Book Title: Anubhav Prakash
Author(s): Dipchand Shah Kasliwal
Publisher: Vitrag Sat Sahitya Trust Bhavnagar

View full book text
Previous | Next

Page 90
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અનુભવ પ્રકાશ હવે વિવેકનું સ્વરૂપ, પરિણતિશુદ્ધિનું સ્વરૂપ આ પ્રમાણે છે. જ્યાં પરમાત્માનો વિલાસ નજીક થયો, ત્યાં અનંતગુણના રસને ફરી પરિણામમાં વેદી સમાધિ લાગી. નિર્વિકાર ધર્મનો વિલાસ-પ્રકાશ થયો, પ્રતીતિમાં રાગાદિ રહિત ભાવનામાં મનોવિકાર ઘણો ગયો ત્યારે આગળ અંશ પ્રજ્ઞાત થયો. ત્યારે પરને જાણવામાં વિસ્મરણભાવ આવ્યો. ત્યારે કેવલજ્ઞાન અતિશીર્ઘકાલમાં પામે. પરમાત્મા થઈ લોકાલોકને જાણે. એવો અનુભવનો મહિમા, મનનો વિકાર મટતાં, થાય છે. તે મનવિકાર, મોહનો અભાવ થતાં, મટે છે. મોહ સર્વ જીવનો મહારિપુ છે. અનાદિથી સંસારીજીવને ચોરાશીમાં નચાવે છે અને સંસારી જીવ હર્ષ માની, માની ભવસમુદ્રમાં ગરે છે. પડે છે, (તો પણ) પોતાને ધન્ય માને છે. દેખો! ધીઠાઈ જ ભૂલથી કેવી પકડી છે! અનંતસુખદાયક યથાર્થ નિનિધિને સંભારતો નથી. માટે એજ જીવોને શ્રીગુરુપદેશામૃત પીવા યોગ્ય છે. એથી મોહ મટે (અને) અનુભવ પ્રગટે તે કહેવામાં આવે છે : પ્રથમ શ્રીજિનેન્દ્રદેવની આજ્ઞાની પ્રતીતિ કરે, ત્યાર પછી ભગવપ્રણીત ઉપાદેય તત્ત્વ વિચારે કે-અનંત સુખધામ, અમલ, અભિરામ, આત્મારામ, પર રહિત ચૈતન્ય પ્રકાશ ઉપાદેય છે, પર હેય છે. સ્વપરભેદજ્ઞાનના નિરંતર અભ્યાસથી શુદ્ધ ચૈતન્યતત્વની લબ્ધિ (પ્રાપ્તિ) થાય, તેનાથી રાગદ્વષમોહ મટે, કર્મનો સંવર થાય, ત્યારે કર્મ મટવાથી નિજજ્ઞાનથી નિર્જરા થાય. ત્યારે સકલકર્મક્ષય (રૂપ) નિજ પરિણામ થતાં ભાવમોક્ષ થાય. ત્યારે દ્રવ્યમોક્ષ થાય ને થાય જ. માટે ભેદજ્ઞાનના અભ્યાસથી પરમપદ સિદ્ધ (થાય ) છે. તે ભેદજ્ઞાન પ્રગટ કરવાનો વિચાર કહેવામાં આવે છે: જ્ઞાનભાવ-જાણવારૂપ ઉપયોગ-વિભાવભાવને પોતાના જાણે છે. તે વિભાવને જાણવાની શક્તિને આત્મા પોતાની જાણે. જાણરૂપ (જ્ઞાનરૂપ) પરિણમન કરે. જ્ઞાનરસ પીએ, વિભાવોને ન્યારા ન્યારા જાણે. વિભાવરૂપ કર્મધારા, જ્ઞાનપરિણામરૂપ સુધાધારા બન્ને ધારાને ન્યારી ન્યારી જાણે. પુદ્રાલ-અંશ આઠ કર્મ અને શરીર ભિન્ન છે, જડ છે, ચેતન ઉપયોગમય છે, ( એમ) એનામાં વિવેચન કરે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 88 89 90 91 92 93 94 95 96