Book Title: Anubhav Prakash
Author(s): Dipchand Shah Kasliwal
Publisher: Vitrag Sat Sahitya Trust Bhavnagar

View full book text
Previous | Next

Page 36
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨ અનુભવ પ્રકાશ અટકી ગયું ( અર્થાત્ ) નિર્બળ થઈ પરિણમ્યો. એ રીતે જીવનો વીર્યગુણ વિકારરૂપ પરિણમ્યો. વળી આ જીવનો આત્મસ્વરૂપ ૨સ જે ૫૨માનંદ ભોગગુણ હતો તે ૫૨ પુદ્દગલના કર્મપણારૂપ વ્યક્ત શાતા-અશાતા, પુણ્ય-પાપરૂપ ઉદય, પ૨ પરિણામના બહુ પ્રકારના વિકાર-ચિવિકા૨ પરિણામોના જ રસને ભોગવ્યા કરે, ૨સને લીધા કરે, તે પરમાનંદ ગુણની સર્વશક્તિ ૫૨પરિણામનો જ સ્વાદ સ્વાઘા કરે. તે પ૨સ્વાદ ૫૨મ દુઃખરૂપ (છે). એ રીતે જીવનો પરમાનંદ ગુણ દુ:ખવિકારરૂપ પરિણમ્યો. એ રીતે આ જીવના બીજા ગુણો જેમ જેમ વિકારી થાય છે તેમ તેમ ગ્રંથાન્તરથી જાણી લેવા. આ જીવના સર્વ ગુણોના વિકારને ‘ચિદ્વિકાર' એવું નામ સંક્ષેપથી કહેવું. ગુણ ગુણની અનંતી શક્તિ કહી છે. સત્તાની શક્તિ છે (તે) અનંતગુણમાં વિસ્તરી. સર્વગુણોનું આસ્તિક્ય સત્તાથી થયું. સત્તાએ સર્વગુણોને શાશ્વત રાખ્યા. (જો ) અનંત ચેતનાનું સ્વરૂપ અસત્તા હોત તો, ચિત્શક્તિરૂપ ચેતનાનો અવિનાશી મહિમા ન રહેત. સચિદાનંદ વિના અફળ થતાં શા કામના ? તેથી સચિદાનંદરૂપ વડે આત્મા પ્રધાન છે. અરૂપી આત્મપ્રદેશમાં સર્વદર્શની, સર્વજ્ઞત્વ, સ્વચ્છત્વ આદિ અનંત શક્તિનો પ્રકાશ છે, તે અવિકારી ઉપયોગનો ધારી કર્મત્વવર્ડ આરિત બની, સંકોચ વિસ્તારથી શરીરાકારે થયો. પ્રશ્ન આકાશવત્ આત્મા કેવી રીતે સંકોચ વિસ્તાર પામે ? સમાધાન- ( એકલું ) પુદ્દગલ સંકોચે, વિસ્તારે, તો કાષ્ટ પાષાણ ( પણ ) ઘટે-વધે. (પણ) તે ચેતના વિના વધતા નથી; (એકલું ) ચેતન જ વધે ઘટે તો સિદ્ધના પ્રદેશનો વિસ્તાર થાય કે ઘટી જાય, પરંતુ એમ પણ નથી. જડચેતન બંને મળતાં સંકોચ-વિસ્તાર થાય છે. પ્રદેશમાં સર્વગુણો કહ્યા છે, છતાં સંસાર-અવસ્થાથી મોક્ષમાર્ગનું ચઢવું થતું નથી. ત્યાં (તો ) સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રને મોક્ષમાર્ગ કહ્યો. તેમની જેટલી વિશુદ્ધિ થતી જાય તેટલો તેટલો મોક્ષમાર્ગ થયો. ૧. “ સભ્ય વર્શનજ્ઞાનવારિત્રાણિ મોક્ષમાર્ગ: ” - તત્ત્વાર્થ સૂત્ર-૧-૧. Please inform us of any errors on rajesh@Atma Dharma.com

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96