________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રહેવું, તેવુંજ સંસારાવસ્થામાં રહીને ઉપાધિરહિત રહેવું કઠિણ છે. ત્રણજ્ઞાને યુક્ત એવા તીર્થકર ભગવાન કે તે ભવમાં મુક્તિ જવાનું છે, એમ જાણે છે, છતાં વ્યવહારચારિત્ર અંગીકાર કરે છે. તે અન્ય ભવ્યજીએ તે અવશ્ય વ્યવહારચારિત્ર અંગીકાર કરવું અને વ્યવહારચારિત્ર ધર્મ અંગીકાર કરનાર મુનિરાજની સેવા ચાકરી કરવી. જે કંઈ વ્યવહાર સાધુ થવારૂપ વ્યવહારનું ઉથાપન કરે છે, તે તીર્થને ઉછેદ કરી, મહામહનીય કર્મ સમુપાર્જન કરે છે. માટે આત્માર્થી જીવેએ સુસાધુનું બહુ માન કરવું. અને સાધુ પદ અંગીકાર કરવાની ચાહના કરવી, સંસારને બંધનરૂપ માનવ, ગૃહસ્થાવાસમાં છકાયના જીવોની હિંસા કરવી પડે છે, અને પંચપ્રકારના અવતાનું સેવન થાય છે. વ્યવહારચારિત્રાવસ્થામાં પંચપ્રકારનાં અવતોનો ત્યાગ કરે પડે છે. ધર્મોપદેશના અધિકારી પણ ગીતાર્થ સાધુ મહારાજ છે, પણ ગ્રહરથ નથી, અસંયતિની પૂજા નામનું દશમું આશ્ચર્ય હાલમાં પ્રવર્તે છે, તેથી આત્માર્થી જીવોએ માધ્યસ્થભાવ ધારણ કરે. ઉપદેશના વા વ્યાખ્યાનના અધિકારી મુનિરાજ છે શાસ્ત્રમાં પણ કહ્યું છે કે—
રાથા. संविग्गो गीयथ्थो मज्जथ्थो देशकालभावन्न । नाणस्त होइ दाया जो शुद्ध परूवगो साहू ॥ १ ॥
For Private And Personal Use Only