________________
યુકત અને શાશ્વતિક નિરતિશય સુખને મેળવવાવાળા, અથવા (ગા ) રાગાદિના કારણથી ઉત્કૃષ્ટ વિષને સંબન્ધ રહેતા થકા પણ વીતરાગત્વ રૂપ પિતાના સ્વરૂપને કયારેય નહીં છોડનાર, અથવા ગરઃ કર્મબીજ બળી જવાના કારણે ફરીથી કઈ વખત જન્મ નહિ લેવાવાળા અરિહંતને નમસ્કાર છે.
અરિહંત ભગવાન સ્વયં ષકાયની રક્ષા કરતા કરતા બીજાને “મા દળ ફા” આવા પ્રકારને ઉપદેશ દેવાવાળા તથા ભયંકર ભવપરંપરાથી ઉત્પન્ન થયેલ મહાભયના કારણુથી વ્યાકલ ભળ્યાને અલોકિક આનન્દના મૂળભૂત, પુનરાવૃત્તિ (આવાગમન)-રહિત મોક્ષપુરીના પવિત્ર માર્ગને બતાવવાવાળા છે, એટલે એ નમસ્કાર કરવાને ગ્ય છે.
નમો સિદ્ધા” સકલ કાર્યની સિદ્ધિ હેવાથી કૃતકૃત્ય તથા શાશ્વતિક એક્ષસુખ અથવા અનંત ચતુરૂપ મંગલને પ્રાપ્ત કરેલા સિદ્ધોને નમસ્કાર હો.
સિદ્ધોનું સિદ્ધત્વ દીપકને ઠરી જવાની જેમ અભાવસ્વરૂપ નહિ પણ સદ્ભાવ સ્વરૂપ છે. એટલા માટે મનુષ્યમાં ચક્રવત્તીથી લઈને અનુત્તર વિમાન સુધી દેવતાએને પણ દુર્લભ તથા બીજા સુખની અપેક્ષાએ એના સુખ અનંત ગણુ છે, કારણ એ છે કે દેવાદિકના સુખે કદાચિત સર્વકાળમાં સ્થાયી અનંત વર્ગોના પણ વર્ગોથી ગુણિત તથા લેક-અલેકરૂપ બને આકાશોના અનંત પ્રદેશોમાં ભરપૂર થઈને અનંત પણું થઈ જાય તે પણ સિદ્ધોનાં સુખની બરાબરી થઈ શકતી નથી, કારણ કે અપરિમિત હોવાથી સિદ્ધોનાં સુખ અપાર છે.
- સિદ્ધોને એટલા માટે નમસ્કાર કરવામાં આવેલ છે કે એ પિતાના અવિનાશી અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંત સુખ, અનંતવીર્ય, અનંત અક્ષયસ્થાન વિગેરે ઉત્તમ ગુણેથી આત્મિક આનંદના ઉભાવક થઈને ભવ્ય છે માટે ઉપકારક છે.
(૨) “નનો ગરિણા “મા”=મર્યાદાપૂર્વક શિષ્યથી સેવાએલા અથવા શિષ્યને જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ તથા વીર્યરૂપ આચારની શિક્ષા દેવાવાળા અથવા તેમના જ્ઞાનાદિ આચારને વધારવાવાળા અથવા જ્ઞાનાચાર વિગેરેની મર્યાદામાં ચાલવાવાળા આચાર્યને નમસકાર થાય.
એમ તે શિલ્પાચાર્ય કલાચાર્ય અને ધર્માચાર્યના ભેદથી આચાર્યના ત્રણ ભેદ છે. તે પણ “મતિ ’ ‘સિદ્ધ તથા “નમો’ પદના સાહચર્યથી અહિંયા ધર્માચાર્યનું જ ગ્રહણ છે. જેઓ સૂત્રના અર્થને જાણે. શિષ્યને પ્રવચનનું રહસ્ય સમજાવે. ગરછમાં મેધિ સમાન, ગણની ચિતાથી રહિત હોય. સમ્યકત્વ શિથિલ થાય એવી કથાનું વજન કરે તથા નવવાડ બ્રહ્મચર્યનું પાલન, (૯) પાંચે ઈંદ્રિયને જીતવી. (૧૪) ચારે કષાયેને ત્યાગ. (૧૮) પાંચ મહાવ્રતો (૨૩) તથા પાંચ આચારેનું પાલન (૨૮) પાંચ સમિતિ (૩૩) અને ત્રણ ગુતિઓનું ધારણ કરવું. આ છત્રીસ (૩૬) ગુણોથી તથા સારણ, વારણ, ધારણા, ચેયણ અને પડિયાથી યુક્ત હોય.
તેમાં સારણુ=પ્રમાદથી સામાચારીમાં ભૂલેલા મુનિને યોગ્ય જ્ઞાન આપવું.
શ્રી આવશયક સુત્રમ ભાગ
૧૪