Book Title: Anubhav Prakash
Author(s): Dipchand Shah Kasliwal
Publisher: Vitrag Sat Sahitya Trust Bhavnagar

View full book text
Previous | Next

Page 13
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates * પ્ર ણા માં જ લિ * k સ્વાનુભુતિસંપન્ન, આત્મજ્ઞ સંત પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદેવ શ્રીકાનજી સ્વામીના પરમ પુનિત પ્રભાવથી આગમના રહસ્ય ખૂલ્યાં છે. અને ભવ્યોને સત્ સાહિત્યની રુચિ જાગૃત થઈ છે, આ “અનુભવ પ્રકાશ” ગ્રંથ પણ આવા સત્ સાહિત્યનો શ્રેષ્ઠ નમુનો છે. આત્મ અનુભવનો આ ગ્રંથ નાનો છતાં ભાવવાહી અને અર્થગંભી૨ ગ્રંથ છે. પૂજ્ય ગુરુદેવશ્રીએ આ ગ્રંથ ૫૨ સુંદર આધ્યાત્મરસપૂર્ણ પ્રવચનો પણ આપ્યાં છે. આવા મહાન સંતની અઠ્ઠાસીમી જન્મ જયંતિ જામનગરને આંગણે જ્યારે ઉજવાઈ રહી છે તે મંગલ પ્રસંગે આ ગ્રંથ ભેટ રૂપે છપાવી, તેમના ચરણોમાં મૂકતાં ધન્યતા અનુભવું છું. પ્રવર્તમાન વિષમકાળમાં પૂજ્ય ગુરુદેવશ્રીની કલ્યાણવર્ષિણી, સુધાસ્યંદી વાણી ભવ્યોને ભવછેદનું કારણ બની છે. પોતાની દિવ્ય વાણી દ્વારા અમોને અજ્ઞાન અંધકારમાંથી જ્ઞાનપ્રકાશમાં લાવનાર, સમ્યક્ રત્નત્રયમાર્ગના પથપ્રદર્શક પૂજ્ય ગુરુદેવશ્રીનો ઊપકારનો બદલો વાળવા આપણે અસમર્થ છીએ, તેથી હ્રદય પુષ્પો વડે તેમના ચરણોની અર્ચના કરી, તેમના પાવન ચરણોમાં ભક્તિ ભાવપૂર્વક નમસ્કાર કરી પ્રણામાંજલિ અર્પ છું. વૈશાખ શુક્લા દ્વિતીયા સં. ૨૦૩૩ જામનગર. લી: સમ૨તબહેન લક્ષ્મીચંદ પુનાતર Please inform us of any errors on rajesh@Atma Dharma.com

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96