Book Title: Avashyak Sutram
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 41
________________ પ્રગટ કરવામાં આજકાલના વિદ્વાને સમર્થ થઈ શકતા નથી. તે પણ કેટલાક વિષય પોતાની શકિત-અનુસાર વિચાર કરી જેનસિદ્ધાંતાનુસાર સ્પષ્ટ કરીને બતાવ્યા છે. નમસ્કા૨મન્નવ્યાખ્યા કર્મમલ વિનાના, સંસારરૂપી ભયંકર અટવીમાં પરિભ્રમણ કરવાના ભયથી વ્યાકુલ ભવ્ય જીને મોક્ષમાર્ગમાં લાવવાવાળા જિનેશ્વર શ્રીવર્ધમાન સ્વામીને (૧) તથા જિનશાસનના પ્રદીપક, ચાર જ્ઞાનને ધારણ કરવાવાળા, “ગામો”િ વગેરે લબ્ધિઓને ધારણ કરવાવાળા, મહાન તેજસ્વી સર્વશ્રેષ્ઠ શ્રી ગણધર ભગવાનને નમસ્કાર કરીને (૨) હું ઘાસીલાલ મુનિ આવશ્યકસૂત્રની શબ્દાર્થસારગર્ભિત મુનિતેષણ નામની ટીકા યથાબુદ્ધિથી કરૂં છું. (૩) અહિં છ અધ્યયનવાળા શ્રમણુવશ્યક સૂત્ર પ્રારંભ કરવું છે. જેની શરૂઆતમાં આગળ કહેવામાં આવનાર હેતુઓથી પંચ-નમસ્કારરૂપ મંગલ કરવું જરૂરનું છે, તે માટે ગુરૂ મહારાજની આજ્ઞા લેવી જોઈએ. તે આજ્ઞા વંદનાપૂર્વક જ લેવાય છે, તે માટે પ્રથમ ગુરૂવંદના કહે છે. “નિવકુત્તો ફૂલ્યાદ્રિ' હે ગુરૂ મહારાજ ! અંજલિપુટને (બે હાથ જોડીને) ત્રણ વખત જમણા હાથ તરફથી આરંભીને કરી જમણા હાથ સુધી ફેરવીને પિતાના લલાટપ્રદેશ ઉપર રાખીને પ્રદક્ષિણા પૂર્વક સ્તુતિ કરૂં છું. ત્રણ વખત ઉઠી બેસી અને પાંચ અંગ નમાવીને નમસ્કાર કરું છું. અયુત્થાન વિગેરેથી સત્કાર કરું છું. વસ્ત્ર ભકત (અન્ન) વિગેરેથી સન્માન કરૂં છું. કારણકે આપ કલ્યાણુસ્વરૂપ છે, અર્થાત્ ત્રય મેક્ષ આપવાવાળા અગર તથજ્ઞાનદર્શન ચારિત્રરૂપ આરોગ્યથી, જન્મ, જરા, મૃત્યુના દુ:ખથી તપેલા ભવ્ય અને પિતાના સદુઉપદેશદ્વારા શાંતિ આપવાવાળા છે, અને મંગળ સ્વરૂપ છે; કારણ કે સંસારના દુઃખને અંત લાવવાવાળા છે. અથવા મંગા=ભક્ષપ્રાપ્તિના સાધનભૂત થત–ચારિત્રરૂપ ધર્મને ધારણ કરવાવાળા એટલે કે ધર્મદેવ સ્વરૂપ છે, અને ચૈત્ય અર્થાત જ્ઞાનવાળા છે એટલે મન વચન અને કાયાથી હું આપની સેવા અને મસ્તક નમાવીને વંદના કરું છું(સૂ૦ ૧). આ સિવપુરા ના પાઠને ત્રણ વખત ભણીને તથા ત્રણ વખત ઉઠી-બેસીને પંચાંગ નમનપૂર્વક વંદના કરીને વિનયપૂર્વક ગુરૂદેવ પાસેથી આવશ્યક–પ્રતિક્રમણ કરવાની આજ્ઞા માંગવી. પછી ‘છાનિ જે તે' ને પાઠ ભણીને પ્રથમ નમસ્કાર-મંત્રોચ્ચારણપૂર્વક આવશ્યકને આરંભ કર જોઈએ; એ માટે પ્રથમ નમસ્કાર મંત્ર કહે છે. ન અરિહંતા ચાર ધન-ધાતિક કમેને નાશ કરીને અનન્ત કેવળજ્ઞાન કેવળદર્શનને પ્રાપ્ત કરવાવાળા અરિહંત ભગવાનને નમસ્કાર થાય. અહિં નમઃ શબ્દનો અર્થ નમસ્કાર થાય છે તે બે પ્રકારના છે-(૧) દ્રવ્ય નમસ્કાર અને (૨) ભાવ નમસ્કાર. એમાં દ્રવ્યનમસ્કાર બે હાથ બે ઘૂંટી એક માથું આ પાંચ અંગોને ઝુકાવવાં. ભાવનમસ્કાર, માન વિગેરેને પરિત્યાગ કરે. જ્ઞાનાવરણીય દર્શનાવરણીય મેહનીય અને અંતરાય આ ઘાતિક કર્મરૂપ શત્રુઓને નાશ કરવાવાળા, અથવા “ ભ્યઃ ભયંકર સંસારરૂપ અટવીમાં વારંવાર ભ્રમણ કરવાથી વ્યાકુલ ભળ્યાને નિર્ભયમાર્ગો બતાવીને શિવપુરીમાં પહોંચાડવાવાળા, અથવા ભવ્ય લોકથી કરાએલા ગુણવર્ણન અભિવાદન વિગેરેના તથા ઇંદ્રાદિક દેવતાઓએ કરેલા અષ્ટમહાપ્રાતિહાર્યોથી શ્રી આવશયક સુત્રમ ભાગ ૧૩.

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111