માધ્યભાવ વિપરીતવૃત્ત, સદા માત્મા વિદધાતુ દેવ. અર્થા-દરેક જી તરફ મિત્રીભાવ રાખવા, દરેક વ્યક્તિમાં ગુણ શોધીને તેની તરફ આનંદિત થવું, દુઃખી છે તરફ કૃપાદૃષ્ટિ રાખવી, વિપરીત આચરણ કરનારી વ્યકિતએ તરફ મધ્યસ્થભાવે જોવું. ઉપકત ચાર પ્રકારની ભાવના જે ક્રિયારૂપ અંગીકાર થાય તે શાશ્વત સુખ તરફ અનુક્રમે વહન થાય છે. છ પ્રકારની આવશ્યક ક્રિયા સાધુ સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાએ અવશ્ય આચરવા યોગ્ય છે, તે આવશ્યકતાને લઈ મજકુર સૂત્ર-સિદ્ધાંતને આપણે આવશ્યક સૂત્ર’ નામે ઓળખીએ છીએ. શ્રી આવશયક સુત્રમ ભાગ

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111