________________
સમયે પણ કરજ ચૂકાવી નહિ શકે તે પ્રતિષ્ઠાની હાનિ સાથે લેકનિન્દા થશે તેમજ ન્યાયની અદાલતમાં દંડ થશે; એજ પ્રમાણે પ્રતિક્રમણના વિષયમાં સમજવું જોઈએ.
આ આવશ્યક ક્રિયા સર્વ શ્રાવક શ્રાવિકાઓએ તે કરવી જ જોઈએ. કારણ કે તે ગૃહસ્થ છે, અને ગૃહસ્થ હોવાથી પાપ લાગવાને સંભવ છે, પરંતુ જિનેન્દ્ર ભગવાનના શાસનનું પાલન કરનારા સાધુ અને સાધ્વી તે સાધના સર્વથા ત્યાગી હોય છે, તેમના મન, વચન અને કાયાની પ્રવૃત્તિ વિશદ્ધજ હોય છે તેમને પાપ કેવી રીતે લાગી શકે છે? કે જે કારણથી દેવસિક આદિ પ્રતિક્રમણ કરીને તેમણે પણ પાપની વિશુદ્ધિ કરવી જરૂરી હોય?
તેનું સમાધાન એ છે કે જે પ્રમાણે એકદમ બંધ કરેલા મકાનમાં પણ કઈને કઈ પ્રકારે ધૂળ ઘુસી જાય છે. તેવી જ રીતે સાધુઓને પૂર્ણ રીતે યથાખ્યાત ચારિત્ર નહિ હોઈ શકવાથી અને પ્રમાદનું અસ્તિત્વ હોવાથી સૂક્ષમ અથવા સ્થલ અતિચાર લાગી જ જાય છે. એટલા માટે જિનેશ્વર ભગવાનની આજ્ઞા છે કે પ્રથમ અને અન્તિમ તીર્થકરના સાધુઓએ બને સમય પ્રતિક્રમણ અવશ્ય કરવું જોઇએ
કહ્યું છે કેसपडिक्कमणो धम्मो, पुरिमस्स य पच्छिमस्स य जिणस्स । મન્નિમયાન નિજા, નવા વિક્રમi | ૨ | (ગા.નિ.)
બીજી વાત એ છે કે –અતિચાર નહિ લાગે તે પાગુ પ્રતિક્રમણ કરવાથી તજજન્ય આત્મશુદ્ધિની પ્રબળતા અવશ્ય થાય છે, ત્રીજા વિદ્યની ઓષધિ પ્રમાણે. ઉદાહરણને ખુલાશો એ છે કે-કેઇ એક રાજાએ વૈદ્યોને બેલાવીને કહ્યું કે - આપ લેક કોઈ એ ઉપાય કરે કે મારા પ્રાણથી અધિક વ્હાલા પુત્રને ભવિષ્યમાં રોગ સ્પર્શ પણ ન કરી શકે ? રાજાની આ પ્રમાણે વાત સાંભળીને એક વૈદ્ય બોલે કે “ મારી પાસે એવું રસાયણ છે કે-રોગ થાય છે તે રસાયણનું સેવન કરવામાં આવે તે એક પલમાં તે રસાયણ રોગને મટાડી શકે છે, અને રોગ ન હોય છતાંય સેવન કરવામાં આવે તે ન દેગ ઉત્પન્ન કરી આપે છે. બીજા વિશે કહ્યું કે મારી પાસે એવી દવા છે કે રોગ હોય તે એકદમ તેને દબાવી દે છે, અને રોગ ન હોય અને દવાનો ઉપયોગ કરાય તે નથી ગુણ કરતી કે નથી અવગુણ કરતી. ત્યાર પછી ત્રીજા વૈધે પ્રસન્નતાથી કહ્યું કે મહારાજ ! મારી પાસે જે રસાયણ છે તે બહુજ વખાણવા યોગ્ય અને અદ્દભુત છે, આવું
શ્રી આવશયક સુત્રમ ભાગ