Book Title: Anubhav Prakash
Author(s): Dipchand Shah Kasliwal
Publisher: Vitrag Sat Sahitya Trust Bhavnagar

View full book text
Previous | Next

Page 84
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭૦ અનુભવ પ્રકાશ કોઈએ હજી સુધી કર્યું નથી. તમે પરાક્રમી દેખાઓ છો; તેથી આ નિયમ (નિશ્ચય) છે કે અમારું કાર્ય કરતાં અવશ્ય તમારું કાર્ય કરીશું એમ સાચું જાણો. ત્યારે તે પુરુષ બોલ્યો કે તમારું કાર્ય કરીશ, સંદેહ ન કરો. ત્યારે મચ્છે તેને કહ્યું કે- હું ઘણાં દિવસનો તરસ્યો આ દરિયામાં રહું છું. મારી તરસ ન છીપી, પાણીનો જોગ ન ખાધો, ક્યાંયથી સાચવીને પાણી લાવો, તમે મોટો ઉપકાર કરો, મારી તરસ મટાડો, મહાજનની રીત છે કે પર દુ:ખ મટાડે, માટે આટલો ઉપકાર કરો, હું તમને ચિદાનંદ પ્રત્યક્ષ બતાવીને પ્રાપ્તિ કરાવીશ. ત્યારે તે પુરુષ બોલ્યો કે –તમે એમ કેમ કહો છો? જલસમૂહમાં તો તમે સદાય રહો છો, (માટે) એમ ન કહો કે “જલ લાવો.' દરિયા તરફ જુઓ, આ જલથી પ્રત્યક્ષ ભર્યો છે. ત્યારે મચ્છ બોલ્યો કે-એમ જો તમે કહો છે, વળી એ વાત તમે માનો છો, તમે ચિદાનંદ પ્રત્યક્ષ છો, ચેતના છે તો, આવો વિચાર તમે કર્યો છે. હવે તમે મને પૂછવા આવ્યા છો, પણ ચિદાનંદ હંસ પરમેશ્વર તમે જ છો, તેથી સ્થિર થઈ સંદેહ ત્યાગો પોતાનું ચૈતન્યસ્વરૂપ અનુભવો, પરના અનાદિજગમાં પણ આત્મા જેવો ને તેવો છે; પરમાં અત્યંત ગુપ્ત થયો છે, તો પણ દેખવાનો સ્વભાવ ગયો નથી, જ્ઞાનભાવ ગયો નથી, પરિણામ (પરરૂપે) થયા નથી. પરના આવરણથી અવરાયા, મલિન થયા; પણ નિશ્ચયથી અખંડસ્વરૂપ ચિદાનંદ અનાદિનો છે. તે જેવો ને તેવો બની રહ્યો છે, કાંઈ ઘટયો કે વધ્યો નથી, (માત્ર) ભ્રમકલ્પનાથી સ્વરૂપ ભૂલ્યો છે. પરને જ સ્વમાન્યું તો શું થયું? તે કહીએ છીએ જેમ કોઈ હાથમાં રહેલા ચિંતામણિને ભૂલી કાચના કકડાને રત્ન માની ચલાવે તો તે રત્ન ન થાય અને ચિંતામણિને કાચ ૧. નિર્ચ નિહારત હી આત્મા અનાદિ સિદ્ધ આપ નિજ ભૂલહીનૅ ભયો વિવહારી હૈ; જ્ઞાયકશક્તિ યથાવિધિ સો તો ગોપ્ય દઈ પ્રગટ અજ્ઞાનભાવદશા વિસતારી હૈ. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96