________________
અથવા શાસ્ત્રોમાં કહેવું છે કે
“ગવદિતં મૃત્રમુગારી” અર્થાત્ સૂત્ર અખંડિત બોલવુંજ જોઇએ-આ વાકયથી એ સિદ્ધ થાય છે કે ખંડિત સૂત્ર બોલવું તે ઠીક નથી. જેણે જે વ્રત લીધું છે. તે જે એજ વ્રતનો પાઠ કાઢીને વાંચે તે “દીનાક્ષર અક્ષર” આદિ અનેક દેષ લાગશે, કારણ કે સર્વેમાં એવી ગ્યતા નથી કે તે સર્વ પાઠને શુદ્ધ રીતે ઉરચારણ કરી શકે. જે થેડીએક વ્યકિતઓમાં એવી યેગ્યતા છે તે જે એ પ્રમાણે કરશે તે બીજા અજાણ્યા માણસે તેનું અનુકરણ કરવા લાગી જશે.
કારણ કે મોટા ભાગના માણસને અનુકરણ પ્રિય છે. તે કારણથી ઉપર કહેલ સૂત્ર-પઠન-શૈલીમાં બહુજ હરકત આવશે. આ કારણથી શ્રુત અભ્યાસના અતિચાર નિવારણ માટે જરૂર છે કે સૂત્ર અખંડિત વાંચવું.
હવે અવ્રતી જવાની વાત કહીએ તે તે પ્રતિક્રમણ કરવાથી તેને જ્ઞાનાવરણીય કર્મના ક્ષયરૂપ સ્વાધ્યાયજન્ય મહાન ફળ થશેજ. ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે – “સાઇ મેતે ! બીજે જિં ? નવમા ! સાઇi ની નાવળિક જન્મે વફ” અર્થાત–શ્રી ગૌતમ સ્વામીએ પૂછ્યું “પ્રભે સ્વાધ્યાયથી જેને શું ફળ મળે છે? ભગવાને કહ્યું કે ગૌતમ? સ્વાધ્યાયથી જીવ જ્ઞાનાવરણીય કર્મને ક્ષય કરે છે. આ કારણથી પ્રતિક્રમણ અવ્રતી જીએ પણ કરવું જ જોઈએ.
સામાયિક પ્રશ્ન-સામાયિકાધ્યયન અપ કહે છે તે “સામાયિક શબ્દને અર્થ શું છે ?
ઉત્તર જેમાં સમ-સમતા ભાવને આય-લાભ હોય તેને સામાયિક કહે છે. અર્થા-પ્રાણી માત્રમાં સમતાભાવ રાખીને સમસ્ત સાવદ્ય (પાપમય) વ્યાપારને ત્યાગ કરે.
કહ્યું પણ છે કે – “સામાફvi મંતે ! બીજે ? જોયા! सामाइएणं सावज्जजोगविरई जणयइ"
અર્થાત-શ્રી ગૌતમ ગણુધરે પૂછ્યું કે હે પ્રભે ! સામાયિક કરવાથી જીવને શું ફળ થાય છે? ભગવાને ઉત્તર આપે કે હે ગૌતમ! સામાયિક કરવાથી સાવદ્ય યેગની નિવૃત્તિ થતા સમભાવ ઉત્પન્ન થાય છે અને સમભાવથી સાવદ્ય ક્રિયાની નિવૃત્તિ થાય છે, તેથી ચિત્તમાં સ્થિરતા આવે છે, અને ચિત્તની સ્થિરતાથી સમસ્ત ક્રિયાઓ વિધિ-અનુસાર પ્રાપ્ત થાય છે. એ કારણથી પ્રથમ સામાયિક અધ્યયન કહેલું છે.
શ્રી આવશયક સુત્રમ ભાગ