Book Title: Anubhav Prakash
Author(s): Dipchand Shah Kasliwal
Publisher: Vitrag Sat Sahitya Trust Bhavnagar

View full book text
Previous | Next

Page 38
________________ ૨૪ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અનુભવ પ્રકાશ ગુપ્ત શુદ્ધ શક્તિની સિદ્ધિના પ્રમાણમાં પ્રવેશ કરે. જેમ જેમ શુદ્ધતાની પ્રતીતિમાં પરિણતિ સ્થિર થાય તેમ તેમ મોક્ષમાર્ગની શુદ્ધિ થાય. જેમ કોઈ અધિક ગાઉ ચાલે તેમ નગર નજીક આવે તેવી રીતે (જેમ જેમ ) શુદ્ધ સ્વરૂપની પ્રતીતિમાં પરિણતિ અવગાઢ, ગાઢ, દઢ થાય, (તેમ તેમ) મોક્ષનગર નજીક આવે. પોતાની પરિણતિનો ખેલ પોતે કરી પોતે ભસિંધુથી પાર થાય. પોતે, વિભાવ પરિણતિથી સંસારને વિષમ બનાવી રાખ્યો છે. સંસાર-મોક્ષની કરનારી પરિણિત છે, ( અર્થાત્ ) નિજપરિણતિ મોક્ષ, ૫૨ પરિણિત સંસાર. તે સત્સંગથી-અનુભવી જીવના નિમિત્તથી-આ નિજ પરિણતિ સ્વરૂપની થાય વિષમ મોહ મટે પરમાનંદને ભેટ(પરમાનંદ પ્રાપ્ત થાય ) સ્વરૂપ પામવાનો રાહ સંતોએ 'સોહિલો કરી દીધો છે. ચોરાશી લાખ યોનિરૂપ મુસાફરખાનામાં સદા ફરનારાએ ક્યારેય ક્યાંય પર સ્થિરૂપ નિવાસ ન કર્યો. જ્યાં સુધી ( આ ) ૫૨મજ્યોતિ પોતાના શિવઘ૨માં ન પહોંચે ત્યાં સુધી કાર્ય પણ ન સરે. જપી, તપી, બ્રહ્મચારી, યતિ આદિ ઘણા વેષ ધર્યા તેથી શું થયું? તેથી એટલા જ માટે હવે તો ) નિજ અમૃતને પીવાથી ( અનાદિનો ભ્રમ, ખેદ ( મટે ) અને અજર અમર થવાય (એવો ) તત્ત્વ સુધી સેવવાનો માર્ગ ક્યો ? તે કહેવામાં આવે છે : તત્ત્વનો કૌતુહલી થઈ, સકલ અવિધાથી છૂટી પોતાના ચિદાનંદ સ્વરૂપને અવલોકે–અનુભવ કરે. નિજાનંદની કેલીરૂપ કલાવડે સ્વપદને દેખે ( જેથી ) અનાત્માનો સંગ ફરી ન રહે, અનાદિ મોહના વશથી અતિમાં નિજ હિત માની રહ્યો છે. તે મોહનો ભેદજ્ઞાનથી નાશ કર. જ્ઞાનચેતનાનો અનુભવ કર (કેમ કે) અનાદિ અખંડિત બ્રહ્મપદનો વિલાસ તારા જ્ઞાનકટાક્ષમાં છે. અજ્ઞાનપટલ જ્યારે મટે સદ્ગુરુવચનઅંજનથી પટલ દૂર થતાં જ્ઞાનનેત્ર પ્રકાશે, ત્યારે લોકાલોક દેખાય. એવું જ્ઞાન તેનો મહિમા અપાર ( છે. ) જ્ઞાનમયમૂર્તિની સૂરતિનું સેવન કરી કરીને અનેક મુનિ ૧. સોહિલો- સહેલો, સુગમ, સરલ, સુખદાયક, સુંદર, સોહામણો. ૨. પાઠાન્તર- ‘ પુર્ણ ાર્ય' Please inform us of any errors on rajesh@Atma Dharma.com

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96