________________
પ્રસ્તાવના
પ્રસ્તાવના આ અખિલ સંસાર, જન્મ, જરા, મરણ, આધિ, અને વ્યાધિરૂપ દુઃખથી ભરેલે છે, પ્રતિક્ષણ ચલિત સ્વરૂપથી દૃશ્યમાન થાય છે, તે પણ આવા ક્ષણભંગુર જગતમાં સર્વ જી સુખની વાંછના રાખે છે. અને દુ:ખના નાશની આકાંક્ષા ધરાવે છે,
પરંતુ જ્યાં સુધી વાસ્તવિક સુખ દુઃખનું મૂળ કારણ ન જણાય ત્યાં સુધી સુખની પ્રાપ્તિ અને દુ:ખને નાશ થે અસંભવિત છે. એટલા માટે દુ:ખના કારણભૂત મિથ્યાત્વ અવિરતિ (સાંસારિક સુખમાંથી ન નિવર્તવું) કષાય
ક્રોધ-માન-માયા-લેભ ) પ્રમાદ ( સત્કાર્યોમાં આળસ રાખ ) અથભાગ (મન-વચન કાયાને ખોટી રીતે પ્રવર્તાવવા). હિંસા, આરંભ (પિતાના સુખ માટે અન્ય જીવોને હણવા) ઈષ્ય, રાગ, દ્વેષ, આદિ અંતરંગ શત્રુઓને જાણ તેના નાશ કરવાથી જ અવિનાશી આત્મિક સુખની પ્રાપ્તિ થાય છે.
એટલા માટે સમસ્ત પ્રાણીઓના હિત માટે પરમકૃપાળુ મહાવીર દેવે સભ્યજ્ઞાન, અને સમ્યફ ક્રિયાથી મોક્ષની પ્રાપ્તિ બતાવી છે.
એકાંત જ્ઞાન કે એકાંત ક્રિયાથી મોક્ષની પ્રાપ્તિ થતી નથી. ઋષિ-મુનીએ કહ્યું છે કે :
* જ્ઞાનક્રિયાભ્યામ્ મોક્ષઃ” અર્થાત્-સમ્યક જ્ઞાન અને ક્રિયાથીજ મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે.
જેમ ગાડીવાનને અમુક રસ્તાની માહીતી છે પણ જે તે રસ્તે બળદને દેરીને નહિ લઈ જાય છે તે સ્થળે ગાડીવાન પહોંચી શકતું નથી, તેવી રીતે મેક્ષરૂપી નગરમાં પહોંચવાને રસ્તે જા પણ તે ભણી તથારૂપ ક્રિયા ન થાય તે ઇચ્છિત સ્થળે પહોંચી શકાતું નથી. તેમ જ્ઞાન મેળવવા છતાં યથાયોગ્ય ક્રિયા ન થાય તો આત્મિક સુખની પ્રાપ્તિ થવી અશકય છે.
જેમ રોગનું નિદાન જાણ્યા પછી ઓષધનું યથાનિયમ સેવન ન થાય તે રોગ જાતે નથી. તેમ સાંસારિક દુખનું કારણ સભ્ય પ્રકારે જાણ્યા છતાં જે તે દુ:ખના નિવારણ રૂપ સુક્રિયા ન થાય તો દુ:ખને અંત આવતું નથી એટલા જ માટે જ્ઞાન અને ક્રિયા એ બન્નેની આવશ્યકતા છે. આ ઉભય પદને અંગ્રેજીમાં knowledge and action નોલેજ અને એકશન કહે છે.
બીજે શાસ્ત્રીય દાખલ એ છે કે કેવળ જ્ઞાન (Perfect knowledge પરફેકટ લેજ) થયા પછી પણ પૂર્ણ યથા'ખ્યાત (Perfect પરફેકટ) ચારિત્રના અભાવથી આત્મા સિદ્ધગતિને પામતે નથી.
સમ્યક ચારિત્ર એટલે સમ્યક ક્રિયારૂપ વહન. આ સમ્યક્ ક્રિયારૂપ વહનથી આત્મા પોતાના કર્મોની નિર્જરા (કારો) કરે છે, આ નિર્જરા કરતાં કરતાં પિતાની શક્તિ વધારે પ્રમાણમાં કેળવે છે. આટલી શકિત કેળવતાં કેવળ જ્ઞાન થાય છે છતાં અમુક કર્મોની સત્તા રહી જવાથી, આત્માને તે કર્મોની નિર્જરા માટે ઘણું વધારે પ્રમાણુમાં શકિત વધારવાની આવશ્યકતા જણાય છે. આવા પ્રકારની જેશબંધ ક્રિયારૂપ વહનને જેને શાસ્ત્રકારે “યથાખ્યાતચારિત્ર' ના
શ્રી આવશયક સુત્રમ ભાગ