Page #1
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
M,
M
NMM.
વી ટીમ
: લેખક : સ્વ. પં. દીપચંદજી શાહ, કાસલીવાલ
: અનુવાદક: શાહ સોમચંદ અમથાલાલ
કલોલ-ગુજરાત
: પ્રકાશક: શ્રી વીતરાગ સત્ સાહિત્ય પ્રસારક ટ્રસ્ટ
ભાવનગર.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #2
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
• ત્રીજી આવૃત્તિ, • પ્રત ૧OOO • શ્રી દિ. જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ સોનગઢ
• ચોથી આવૃત્તિ, • પ્રત ૨૧OO
: પ્રાપ્તિ સ્થાન : શ્રી દિ. જૈન સ્વાધ્યાય મંદિર, ટ્રસ્ટ સોનગઢ. શ્રી ટોડરમલ સ્મારક ભવન, બાપુનગર, જયપુર
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #3
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
Thanks & Our Request
This shastra has been kindly donated by Nilay and Shraddha Dedhia, New York, USA who have paid for it to be "electronised" and made available on the internet,
Our request to you:
1) We have taken great care to ensure this electronic version of Anubhav Prakash is a faithful copy of the paper version. However if you find any errors please inform us on rajesh@AtmaDharma.com so that we can make this beautiful work even more accurate.
2) Keep checking the version number of the on-line shastra so that if corrections have been made you can replace your copy with the corrected one.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #4
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
Version Number 001
Version History
Date
15 June 2004
Changes
First electronic version.
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #5
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(ચતુર્થ-આવૃત્તિપ્રસંગે).
પ્રકાશકીય નિવેદન
આ અનુભવપ્રકાશ ગ્રંથના રચયિતા શ્રી દીપચંદજી કાસલીવાલ જૈપુરી છે. તેઓ આમેરના રહીશ હતા. તેઓ ઉત્તમ આધ્યાત્મિક વિદ્વાન હતા. તેમણે આ ગ્રંથ ઉપરાંત અનુભવવિલાસ છંદ, આત્મ-અવલોકન છંદ, ચિવિલાસ વચનિકા, પરમાત્મપુરાણ છંદ, સ્વરૂપાનંદ બૃહત્ તથા લઘુ, જ્ઞાનદર્પણ, ગુણસ્થાનભેદ, ઉપદેશર– છંદ, અધ્યાત્મપચીસી છંદ વગેરે રચેલાં છે.
તેમના સમય-જીવન સંબંધી જાણવાના સાધનના અભાવે કાંઈ વિશેષ લખી શકાતું નથી. પણ પુસ્તકના લખાણ અને શૈલી પરથી જણાય છે કે તેઓ અધ્યાત્મપ્રેમી અને સિદ્ધાંતજ્ઞાની હતા.
આ અનુભવપ્રકાશગ્રંથ આત્મ-અનુભવનો નાનો પણ ભાવવાહી ગદ્યગ્રંથ છે. તેમાં આત્માનું સ્વરૂપ, સ્વરૂપપ્રાતિનો ઉપાય, સાધ્ય-સાધકભેદ, અનુભવનું વર્ણન, નિશ્ચયધર્મ-મોક્ષમાર્ગ, સમાધિવર્ણન વગેરે વિષયોને સંક્ષેપમાં ચર્ચા, આત્મરસનું આસ્વાદન કરવાની રીત દર્શાવેલ છે.
આ વિષયના આધ્યાત્મિક ગ્રંથો-પરમાગમો-પૂર્વોચાર્યોએ અગાઉ લખેલાં છે; જેને પોતાની મૌલિક શૈલીમાં ગ્રંથકારે વર્ણવેલ છે.
સ્વાનુભૂતિથી વિભૂષિત, આત્મજ્ઞ, આધ્યાત્મરસની વર્તમાનમાં ક્રાંતિ જેમના દ્વારા થઈ રહી છે, એવા પરમકૃપાળુ પૂ. ગુરુદેવ શ્રી કાનજી સ્વામીના પ્રતાપે તત્ત્વપ્રસાર ભારતમાં વ્યાપક પ્રમાણમાં થઈ રહ્યો છે, તે અનુસાર સત્ સાહિત્યનું પ્રકાશન આ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #6
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ટ્રસ્ટ દ્વારા થઈ રહ્યું છે. તેમાં આ સાતમા પુષ્પનું પ્રકાશન મુમુક્ષુઓ સમક્ષ મૂકતાં આનંદ થાય છે. આ ગ્રંથની પ્રથમ ત્રણ આવૃત્તિઓ અનુવાદક શ્રી સોમચંદ અમથાલાલ શાહ કલોલવાળાની શ્રી દિગમ્બર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢથી પ્રકાશિત થયેલ છે. તેમ છતાં ગ્રંથની પ્રિયતાને લઈને મુમુક્ષુઓને પ્રાપ્ય બની રહે તે હેતુથી તેની ચોથી આવૃત્તિ પ્રકાશિત પામે છે. સદર પ્રકાશનમાં આર્થિક સહાય આપનારની નામાવલિ અન્યત્ર આપેલ છે; તે બદલ ટ્રસ્ટ તેમનો આભાર માને છે. મૂળગ્રંથ જુની હિંદી ( ટુંઢારી) ભાષામાં છે. ગુજરાતી જનતાને સમજવામાં સરળ થાય તેથી ગુજરાતીમાં અનુવાદ કરવા બદલ અનુવાદકનો આભાર માનવામાં આવે છે.
અનુભવપ્રકાશ હિંદી આવૃત્તિ ત્રીજી અને જુની હિંદી અનુભવ પ્રકાશના પુસ્તક પ્રમાણે મૂળ હિંદી સાથે મેળવતાં શ્રી અમૃતલાલ ઝાટકીયાએ હિંદી પ્રમાણે સંશોધન કરી આપ્યું છે. તે બદલ તેમનો આભાર માનવામાં આવે છે.
શ્રી રાધેશ્યામ પ્રિન્ટિંગ પ્રેસવાળાએ ટૂંક સમયમાં છાપકામ કરી આપેલ છે, તે બદલ તેમનો આભાર માનવામાં આવે છે.
આવા અનુભવપ્રધાન ગ્રંથનું અમૃતપાન કરી મુમુક્ષુઓને અનુભવની પ્રાપ્તિ થાઓ તેવી ભાવના સાથે...
ટ્રસ્ટીગણ
શ્રી વીતરાગ સત્ સાહિત્ય પ્રસારક ટ્રસ્ટ, તા. ૧૫- ઓગષ્ટ ૧૯૭૬.
ભાવનગ૨.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #7
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
v |
|
ઝ |
E
વિષયસૂચિ
વિષય મંગલાચરણ, આત્માનું સ્વરૂપ સ્વરૂપ-ચિંતવનરૂપ પરિણામ કોણ કરે ! આત્મસ્વરૂપનો મહિમા | અનુભવના વિલાસમાં ચિત્તને કેવી રીતે રમાડે
અનુભવમાં અનંતગુણના સર્વરસ | ચેતનાગુણ
સ્વરૂપજ્ઞાન કેવી રીતે થાય? પરપદાર્થમાં પોતારૂપપણાની માન્યતા કેમ મટે ? નિજસ્વરૂપસુખ કેવી રીતે પમાય! નિજસ્વરૂપ-શ્રદ્ધા કેવી રીતે થાય! નિજસુખ દુર્લભ કેમ ?
આનંદકેલી નિજસ્વરૂપ શ્રદ્ધાથી કેમ થાય? | પરિણામ સ્વરૂપમાં જીવ કેવી રીતે લાગે ? | જ્ઞાન તો જાણપણારૂપ છે (છતાં) આત્માને કેમ નથી જણાતું? પરનો નિવાસ અનાદિ કેવી રીતે? નિશ્ચયમોક્ષમાર્ગના બે પ્રકાર છે. તત્ત્વસુધા સેવવાનો માર્ગ ક્યો? | સ્વસંવેદન-રસના આસ્વાદથી લાભ
|
F
|
* |
UP
૧)
૧૩
૧૫
૨)
૨૪
૨૮
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #8
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૪
૩૪
૩૬
૩૮
૩૯
૪૧
૪૫
૪૬
૫૩
| ચેતનાને જાણે જ્ઞાતા જીવને કેવા ભાવ થાય ! સાધક-સાધ્યભેદ જાણે તો વસ્તુની સિદ્ધિ થાય. મિથ્યાત્વ બીજા મિથ્યાત્વને કેવી રીતે સાધે ! શુભોપયોગના ત્રણ ભેદ | સાધકસાધ્યના અનેક ભેદ સ્વસંવેદનજ્ઞાનપરિણતિ વડે પરમાત્માનું પ્રાકટય અનુભવવર્ણન સ્વાનુભવ થતાં નિર્વિકલ્પ સમ્યક્તા પરિણામ-શુદ્ધતામાં સર્વશુદ્ધતા દેવાધિકાર જ્ઞાનાધિકાર જ્ઞયાધિકાર નિજધર્માધિકાર મિશ્રધર્માધિકાર નિશ્ચયવસ્તુસ્વરૂપ | સમાધિવર્ણન
શ્રી ગુર્દશામૃતપાનથી મોહ મ જ્ઞાન વડ વિચાર.
૫૫.
પ૯
૬૧
૬૪
૬૬
૬૯
૭૩
૭૫
૭૯
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #9
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વચનામૃત
૧.
ગુપ્ત અને પ્રગટ એ અવસ્થાભેદ છે, “બંને અવસ્થામાં સ્વરૂપ જેવું ને તેવું છે”. એવો શ્રદ્ધાભાવ સુખનું મૂળ છે. તારો નાથ નિજજ્ઞાનમહિમાને છૂપાવીને બેઠો છે. તેને તું પિછાણ. આ ગુસજ્ઞાન થયું, એટલે તારો નાથ છૂપાયેલો રહેશે નહિ. મારું જ્ઞાન એ જ હું છું, પર-વિકાર પર છે. જ્યાં જ્યાં જાણપણું છે ત્યાં ત્યાં ‘હું' એવો દેઢભાવ તે સમ્યકત્વ છે. નરભાવ તો સદા કાંઈ રહે નહિ. સાક્ષાત્ મોક્ષસાધનરૂપ જ્ઞાનકલા આ ભવ વિના અન્ય જગ્યાએ ઊપજતી નથી. તેથી વારંવાર કહેવામાં આવે છે કેનિજબોધકલાના બલ વડે નિજસ્વરૂપમાં રહો. નિરંતર આ જ યત્ન કરો. શરીર જડ અનંતા છોડ્યા પણ દર્શનશાન સદાય સાથે રહ્યા કરે, વળી અત્યારે પણ દેખનાર-જાણનાર આ મારો ઉપયોગ તે જ મારું સ્વરૂપ છે. તેવી રીતે ઉપયોગી-અનુપયોગીને વિચારતાં જડ-ચેતનની પ્રતીતિ થાય. અનાદિના અજ્ઞાનથી જ્ઞાન ગુણ થયું છે. શુદ્ધ-અશુદ્ધ બંને દશામાં જ્ઞાન શાશ્વત શક્તિને ધારે છે. ચિદ્ધિકારભાવ ક્રોધાદિરૂપ થતાં થાય છે, તે જ ભાવને મટાડી પોતે નિર્વિકાર સહજભાવને, પોતાનામાં આચરણવિશ્રામસ્થિરતાના પરિણામ કરી કરો. ચિદાનંદ પોતાને ભૂલ્યો છે, પરમાં પોતાને જાણ્યો છે. પોતે પોતાની ભૂલ મટાડો. સદા ઉપયોગધારી આનંદરૂપ પોતે સ્વય
૫.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #10
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મેવ જ યત્નવિના (સહજ) બન્યો છે તેથી નિજને નિહાળવાનું જ કાર્ય છે.
નિજની શ્રદ્ધા આવતાં નિજ અવલોકન થાય છે. ૮. કોઈ કહેશે કે આજના સમયમાં નિજ સ્વરૂપની પ્રાપ્તિ કઠણ છે, તેમ કહેનાર
સ્વરૂપ પામવાની ચાહ મટાડનાર બહિરાત્મા છે. અવિઘારૂપ જડની અલ્પશક્તિથી તારી મહાન શક્તિ ન હણાય જાય. પરંતુ
તારી શુદ્ધ શક્તિ પણ મહાન, તારી અશુદ્ધશક્તિ પણ મહાન. ૧૦. દેખો! દેખો! ત્રણ લોકનો નાથ ભૂલી નીચ એવા પરને આધીન થયો.
પોતાની નિધિ ન પિછાણી, ભિખારી બની ફરે છે. નિધિ ચેતના છે, તે પોતે
જ છે, દૂર નથી, દેખવું દુર્લભ છે. દેખે તો સુલભ છે. ૧૧. સમ્યકત્વ વિનાનો શુભોપયોગ સંસારસુખ આપે, દેવ૫દ આપે કે રાજપદ
આપે. ત્યાં દેવગુરુશાસ્ત્રનું નિમિત્ત હોય તેને લાભ થવો હોય તો થાય, નહિ તો ન થાય. કાર્યને કારણ નિયમ વગર છે, એવી રીતિ જાણવી.
-અનુભવપ્રકાશ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #11
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અડ્ડાસીમી જન્મ જયન્તિ
ગુરુ કહાનના આ જન્મને, આ જન્મને સહુ ભક્તો ભાવે ઉજવે રે, જય જય નાદ ગજાવી, આજે મંગલ નાદે વધાવે રે,
.... કાનના આ જન્મને.....
જન્મ જયન્તી આનંદે સહુ જામપુરીમાં ઉજવે રે, હિન્દુસ્તાનના હીરલાને સહુ મોતી હિરલે વધાવે રે,
... કહાનના આ......
ધનનન ધનનન ભેરી બજાવે, આનંદ ભેરી બજાવે, અનેક જ્યોતિ ઝગમગ ઝગમગ દીપક માળા ઝબકે રે
.... કહાનના આ......
કુંદપ્રભુ
આશિષ આપે, દેવો પુષ્પ વધાવે, ઉમંગ ભર્યા ભક્તો હૈયા, ગુરુદેવા અભિનંદે રે
» કહાનના આ.....
જન્મ જયન્તી સુણતા આવે દેશો દેશ સંદેશા
ચિરંજીવો ચિરંજીવો ચિરંજીવો ગુરુદેવા રે
.... કાનના આ......
અઠ્ઠીસીમી જન્મ જયન્તી જામનગર ઉજવાય કોટી કોટી દીપક માળ કરીને, ગુરુજીની આરતી ઉતારું રે
•... કહીનના આ.....
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #12
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગુરુ-ભક્તિ
જિન શાસનના શણગાર, ત્રિલોકીનાથ, ગુરુજી મારા
પુજાં ચરણ તુમ્હારા હું આવી પડ્યો છું આ જગમાં, ગુરુજી દિલાસો દેવામાં
રખડી રખડી હું થાક્યો ગુરુજી મારા,
...... હું પુજુ ચરણ તુમ્હરા જોયું મેં જગમાં ફરી ફરી, નહીં બેઠું ક્યાંય ઠરી ઠરી,
ગુરુ કહાન મળ્યા છે સાચું શરણ દેનારા,
....... હું પુજુ ચરણ તુમ્હારા જેના જ્ઞાન બગીચા બહુ ફાવ્યા છે, તેને ભક્તમંડળ જોવા ચાલ્યા, મારા કહાન પ્રભુજી, નિજ ઘરમાં જઈ મહાલ્યા
જેના અમર છે પ્યાલા
..... હું પુજાં ચરણ તમારા ગુરુ મુખેથી વાગે વિદેહી વીણા, સુણતા લાગે સ્વર બહુ ઝીણા,
જેના ન્યાયો નીકળે નિશદિન ઝીણાં ઝીણાં
... હું પુ ચરણ તુમ્હારા તારી આત્મશ્રદ્ધા અદ્ભૂત ભારી, અમને લાગે અતિશય પ્યારી,
જેની શુદ્ધ પરિણતિ શુદ્ધ સ્વરૂપ વરનારી
... હું પુજુ ચરણ તુમ્હારા ભક્ત મંડળ ગુણ ગણ ગાનારા એક ચિત્તે તુજને ભજનારા, પછી એક જ ક્ષણમાં ચિન્મય રૂપ થતાં થનારા
... હું પુજાં ચરણ તુમ્હારા
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #13
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
* પ્ર ણા માં જ લિ *
k
સ્વાનુભુતિસંપન્ન, આત્મજ્ઞ સંત પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદેવ શ્રીકાનજી સ્વામીના પરમ પુનિત પ્રભાવથી આગમના રહસ્ય ખૂલ્યાં છે. અને ભવ્યોને સત્ સાહિત્યની રુચિ જાગૃત થઈ છે, આ “અનુભવ પ્રકાશ” ગ્રંથ પણ આવા સત્ સાહિત્યનો શ્રેષ્ઠ નમુનો છે. આત્મ અનુભવનો આ ગ્રંથ નાનો છતાં ભાવવાહી અને અર્થગંભી૨ ગ્રંથ છે. પૂજ્ય ગુરુદેવશ્રીએ આ ગ્રંથ ૫૨ સુંદર આધ્યાત્મરસપૂર્ણ પ્રવચનો
પણ આપ્યાં છે.
આવા મહાન સંતની અઠ્ઠાસીમી જન્મ જયંતિ જામનગરને આંગણે જ્યારે ઉજવાઈ રહી છે તે મંગલ પ્રસંગે આ ગ્રંથ ભેટ રૂપે છપાવી, તેમના ચરણોમાં મૂકતાં ધન્યતા અનુભવું છું.
પ્રવર્તમાન વિષમકાળમાં પૂજ્ય ગુરુદેવશ્રીની કલ્યાણવર્ષિણી, સુધાસ્યંદી વાણી ભવ્યોને ભવછેદનું કારણ બની છે. પોતાની દિવ્ય વાણી દ્વારા અમોને અજ્ઞાન અંધકારમાંથી જ્ઞાનપ્રકાશમાં લાવનાર, સમ્યક્ રત્નત્રયમાર્ગના પથપ્રદર્શક પૂજ્ય ગુરુદેવશ્રીનો ઊપકારનો બદલો વાળવા આપણે અસમર્થ છીએ, તેથી હ્રદય પુષ્પો વડે તેમના ચરણોની અર્ચના કરી, તેમના પાવન ચરણોમાં ભક્તિ ભાવપૂર્વક નમસ્કાર કરી પ્રણામાંજલિ અર્પ છું.
વૈશાખ શુક્લા દ્વિતીયા સં. ૨૦૩૩
જામનગર.
લી: સમ૨તબહેન લક્ષ્મીચંદ પુનાતર
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #14
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજી સ્વામી
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #15
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
Rા ૩ૐ નમ: સિદ્ધેશ્ય: TTTTTTTTT
અ નુ ભ વ પ્ર કા શ મં ગ લા ચ ર ણ
(દોહા)
*ગુણ અનંતમય પરમપદ, શ્રીજિનવર ભગવાન; શેય લખતર હું જ્ઞાનમેં, અચલ સદા નિજસ્થાન.
પરમદેવાધિદેવ, પરમાત્મા, પરમેશ્વર, પરમ પૂજ્ય, અમલ, અનુપમ, આનંદમય, અખંડિત, ભગવાન નિર્વાણનાથને નમસ્કાર કરી શ્રી અનુભવ પ્રકાશ નામનો ગ્રંથ કરું છું, જેના પ્રસાદથી પદાર્થનું સ્વરૂપ (યથાર્થ પ્રકારે) જાણી નિજ આનંદ ઉત્પન્ન થાય.
પ્રથમ, આ લોક છ દ્રવ્યનો બન્યો છે. તેમાં પાંચ દ્રવ્યથી ભિન્ન સહજસ્વભાવરૂપ સચ્ચિદાનંદાદિ અનંતગુણમય ચિદાનંદ (આત્મા) છે. તે (ચિદાનંદ આત્મા) અનાદિના કર્મસંયોગથી અનાદિથી અશુદ્ધ થઈ રહ્યો છે. તેથી (તેણે) પરપદમાં પોતાને માની પરભાવ કર્યા તેથી જન્માદિ દુઃખ સહન કરે છે. આવી દુ:ખ પરિપાટી પોતાના અશુદ્ધ ચિત્તવનથી થઈ છે. (પણ) જો તે પોતાના (સહજ ) સ્વરૂપની સંભાળ કરે તો એક ક્ષણમાં સર્વ દુ:ખનો નાશ થાય, જેવું કાંઈ શાશ્વત આનંદમય પરમપદ છે તેને પામે. (એ પદ કાંઈ અન્ય વસ્તુ નથી પણ પોતાનું જ સ્વરૂપ છે.) તેની સંભાળ કરતાં
૧. અર્થ:- શ્રી જિનવર ભગવાન અનંતગુણમય પરમપદસ્વરૂપ છે. તેઓ નિજસ્થાનમાં સદા અચલ રહ્યા થકા જ્ઞાનમાં શયને જાણે છે. ૨. પાઠાન્તર- ‘નફ્ટ’ ૩. પાઠાન્તર- ‘નિરસ્થાન” ૪. પાઠાન્તર- ‘અનુમૌ ”
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #16
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અનુભવ પ્રકાશ
જ સ્વરૂપ પ્રાપ્તિ થાય છે, એનો ઉપાય દર્શાવીએ છીએ જે પરિણામ ઊલટી (ગુલાંટ ખાઈ ) પરમાં પોતાને માની સ્વરૂપનું વિસ્મરણ કરી રહ્યા છે તે જ પરિણામ સુલટી (સવળા થઈ ) સ્વરૂપને પોતારૂપ માની પરનું વિસ્મરણ કરે તો મુક્તિકામિનીનો (મુક્તિરમણીનો) કંથ થાય.
પ્રશ્ન:- એવા પરિણામમાં કાંઈ કલેશ તો નથી (તો) એવા પરિણામ (ચિદાનંદ આત્મા) કેમ કરતો નથી ?
સમાધાનઃ- અનાદિકાળથી (આ જીવ) અવિદ્યામાં (મિથ્યાત્વમાં) પડ્યો છે. મોહની ગાંઠ નિબિડ (નિવડ) પડી છે. આત્મા અને પરનું એકત્સંઘાન થઈ રહ્યું છે. જેવી રીતે કોઈ પુરુષને અફીણનો અમલ ચઢયો છે, તે દુઃખ પામે છે પણ છૂટી શકતો નથી. શાથી? કે (અમલ) ઘણો ચઢયો છે, છુટવાથી સુખ છે, કલેષ (દુઃખ) નથી, પણ તલપ લાગતાં તે લે ને લે જ; તેવી રીતે આ (જીવ) પરમોથી બંધાઈ રહ્યો છે. છૂટવાથી સુખ છે, છતાં છૂટતો નથી. અનાદિના સંયોગથી છૂટતાં સુખ થાય છે છતાં જૂઠું જ દુઃખ માને છે. તેને મટાડવાને માટે પ્રજ્ઞાછીણીને આત્મા અને પરના એકત્વસંધાનમાં નાખે. ચેતના અંશ અંશને પોતાનો જાણે (કે) જેમાં જડનો પ્રવેશ નથી. કેવી રીતે જાણે તે કહેવામાં આવે છે.
જે આ (જ્ઞાન) પરમાં પોતાને જાણે છે ને આ જ્ઞાન નિજ વાનગી છે. (જે જ્ઞાન પરમાં પોતાને જાણે છે તે જ્ઞાનજ નિજ વાનગી છે.) આ નિજ (જ્ઞાન) વાનગી ઘણા સંતો ઓળખી ઓળખીને અજરઅમર થયા, તે કહેવા માત્ર જ ન ગ્રહે, (તે માત્ર બોલવા પૂરતું જ ન રાખે), પણ ચિત્તને ચેતનામાં લીન કરે, સ્વરૂપ અનુભવનો વિલાસ સુખનિવાસ છે તેને કરે. (સ્વરૂપ-અનુભવનો જે સુખરસ તેમાં ચિત્તને રમાવે ) તે કેવી રીતે કરે તે કહેવામાં આવે છે.
નિરંતર પોતાના સ્વરૂપની ભાવનામાં મગ્ન રહે, - દર્શનશાન-ચેતનાનો પ્રકાશ (પોતાના) ઉપયોગ દ્વારમાં દઢ ભાવે- (ચિંતવે) ચિપરિણતિથી સ્વરૂપરસ થાય છે. દ્રવ્યગુણ પર્યાયને યથાર્થ અનુભવવા
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #17
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અનુભવ પ્રકાશ એ (જ) અનુભવ છે. અનુભવથી પંચ પરમગુરુ થયા અને થશે. તે પ્રસાદ (કૃપા, પ્રભાવ) અનુભવનો છે. અરિહંત, સિદ્ધ (પણ એ) અનુભવ-આચરણને સેવે છે, (સ્વરૂપ) અનુભવમાં અનંતગુણના સર્વરસ આવે છે. તે (અહીં) કહેવામાં આવે છે.
ઉજ્ઞાનનો પ્રગટ પ્રકાશ અનંત ગુણોને જાણે. જ્ઞાનરૂપી વિશેષ ગુણને પરિણતિ પરિણમે, વેદ, આસ્વાદે. ત્યાં અનુપમ આનંદ ફળ નીપજે. એ પ્રમાણે દર્શનને પરિણતિ પરિણમેં, વેદ, આસ્વાદ, (અ) સુખફળ નીપજે. એ જ રીતે સર્વ ગુણોને (પરિણતિ ) પરિણમે, વેદ, આસ્વાદે, (જેમ ) આનંદ, અનંત, અખંડિત, અનુપમ-રસ (સહિત) ઊપજે. તેથી સર્વ ગુણોના રસનો પરિણતિ દ્વારા અનુભવ કરાવવામાં આવ્યો. એ જ પ્રમાણે દ્રવ્યને( પરિણતિ) પરિણમે, વેદ, આસ્વાદે, (અને) આનંદ પામે. ત્યારે પરિણતિ દ્વારા દ્રવ્યનો અનુભવ થયો. અનુભવપ્રકાશ, ગુણપરિણતિ એકરસ થતાં, થાય છે. (એ જ) વસ્તુનું સ્વરૂપ છે. (જે સર્વગુણ રસના પુનરૂપ છે) તે ચેતના ગુણનું સંક્ષેપમાત્ર (અહીં) વર્ણન કરવામાં આવે છે.
સર્વ ગુણોમાં જ્ઞાન (ગુણ) પ્રધાન છે. શાથી? કે જ્ઞાન વિશેષચેતના છે. જ્ઞાન સર્વનું જ્ઞાતા છે. (તથા જ્ઞાન સૂક્ષ્મ છે). સૂક્ષ્મ ન હોત તો (તે) ઇન્દ્રિયગ્રાહ્ય હોત, તેથી સૂક્ષ્મતાવડ જ્ઞાનની સિદ્ધિ છે. સત્તાગુણ વિના સૂક્ષ્મ શાશ્વત ન હોત. વીર્યગુણ વિના સત્તાનું નિષ્પત્તિ સામર્થ્ય ક્યાંથી હોત? અગુરુલઘુગુણ વિના વીર્ય હલકું ભારે થતાં, જડતાને ધારણ કરત. પ્રમેયગુણ વિના અગુરુલઘુગુણનું
૧. પંચ પરમગુરુ જે ભયે, જે હોંગે જગમાહિ; તે અનુભપરસાદ તૈફ યા મેં ધોખો નહિ. ૧૫૪ ૨. ગુણ અનંત કે રસ સબં, અનુભૌ રસકે માંહિ; યાતેં અનુભૌ સારિખો, ઔર દુસરો નહિ. ૧૫૩.
-જ્ઞાનદર્પણ ૩. પાઠાન્તર-જ્ઞાન પ્રાટ પ્રવાસ અનંત કુળવી પરિતિ પરવૈ, વેઢું, આસ્થા છરી ૪. પાઠાન્તર- અનુભવનો રસ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #18
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અનુભવ પ્રકાશ પ્રમાણ ક્યાંથી હોત ? અપ્રમાણ થતાં (તેને) કોણ માનત? વસ્તુત્વ વિના પ્રમાણ કોનું કહીએ? અસ્તિત્વ વિના વસ્તુત્વ કોના આધારે કહીએ ? પ્રદેશત્વ વિના અસ્તિત્વ કોનું નિરૂપીએ? પ્રભુત્વ વિના પ્રદેશ પ્રભુતા ક્યાંથી રહેત? વિભુત્વ વિના પ્રભુતા સર્વમાં કેવી રીતે લાપત? જીવત્વ વિના પ્રભુત્વ અજીવ હોત. ચેતના વિના જીવત્વ ક્યાં વર્તત?
જ્ઞાન વિના ચેતનનું વિશેષ જાણવામાં ન આવત. દર્શન વિના સામાન્ય વિશેષ જ્ઞાન ન રહેત, સર્વજ્ઞતા વિના દર્શનને કોણ જાણત? સર્વદર્શિત્વ વિના જ્ઞાનને કોણ દેખત? ચારિત્ર ચેતના વિના દર્શનશાનની સ્થિરતા ક્યાં રહેત? પરિણામાત્મકત્વ (પરિણામસ્વરૂપપણા) વિના ચિત્ (ચેતન) ચિઢિલાસને ક્યાંથી કરત? અકારણ કાર્યત્વ વિના પર કાર્ય થતાં, નિજકાર્યનો અભાવ થાત. અસંકુચિતત્ત્વ વિના અવિનાશી ચેતનાનો વિલાસ સંકોચમાં આવત. ત્યાગોપાદાનશૂન્યત્વ વિના ગ્રહણત્યાગ લાગ્યો રહેત. અકર્તુત્વ વિના કર્મનો કર્તા હોત. અભોક્તતૃત્વ વિના પરભાવને ભોગવત અસાધારણ વિના ચેતન-અચેતનનો ભેદ ન પડત. સાધારણ વિના કોઈ પદાર્થ સત્ હોત, કોઈ અસત્ હોત. તત્ત્વ વિના વસ્તુ સ્વરૂપને ન ધરત. અતત્ત્વ વિના પરનું તત્ત્વ (નિજમાં) આવત. ભાવ વિના સ્વભાવનો અભાવ હોત. ભાવ ભાવ વિના ભૂતકાળનો ભાવ ભવિષ્યકાળમાં ન રહેત. ભાવાભાવ વિના પરિણમન સમયમાત્ર ( સમય સમયનું) ન સંભવત. અભાવભાવ વિના અનાગત (ભાવિ, ભવિષ્યનું) પરિણમન ન આવત. અભાવ વિના કર્મનો સદ્દભાવ (પોતામાં) જાણવામાં આવ્યા કરત. સર્વથા અભાવ-અભાવ વિના અતીતમાં (ભૂતકાળમાં) જે કર્મ અભાવરૂપ હતું તે અનાગત (ભવિષ્ય) કાળમાં અભાવરૂપ હોય એમ ન હોત. કર્તા વિના નિજકર્મનો કર્તા ન હોત. કર્મ વિના સ્વભાવ કર્મનો અભાવ હોત. કરણ વિના પરિણમન વડે જે સ્વરૂપનું સાધન હતું તે ન હોત. સંપ્રદાન વિના પરિણતિ સ્વરૂપમાં પોતે સમર્પણ કરી ન શકત (ન કરત). અપાદાન વિના પોતાના દ્વારા પોતાવડે પોતે ન હોત. અધિકરણ વિના સર્વનો આધાર ન હોત. સ્વયંસિદ્ધ વિના
૧. ક. મુ. પ્રતમાં “સર્વથા' પાઠ નથી.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #19
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અનુભવ પ્રકાશ પરાધીનતા આવત. અજ વિના ઊપજ્યા કરત. અખંડ વિના ખંડિતતા (ખંડખંડપણું ) પામત. વિમલ વિના મલ હોત. એક વિના અનેક હોત. અનેક વિના અનેક ગુણનો અભાવ હોત. નિત્ય વિના અનિત્ય હોત. અનિત્ય વિના પગુણી વૃદ્ધિહાની ન હોય. ત્યારે (પગુણી વૃદ્ધિ હાની ન હોય તો વસ્તુમાં) અર્થક્રિયાકારક સ્વભાવની સિદ્ધિ ન હોય. ભેદ વિના દ્રવ્યગુણ અભેદ હોય. અભેદ વિના એક વસ્તુ ન હોય. અતિ વિના નાસ્તિ હોય. નાસ્તિ વિના (વસ્તુમાં) પરની અસ્તિતા હોય. સાકાર વિના નિજાગૃતિ ન હોય. નિરાકાર વિના પરાકાર ધરી (વસ્તુ) વિનાશ પામે. અચલ સ્વભાવ વિના ચલ હોય. ઊર્ધ્વગમન સ્વભાવ વિના ઉચ્ચપદ જાણવામાં ન આવત. ઇત્યાદિ અનંત વિશેષણનો જ્ઞાની અનુભવ કરે છે.
એવું નિજજ્ઞાન (નિજ સમજ, સ્વરૂપ જ્ઞાન) કેવી રીતે થાય તે કહેવામાં આવે છે :
પ્રથમ અનાદિથી (ચાલ્યો આવતો) પરમાં અહં-મમરૂપ મિથ્યાત્વનો નાશ કરે, પછી પરાગરૂપ ભાવનો વિધ્વંસ કરે. જ્યારે પરાગ મટે ત્યારે વીતરાગ થાય.
જ્યારે પરપ્રવેશનો અભાવભાવ થયો ત્યારે સ્વસંવેદનરૂપ નિજજ્ઞાન થાય અથવા પોતાનાં દ્રવ્યગુણ પર્યાયનો વિચાર કરી નિજપદને જાણે અથવા ઉપયોગમાં જ્ઞાનરૂપ વસ્તુને જાણે. અનંત મહિમાનો ભંડાર, સાર, અવિકાર, અપાર શક્તિથી મંડિત મારું
સ્વરૂપ છે, એવો ભાવ પ્રતીતિ વડ કરે. ધ્યાન ધર્યો નિશ્ચલતા થાય એમ જ્ઞાન જાણે. નિજરૂપ જ્ઞાનને જ અનુપમ પદનું સ્વસ્વ જાણે. આ સ્વરૂપના જ્ઞાન વિના પરની માન્યતા કરી સંસારી દુઃખી થયા. તે પરની માન્યતા કેવી રીતે મટે? તે કહેવામાં આવે છે :
ભેદજ્ઞાન વડે પર અને નિજના અંશ અંશને ન્યારા ન્યારા જાણે. હું ઉપયોગી, મારું ઉપયોગીત ગ્રંથો ગાય છે. હું દેખું જાણું છું. (હું દેખનાર-જાણનાર છું, જ્ઞાતાદષ્ટા છું.) આ નિશ્ચય બરાબર
૧. પાઠાન્તર- ‘નિચ્ય' ૨. પાઠાન્નર- “જ્ઞાન'
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #20
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અનુભવ પ્રકાશ (યથાર્થ) કરતાં આનંદ વધે. પર પરિણતિને (મું) મારી કરી છે. (તે હું ) ન કરું તો (એવી) માન્યતા ન થાય. મેં મારી પરમાં માન્યતા કરી, હવે હું નિજમાં (નિજરૂપ) માનું તો માનતાં વેંત જ મુક્તિની સાથે મારી સગાઈ થઈ. અવશ્ય વર થઈશ. કર્મના ભરમનો (કર્મભાવમાં હુંપણાનો ભ્રમ) વિનાશ થતાં નિજ સુખ થાય છે. એ નિજ સુખ કેવી રીતે થાય તે કહેવામાં આવે છે.
મારું અનંતસુખ મારા ઉપયોગમાં છે. તે મારો ઉપયોગ તો સદા હું ધરું છું. હું ઉપયોગને ભૂલી અનુપયોગમાં અનાદિથી રત થઈ. સુખસ્થાનક ચેતના-ઉપયોગને ભૂલ્યો, (તેથી) સુખ ક્યાંથી થાય?
હવે મેં એ ઉપયોગ પ્રકાશ ને સાક્ષાત્ યોગ્ય સ્થાનરૂપ કર્યો. શાથી કે “હું નર.' એવી માન્યતા (આ) જડરૂપ મનુષ્ય શરીરમાં તો ન થાય, ( એ માન્યતા) મારા ઉપયોગથી થઈ છે; તો એવી માન્યતાનો કરનાર મારો ઉપયોગ અશુદ્ધ સ્વાંગ સજી (ધરી) બેઠો છે. જેવી રીતે કોઈ એક નટ બળદનો સ્વાંગ ધરી લાવ્યો છે, પરમાં પોતાને ભૂલ્યો છે, પરમાં પોતાને જાણ્યો છે. (તે) પૂછે છે કે “હવે હું મનુષ્યનો પર્યાય ક્યારે પામીશ? તે જૂઠું જ પૂછે છે, (પોતે) મનુષ્ય જ છે. ભૂલથી એ રીતિ થઈ છે; (ભ્રમણાથી આવું ભૂલ ભરેલું આચરણ થયું છે.) તેવી રીતે ચિદાનંદ પોતાને ભૂલ્યો છે, પરમાં પોતાને જાણો છે; પોતે પોતાની ભૂલ મટાડી, સદા ઉપયોગધારી આનંદરૂપ પોતે સ્વયમેવ જ યત્ન વિના (સહજ ) બન્યો છે, તેથી નિજને નિહાળવાનું જ કાર્ય (કર્તવ્ય) છે. (સદા ઉપયોગધારી આનંદરૂપ સ્વયમેવ પોતેજ છે, પોતાનું કામ તો પોતાને નિહાળવા પૂરતું જ છે ). નિજશ્રદ્ધા આવતાં નિજ અવલોકન થાય છે. આ શ્રદ્ધા ક્યાંથી થાય છે તે કહેવામાં આવે છે.
પ્રથમ સર્વ લૌકિક રીતિથી પરાગમુખ થાય. નિજ વિચાર સન્મુખ થાય. ચિદાનંદ રાજા-કર્મકંદરામાં (કર્મરૂપી ગુફામાં) છુપાયેલો છે. કર્મકંદરા ત્રણ છે. પહેલી (શરીરાદિ, નોકર્મ ગુફા,
૧. પાઠાન્તર- “નિરીના'
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #21
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અનુભવ પ્રકાશ બીજી ( જ્ઞાનાવરણાદિ) દ્રવ્યકર્મગુફા, ત્રીજી (રાગદ્વેષાદિ) ભાવકર્મગુફા. પ્રથમ, નોકર્મગુફામાં પરિણતિ પેસી કે અમારો રાજા જેઉં. ત્યાં તેને કાંઈ ન દેખાયું, ચકરાવો થઈ રહ્યો ત્યારે (તે પરિણતિ) ફરવા લાગી. “ત્યારે શ્રીગુરુએ કહ્યું કે “તું. શું શોધે છે?” ત્યારે તે (પરિણતિ) કહેવા લાગી કે મારા રાજાને શોધું છું પણ તે ન જડયા.” ત્યારે શ્રીગુરુએ કહ્યું કે “તારો રાજા અહીં જ છે, (હવે અહીંથી) પાછો ફરતો નહિ. અહીંથી ત્રીજી ગુફા છે ત્યાં ( તારો રાજા) વસે છે. તેના (રાજાના) હાથની દોરી આ ગુફા સુધી આવી છે. તે આ દોરી તેના હાથની હલાવી હાલે છે. જો તે ન હોય તો દોરી પોતાની મેળે ન હાલે. માટે વિચારીને આ શક્તિ અથવા દોરીને અનુસરીને ચાલ્યો જા. કર્મમાં તેની ક્રિયા દેખ કે દોરીને કોણ હલાવે છે? દ્રવ્યકર્મગુફાની અંદર પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ, અનુભાગ એવા નામો તેના (રાજાના) નિમિત્તથી પડ્યાં છે તેની (રાજાની) પરિણતિ જેવી જેવી થઈ તેવી તેવી વર્ગણા બંધાણી, ત્યાં પણ તેની (રાજાની) બનેલી સત્તાથી દ્રવ્યકર્મનું નામ પડ્યું તથા તેના ભાવોના નિમિત્તથી પુદ્ગલ અનેકવિધ કર્મનાં નામ પામ્યાં. ભાવકર્મગુફામાં રાગદ્વેષ મોહના પ્રકાશમાં છુપાયેલું સ્વરૂપ રહે છે. તે પ્રકાશ તારા નાથનો, અશુદ્ધ સ્વાંગ છે. તેમાં તું ખોજ, ભય ન પામ, નિઃશંક જા, આ રાગદ્વેષમોહની દોરી સાથે જઈ ખોજ. (આ રાગદ્વેષમોહની દોરી) જે પ્રદેશથી ઊઠી તે જ તારો નાથ છે. દોરીને ન દેખ. જેના હાથમાં દોરી છે તેને વળગે તુરત મળશે. (તારો નાથ) નિજ જ્ઞાન મહિમાને છુપાવી બેઠો છે. (તેને) તું પિછાણ. આ ગુતજ્ઞાન થયું એટલે (તારા) નાથ છુપાયેલો રહેશે નહિ. (ત્યાં તું) ચેતનાપ્રકાશરૂપ ચિદાનંદ રાજાને પામી સુખ પામીશ. (આ તને મેં) નિજસુખનો ઉપાય કહ્યો. આ નિજ સુખ તો નિજ ઉપયોગમાં કહ્યું. (છતાં આ સુખ) દુર્લભ કેમ થઈ પડયું છે? તે કહેવામાં આવે છે.
આ પરિણામ ભૂમિકામાં મોહમદિરાને પીને અવિવેકમલ્લ ઉન્મત્ત થઈ વિવેકમલને જીતી જયથંભ રોપી જોરાવર બનીને ઊભો છે. તેથી પોતાની સુખનિધિનો વિકાસ કરવા દેતો નથી. વિવેકમલ્લનું જોર થતાં અવિવેક હણ્યો જાય. ત્યારે નિજનિધિ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #22
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અનુભવ પ્રકાશ | વિલસ, પરચિરૂપ ખોટો આહાર સેવતાં (આત્માને) મિથ્યાજ્વર આવ્યો, ત્યારે વિવેક નિર્બળ બન્યો. તેથી સ્વ-આચારરૂપ પારાને શ્રદ્ધારૂપી બુટ્ટીના પુટથી સુધારી (શુદ્ધ કરી) તેનું સેવન કરે તો વિવેકલ્લ, મિથ્યાજ્વર મટાડી સબલ થઈ અવિવેકને પછાડ, ત્યારે આનંદનિધિનો વિલાસ (સ્વયં) થાય. સ્વઆચાર શું? શ્રદ્ધા કઈ રીતે થાય ? તે કહેવામાં આવે છે :
આ અનાદિ સંસારમાં અનાદિકાલથી (મેં ) પરવિચાર કર્યો. (તેથી) મારી જ્ઞાનચેતના અશુદ્ધ થઈ. હવે સ્વ-આચારરૂપ પારાનું સેવન કરવામાં આવે તો અવિનાશી પદને ભેટીએ. (તે અવિનાશી પદને ભેટવા માટે) “હું કોણ છું? મારું સ્વરૂપ શું છે? (તે) કેવી રીતે પામીએ?' (તેનો વિચાર કરવો). વળી વિચારવું કે) પ્રથમ (મૂળ) પદ પોતાનો ઉપયોગ પ્રકાશ છે, (એક) દર્શનજ્ઞાન ઉપયોગ, (બીજો) ચારિત્ર ઉપયોગ. દર્શન દેખે છે, જ્ઞાન જાણે છે, ચારિત્ર પરિણામવડે આચરે છે. એવા (પર) શયનું દેખવું, જાણવું આચરવું અનાદિથી કર્યું, (પણ) મારા વિશુદ્ધ પદમાં ઉપયોગ ન દીધો (ન મૂક્યો છે. અતીન્દ્રિય (સ્વાધીન) સુખની પ્રાપ્તિ વિના (હું) ખાલી રહ્યો. અનંત તીર્થંકર થયા, તેમણે સ્વરૂપ શુદ્ધ કર્યું, અનંત સુખી થયા. હવે મારે પણ એવી જ રીતે (એમની જેમજ ) સ્વરૂપ શુદ્ધ કરવું છે.
મહામુનિજનો નિરંતર સ્વરૂપસેવન કરે છે. માટે તમારે પણ ) મારું લોક્યપૂજ્ય, સર્વોત્કૃષ્ટ પદ અવલોકી (નિજ) કાર્ય કરવું છે. કર્મઘટામાં મારો સ્વરૂપ સૂર્ય છૂપાયો છે. મારા સ્વરૂપ સૂર્યનો પ્રકાશ કર્મઘટાથી જરાપણ હણાયો નથી, (માત્ર) અવરોધાયેલો છે. ગમે તેટલું (કર્મ) ઘટાનું જોર હોય, (તોપણ તે) મારા સ્વરૂપને હણી શકે નહિ, ચેતનને અચેતન કરી શકે નહિ. મારી જ ભૂલ થઈ છે. જ્યારે સ્વપદ ભૂલ્યો ( , ) ભૂલ જ મટાડું. (કારણ કે, મારું સ્વપદ જેમનું તેમ બની રહ્યું છે.
જેમકે-કોઈ રત્નદ્વીપનો પુરુષ હતો. ત્યાં રત્નનાં મંદિરો હતાં. (તે) રત્નસમૂહમાં રહેતો હતો. પરખ જાણતો ન હતો. (પારખતા)
૧. પરખ-પરીક્ષા, પારખવું, અથવા ગુણ અને દોષની યથાર્થ નિર્ણાયક દૃષ્ટિ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #23
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અનુભવ પ્રકાશ આવડતું ન હતું). (તે) અન્ય દેશમાં આવ્યો, (પોતાના) કટિસૂત્રમાં હરિકાંતમણિ વળગેલા હતા.? એક દિવસ (તે) સરોવરે સ્નાન કરવા ગયો. ઝવેરીએ જોયું (કે) તેની મણિપ્રભાથી સરોવરનું પાણી લીલું બન્યું છે. ત્યારે (પેલો ઝવેરી) તેની પાસેથી નંગ લઈ તે પુરુષને રાજા પાસે લઈ ગયો. (પેલા ઝવેરીએ રાજા પાસેથી) એક નંગના મૂલ્યમાં ક્રોડ મંદિર ભરાય એટલી દીનાર (સોનામહોરો ) તેને અપાવી. ત્યારે તે (રત્નદીપનો) પુરુષ પસ્તાયો. મારું નિધાન મેં ન પિછાણ્યું. તેવી રીતે પોતાનું નિધાન પોતાની પાસે છે. (તેને) પિછાણતાં જ સુખ થાય છે. મારો આત્મા જ્ઞાનદર્શનનો ધારક ચિદાનંદ છે. મારું
સ્વરૂપ અનંત ચૈતન્ય શક્તિથી મંડિત અનંત ગુણમય છે. મારાં ઉપયોગને આધીન તે બની રહ્યું છે. હું મારા પરિણામરૂપ ઉપયોગને મારા સ્વરૂપમાં ધરીશ, અનાદિનું દુ:ખ મટાડીશ (અને) પરમપદને ભેટીશ. સ્વરૂપ પામવાનો આ સુગમ રાહ છે. દષ્ટિગોચર કરવો જ દુર્લભ છે. સંતોએ તે માર્ગને સુગમ કરી દીધો છે. તેમના પ્રસાદથી હું (એ માર્ગને) પામ્યો છું.
તે અમારો અખંડ વિલાસ-સુખનિવાસ-આ અનુભવ પ્રકાશમાં છે. વચનગોચર નથી, ભાવના ગમ્ય છે. આ મારો જ્યોતિ સ્વરૂપનો પ્રકાશ હું છું. (આ મારો જ્યોતિ સ્વરૂપનો પ્રકાશ) પ્રગટ આ ઘટમાં પ્રકાશે છે, તે દેખે છે, છુપાયેલો નથી; તેને ગોપ્ય કેવી રીતે માનું? છતી વસ્તુને અણછતી કેમ કરું? છતી (વસ્તુ ) અણછતી થતી નથી. પૂર્વે જૂઠી રીતે જ છતીને (છતી વસ્તુને)
૧. પાઠાન્તર- “ઘ' પ્રતિમેં ય પાત નિમ્ન પË વિયા સૈ–
“सो एक दिन सरोवरको पाणी पीवानको गयौ, तब उस नरको जौहरीने देखा, पाणी हरा भया, भाव जाण्या याके पास नंग है, तब जौहरीने पिछाण्या यर परख न जाने है।"
(તે એક દિવસ સરોવરનું પાણી પીવા ગયો, ત્યાં તે પુરુષને ઝવેરીએ જોયો, પાણી લીલું થયું. (ત્યારે) ભાવ (અર્થ) જાણ્યો. આની પાસે નંગ (મણિ ) છે. ત્યારે ઝવેરીએ જાણ્યું કે આ (મણિની) પરખ જાણતો નથી.)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #24
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧)
અનુભવ પ્રકાશ અણછતી માની હતી. અનાદિથી તેના ફળમાં દુ:ખ ઊપજ્યા કરતું હતું. (હવે) શરીરને આત્મા કેમ માનું? આ તો લોહીથી, વીર્યથી, સાત ધાતુનું બનેલું, જડ, વિજાતીય, વિનશ્વર અને પર છે, તે આ મારી ચેતના નથી. જ્ઞાનાવરણીય વર્ગણા વિજાતીય, સ્વરૂપના આવરણરૂપ, અચેતન, બંધક, વિનશ્વર અને રવિપાક હીન છે, તે મારી નથી, વિભાવ સ્વભાવને મલીન કરે છે, કર્મ-ઉદયથી થયો છે. (તે) મારો નથી. મારું ચેતનાપદ હું પામ્યો. જ્ઞાનલક્ષણથી લક્ષ્યને (ચૈતન્યને) ઓળખી સ્વરૂપ શ્રદ્ધાથી આનંદકંદની કેલી (રમત) કરીને (હું ) સુખી થાઉં છું. તે આનંદકંદની કેલી સ્વરૂપ શ્રદ્ધાથી કેવી રીતે થાય તે કહેવામાં આવે છે:
અનંત ચૈતન્ય ચિત્ર સહિત અખંડિત ગુણપુંજના અને પર્યાયના ધારક દ્રવ્યનો-જ્ઞાનાદિગુણપરિણતિરૂપ અને પર્યાય-અવસ્થા રૂપ વસ્તુનો નિશ્ચય થયો.
જ્ઞાન જાણવા માત્ર, દર્શન દેખવા માત્ર, સત્તા અસ્તિત્વ માત્ર, (તથ) વીર્ય વસ્તુ નિષ્પન્ન સામર્થ્ય માત્ર કેવળ એવા પ્રતીતિભાવને રુચિભાવની આસ્તિકતારૂપ શ્રદ્ધાનને શ્રદ્ધા કહીએ. તેનાથી (તે શ્રદ્ધાથી) ઉત્પન્ન થયેલા આનંદકંદમાં કેલી કરીને હું સુખી થાઉં છું, જાણવાથી થતો આનંદ તે જ્ઞાનાનંદ, સ્વરૂપને દેખવાથી થતો આનંદ તે દર્શનાનંદ, પરિણમવાથી થતો આનંદ તે ચારિત્રાનંદ (છે). એવા સર્વ ગુણોના આનંદનું મૂળ નિજસ્વરૂપ આનંદકંદ, તેની કેલી સ્વરૂપમાં (પોતાની) પરિણતિ રમાવવી (તે છે). તેથી સુખસમૂહ થયો છે. આનાથી (બીજો કોઈ ) ઊંચો ઉપાય નથી. (પરમ કૃપાળુ) ભગવાન ભવ્ય જીવોને આ શિવરાહુ (શિવમાર્ગ, કલ્યાણમાર્ગ, મોક્ષમાર્ગ) સોહલો દર્શાવ્યો છે. ભગવાનની ભાવનાથી સંતો મહંત થયા. મેં પણ આ જ ભાવનાનો અવગાઢ થંભ રોપ્યો છે. સમ્યગ્દષ્ટિને એવો નિરંતર અભ્યાસ રહે છે. કર્મના અભાવથી સ્વરસમંડિત સુખનો પુંજ પ્રગટે ત્યારે જ્ઞાન કૃતકૃત્ય થાય છે. આ
૧. સોહલો-સહેલો, સુગમ, સરળ, સુખદાયક, સુંદર, સોહામણો. ૨. પાઠાન્તર- “નિનસ્વમાવતૈ”
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #25
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અનુભવ પ્રકાશ
૧૧
આત્માનું સ્વરૂપ ગુપ્ત થઈ રહ્યું છે. (તે) સાક્ષાત્ કેવી રીતે થાય? પરોક્ષ જ્ઞાન વડે ભાવના વધા૨વાથી (તે સાક્ષાત્ થાય છે). તે કેવી રીતે સિદ્ધ થાય તે કહેવામાં આવે છે ઃ
જેમ કે-દીપકને પાંચ પડદા છે. એક પડદો દૂર થતાં ઝીણો બારીક ઉદ્યોત થયો. બીજો પડદો દૂર થયો ત્યારે ચડતો (વધારે) પ્રકાશ થયો. ત્રીજો જતાં વધારે થયો. ચોથો જતાં અધિક ચડતો થયો. (વળી ) પાંચમો ગયો ત્યારે નિરાવરણ પ્રકાશ થયો. એ પ્રમાણે જ્ઞાનાવરણના પાંચ પડદા છે. મતિજ્ઞાનાવરણ જતાં સ્વરૂપનું મનન કર્યું. અનાદિથી પરમનન હતું તે મટયું, પછી અનંતર એવી પ્રતીતિ થઈ કે જેમ કોઈ પુરુષ દિરદ્રી છે, કરજે ઘેરાયો છે, તેની પાસે ચિંતામણી છે, ત્યારે કોઈએ કહ્યું- “આ ચિંતામણિના પ્રભાવથી નિધિ વિસ્તરી રહી છે, ફલાણાને ફળ આપ્યું હતું, તો તમે ય હવે નિધિ તો લ્યો. સાક્ષાત્કાર થયે સર્વ ફળ પામશો.” પ્રતીતિમાં (તો ) ચિંતામણિ પામ્યા જેવો હર્ષ થયો છે. એ પ્રમાણે મતિજ્ઞાનીને સ્વરૂપનો પ્રભાવ એક દેશમાં જ એવો જાગ્યો કે કેવળજ્ઞાનનું શુદ્ધત્વ પ્રતીતિ દ્વાર આવ્યું તેથી અશુદ્ધત્વ-અંશને પણ પોતાનો કલ્પતો નથી. સ્વસંવેદન મતિજ્ઞાન વડે થયું છે. જ્ઞાનપ્રકાશ મારો છે, એ પ્રમાણે શ્રુતજ્ઞાનમાં વિચારે. મેં મનન કર્યું તે કેવો છું?
હું જ્ઞાનરૂપ છું, આનંદરૂપ છું. એ રીતે ચાર જ્ઞાનમાં સ્વસંવેદન પરિણતિ વડે તો (તે) પ્રત્યક્ષ છે. અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન ૫૨ને જાણવાથી એકદેશ પ્રત્યક્ષ છે. શાથી? કે સર્વાધિ વડે સર્વવર્ગણા, ૫૨માણુમાત્ર દેખે તેથી એકદેશ પ્રત્યક્ષ મન:પર્યય પણ પારકા (બીજાના) મનનું જાણે તેથી એકદેશ પ્રત્યક્ષ છે. કેવલજ્ઞાન સર્વ પ્રત્યક્ષ છે. પોતાનું જાણવું જ્ઞાનમાત્ર વસ્તુમાં પ્રતીતિ થઈ તેથી, સમ્યક્ નામ પામ્યું. “જ્ઞાનમાત્ર વસ્તુ તો કેવળજ્ઞાન થયે શુદ્ધ, જ્યાંસુધી કેવળ નથી ત્યાંસુધી ગુપ્ત છે.” કેવળ જ્ઞાનમાત્ર વસ્તુની પ્રતીતિ પ્રત્યક્ષ કરી કરી સ્વસંવેદન વધારે છે જઘન્ય જ્ઞાની કેવીરીતે પ્રતીતિ કરે ? તે કહેવામાં આવે છેઃ
૧. પાઠાન્તર- ‘મતિદ્વારિ’
૨. મું પ્રતિમાં ‘પર' પાઠ નથી.
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #26
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧ર
અનુભવ પ્રકાશ મારા દર્શનજ્ઞાનનો પ્રકાશ મારા પ્રદેશમાંથી ઊઠે છે, જાણપણું મારામાં છે એવી પ્રતીતિ કરતાં આનંદ થાય તે નિર્વિકલ્પ સુખ છે. જ્ઞાન-ઉપયોગ આવરણમાં ગુમ છે. જ્ઞાનમાં આવરણ નથી. શાથી? કે જેટલા અંશે આવરણ ગયું તેટલું જ્ઞાન થયું, તેથી જ્ઞાન આવરણથી ન્યારું છે, તે (જ્ઞાન) પોતાનો સ્વભાવ છે. જેટલું જ્ઞાન પ્રગટયું તેટલો પોતાનો સ્વભાવ ખૂલ્યો, તે પોતે છે. આટલું વિશેષ આવરણ જવા છતાં પણ પરમાં જ્ઞાન જાય તે અશુદ્ધ જેટલો, અંશ નિજમાં રહે તેટલો તે શુદ્ધ. તેથી કેવળ (જ્ઞાન) ગુણ છે. પરંતુ પરોક્ષ જ્ઞાનમાં નિરાવરણની પ્રતીતિ કરી કરી આનંદ વધારીએ. જ્ઞાન શુદ્ધ ભાવનાથી શુદ્ધ થાય એ નિશ્ચય છે. કહ્યું છે- “યા મતિઃ સ. તિ” તિ વયના (જેવી મતિ તેવી ગતિએ વચન અનુસાર ).
પોતાનું સ્વરૂપ સાક્ષાત્ કેવી રીતે થાય તે કહેવામાં આવે છે:
પ્રથમ નિર્મમત્વભાવથી સંસારનો ભાવ અઘો (ગૌણ કરે મોળો પાડે, નીરસ કરે). કેવી રીતે કરે તે કહેવામાં આવે છે. જે દશ્યમાન છે તે બધું રૂપી જડ છે તેથી મમત્વ ન કરવું. શાથી? કે જે બધુંય જડ તેમાં પોતાને માનતાં સુખ શું? એવી રીતે શરીર જડ તેમાં મમત્વ ન કરવું. શાથી? કે શરીરાદિ જડ તેમાં પોતાને માનતાં સુખ શું? વળી રાગદ્વેષમોહભાવ, અસાતાભાવ, તુષ્માભાવ, અવિશ્રામભાવ, અસ્થિરભાવ, દુઃખભાવ, આકુલભાવ, ખેદભાવ, અજ્ઞાનભાવ, છે તેથી હેય છે. આત્મભાવ, જ્ઞાનમાત્રભાવ, શાંતભાવ, વિશ્રામભાવ, સ્થિરતાભાવ, અનાકુળભાવ, આનંદભાવ, તૃતિભાવ, નિજભાવ (છે તેથી) ઉપાદેય છે.
આત્મપરિણતિમાં આત્મા છે. “હું છું” એવી પરિણતિ વડે આત્મા પ્રગટે. આત્મામાં (પોતામાં) પરિણતિ આવી, “હું છું' પણાની માન્યતા સ્વપદનું સાધન છે. હું-હું પરિણામ હું કહું છું
૧. પાઠાન્તર- “જ્ઞાની' ૨. મુ. પ્રતિમાં આ વાક્ય નથી. ૩. પાઠાન્તર- “ આપ માનેં સુરવ વET”
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #27
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અનુભવ પ્રકાશ
૧૩ હું-હું પરિણામોએ સ્વપદની આસ્તિક્યતા કરી સ્વપદપરિણામ યોગ્ય સ્થાન વિના હોય નહિ. કાયચેષ્ટા છે ત્યાં નથી, વચનઉચ્ચારણા છે ત્યાં નથી, મન ચિંતવન છે ત્યાં નથી. આત્મપદમાં પોતાની મન્નતા, સ્વરૂપવિશ્રામ, આનંદરૂપ પદમાં સ્થિરતા, ચિદાનંદ, ચિત્પરિણતિનો વિવેક કરવો.
ચિત્પરિણતિ ચિમાં રમ્ય, આત્માનંદ ઊપજે. મન દ્વારા વિવેક થયા પછી મન પણ બાજુએ (દૂર) રહે. મન પર છે, જ્ઞાન નિજ વસ્તુ છે. એવી રીતે વિચારતાં તે (મન) દૂર રહે છે. શાથી? કે પરમાત્મપદ ગુપ્ત છે. તેની મન વ્યક્ત ભાવના કરી ના શકે. શાથી? કે પરમાત્મભાવના કરતાં કરતાં પરમાત્મપદ નજીક આવે ત્યારે પરમાત્માના તેજથી મન પહેલેથી જ મરી ફીટે છે. શાથી? કે શૌર્યવાનના તેજથી કાયર સંગ્રામ વિના જ (લડાઈ કર્યા વિના જ) મરે, સૂર્યના તેજથી અંધકાર પહેલેથી જ નાશ થઈ જાય, તેમ (અહીં) જાણવું.
ચિદાનંદની ભાવનાથી (ચિદાનંદને ભાવવાથી) ચિત્પરિણતિ શુદ્ધ થાય છે. ચિત્પરિણતિ શુદ્ધ થયે ચિદાનંદ શુદ્ધ થાય છે. અનાત્મપરિણામ મટાડી આત્મપરિણામ કરવા એ જ કૃતકૃત્યપણું છે. યોગીશ્વર પણ એટલું કરે છે. પ્રાણાયામ, ધ્યાન, ધારણા, સમાધિ એના નિમિત્ત છે. સ્વરૂપપરિણામમાં અનંત સુખ થયું. નિજપદનું આસ્તિક્ય થયું. અનુપમપદમાં લીનતા થઈ. એક સ્વરસ થયો શુદ્ધ ઉપયોગ થયો. સહજપદનો અનુભવ થયો. આત્મપરિણામનો (નિજ પરિણામનો) અપાર મહિમા છે. પરમેશ્વર સ્વપરિણામને કર્યા વિના પરપરિણામથી ગોથા ખાય છે. પોતાના પરિણામ સ્વરૂપાનંદી થયે પરમેશ્વર કહેવાયો. આવો પ્રભાવ આત્મજ્ઞાનના પરિણામનો છે. પરિણમનથી અવિનાશી પદનો અપૂર્વ લાભ થયો. તે પરિણામ સ્વરૂપમાં કેવી રીતે લાગે તે કહેવામાં આવે છે.
પરથી પરાગમુખ થઈ વારંવાર સ્વપદને અવલોકવાના ભાવ કરે. દર્શનશાન ચારિત્ર ચેતનાનો પ્રકાશ યથા યોગ્ય (યથા સ્થાન રૂપ) કરી કરીને સ્વરૂપ પરિણતિ કરે. આત્મજ્યોતિ અનાત્માથી ભિન્ન અખંડ પ્રકાશ-આનંદ ચેતના સ્વરૂપ ચિઢિલાસનો અનુભવ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #28
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪
અનુભવ પ્રકાશ પ્રકાશ-પરિણામ વડે પ્રકાશે, જ્યાંથી પરિણામ ઊઠ્યા તેમાં પરિણામ લગાડે. (પણ) જ્ઞાનને રોકે તેવા પરિણામ ન કરે. પરિણામ તરંગ ચેતના અંતરંગ અભંગ અંગમાં લીન થયા કરે. અમરપુરી નિવાસ નિજબોધના વિકાસથી છે. નિશ્ચય, નિશ્ચલ, અમલ, અનુલ અખંડિત, અમિતતેજ, અનંતગુણરત્નમંડિત, બ્રહ્માંડને ઓળખી બ્રહ્મપદને પૂર્ણ પરમચૈતન્ય જ્યોતિ સ્વરૂપ, અરૂપ, અનૂપ રૈલોકયભૂપ પરમાત્મારૂપ પદને પામી પાવન થઈ રહે, તે અનુભવનો મહિમા
છે.
યથાર્થજ્ઞાન, પરમાર્થનિધાન, નિજકલ્યાણ, શિવસ્થાનરૂપ ભગવાન, અમલાન, સુખવાન, નિર્વાણનિધિ, નિરુપાધિ, નિજસમાધિ, ને સાધીએ, આરાધીએ, અલખ. અજ, આનંદ, મહાગુણવૃન્દધારી, અવિકારી, સર્વદુઃખહારી, બાધારહિત, મહિત, સુરસ, રસસહિત, નિરંશી, કર્મનો વિધ્વંસી, ભવ્યનો આધાર, ભવપારનો કરનાર, જગતનો સાર, દુર્નિવાર દુઃખને ચૂરે (છે ) ભવના તાપરૂપ પુણ્ય-પાપને મટાડીને સ્વપદને પૂરે (છે). આત્મપદને ઓળખાવી ચિદાનંદને દર્શાવી દે (છે). સદા સુખકંદ, નિરજંદ ઓળખાવે (છે), અવિનાશી પદને પામે (છે), લોકાલોકને ઝળકાવે (છે), ફરી ભવમાં ન આવે, (જેના) સર્વ વેદ ગુણ ગાય તેને ક્યાં સુધી દર્શાવીએ? વચનગોચર ન આવે. (એવું) એ પરમ તત્ત્વ છે, અતત્ત્વથી અતીત જેમાં વિપરીત કરણી નથી, ભવદુઃખની ભરણી, હિતરણી અનુસરણી (હિતના નાશને અનુસરનારી ), (એવી કરણી) અનાદિથી જ
૨.
પાઠાન્તર- “પરિણામ ફરિ પ્રણાશે” દરશન જ્ઞાન શુદ્ધ ચારિત કૌ એક પદ, મેરો હૈ સરૂપ ચિહ્ન ચેતના અનંત હૈ, અચલ અખંડ જ્ઞાનજ્યોતિ હૈ ઉદ્યોત જામેં, પરમ વિશુદ્ધ સબ ભાવમેં મત હૈ. આનંદકો ધામ અવિરામ જાકૌ આઠો જામ, અનુભવે મોક્ષ કહે દેવ ભગવન્ત હૈ, શિવપદ પાયનેકો ઔર ભાંતિ સિદ્ધિ નહિ, યાતેં અનુભવ નિજ મોક્ષ તિયાન્ત હૈ. ૪૫. (જ્ઞાન દર્પણ)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #29
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અનુભવ પ્રકાશ
૧૫ મોહરાજાએ બનાવી છે. જગતના જીવોને ભાવી (ગમી) છે, દુઃખ-દાયક છતાં સુહાઈ છે (ગોઠી છે ) અથવા જેમાં અજ્ઞાનની અધિકારૂપ બહુ કાટ (મેલ) લાગ્યો છે. (પણ) જ્ઞાનરીતિને અંતરમાં લાવીને વિપરીત કરણીને ભેદીને સાધકતા સાધી મહાન થાય છે, નિજ ધ્યાનરૂપ આનંદ સુધાનું પાન થાય. મોક્ષપદનો નિદાની (થઈ ) એ જ સમયમાં સ્વરસવશી થાય છે.
ઇન્દ્રિય ચોરને દબાવી, કાયાની માયા ત્યજીને પરમેશ્વર સ્વરૂપ પદને (પોતાના) અઘટ ઘટમાં વ્યાપક નિહાળ્યું. અનુપમ ચિદ્રુપને ઓળખું; ભ્રમભાવને મટાડયો, નિજ આત્મતત્ત્વ પામ્યો. અચલ, અભેદ ટેવવાળો (સ્વભાવવાળો) દેવ દીઠો. ભવથી ઉદાસી થઈ શાશ્વત પદના નિવાસી (થઈ ) સુખરાશી લીધી. બહાર ન વહે, (ન રાચે, ન ગોતે) નિજ ભાવને જ ચાહે. સ્વપદનો નિવાસ સ્વપદમાં છે. બહિરંગ સંગમાં ટુંઢી ઢંઢી વ્યાકુલ થયો. જેમ કસ્તુરી મૃગ સુગંધને ઢંઢે, (પણ) કાંઈ (તે સુગંધ) પર જગ્યામાં ન પામે; તેવી રીતે પોતાનું પદ પરમાં ન પામે, મોહના વિકારથી પોતાનું પદ સૂઝતું નથી. સંતપુરુષના પ્રતાપથી અનંતગુણમય ચિદાનંદ (નિજ) પરમાત્મા તુરત પામે. જ્યાં સુધી પરપદમાં પોતાપણું છે ત્યાં સુધી સરાગી થઈ વ્યાકુલ રહે. જ્ઞાન દષ્ટિથી દર્શનશાનચારિત્રને એક પદસ્વરૂપ અવલોકન કરતાં જ પર માન્યતાનો તુરત નાશ થાય. રાગ વિકાર મટતાં જ વીતરાગપદ પામે, ત્યારે અનાકુલ થયો થકો, અનંત સુખનો રસાસ્વાદી બની પોતાને અમર કરે (છે). જેવી રીતે કોઈ રાજા દારૂ પીને નિંધ સ્થાનમાં રતિ માને તેવી રીતે ચિદાનંદ દેહમાં રતિ માની રહ્યો છે. મદ ઉતર્ય રાજપદનું જ્ઞાન થઈ રાજનિધાન વિલસે (તમ ) સ્વપદનું જ્ઞાન થતાં સચ્ચિદાનંદસંપદા વિલસે.
કોઈ પ્રશ્ન કરે કે જ્ઞાન તો જાણપણારૂપ છે (છતાં) પોતાને કેમ નથી જાણતું? તેનું સમાધાન :
જાણપણું અનાદિથી પરમાં વ્યાપી પરનું જ થઈ રહ્યું છે. હવે આમ વિચાર કરવાથી શુદ્ધ થાય કે આ પરનું જાણપણું પણ જ્ઞાન વિના ન હોય. જ્ઞાન આત્મા વિના ન હોય, તેથી પરપદને જાણનારું મારું પદ છે. મારું જ્ઞાન (એ જ) હું છું, પરવિકાર પર છે. જ્યાંજ્યાં જાણપણું ત્યાં ત્યાં “હું” એવો દઢભાવ સમ્યકત્વ છે! તુ સુગમ છે,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #30
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬
અનુભવ પ્રકાશ (છતાં) વિષમ માની રહ્યો છે. મોહમદને રોકી જ્ઞાનઅમૃતનું પાન કરી બ્રહ્મપદને સંભારી, ભવખેદને ટાળી, નિજથી ભેદને પામી, અભેદ નિજપદને ઓળખી, પર એવી વાણીને ત્યાગી, ચિદાનંદને જાણી, મોહમાન્યતાનો નાશ કરીને, ગુણગ્રામસુખધામરૂપ, અભિરામરૂપ તે જ (મારું) સ્વરૂપ છે. તે જ ભાવ મોક્ષને, ઉપાયઉપયને સાધે (છે ). શુદ્ધ આત્માને આરાધે (છે). આ રીતે જ નિગ્રંથ પુરુષો શિવપથને બહુ સાધી સાધી, સમાધિને પામી, પરમપદને પહોંચે (છે.) પોતાનો ચેતન પ્રકાશ મોહવિકારને પામી મલિન થયો છે, ભેદજ્ઞાન જડચેતનને ભિન્ન કરે. તેને અંતરમાં ધરી ધરી, નિજજ્ઞાનનો અભ્યાસ વારંવાર કરી, સાર અવિકાર પોતાનું અખંડરૂપ જાણી, (તેને) અંતરમાં અનુભવમાં લાવી મહામોહ હઠનો નાશ કરી, જે સ્વરૂપ રસ પોતાના સ્વભાવમાં છે તે સ્વભાવને નિજ ઉપયોગમાં યોગ્ય સ્થાનરૂપ કરે, (યથાસ્થાનરૂપ કરે સ્થિર કરે). સ્વરૂપની ઉપયોગશક્તિ કર્મમાં ગુમ થઈ તો શું (તે) શક્તિનો અભાવ માનીએ?
જેમકે કોઈનો પુત્ર ઘરમાં છે. બજારમાં કોઈએ પૂછ્યું, કે “તમારે પુત્ર છે ?' ત્યારે કહે કે, “મારે પુત્ર છે.” (બજારમાં સાથે ન હોવા છતાં ) અભાવ કહેતો નથી. વ્યવહારમાં પણ એ રીત છે કે છતાને અણછતો ન કરે. (પણ હું) ચિદાનંદ! તારું તો આશ્ચર્ય આવે છે કે દર્શનજ્ઞાનશક્તિ છતી હોવા છતાં તેને (તે) અણછતી કરી રાખી છે. જેવી રીતે લોટનજડીને (બિલાડીના ટોપને) દેખી બિલાડી લોટવા લાગી જાય છે તેવી રીતે મોહથી સંસાર ભ્રમણ છે. ત્યાંથી યથાર્થ રીતે (ભલી રીતે, સમ્યક રીતે) સ્વરૂપમાં આવે તો ત્રિલોકનું રાજ્ય પામે. તે તો દુર્લભ નથી. જેવી રીતે પુરુષ પશુનો સ્વાંગ ધરે તો (કાંઈ ) પશુ ન થાય (પણ) પુરુષ જ રહે તેવી રીતે આત્મા ચોરાશીના સ્વાંગ ધરે તો પણ તે ચિદાનંદ જ છે. 'ચિદાનંદપણું દુર્લભ નથી. જેવી રીતે કોઈ કાષ્ટની પુતળીને સાચી
૧. જૈસે નર કોઉ વેષ પશુ કે અનેક ધરે, પશુ નહીં હોય રહે યથાવત નર હે. તેમેં જીવ ચાર ગતિ સ્વાંગ ધરે,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #31
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અનુભવ પ્રકાશ
૧૭ સ્ત્રી માનીને તેને બોલાવે, ચાહ કરે, તેની સેવા કરે, પછી જાણે કે (આ તો) કાષ્ટની છે ત્યારે પસ્તાય, તેવી રીતે (આ આત્મા) જડની સેવા કરે છે, અજ્ઞાની થયો થકો જડમાં સુખ કહ્યું છે. જ્ઞાની થાય ત્યારે જુઠી માન્યતા છોડે.
જેવી રીતે મૃગ ઝાંઝવામાં જળ માને છે, તેવી રીતે આ (જીવ) પરમાં પોતાને માને છે. તેથી સાચા જ્ઞાનથી વસ્તુને જાણે ત્યારે જ ભ્રમ મટે. શ્રીગુરુ વારંવાર સારભૂત એવો સાચો ઉપદેશ કહે છે. પોતે પણ જાણે છે. (છતાં) અવિધાનું એવું આવરણ છે કે તે વડે જૂઠને સાચ માની રહ્યો છે. ત્રણ જગ્યાએથી વાંકી એવી દોરડીમાં સર્પ ત્રિકાલ નથી તેવી રીતે બ્રહ્મમાં અવિધા નથી. જે સંપૂર્ણ સમુદ્રના જળથી ધોવા છતાં દેહું તો 'અપાવન જ છે. તેને (એવા દેહને) પાવન માની રહ્યો છે, એવું ધીઠપણું પકડયું છે. બળજોરથી ઠીંકરીને રૂપિયામાં ચલાવે તો ન ચાલે. પોતાની ભૂલ ન છોડે તો ખલકમાં (સંસારમાં) પોતાની હાંસી પોતે કરાવે. જુઓ! અનંત જ્ઞાનીનો ધણી (સ્વ-વસ્તુને) ભૂલી દુ:ખ પામે છે. હાંસી થતાં માણસ શરમિંદો થાય, ફરીથી હાંસીનું કામ ન કરે. આ જીવની અનાદિકાલથી જગતમાં હાંસી થઈ રહી છે છતાં લાજ ધરતો નથી, ફરી ફરી એની એ જ જાઠી રીતને ગ્રહે છે.
જેની વાત કરતાં પણ અનુપમ આનંદ થાય એવું પોતાનું પદ છે, તેને તો ગ્રહણ કરતો નથી (અને) – પર વસ્તુની તરફ
-----------------------------------
-------------------------------------
ચિરહી કી તર્જ નહી એક નિજ ચેતના કી ભર છે. ઐસી પરતીતિ કિયે પાઈયે પરમપદ, હોઈ ચિદાનંદ શિવરમણી કો વર હૈ, સાસતૌ સુથિર જહાં સુખ કૌ વિલાસ કરે, જામેં પ્રતિભાસૈ જે તે ભાવ ચરાચર હૈ.
-જ્ઞાન દર્પણ
૧. દેહ અપાવન અથિર ધિનાવન યામેં સાર ન કોઈ, સાગર કે જલ તે શુચિ કીજે તો ભી શુદ્ધ ન હોઈ.
-ભૂધરદાસ પાર્શ્વપુરાણ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #32
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮
અનુભવ પ્રકાશ દેખતાં જ-ચોરાશીનું બંદીખાનું છે–તેને બહુ રચિપૂર્વક સેવે છે. એવી વિપરીતરૂપ હઠરીતિને અનુપમ માનીમાની હર્ષ પામે છે. જેમ સર્પને હાર જાણી હાથ નાખો તો દુઃખ થાય ને થાય જ. તેમ રુચિપૂર્વક પરને સેવવાથી સંસારદુ:ખ થાય ને થાય જ.
જેમકે-એક નજરબંધીવાળો પુરુષ એક નગરમાં એક રાજાની પાસે આવીને રહ્યો. કેટલાક દિવસ પછી રાજા મરણ પામ્યો. ત્યારે તે પુરુષે રાજાને મર્યો ન જણાવ્યો. તેણે રાજાને તો ઘણો ઊંડો દાટી ઉપર માટી દાબી (બીજાને) ખબર ન પડે એવી જગ્યા કરી, નજરબંધી વડે કાણના રાજાને દરબારમાં બેસાડયો. નજરબંધીથી સર્વને તે સાચો ભાસે. જ્યારે કોઈ રાજાને પૂછે ત્યારે તે (નજર બાંધનાર) પુરુષ જવાબ આપે, ત્યારે લોકો જાણે કે રાજા બોલે છે. આવું ચરિત્ર (તેણે) દષ્ટિગંધથી કર્યું. ત્યાં એક પુરુષ જંગલની બુટ્ટી માથા પર નાખી આવ્યો, તે બુટ્ટીના બળથી તેની દષ્ટિ બંધાણી નહિ. ત્યારે તે પુરુષ લોકોને કહેવા લાગ્યો કે અરે! કુબુદ્ધિ જનો! કાષ્ટને પ્રત્યક્ષ દેખીએ છીએ. (કાષ્ટનો રાજા પ્રત્યક્ષ દેખવામાં આવે છે.) તમે તેને સાચો રાજા જાણી લેવો છો, ધિક્કાર છે તમારી એ સમજણને ! તેવી રીતે જે આ સર્વ સંસારીઓ છે તેમની દષ્ટિ મોહથી બંધાણી છે. પરને પોતારૂપ માની સેવે છે. પરમાં ચેતનાનો અંશ પણ નથી. જેને જ્ઞાન થયું છે તે એમ જાણે છે કે- આ કુબુદ્ધિ સંસારીજનો જડમાં પોતારૂપ કરીને માને છે, દુઃખ સહે છે. ધિક્કાર છે એમની સમજણને ! દુ:ખદાયક જૂઠી હુઠને સુખદાયક જાણી સેવે છે.
જેમકે-કોઈનો જન્મ થયો, જન્મથી જ આંખ ઉપર ચામડીનો લપેટો ચાલ્યો આવ્યો. અંદરમાં આંખનો પ્રકાશ જેવો ને તેવો છે. બાહ્ય ચર્મના આવરણથી પોતાનું શરીર પોતાને દેખાતું નથી. જ્યારે કોઈ તબીબ મળ્યો, તેણે કહ્યું કે- આની અંદર જ્યોતિરૂપ પ્રકાશ છે-આંખ સારી છે, તેણે જતન કરીને ચામડીનો લપેટો દૂર કર્યો ત્યારે પોતાનું શરીર પોતે જ દીઠું, તથા બીજાં પણ તે દેખવા લાગ્યો. એ પ્રમાણે જ્ઞાનદર્શનનાં નયનો અનાદિ કાલથી અવરાયેલા
૧. પાઠાન્તર:- બાપૌં શરીર માપૌં' તેને બદલે “બાપાઁ' એવો પાઠ છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #33
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯
અનુભવ પ્રકાશ થઈને ચાલ્યા આવે છે તેથી પોતાના સ્વરૂપને ન દીઠું. ત્યારે શ્રી ગુરૂપી તબીબ (નેત્રવૈદ્ય) મળ્યા ત્યારે જ્ઞાનાવરણને દૂર કરવાનો ઉપાય બતાવતાં જ, તેના શ્રધ્ધાનથી (આવરણ ) દુર થયું. ત્યારે પોતે પોતાનું અખંડ જ્યોતિ સ્વરૂપ પદ જોયું ત્યારે અનંત સુખી થયો.
દોરડીમાં સાપ નથી, છીપમાં રૂપું નથી, ઝાંઝવામાં જળ નથી, કાચના મંદિરમાં બીજા સ્થાન નથી, કસ્તુરી મૃગની બહાર સુગંધ નથી, ભૂંગળીમાં પોપટને કોઈએ પકડ્યો નથી, (બરણીમાં) વાંદરાની મૂઠી કોઈએ ઝાલી નથી, કૂવામાં બીજો સિંહ નથી, એ પ્રમાણે બીજો કોઈ નથી, પોતાની જ જૂઠી ભૂલ છે તેથી પોતે (જ) દુઃખ પામે છે. (પોતાને) બીજો (પર) માની માની દુ:ખ પામે છે. સાચ (સત્ય) જાણતાં સદા સુખી થઈએ. આ આત્મા સુખને અર્થે અનેક ઉપાય કરે છે. દેશ, દેશ ફરે છે, લક્ષ્મી કમાઈ સુખ ભોગવે છે. અથવા પરલોકના સુખને અર્થે અનેક પરિષહું સહે છે, સુખનું નિધાન નિજ સ્વરૂપને જાણતો નથી. જાણે તો તુરત સુખી થાય.
જેમ બધાય પુરુષની ગાંસડીમાં માણેક છે, (છતાં) તે બધાય ભ્રમથી ભૂલીને દુઃખી થઈ રહયા છે. જો ગાંસડી ખોલીને દેખે તો સુખી થાય. આંધળો જો કૂવામાં પડે તો અચરજ નહિ. દેખતો પડે તો અચરજ. તેવી રીતે આત્મા જ્ઞાતા-દેરા છે છતાં સંસાર કૂવામાં પડે છે, એ ઘણું આશ્ચર્ય છે. મોહરૂપી ઠગે એના માથે ભૂરકી નાખી તેથી પરઘરને જ પોતાનું માની નિજઘર ભૂલ્યો છે. જ્ઞાનમંત્રથી મોહઠગોરીને ઊતારે ત્યારે નિજઘરને પામે. શ્રીગુરુ વારંવાર નિજઘર પામવાનો ઉપાય બતાવે છે (ક) પોતાના અખંડિત ઉપયોગ નિધાનને લઈ અવિનાશી રાજ્ય કર. તારો હરામજાદીથી પોતાનું રાજપદ ભૂલી કોડી કોડીનો માંગણ થઈ કંગાલ થયો છે. તારું નિધાન (તારી) પાસે જ હતું, તે ન સંભાળ્યું તેથી (૮) દુઃખી થયો.
જેમ કે-ચાંપા નામનો ગોવાળ ધતૂરો પીને ઉન્મત્ત થયો. -------------------------------
મૂળ પ્રતમાં ‘સુવા ' શબ્દ નથી. લાલ બંધ્યો ગઠડી વિષે, લાલ બિના દુ:ખ થાય. ખોલ ગોઠડી જ લખે, લાલ તુરત મિલ જાય.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #34
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦
અનુભવ પ્રકાશ
(માનવા લાગ્યો કે) ‘હું ચાંપો નહિ.' ચાંપાના ઘર પાછળ ઊભો રહી તેણે સાદ પાડયો કે ‘ચાંપો ઘરે છે?' ત્યારે તેની સ્ત્રીએ કહ્યું, ‘તું કોણ છે.' ત્યારે ચેત થઈ (તેને ભાન થયું) કે ‘હું ચાંપો છું.’ તેમ શ્રી ગુરુએ આત્મા (નિજસ્વરૂપ ) બતાવ્યો છે. પામે તે સુખી થાય. ક્યાં સુધી કહીએ ? આ મહિમાનિધાન-અમ્લાન અનુપમ પદ પોતે (જ) બન્યો છે, સહજ સુખકંદ છે, અલખ અખંડિત છે, અમિત તેજધારી છે, અનાદિથી દુઃખદંઢમાં પોતાપણું માની અતિ આનંદ માની રહ્યો છે. તે આ દુઃખની મૂળ ભૂલ ત્યારે જ મટે કે જ્યારે શ્રી ગુરુવચન સુધારસ પીએ. ચેત (જાગૃત સ્વરૂપનું ભાન ) થઈ ૫૨ તરફનું અવલોકન મટે. સ્વરૂપસ્વપદને દેખતાં જ ત્રણલોકના નાથ (એવા ) નિજપદને જાણે. ૧ (એમ ) વિખ્યાત વેદ (શાસ્ત્ર) બતાવે છે.
(
નટ સ્વાંગ ધરી નાચે છે. સ્વાંગ ન ધરે તો પરરૂપ નાચવું મટે. મમત્વથી પરરૂપ થઈ થઈ (આ જીવ ) ચોરાશીના સ્વાંગ ધરી નાચે છે. મમત્વને મટાડી સહજ પદને ભેટી સ્થિર રહે તો નાચવું ન થાય. ચંચલતા મટયે ચિદાનંદ ઉદ્ધરે છે (મુક્ત થાય છે). જ્ઞાનર્દિષ્ટ ખૂલે છે. સ્વરૂપમાં બરાબર (યથાર્થ રીતે, સમ્યક્ીતે ) સુસ્થિર થતાં ગતિભ્રમણ મટે છે. માટે જે સ્વરૂપમાં સદા સ્થિર રહે તેને ધન્ય છે.
પોતાના અવલોકનમાં અખંડ રસધારા વરસે છે, એવું જાણી, નિજને જાણી, ૫૨માન્યતાને મટાડે, આ હું સુખનિધાન જ્યોતિસ્વરૂપ, પરમપ્રકાશરૂપ, અનુપમપદરૂપ સ્વરૂપ છું. આ આકાશવત અવિકા૨પદમાં ૫૨સંયોગથી ચિદ્વિકાર થયો છે.
પ્રશ્ન- અહીં તો પરના નિવાસનો અવકાશ ન હતો. (તો તે) અનાદિથી કેવી રીતે કર્યો? ત્યાં કહીએ છીએ :
૧. મેરો સરૂપ અનુપ બિરાજત,
મોહિ મૈં ઔર ન ભાસત આના;
જ્ઞાનકલા નિધિ ચેતનમૂર્તિ એક અખંડ મહાસુખ થાના.
પૂરન આપ પ્રતાપ લિયે જહાં યોગ નહીં ૫૨ કે સબ નાના; આપ લખૈ અનુભાવ ભયૌ અતિ દેવ નિરંજનકો ઉર આના. ૪૩
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
-જ્ઞાન દર્પણ
Page #35
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અનુભવ પ્રકાશ
૨૧ સમાધાન- જેમ કનકખાણમાં કનક ચિરકાળથી જ ગુપ્ત છે તેવી રીતે આત્મા કર્મમાં ગુપ્ત અનાદિકાળથી જ છે. પરજોગે અનાદિકાળથી અશુદ્ધ ઉપયોગરૂપ અશુદ્ધતા લાગી છે, તે દેખો ! કેવી રીતે લાગી છે તે કહેવામાં આવે છે:
ક્રોધ, માન, માયા, લોભ, ઇન્દ્રિય, મન, વચન, દેહ, ગતિ, કર્મ, નોકર્મ, ધર્મ, અધર્મ, આકાશ, કાલ, પુદ્ગલ, અન્ય જીવ એ આદિ જેટલી પરવસ્તુ છે તે બધાને પોતાની કરી (પોતારૂપ કરી ) જાણે છે. તે હું જ છું, હું એમનો કર્તા છું, એ મારાં કામ છે. “હું છું તો એ છે, એ છે તો હું છું,’ એ પ્રમાણે પરવસ્તુને પોતારૂપ જાણે છે. (અને) પોતાને પર જાણે છે. તેથી લોકાલોકને જાણવાની સર્વ શક્તિ અજ્ઞાન ભાવરૂપ પરિણમી છે. એ રીતે જીવનો જ્ઞાનગુણ અજ્ઞાનવિકારરૂપે થયો. એ જ પ્રમાણે જીવન દર્શનગુણ હતો, (તે) જેટલા પર વસ્તુના ભેદ છે તે સર્વને પોતારૂપ કરી દેખે છે, એ (સર્વ) હું છું, પોતાને પરમાં દેખે છે તથા પરને પોતામાં દેખે છે. (એ પ્રમાણે) લોકાલોક દેખવાની જેટલી શક્તિ હતી તેટલી બધી શક્તિ અદર્શનરૂપ થઈ. એ રીતે જીવન દર્શનગુણ વિકારરૂપ પરિણમ્યો.
તથા જીવનો સમ્યકત્વગુણ હતો તે જીવના ભેદમાં અજીવનું આસ્તિક્ય કરે છે. ચેતનને અચેતન, અચેતનને ચેતન, વિભાવને સ્વભાવ, સ્વભાવને વિભાવ, દ્રવ્ય ને અદ્રવ્ય, ગુણને અવગુણ, જ્ઞાનને જ્ઞય, જ્ઞયને જ્ઞાન, સ્વને પર, પરને સ્વ (પોતારૂપ) એ રીતે જ અન્ય સર્વ વિપરીતતાની બરાબર હોવાની પ્રતીતિ આસ્તિક્ય ભાવને કરે છે. એ પ્રમાણે જીવનો સમ્યકત્વગુણ મિથ્યાત્વરૂપ પરિણમ્યો તથા જીવનો સ્વઆચરણગુણ હતો, તે જેટલી કાંઈ પરવસ્તુ છે તેટલી તે પરને સ્વઆચરણરૂપે કર્યા કરે છે, પરમાં રહ્યા કરે છે, પરને જ ગ્રહ્યા કરે છે, (એ પ્રમાણે) પોતાની ચારિત્રગુણની સર્વશક્તિ પરમાં લાગી રહી છે. એ પ્રમાણે જીવનો ચારિત્રગુણ પણ વિકારરૂપ પરિણમે છે.
બીજાં આ જીવનો સર્વસ્વરૂપ પરિણમવાના બળરૂપ સર્વવીર્યગુણ હતો, તે નિર્બળરૂપ થઈ પરિણમ્યો, સ્વરૂપ પરિણમનનું બળ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #36
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨
અનુભવ પ્રકાશ
અટકી ગયું ( અર્થાત્ ) નિર્બળ થઈ પરિણમ્યો. એ રીતે જીવનો વીર્યગુણ વિકારરૂપ પરિણમ્યો. વળી આ જીવનો આત્મસ્વરૂપ ૨સ જે ૫૨માનંદ ભોગગુણ હતો તે ૫૨ પુદ્દગલના કર્મપણારૂપ વ્યક્ત શાતા-અશાતા, પુણ્ય-પાપરૂપ ઉદય, પ૨ પરિણામના બહુ પ્રકારના વિકાર-ચિવિકા૨ પરિણામોના જ રસને ભોગવ્યા કરે, ૨સને લીધા કરે, તે પરમાનંદ ગુણની સર્વશક્તિ ૫૨પરિણામનો જ સ્વાદ સ્વાઘા કરે. તે પ૨સ્વાદ ૫૨મ દુઃખરૂપ (છે). એ રીતે જીવનો પરમાનંદ ગુણ દુ:ખવિકારરૂપ પરિણમ્યો. એ રીતે આ જીવના બીજા ગુણો જેમ જેમ વિકારી થાય છે તેમ તેમ ગ્રંથાન્તરથી જાણી
લેવા.
આ જીવના સર્વ ગુણોના વિકારને ‘ચિદ્વિકાર' એવું નામ સંક્ષેપથી કહેવું. ગુણ ગુણની અનંતી શક્તિ કહી છે. સત્તાની શક્તિ છે (તે) અનંતગુણમાં વિસ્તરી. સર્વગુણોનું આસ્તિક્ય સત્તાથી થયું. સત્તાએ સર્વગુણોને શાશ્વત રાખ્યા. (જો ) અનંત ચેતનાનું સ્વરૂપ અસત્તા હોત તો, ચિત્શક્તિરૂપ ચેતનાનો અવિનાશી મહિમા ન રહેત. સચિદાનંદ વિના અફળ થતાં શા કામના ? તેથી સચિદાનંદરૂપ વડે આત્મા પ્રધાન છે. અરૂપી આત્મપ્રદેશમાં સર્વદર્શની, સર્વજ્ઞત્વ, સ્વચ્છત્વ આદિ અનંત શક્તિનો પ્રકાશ છે, તે અવિકારી ઉપયોગનો ધારી કર્મત્વવર્ડ આરિત બની, સંકોચ વિસ્તારથી શરીરાકારે થયો.
પ્રશ્ન આકાશવત્ આત્મા કેવી રીતે સંકોચ વિસ્તાર પામે ?
સમાધાન- ( એકલું ) પુદ્દગલ સંકોચે, વિસ્તારે, તો કાષ્ટ પાષાણ ( પણ ) ઘટે-વધે. (પણ) તે ચેતના વિના વધતા નથી; (એકલું ) ચેતન જ વધે ઘટે તો સિદ્ધના પ્રદેશનો વિસ્તાર થાય કે ઘટી જાય, પરંતુ એમ પણ નથી. જડચેતન બંને મળતાં સંકોચ-વિસ્તાર થાય છે. પ્રદેશમાં સર્વગુણો કહ્યા છે, છતાં સંસાર-અવસ્થાથી મોક્ષમાર્ગનું ચઢવું થતું નથી. ત્યાં (તો ) સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રને મોક્ષમાર્ગ કહ્યો. તેમની જેટલી વિશુદ્ધિ થતી જાય તેટલો તેટલો મોક્ષમાર્ગ થયો.
૧. “ સભ્ય વર્શનજ્ઞાનવારિત્રાણિ મોક્ષમાર્ગ: ” - તત્ત્વાર્થ સૂત્ર-૧-૧.
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #37
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અનુભવ પ્રકાશ
૨૩ નિશ્ચય મોક્ષમાર્ગ બે પ્રકારે છે-સવિકલ્પ તથા નિર્વિકલ્પ. સવિકલ્પમાં “ગ૬ બ્રહ્મ
રિઝ્મ' હું બ્રહ્મ છું- એવો ભાવ આવે. (અને) નિર્વિકલ્પ વીતરાગ સ્વસંવેદના (ને) –સમાધિ કહીએ. લોકાલોકને જાણવાની શક્તિ જ્ઞાનની છે, તેમાં જેટલું સ્વસંવેદન થયુ (તેટલું) જ્ઞાનની વિશુદ્ધતાનો અંશ થયે થયું. તે જ્ઞાને સર્વજ્ઞ શક્તિમાં અનુભવ કર્યો. જેટલું જ્ઞાન શુદ્ધ થયું. તેટલું અનુભવમાં સર્વજ્ઞાનના પ્રતીતિ ભાવને વેદતાં, એવું (શુદ્ધ) થયું. સર્વજ્ઞાનના પ્રતીતિભાવમાં આનંદ વધ્યો. જ્ઞાન અધિક નિર્મળ થતું ગયું. જ્ઞાનની વિશુદ્ધતાને જ્ઞાનના બળનો પ્રતીતિભાવ કારણ છે. (અહીં) જ્ઞાન પરોક્ષ છે. પરપરિણતિના આવરણનું બળ હોવા છતાં પણ તે સ્વસંવેદનમાં સ્વજાતીય સુખ થયું, જ્ઞાન સ્વરૂપનું થયું. “ એકદેશ સ્વસંવેદન સર્વ સ્વસંવેદનનું અંગ છે.” જ્ઞાનવેદનામાં વધું જાય છે, (તે) સાક્ષાત મોક્ષમાર્ગ છે. આ સ્વસંવેદનને જ્ઞાની જ જાણે. સ્વરૂપથી પરિણામ બહાર ગયા તે જ સંસાર; સ્વરૂપચારણરૂપ પરિણામ તે જ સાધક-અવસ્થામાં મોક્ષમાર્ગ, (અને) સિદ્ધ-અવસ્થામાં મોક્ષરૂપ છે. જેટલા જેટલા અંશે જ્ઞાનબલથી આવરણનો અભાવ થયો તેટલા તેટલા અંશે મોક્ષ નામ પામ્યો. સ્વરૂપની વાર્તા પ્રીતિથી સાંભળે તો (તેની ) ભાવિ મુક્તિ કહી. 'અનુપમ સુખ થાય (અને તેનો ) અનુભવ કરે તેનો મહિમા કોણ કહી શકે ?
“જેટલો સ્વરૂપનો નિશ્ચય બરાબર (યથાર્થ) ભાવે (ચિંતવે) તેટલું સ્વસંવેદન અડગ (અચલ) રહે, (અને) જેટલું સ્વરૂપાચરણ થાય, તેટલું બરાબર સ્વસંવેદન થાય, એક થતાં ત્રણેની સિદ્ધિ છે.”
---------------------------
--------
૧. તત્પતિ પ્રીતિરિતે' વેન વાર્તા િદિ મુતા
निश्चिंत स भवे द्रव्यो, भावि निर्वाण भाजनं।। અર્થ:- જે જીવે પ્રીતિયુક્ત પ્રસન્નચિત્તથી આ આત્મતત્ત્વની વાત પણ સાંભળી, તે જીવ વિશેષ કરીને ભવ્ય છે અને અલ્પસમયમાં નિર્વાણનો પાત્ર છે.
- શ્રી પવનંદિ પંચ.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #38
--------------------------------------------------------------------------
________________
૨૪
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અનુભવ પ્રકાશ
ગુપ્ત શુદ્ધ શક્તિની સિદ્ધિના પ્રમાણમાં પ્રવેશ કરે. જેમ જેમ શુદ્ધતાની પ્રતીતિમાં પરિણતિ સ્થિર થાય તેમ તેમ મોક્ષમાર્ગની શુદ્ધિ થાય. જેમ કોઈ અધિક ગાઉ ચાલે તેમ નગર નજીક આવે તેવી રીતે (જેમ જેમ ) શુદ્ધ સ્વરૂપની પ્રતીતિમાં પરિણતિ અવગાઢ, ગાઢ, દઢ થાય, (તેમ તેમ) મોક્ષનગર નજીક આવે. પોતાની પરિણતિનો ખેલ પોતે કરી પોતે ભસિંધુથી પાર થાય. પોતે, વિભાવ પરિણતિથી સંસારને વિષમ બનાવી રાખ્યો છે. સંસાર-મોક્ષની કરનારી પરિણિત છે, ( અર્થાત્ ) નિજપરિણતિ મોક્ષ, ૫૨ પરિણિત સંસાર. તે સત્સંગથી-અનુભવી જીવના નિમિત્તથી-આ નિજ પરિણતિ સ્વરૂપની થાય વિષમ મોહ મટે પરમાનંદને ભેટ(પરમાનંદ પ્રાપ્ત થાય ) સ્વરૂપ પામવાનો રાહ સંતોએ 'સોહિલો કરી દીધો છે.
ચોરાશી લાખ યોનિરૂપ મુસાફરખાનામાં સદા ફરનારાએ ક્યારેય ક્યાંય પર સ્થિરૂપ નિવાસ ન કર્યો. જ્યાં સુધી ( આ ) ૫૨મજ્યોતિ પોતાના શિવઘ૨માં ન પહોંચે ત્યાં સુધી કાર્ય પણ ન સરે. જપી, તપી, બ્રહ્મચારી, યતિ આદિ ઘણા વેષ ધર્યા તેથી શું થયું? તેથી એટલા જ માટે હવે તો ) નિજ અમૃતને પીવાથી ( અનાદિનો ભ્રમ, ખેદ ( મટે ) અને અજર અમર થવાય (એવો ) તત્ત્વ સુધી સેવવાનો માર્ગ ક્યો ? તે કહેવામાં આવે છે :
તત્ત્વનો કૌતુહલી થઈ, સકલ અવિધાથી છૂટી પોતાના ચિદાનંદ સ્વરૂપને અવલોકે–અનુભવ કરે. નિજાનંદની કેલીરૂપ કલાવડે સ્વપદને દેખે ( જેથી ) અનાત્માનો સંગ ફરી ન રહે, અનાદિ મોહના વશથી અતિમાં નિજ હિત માની રહ્યો છે. તે મોહનો ભેદજ્ઞાનથી નાશ કર. જ્ઞાનચેતનાનો અનુભવ કર (કેમ કે) અનાદિ અખંડિત બ્રહ્મપદનો વિલાસ તારા જ્ઞાનકટાક્ષમાં છે.
અજ્ઞાનપટલ જ્યારે મટે સદ્ગુરુવચનઅંજનથી પટલ દૂર થતાં જ્ઞાનનેત્ર પ્રકાશે, ત્યારે લોકાલોક દેખાય. એવું જ્ઞાન તેનો મહિમા અપાર ( છે. ) જ્ઞાનમયમૂર્તિની સૂરતિનું સેવન કરી કરીને અનેક મુનિ
૧. સોહિલો- સહેલો, સુગમ, સરલ, સુખદાયક, સુંદર, સોહામણો. ૨. પાઠાન્તર- ‘ પુર્ણ ાર્ય'
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #39
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫
અનુભવ પ્રકાશ પાર થયા પોતાના સહજનો (સ્વભાવનો) ખેલ છે. પર પરિચયમાં વિષમ છે. સહજ બોધ કલાવડ સુગમ છે. કષ્ટ કલેશથી દૂર છે. શાથી? કે અફીણ ખાતાં વિષની લહેરી તુરત ચઢે; અમૃતના સેવનથી તુરત તૃપ્તિ થઈ સુખ પામે તેમ કર્મસંકલેશમાં શાંતપદ નથી. અનંત સુખ નિધાનની સ્વરૂપભાવનાને કરતાં જ અવિનાશી રસ ઉપજે તે રસને સંતો સેવતા આવ્યા છે. તેને તું પણ સેવ. શ્રેયપદરૂપ અનુપમ
જ્યોતિસ્વરૂપપદ પોતાનું જ છે, પોતાના પરમેશ્વર પદનું દૂર અવલોકન ન કર; પોતાને જ પ્રભુ થાપ. જેને સારી રીતે યાદ કરવાથી જ્ઞાનજ્યોતિનો ઉદય થાય મોહરૂપી અંધકાર વિલય પામે, આનંદસહિત કૃતકૃત્યતા ચિત્તમાં પ્રગટે, તેને વેગ ( શિધ્ર) અવલોકી અન્ય (પરનું) ધ્યાન રોકી વિચારીને સંભાર (યાદ કર) તારો બ્રહ્મ વિલાસ તારામાં છે, એનાથી (પરમાત્મ પદથી) (બીજાં) અધિક છે કે એને છોડી તું પરને ધ્યાવે છે? ચાર વેદનો ભેદ પામી સ્વરૂપ સુખરૂપ સ્વપદને ગ્રહણ કર. તારી (સ્વરૂપ) ભાવનામાં અવિનાશી રસનો ચૂવો ચૂએ છે, માટે જ ભાવના કરી ભ્રમભાવ મટાડ, તારી ભાવનાએ જુઠા જ ભવ બનાવ્યા છે. એવો બદફેલ, સ્વભાવકલ્લોલનું પ્રગટવું થતાં જ મટે છે.
દેખ! તું ચેતન છે (અને) જડ અજાણ (અચેતન) છે. તે અજાણમાં (અચેતનમાં) તને માની અશુદ્ધ થયો. અજાણ (અચેતન) (કાંઈ ) તારી પાછળ પડ્યું નથી, તું તારા પદથી (છૂટી) એના તરફ ન આવ. જડ કંઈ તારો પલ્લો પકડતું નથી. તું નાહક પારકી વસ્તુને તારી કરી કરી જૂઠી હોંશ કરે છે. મને એ ભોગથી સુખ થયું, હું સુખી છું એવી જૂઠી ભ્રમરૂપ કલ્પના માની ખુશી થાય છે. (તેમાં) કાંઈ પણ સાવધાનીનો અંશ નથી. આ કોઈ આશ્ચર્ય છે કે તું ત્રણ લોકનો નાથ હોવા છતાં પોતાના પૂજ્યપદને ભૂલી, નીચ પદમાં પોતાને માની વિકલ થઈ વ્યાકુલ બની ડોલે છે.
જેમકે કોઈ એક ઇન્દ્રજાલના નગરમાં રહે છે. ત્યાં તે ઇન્દ્રજાલીને વશ થઈ ઇન્દ્રજાલના હાથી, ઘોડા, નર, સેવક, સ્ત્રી, સર્વે તેમાંથી કોઈને તે હુકમ કરે છે (ત્યાં) સેવક આવી (તેને) સલામ કરે છે, સ્ત્રી નૃત્ય કરે છે, (પોતે) હાથી ઉપર ચઢે છે, ઘોડા દોડાવે છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #40
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ર૬
અનુભવ પ્રકાશ
ઇન્દ્રજાલમાં આ તમાશાને સાચો જાણે છે, વિકલતા ધારણ કરી કોઈવાર કોઈના વિયોગથી રડે છે, (તથા) દુઃખી બની છાતી કૂટે છે. કોઈવાર કોઈનો લાભ માની ખુશી થાય છે, કોઈવાર શૃંગાર સજે છે, કોઈ વા૨ ફોજ દેખે છે, કોઈવાર મોજ માણે છે. એવી રીતે જૂઠનો તમાશો સાચો માની રહ્યો છે. સંસારમાં બધાં કહે છે કે ઇન્દ્રજાલ જૂઠી છે, એમાં પંચ પણ સાચું નથી. એજ પ્રમાણે દેવ, નર, નાક, તિર્યંચના શરીર જડ છે, (તેમાં) ચેતનનો અંશ નથી, ભ્રમથી (તેને) શૃંગારે છે, ખાનપાનથી ધૂપેલ તેલ લગાડવા આદિથી (તેનું) અનેક રીતે જતન કરે છે. જૂઠમાં જ મોજ માણી હરખાય છે. મરેલાની સાથે જીવતાની સગાઈ કર્યે, કાર્ય કેવી રીતે સુધરે ?
જેવી રીતે શ્વાન હાડકાંને ચાવે, (અને તેથી તેના ગાલ, તાલુ, પેઢામાંથી લોહી નીકળે તેને જાણે કે સારો સ્વાદ છે, તેમ મૂઢ પોતે દુ:ખમાં સુખની કલ્પના કરે છે. ૫૨ણંદમાં સુખકંદ-સુખ માને છે. અગ્નિની જાળ શ૨ી૨માં લાગે ત્યારે કહે કે મારામાં જ્યોતિનો પ્રવેશ થાય છે. જો કોઈ અગ્નિની ઝાળને બુઝાવે છે તો તેની સાથે લડે. એવી રીતે ૫૨માં ૫૨ના દુ:ખસંયોગને બુઝાવે તો તેને શત્રુના જેવી નજરે ાએ, ક્રોધ કરે. આ ૫૨જોગમાં ભોગ માની (આ જીવ) ભૂલ્યો, સ્વરસની ભાવનાને યાદ કરતો નથી. ચોરાશીમાં ૫૨વસ્તુને સ્વ ( પોતારૂપ ) માને તેથી (આ જીવ ) ચિદંકાલનો ચોર જ બન્યો છે. જન્માદિ દુઃખ-દંડ પામે છે. તો
૧.
જૈસે કોઈ કૂકર છૂંધિત સૂકે હાડ ચાવૈ, હાનિકી કોર ચહું ઔર ચુĂ મુખમૈ; ગાલ, તાલુ, રસના, મસૂઢનિકૌ માંસ ટૈ, ચાટે નિજ રુધિર મગન સ્વાદ-સુખમેં. તૈસ મૂઢ વિષયી પુરુષ રતિ-રીતિ ઠાનૈ, તામૈં ચિત્ત સારૈ હિત માનીે, ખેદ દુખમઁ, દેખૈ પરતચ્છ બલ-હાનિ-મલ-મૃત-ખાનિ ગજ્જૈ
ન ગિલાને પમ્પિંગ રહે રાગ-રુખમેં. ૩૦
- નાટક સમયસાર બંધા૨.
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #41
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અનુભવ પ્રકાશ
૨૭ પણ પર વસ્તુની ચોરી છૂટતી નથી. દેખો ! દેખો! ત્રણ લોકનો નાથ ભૂલીને નીચ એવા પરને આધિન થયો. પોતાની ભૂલથી પોતાની નિધિ ન પિછાણી ભિખારી બની ફરે છે. નિધિ ચેતના છે, તે પોતે (જ) છે, દૂર નથી, દેખવું દુર્લભ છે. દેખે તો સુલભ છે.
કોઈએ પૂછ્યું- “તું કોણ છે?' તેણે કહ્યું, “હું મડું ” (મડું છો) તો બોલે છે કોણ? (જવાબમાં) કહે કે હું જાણતો નથી. તો હું મરું છું એવું કોણે જાણ્યું? ત્યારે સંભાર્યું (યાદ કર્યું) કે હું જીવતો છું. તેમ આ (જીવ) માને છે કે હું દેહ છું (દેહ છો) તો આ દેહમાં (હું પણાની) જેણે માન્યતા કરી તે કોણ છે? કહે કે હું જાણતો નથી. (તો હું જાણતો નથી) એવો લવારો કોણે કર્યો? (એ રીતે) આ પોતાને ખોજી, દેખવા, જાણવા અને પારખવામાં સ્વરૂપને સંભારે ત્યારે સુખી થાય. જેમ કોઈ મદિરા પીને ઉન્મત્ત બની પુરુષાકાર પાષાણ સ્તંભને જોઈ સાચો જાણી તેની સાથે લયો. તે ઉપર, પોતે નીચે પોતે જ થયો. તેને કહે, “હું હાર્યો ” એ પ્રમાણે પરને સ્વ (પોતારૂપ) માની પોતે માન્યતાથી દુઃખી થયો. દુઃખદાતા બીજો કોઈ નથી. તારી ભાવનાએ ભવ બનાવ્યા. અનુત્પન્નને પેદા કર્યું. (ઉત્પન્ન ન હોતું તેને ઉત્પન્ન કર્યું). અચેતનને ચલાવ્યું, મરેલાનું જતન અનાદિથી કરે છે. જૂઠી માન્યતામાં (અચેતનને) પોતાના જેવું (ચેતન જેવું ) તું કરે છે, (પણ) કંઈ તારું કર્યું જડ ચેતન ન થાય. તું જ એવી જૂઠી કલ્પનાથી દુઃખ પામે છે. (એમ કરવામાં) તને શો ફાયદો છે? તું પોતે જ વિચારતો નથી (કે ) મારો ફંદ હું પાડું છું. તમારા ફંદને હું કરું છું પણ ) (તેથી) કાંઈ સિદ્ધિ નથી. વિચાર વિના પોતાની નિધિ ભૂલ્યો. અનંત ચતુષ્ટયરૂપ અમૃત મેલું કર્યું. ચેતના, મારો પાડલો ફંદ એવો છે, (જાણે ) આકાશ બાંધ્યું ! અચરજ થાય છે. પણ જો કેવલ અવિધા હોત તો તું આવર્યો ન જાત.
અવિઘારૂપ જડની અલ્પ શક્તિથી તારી મહાન શક્તિ ન હણી જાય. તરંતુ તારી શુદ્ધ શક્તિ પણ મોટી, તારી અશુદ્ધ શક્તિ પણ મોટી. તારી ચિંતવણી તારે ગળે પડી. પરને દેખી પોતાને ભૂલ્યો. અવિધા
------------------
—
—
—
—
—
—
—
—
—
—
—
—
૧. મડું-મરેલું, મડદું.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #42
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અનુભવ પ્રકાશ તારી જ ફેલાયેલી છે; તું અવિદ્યારૂપ કર્મો પર પોતાપણું ન દે તો કાંઈ જડનું જોર નથી. તેથી અપરંપાર શક્તિ તારી છે. પરની ભાવના કરી ભવ કરી રહ્યા. સંસાર વધાર્યો, નિજ ભાવનાથી અવિનાશી, અનુપમ, અમલ, અચલ, પરમપદરૂપ, આનંદધન, અવિકારી, સાર, સત, ચિન્મય, ચેતન, અરૂપી અને અજરામર પરમાત્માને પામે છે. તો એવી ભાવના કેમ ન કરીએ? “આ” પોતાના સ્વરૂપમાં જ ઉચ્ચ એવું સર્વ-સકલ પુજ્યપદ પરમધામ, અભિરામ, આનંદ, અનંતગુણ,
સંવેદનરસ, સ્વાનુભવ, પરમેશ્વર, જ્યોતિસ્વરૂપ, અનુપમ, દેવાધિદેવપણું ઇત્યાદિ સર્વ-પામીએ. માટે પોતાનું પદ ઉપાદેય છે. અને અન્ય (સર્વ) પર પદ હેય છે. એકદેશ માત્ર નિજાવલોકન એવું છે કે ઇન્દ્રાદિની સંપદા વિકારરૂપ ભાસે છે. જેની પ્રાપ્તિથી અનંત સંતો (તેનું) સેવન કરી પોતાના સ્વરૂપનો અનુભવ કરી ભવપાર થયા માટે પોતાના સ્વરૂપને સેવો
શ્રી સર્વજ્ઞ દેવે સર્વ ઉપદેશનું મૂળ આ બતાવ્યું છે કે (જો) એકવાર સ્વસંવેદનરસનો આસ્વાદી થાય તો એવા આનંદમાં મગ્ન થાય કે ફરી પરની તરફ કદી પણ દષ્ટિ ન આપે. સ્વરૂપસમાધિ (એ) સંતોનું ચિહ્ન છે, તે થવાથી રાગાદિ વિકાર હોતા નથી, જેમ આકાશમાં ફૂલ હોતા નથી તેમ.
દેહ અભ્યાસનો નાશ, અનુભવ પ્રકાશ, ચૈતન્યવિલાસરૂપ ભાવને ઓળખે, જે લક્ષ્યલક્ષણ લખવામાં ન આવી શકે, ઓળખે સુખ થાય, લખે સ્વાદરૂપ ના થાય. આત્મા સહિત વિશ્વ વ્યાખ્યય, વ્યાખ્યા વાણીની રચના, વ્યાખ્યાન કરનાર વ્યાખ્યાતા (છે.) –એ બધી વાતો (કથનો) જે કાંઈ છે તે મોહના વિકારથી માનીએ છીએ.
—
—
-
-
-
-
-
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
૧.
-આચાર્ય અમૃતચંદ્ર.
एकमेव हि तत्स्वाद्य, विपदामपदं पदम्। अपदान्येव भासन्ते, पदान्यन्यानि यत्पुरः।। જો પદ ભૌ પદ ભય હરે, સો પદ સેઉ અનુ૫; જિહિ પદ પરસત ઔર પદ, લગે આપદારૂપ. ૧૭.
-બનારસીદાસ.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #43
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અનુભવ પ્રકાશ
૨૯ અનાદિની (ચાલી આવતી) આત્માની આકુળતા તે એક વિશુદ્ધ બોધ કલા વડે મટે છે. માટે સહજ બોધકલાનો નિરંતર અભ્યાસ કરો. સ્વરૂપ-આનંદી થઈ જવોદધિને તરો.
નરભવ કાંઈ સદા તો રહે નહિ. સાક્ષાત્ મોક્ષ સાધનરૂપ જ્ઞાનકલા આ ભવ વિના અન્ય જગ્યાએ ઉપજતી નથી. તેથી વારંવાર કહેવામાં આવે છે કે-નિજ બોધ કલાના બળ વડે નિજ સ્વરૂપમાં રહો, નિરંતર આ જ યત્ન કરો. આવું વારંવાર કહેવડાવવું તો બાલક પણ ન કરાવે, તમે (તો) અનંતજ્ઞાનના ધણી બની, એવી ભૂલ ધારો છો, તેથી ઘણું અચરજ આવે છે. તે અચરજની વાત ન કરવી. ચામડાં અને હાડકાંનાં જડ શરીરમાં સ્વપણું માન્ય મોટી હાનિ છે. પોતાના જ્ઞાનમાં સુખ સમુદ્રને પામી અવિનાશી પુરીનો રાજા થાય છે. અનંત ચૈતન્યશક્તિરૂપ રાજધાનીનો વિલાસી થાય છે. પરમાં પોતાને માનીને તું એવી રીતે દુ:ખ પામી રહ્યો છે કે જેમ મડદાને વસ્ત્ર-આભુષણાદિ ચડાવી માને કે “મેં પહેર્યા છે.” તું જીવતાં, તેને જૂઠ જ પોતાના માને છે. એ પ્રમાણે દેહ જડ છે. એના ભોગને તું પોતારૂપ માની જૂઠ જ જડની ક્રિયાને શા માટે પોતાની માને છે? જેમ સર્પ કોઈને કરડે, (અને) કોઈ બીજાને ઝેર ચઢે તો અચરજ માનીએ છીએ (તેમ) જડ ખાય, પહેરે, સ્નાન, તેલમર્થન આદિ ક્રિયા કરે ( ત્યાં) તું કહે છે કે, મેં ખાધું, મેં ભોવ્યું,” (એમ) પરનો સ્વામી થયો, પરનો સ્વામી પણ એવું તો માનતો નથી. જેમ કે - રાજાનોકરનો સ્વામી છે. (છતાં) તેના ધરાયાથી (પાઠાન્તર:- નોકર ભોજનથી તૃપ્ત થવાથી) રાજા એમ કહેતો નથી કે “હું ધરાયો છું” વળી તું દેખ, તારી આવી ચાલ તને જ દુઃખદાયક છે.
જે સુંદર વસ્તુ હોય તેને ઉપરથી (ઉપરથી જોઈને, ઉપરના દેખાવથી) અંગીકાર ન કરીએ. દેહુ અશુચિ નવદ્યારે સ્ત્રવે છે.
-
-
-
-
-
-
-
-
-
-
—
—
—
—
–
૧. પલ રુધિર, રાધ, મલ શૈલી. કીક્સ વસાદિતે મૈલી; નવદ્ધાર વહેં ધિનકારી, અસ દેહ કરૈ કિમ યારી.
-પં દૌલતરામ.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #44
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૦
અનુભવ પ્રકાશ
દેખતા જ ગ્લાનિ (ઉપજે છે), બહારમાં (તેનું) રૂપ દેખાય છે તો સુંદર, ( પણ ) અંદર ખરાબી પડી છે. તેની અંદર વિષ્ટા, મૂત્રની ખાણ (છે), (દેહ) નાશ ન પામતો હોય તો એ એવો હોવા છતાં પણ અંગીકાર કરીએ. નાશ પામવા છતાં પણ તમને દુ:ખદાયી ન હોય તો એવાની (દેહની ) સાથે તમે સ્નેહ કરો ( પણ ) જન્માદિ દુઃખ ભરો છો (વહોરો છો) તમારી સાથે (એ) જન્માદિ અનાદિના લાગી આવ્યા છે. તમે મહાન પુરુષોના જેવી રીતિનો ભાવ કર્યો છે કે- ‘જે અમારી સાથે સંબંધ રાખે તેને ન છોડવાં' એમ તો તમે મહંત કહેવાશો નહિ. મહંત તો પાપને મટાડતાં જ થવાય. એ તો (દેહ તો ) પાપનું રૂપ છે. માટે તમે સમજો, તમારા ધનને અંગીકાર કરો, પારકું ધન જતું રહે છે, તેને તમે ફરી ગ્રહો છો, તેના દંડમાં ભવદુઃખ સહો છો તો પણ પ૨ને લેતાં લેતાં (તમે ) થાક્યા નથી બહુ દુ:ખી થવા છતાં ૫૨ ગ્રહણનું બાણ (લક્ષ, લાલસા, ટેવ) તમે છોડતાં નથી. શાહપદ તો પોતાના ધનથી પામશો. તેવી સ્વપરના વિવેકી બની આત્મધનને ગ્રહો, પરનું મમત્વ સ્વપ્નાંતરમાં ન કરો. તમારી પાસે અખંડ રત્નત્રયાદિ અનંતગુણનિધાન છે, (તમે ) દરદ્રી નથી, જે રિદ્રી હોય તે એવા કામ કરે.
શ્રી ગુરુએ તમારું નિધાન તમને દર્શાવ્યું છે. હવે (તેને) સંભારી સુખ થાઓ. જેમ કોઈ સ્ત્રીએ પોતાની પથારી ઉપર કાષ્ટની પૂતળીને શણગારીને સુવાડી. પતિ આવ્યો ત્યારે તેણે એમ જાણ્યું કે મારી સ્ત્રી સૂતી છે. (તેને) હેલો દીધો (સાદ પાડયો) પણ બોલી નહિ, ત્યારે પવનાદિથી સેવા ચાકરી આખી રાત કરી. પ્રભાત થયું ત્યારે જાણ્યું કે મેં જૂઠી જ સેવા કરી. એ પ્રમાણે, દેહને દેહને સાચો પોતારૂપ ( આત્મા ) માની સેવે છે. જ્ઞાન થતાં એમ જાણે કે મેં અનાદિ કાળથી દેહને પોતાપણું જુઠજ માન્યું. હૈ ચિદાનંદ! તમે પાંચ ઇન્દ્રિયરૂપી ચોરને પોષો છો, અને જાણો છો કે
આ અમને સુખ આપે છે, પણ એ અન્તરના ગુણરત્નને ચોરી લે છે. (તેની ) તમને ખબર નથી. હવે તમે જ્ઞાન ખડગ સંભાળો, ચોરોને એવા રોકો કે ફરી બળ ન પકડે (જોર ન કરે ). વિષયકષાયને જીતીને નિજ રીતિના રાહમાં આવો, અને તમે શિવપુરીમાં પહોંચી રાજ્ય કરો.
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #45
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અનુભવ પ્રકાશ
૩૧ તમે રાજા, દર્શનશાન વજીર-રાજ્યના સ્થંભ, ગુણ એ વસ્તી, અનંત શક્તિરૂપ રાજધાનીનો વિલાસ કરો. અભેદ રાજ્ય રાજવું તે તમારું પદ છે. અપાવન અસ્થિર એવા અચેતન (દેહ) સાથે શા માટે સ્નેહ કરો છો?
બરાબર નિહાળો! આ શરીર મંદિરમાં આ ચેતન દીપક શાશ્વતો છે. મંદિર (શરીર) તો છૂટે છે, પણ શાશ્વત રત્ન દીપક જેવો ને તેવો રહે છે. વ્યવહારમાં તમે અનેક સ્વાંગ નટની જેમ ધરો છો, નટ તો જેવો ને તેવો રહે છે. તેવી રીતે બધ્ધ વા સ્પષ્ટ ભાવ, કર્મનો છે. તો પણ (જીવદ્રવ્ય) કમલપત્રની માફક કર્મથી ન બંધાય, ન સ્પર્શાય. જેવી રીતે માટી અન્ય અન્ય ભાવ ( આકાર ) ધરવા છતાં એક છે, તેવી રીતે (જીવદ્રવ્ય) અન્ય અન્ય પર્યાય ધરવા છતાં એક છે. જેમ સમુદ્ર તરંગો વડે વૃધ્ધિહાનિ કરે છે, તો પણ સમુદ્રપણાથી નિશ્ચલ છે, તેવી રીતે (જીવદ્રવ્ય ) વિભાવ વડે વૃધ્ધિ-હાનિ કરે છે, (પણ) વસ્તુ નિજ અચલ છે. જેવી રીતે સુવર્ણ વાન ભેદ હોવા છતાં અભેદ છે, તેવી રીતે કર્મથી અનેક ભેદ હોવા છતાં વસ્તુ (ચૈતન્ય) અભેદ છે. (જેમ) સ્ફટિકમણિ પુરી (રંગીન વસ્તુ) થી લીલો, લાલ ભાસે છે, (છતાં પણ) સ્વભાવ તો શ્વેત છે. પર તે પર છે, નિજ ચેતનામાં પર નથી. પડભાવ ઉપર ઉપર જ રહે છે. જળ ઉપર સેવાળની માફક. ચિદાનંદ! તારી ગુપ્તશુદ્ધશક્તિને વ્યક્તપણે ભાવ, જેથી તે વ્યક્ત થાય. તું અવિનાશી રસનો સાગર, પર રસ કેમ મીઠો દેખ્યો, કે જેના નિમિત્તથી સંસારની ઘૂમરીઓ
૧. સિંઘમેં તરંગ જૈસે ઉપજૈ વિલાય જાય નાનાવત
વૃધ્ધિાનિ જામેં યહ પાઈએ. અપને સ્વભાવ સદા સાગર સુથિર રહું
તાકો વ્યય ઉત્પાદ કૈસે ઠહરાઈએ. તૈસે પરજાય માંહિ હોય ઉત્પાદ વ્યય
ચિદાનંદ અચલ અખંડ સુધા પાઈએ, પરમ પદારથમેં સ્વારથ સ્વરૂપહી કૌ અવિનાશી દેવ આપ જ્ઞાન જ્યોતિ ધ્વાઈએ.
જ્ઞાનદર્પણ ૧૮૮.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #46
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અનુભવ પ્રકાશ થઈ તેને ભલી જાણી સેવે છે? જેવી રીતે મધ પીનારો મધ પીતો જાય, દુ:ખ પામતો જાય, વધારે ઘુમરીઓમાં ભલું જાણી જાણી સેવે તેમ તું ભૂલ્યો છે.
જેમ કે:- એક નગરમાં એક પુરુષ રહે છે. નગર સુનું છે, ત્યાં બીજો કોઈ નથી. તે નગરમાં ચોરાશી લાખ ઘર છે, ત્યાં પેલો પુરુષ તે ઘરોને હંમેશા સુધાર્યા જ કરે છે. વળી બીજે દિવસે બીજામાં (અન્ય ઘરમાં) રહે ત્યારે તેને સુધારે. એ પ્રમાણે તે ભીંતડાને સુધારતાં સુધારતાં આખો જન્મારો વીત્યો. તેને સુધારવાનો રોગ થયો. જ્યારથી સુધારતો હતો ત્યારથી રોગ લાગ્યો હતો. તે પોતાની પરમ ચતુરાઈને ભૂલ્યો. તે પુરુષને મોટી વિપત્તિ થઈ પડી કે વગર પ્રયોજને એકલાં સૂનાં ઘરમાં તેની મહેનત મજુરીમાં તે મંડ્યો રહે છે. પોતે અનંત બલવાન છતાં વૃથા ભૂલી દુઃખ પામે છે. આ પુરુષનું શહેર તો એક પરમ વસ્તીવાળું, ત્યાંનો તે રાજા છે. તેને સંભાળે તો સૂનાં ઘરની સેવા તજે, ત્યાંનું રાજ્ય કરે. તેવી રીતે આ ચિદાનંદ ચોરાશી લાખ યોનિના શરીરોની સુધારણા કર્યા કરે છે. જે ઘરમાં રહે, વસે તેને સુધારે, પછી બીજી શરીર ઝુંપડીને સુધારે, પછી બીજી મળે, તેને સુધારતો રહે. બધા દેહુ જડ, તે જડની સેવા કરતાં કરતાં અનાદિકાળ વીત્યો. આ શરીર સેવાનો કર્મરોગ અનાદિનો લાગ્યો આવ્યો છે. તેથી આ રોગ વડે પોતાનું અનંત બલ ક્ષીણપણાને પામ્યું. જન્માદિની મોટી વિપત્તિ ભોગવે છે. જડને એમ માને છે કે (એ) હું જ છું.
જેમ વૃક્ષ પર બેઠેલો એક વાનર (વૃક્ષનું) એક પાન ખરે ત્યાં રડે, તેમ (આ પણ) તેના દેહનું એક અંગ પણ ઓછું થાય ત્યાં બહુ બહુ રીતે રડે “એ મારાં અને હું એમનો' એ પ્રમાણે જૂઠ જ એવા જડને સેવવાથી સુખ માને પોતાની શિવનગરીનું રાજ્ય ભૂલ્યો, જો શ્રી ગુરુના કહેવાથી શિવપુરીને સંભાળે તો ત્યાંનો પોતે ચેતન રાજા અવિનાશી રાજ્ય કરે. “ત્યાં ચેતના વસ્તી છે. ત્રણ લોકમાં આણ ફરે અને ભવનું ભ્રમણ મટે, ફરી જડમાં ન આવે”
૧. પાઠાંતર:- નૈનેં વાનર vs bioો પડે રોવે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #47
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૩
અનુભવ પ્રકાશ આનંદધનને પામી સદા શાશ્વત સુખનો ભોકતા થાય તે કહેવામાં આવે છે:
આ પરમાત્મપુરુષ તેની નિજપરિણતિ અનંત મહિમારૂપ પરમેશ્વરપદમાં રમણ કરનારી છે. તે જ મૂલપ્રકૃતિ, પુરુષપ્રકૃતિના વિવેકરૂપ વૃક્ષ, તેનું નિજાનંદ ફળ તેનો તું રસાસ્વાદ લઈ સુખી થા. જેમ કોઈ રાજાને પારકો ગઢ લેવો મુશ્કેલ તેમ આ આત્માને પરપદ લેવું મુશ્કેલ છે. શાથી? કે અનાદિકાલથી પરપદ લેતો ફરે છે. તો પણ તે પરરૂપ ન થયો, ચેતન જ રહ્યો. અને ચેતનાપદ આત્માનું છે, તેને જાણતો પણ નથી, ભૂલ્યો જ ફરે છે, તો પણ તેની રહેણી (તેનું રહેવું ) નિશ્ચયથી તેનામાંજ છે, માટે (તે ) મુશ્કેલ નથી, પોતાનું સ્વરૂપ જ છે. ભ્રમનો પડદો પોતે જ અનાદિનો કર્યો છે, તેથી પોતે પોતાને ભાસતો નથી, પણ પોતે પોતાને છોડી બહાર ગયો નથી.
જેમ નટે પશુનો વેશ ધર્યો તેથી તે મનુષ્ય મનુષ્યપણાને છોડી બહાર ગયો નથી. પશુનો વેષ ન ધરે તો મનુષ્ય જ છે; (તેવી રીતે) ભ્રમથી પરનું મમત્વ ન કરે તો, દેહનો સ્વાંગ ન ધરે તો, ચિદાનંદ જેવો ને તેવો રહે. જેમ એક ડાબલીમાં રત્ન રાખ્યું છે (તેથી) તેનું કાંઈ બગડયું નથી (તે) ગુપ્ત (છે), ઢાંકણું દૂર કરી કાઢે તો વ્યક્ત છે; તેમ શરીરમાં છુપાયેલો આત્મા છે, તેનું કાંઈ બગડયું નથી, (તે) ગુપ્ત છે, કર્મરહિત થતાં પ્રગટ થાય છે. ગુપ્ત અને પ્રગટ એ અવસ્થાભેદ છે. બન્ને અવસ્થામાં સ્વરૂપ જેવું ને તેવું જ છે. એવો શ્રદ્ધાભાવ સુખનું મૂળ છે. જેની દષ્ટિ પદાર્થશુદ્ધિ ઉપર નથી (અને) કર્મદષ્ટિથી અશુદ્ધ અવલોકે તો તે શુદ્ધતાને ન પામે. જેવી દષ્ટિથી દેખે તેવું ફલ થાય. મયુરકુકરંદ પાષાણ છે. તેમાં બધા મોર જ ભાસે છે. પાષાણ તરફ દેખતા મોર ભાસે, પદાર્થ તરફ દેખતા પદાર્થ જ છે, મોર નથી; તેમ પરમાં પર ભાસે, નિજ તરફ જુએ તો પર ન ભાસે, નિજ જ છે. (તેથી) સુખકારી નિજદષ્ટિ ત્યજી દુઃખરૂપ પરમાં દષ્ટિ ન દો.
હે ચિદાનંદરામ! પોતાને અમર તરીકે અવલોકો. મરણ તારામાં નથી. જેમ કોઈના ઘરમાં કોઈ ચક્રરત્ન, ચૌદ રત્ન, નવનિધિ છે છતાં
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #48
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૪
અનુભવ પ્રકાશ તે દરિદ્ર થઈ ફરે છે. તે તેના-પોતાના ચક્રવર્તી પદના અવલોકનમાત્રથી ચક્રવર્તી પોતે થાય, તેમ સ્વપદને પરમેશ્વરરૂપ અવલોકે તો ત્યારે (તે ક્ષણે) પરમેશ્વર છે. જુઓ! જુઓ! (કેવી મોટી) ભૂલ! અવલોકનમાત્રથી પરમેશ્વર થાય; એવું અવલોકન કરતો નથી, ઇન્દ્રિયચોરોને વશ બની પોતાના નિધાનને લુટાવી દરિદ્રી થઈ ભવવિપત્તિને ભરે છે (વહોરે છે ). ભૂલ મટાડતો નથી. એમ ચિત્વિકારરૂપ જીવ થાય ત્યારે પરને પોતારૂપ માને છે. એ ભાવ જીવનો નિજજાતિસ્વભાવ નથી. એ ભાવોમાં જે ચેતના વ્યાપી રહી છે તે જ ચેતનાનેએક તું જીવ, નિજજાતિસ્વભાવ જાણ. આ ચેતના છે તે કેવલ જીવ છે, તે અનાદિ અનંત એક રસ છે. તેથી આ ચેતના સાક્ષાત્ પોતે જીવ જાણવો, તેથી શુદ્ધચેતનારૂપ જીવ થયો. આ રાગાદિ ભાવો વિશે પોતે જ રત (લીન) થયો થકો જીવ કર્મ-ચેતનારૂપ થઈ પ્રવર્તે છે; ચેતનાજીવચેતના, ચેતનારૂપ પોતે રહે છે, (ટકે છે). કર્મચેતના, કર્મફલચેતના જીવચેતનાનો વિકાર છે. પણ વ્યાપક ચેતના છે. ચેતના, જીવ વિના હોય નહીં. ચેતના, શુદ્ધ જીવનું સ્વરૂપ છે. તેને જાણે જ્ઞાતા જીવનો આવો ભાવ થાય છે
હવે મેં શુદ્ધ ચેતનારૂપ સ્વરૂપ જાણું; જ્ઞાનદર્શનચારિત્રરૂપ હું છું, વિકારરૂપ હું નથી, સિદ્ધ સમાન છું, બંધ, મોક્ષ, આશ્રવ, સંવરરૂપ હું નથી, હું હવે જાગ્યો; મારી નિંદ્રા ગઈ, હું મારા સ્વરૂપને એક (અભેદ) અનુભવું છું, હવે હું સંસારથી ભિન્ન (જુદો ) થયો, હું સ્વરૂપગજ ઉપર આરુઢ થયો. (મું) સ્વરૂપગૃહમાં પ્રવેશ કર્યો, આ સંસારપરિણામનો હું તમાસગીર થયો. હવે હું પોતે પોતાના સ્વરૂપને દેખું-જાણું છું. આટલો વિચાર તો વિકલ્પ છે. જ્ઞાનનો પ્રત્યક્ષ રસ ભાવમાં વેદવો તે અનુભવ છે. પ્રતીતિરૂપ વિચાર તે સાધક છે, અનુભવનો ભાવ સાધ્ય છે. સાધકસાધ્યભેદ જાણે તો વસ્તુની સિદ્ધિ થાય તે કહેવામાં આવે છે.
સાધ્ય-સાધકના ઉદાહરણ કહેવામાં આવે છે એક ક્ષેત્રાવગાહી પુદ્ગલકર્મનો જ સહજ ઉદય, સ્થિતિ સુધી રહે છે તે સાધક અવસ્થા જાણવી. ત્યાં, ત્યાં સુધી–તેના રહેવાની સ્થિતિ સુધી-ચિત્વિકાર થવાનું પ્રવર્તન થાય તેને સાધ્યભેદ જાણવો. મિથ્યાત્વ સાધક,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #49
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૫.
અનુભવ પ્રકાશ બહિરાત્મા સાધ્ય છે. સખ્યભાવ સાધક છે, ત્યાં વસ્તુસ્વભાવજાતિ સિદ્ધ થવી તે સાધ્ય છે. જ્યાં શુદ્ધોપયોગ પરિણતિ થવી સાધક છે. ત્યાં પરમાત્મા સાધ્ય છે. વ્યવહારરત્નત્રય સાધક છે, ત્યાં નિશ્ચયરત્નત્રય સાધ્ય છે. જ્યાં સમ્યગદષ્ટિને વિરતિવ્યવહારપરિણતિ થવી સાધક છે ત્યાં ચારિત્રશક્તિ મુખ્ય થવી સાધ્ય છે. જ્યાં દેવ-શાસ્ત્રગુરુની ભક્તિ, વિનય, નમસ્કારાદિ ભાવ સાધક છે ત્યાં વિષયકષાયાદિ ભાવોથી ઉદાસીનતારૂપ મનપરિણતિની સ્થિરતા-સાધ્ય છે. જ્યાં એક શુભોપયોગરૂપ વ્યવહારપરિણતિ થવી સાધક છે ત્યાં પરંપરા મોક્ષ સાધ્ય છે.
જ્યાં અંતરાત્મારૂપ જીવદ્રવ્ય સાધક છે ત્યાં પરમાત્મારૂપ અભેદ જીવદ્રવ્ય પોતે જ સાધ્ય છે. જ્યાં જ્ઞાનાદિગુણ મોક્ષમાર્ગરૂપે સાધક છે ત્યાં અભેદ જ્ઞાનાદિગુણ પોતે જ મોક્ષરૂપે સાધ્ય છે. જ્યાં જઘન્યજ્ઞાનાદિભાવ સાધક છે, ત્યાં અભેદ પોતે જ તે જ જ્ઞાનાદિગુણનો ઉત્કૃષ્ટભાવ સાધ્ય છે. જ્યાં જ્ઞાનાદિ અલ્પનિશ્ચયપરિણતિથી સાધક છે ત્યાં અભેદ પોતે જ બહુનિશ્ચયપરિણતિરૂપ જ્ઞાનાદિગુણ સાધ્ય છે. જ્યાં સમ્યકત્વી જીવ સાધક છે ત્યાં તે જીવને સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્ર સાધ્ય છે. જ્યાં ગુણમોક્ષ સાધક છે ત્યાં દ્રવ્યમોક્ષ સાધ્ય છે. જ્યાં ક્ષપકશ્રેણીએ ચઢવું સાધક છે. ત્યાં તદ્દભાવ સાક્ષાત્ મોક્ષ સાધ્ય છે. જ્યાં દ્રવ્યથી, ભાવથી (થયેલો) યતિવ્યવહાર સાધક છે, ત્યાં સાક્ષાત્ મોક્ષ સાધ્ય છે. જ્યાં ભાવમનાદિની રીતિનો વિલય સાધક છે ત્યાં કેવલ સાક્ષાત્ પરમાત્મારૂપ થવું સાધ્ય છે. જ્યાં પૌગલિક કર્મનું ખરવું સાધક છે ત્યાં ચિવિકારનો વિલય થવો સાધ્ય છે.
જ્યાં પરમાણુમાત્ર પરિગ્રહપ્રપંચ સાધક છે ત્યાં મમતાભાવ સાધ્ય છે જ્યાં મિથ્યાષ્ટિ થવું સાધક છે ત્યાં સંસારભ્રમણ થવું સાધ્ય છે. જ્યાં સમ્યગૃષ્ટિ થવું સાધક છે, ત્યાં મોક્ષપદ થવું સાધ્ય છે. જ્યાં કાલલબ્ધિ સાધક છે. ત્યાં દ્રવ્યનો તેવો જ ભાવ થવો સાધ્ય છે. મેં સ્વભાવ સાધન વડે પોતાના સ્વરૂપને સાધ્ય કર્યું છે.
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
--
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
૧. પાઠાન્તર:- આ પંક્તિની જગ્યાએ “દ્રવ્યર્લે માવર્ત સાક્ષાત દ્વૈત” એવો પાઠ છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #50
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૬
અનુભવ પ્રકાશ આ સાધ્યસાધકભાવને જાણતાં સહજ જ સાધ્ય સધાય છે. એમનું વિશેષ વર્ણન કરીએ છીએ. હું મનુષ્ય, હું દેવ, હું નારક, હું તિર્યંચ, આ શરીર મારું છે, એ પ્રમાણે) પરમાં નિજભાવ, પરને પોતારૂપ માનવું, સ્વરૂપથી બાહ્ય પરપદાર્થોમાં પરિણામ તન્મય કરવા, રાગભાવથી રંજકતા કરી પરના સ્વરૂપને પોતારૂપ પ્રતીતિ કરી જાણવું, એક મિથ્યાત્વ, મિથ્યાત્વના બીજા ભેદને (અંગૃહીત મિથ્યાત્વને) સાધે છે. એવા મિથ્યાત્વને (કઈ રીતે) સાધે છે; તે કહેવામાં આવે છે.
અતત્ત્વશ્રધ્ધાન તે મિથ્યાદર્શન, અયથાર્થ જ્ઞાન તે મિથ્યાજ્ઞાન, અયથાર્થ આચરણ તે મિથ્યા-આચરણ. તારણબુદ્ધિથી સુધાદિ અઢાર 'દોષ સહિત દેવની ભક્તિ કરવાથી મિથ્યાત્વ થાય છે. શાથી? કે (તે) પરાજુભવી છે-મિથ્યાત્વલીન છે, તેમને સેવતાં મિથ્યાત્વ થાય છે; એવા દોષ સહિત ગ્રંથલીન (પરિગ્રહલીન), વિષયારૂઢ, પરબુદ્ધિધારકને ગુરુ માનતાં મિથ્યાત્વ (થાય છે); મિથ્યાશાસ્ત્ર મિથ્યામત, મિથ્યાધર્મ તેમને માનતાં મિથ્યાત્વ (થાય છે, ) તે મિથ્યાત્વ બહિરાત્માનું સાધક છે, આ મિથ્યાત્વ સેવનથી અનાદિનો (જીવ) બહિરામા થયો છે, તેથી બહિરાત્મા સાધ્ય છે. બીજો, સમ્યક ભાવ સાધક છે. તે વસ્તુનો જે સ્વભાવ અનંતગુણ તેની સિદ્ધિ કરે છે, શાથી? કે સર્વ ગુણો યથાવિધિસ્વરૂપ સમ્યક પોતાના સ્વરૂપને ધરે તે સમ્યભાવસતિ હોય. જ્ઞાનનું નિર્વિકલ્પ જાણપણું સર્વ આવરણરહિત, કેવલજ્ઞાનરૂપ, સમ્યગવસ્થારૂપ, તે સમ્યજ્ઞાન કહીંએ, એ પ્રમાણે આવરણરહિત, શુદ્ધ સમ્યગ્રુપ યથાવત નિશ્ચયભાવરૂપ નિર્વિકલ્પ સર્વ ગુણો સમ્યક કહીએ.
દ્રવ્ય પોતાનું જેવું દ્રવ્યત્વસ્વરૂપ શુદ્ધસ્વરૂપ છે તે સહિત પર્યાય (પોતાનો) જેવો કાંઈ પરિણમનરૂપ સ્વભાવ છે. તે તે સહિત
-
-
-
-
-
-
-
-
-
-
-
૧. જન્મ જરા તિરખા સુધા, વિસ્મય આરત ખેદ; રોગ શોક મદ મોહ, ભય નિંદ્રા ચિંતા સ્વદ. રાગ-દ્વેષ અરુ મરણ જાત, યે અષ્ટાદશ દોષ; નાહિં હોત અરહંતકે, સો છબિ લાયક મોખ.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #51
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અનુભવ પ્રકાશ
૩૭
એ પ્રમાણે સર્વ દ્રવ્યગુણપર્યાયની સ્વભાવજાતિ સિદ્ધ થવી તે સમ્યભાવથી થાય છે. તેથી સમ્યભાવ સાધક છે, વસ્તુસ્વભાવજાતિ સિદ્ધ થવી તે સાધ્ય છે. શુદ્ધાપયોગપરિણતિ સાધક છે, ૫રમાત્મા સાધ્ય છે, તે શાથી? સ્વભાવસંગથી શુદ્ધોપયોગ થાય છે. જ્ઞાનદર્શન તો સાધક છે તેથી શુધ્ધોપયોગ, ચારિત્રરૂપ શુધ્ધોપયોગ સર્વરૂપ છે. તે જ્ઞાનદર્શન તો સાધક છે તેથી સર્વરૂપ શુદ્ધ નથી, કેટલીક શક્તિવડે શુદ્ધ છે. ચારિત્ર ગુણ (તો ) બારમે ગુણસ્થાને સર્વરૂપ શુદ્ધ છે પણ તેરમા, ચૌદમા ગુણસ્થાન કે પ૨મયથાખ્યાતનું નામ પામે છે. માટે કેટલીક જ્ઞાનશક્તિ શુદ્ધ થઈ તે જ્ઞાનશક્તિથી કેવલજ્ઞાનરૂપ, ગુપ્ત, નિજરૂપ તેને પ્રતીતિમાં વ્યક્ત કરે ત્યારે પરિણતિએ કેવલજ્ઞાનની પ્રતીતિ-રુચિ-શ્રદ્ધાભાવ-કરી નિશ્ચય કર્યો. ગુપ્તના વ્યક્તશ્રદ્ધાનથી (તે) વ્યક્ત થઈ જાય છે
એઠેશસ્વરૂપમાં શુદ્ધત્વ સર્વદેશને સાધે છે. શુદ્ઘનિશ્ચયનયથી શુદ્ધ સ્વરૂપ જાણ્યું, પરિણતિમાં શુદ્ધ નિશ્ચય થયો, ત્યારે તેવો જ વેધો ( અનુભવ કર્યો ). શુદ્ધનો નિશ્ચય શુદ્ધ પરમાત્માનું કારણ છે માટે શુદ્ધપયોગ સાધક, ૫રમાત્મા સાધ્ય છે, વ્યવહારરત્નત્રય સાધક છે, નિશ્ચય સાધ્ય છે, તે કેવી રીતે ? તત્ત્વશ્રદ્ધાનમાં ૫૨નું હેયશ્રદ્ધાન, અને નિજતત્ત્વનું ઉપાદેયશ્રદ્ધાન છે. તત્ત્વજ્ઞાનમાં પરતત્ત્વનું રૂપ હેય જાણ્યું, નિજતત્ત્વનેઉપાદેય જાણ્યું. ભવભોગાદિ વિરતિ કાર્યકારી જાણી, સમ્યક્ત્વ-આચરણરીતિ ઉપાદેય જાણી. એવા વ્યવહારતત્ત્વથી મિશ્રિત હૈય-ઉપાદેયના વિચારો સભ્યભેદ સહિત હોય છે. આ વ્યવહાર થતાં મન-ઇન્દ્રિય-ઉપયોગને નિરોધી નિજસમ્યસ્વરૂપને શુદ્ધ અનુભવે સિદ્ધ સમાન નિજ સ્વરૂપનું શ્રદ્ધાન કરે. સાત તત્ત્વનો ભેળ નથી. નિજ શુદ્ધ તત્ત્વ અનુભવગોચર કરે. નિશ્ચયથી શ્રદ્ધાનમાં પોતાનો પ૨માત્મા શુદ્ધ છે. નિશ્ચયથી જ્ઞાન, પરમાત્માનું જાણપણું કેવલજ્ઞાનજાતિથી જાણે; અલ્પ સમ્યગ્નાનથી સંપૂર્ણ સમ્યજ્ઞાનને ( પોતાની) પ્રતીતિમાં જાણે. સ્વસંવેદનમાં જાતિરૂપથી પોતાનું સ્વરૂપ કેવલજ્ઞાનમાં બરાબર જાણ્યું. થોડા જ્ઞાનમાં ઘણા જ્ઞાનની પ્રતીતિ આવી. નિશ્ચયથી સ્વરૂપ જાણ્યું, તે નિશ્ચયજ્ઞાનપરિણતિથી સ્વરૂપમાં આચરવું તે સ્વરૂપાચરણ છે. પરમાત્માનું શ્રદ્ધાન-જ્ઞાન, નિશ્ચયથી કેટલીક જ્ઞાનાદિ શુદ્ધશક્તિથી, થયું
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #52
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૮
અનુભવ પ્રકાશ તેવી જ રીતે આચરણ થયું. નિશ્ચયનય પરમાત્મા છે. પરિણતિ તેવી જ નિશ્ચયરૂપ પરિણમી છે. એ નિશ્ચયરત્નત્રય, પ્રથમ વ્યવહારરત્નત્રય થતાં, થાય છે. માટે વ્યવહારરત્નત્રય સાધક છે, નિશ્ચયરત્નત્રય સાધ્ય છે. સમ્યગ્દષ્ટિને વિરતિવ્યવહારપરિણતિ સાધક છે, ત્યાં ચારિત્રશક્તિ મુખ્ય સાધ્ય છે. તે કહેવામાં આવે છે. વિરતિપરિણતિ એટલે રતિ ન હોવી તે. તેનો ભેદ વિષયોમાં રતિ નહિ, કષાયોમાં રતિ નહીં. અશુભાચરણનો ત્યાગ, શુભાચરણમાં પણ રતિ નહીં, કર્મકરસૂતિમાં પણ રતિ નહીં. જેમ જેમ પરરતિભાવ તજે તેમ તેમ સ્વરૂપમાં સ્થિરતા, વિશ્રામ અને આચરણ થાય, ત્યાં ચારિત્ર કહીએ. પરિણતિશુધ્ધતા પ્રગટતાં ચારિત્રશક્તિ મુખ્ય સાધ્ય છે.
દેવગુરુશાસ્ત્રની ભક્તિ-વિનયનમસ્કારાદિ ભાવ સાધક છે, ત્યાં વિષયાદિથી ઉદાસીનતામાં પરિણતિની સ્થિરતા (થવી તે) સાધ્ય છે. દેવભક્તિ, વ્યક્ત શુદ્ધ ચેતનારૂપ, પ્રગટ અનંતગુણરૂપ એવા વ્યક્તિ પરમાત્મા તેમની પૂજા, સેવા, (તેના પ્રત્યે) મનથી પરિપૂર્ણ પ્રીતિ, બાહ્ય પ્રભાવના, અંતરંગ ધ્યાન, ગુણવર્ણન, અવજ્ઞાઅભાવ પરમ ઉત્સાહ, મન-વચન કાર્ય-ધન સર્વ ભક્તિના નિમિત્તે લગાવે, અને પોતાના પ્રાણથી પણ (વધારે) વલ્લભ જાણે, પ્રાણને દુઃખ-મૂલ જાણે. તેને અનંતસુખનું કારણ જાણે, શુદ્ધસ્વરૂપ જાણી ભક્તિ કરે, પોતે શુદ્ધસ્વરૂપનો અભિલાષી તેથી તેમની ભક્તિ રુચિ-શ્રદ્ધા-પ્રતીતિથી કરે, શાસ્ત્રની ભક્તિ કરે. શાથી? કે પોતાનું સ્વરૂપ શાસ્ત્રથી પામે છે. સંસારદુઃખની હાનિ સ્વરૂપભાવનાથી થાય છે, તે પામે. સ્વપરવિવેક ગ્રંથોથી પ્રગટે. મોક્ષમાર્ગ મોક્ષસ્વરૂપ-વાણીથી સમજાય છે માટે શાસ્ત્રભક્તિ કહી છે. ગુરુ મોક્ષમાર્ગને ઉપદેશ છે, શાંતમુદ્રાધારી ગુરુમુદ્રા વચન બોલ્યા વિના જ મોક્ષમાર્ગ દર્શાવે છે. એવા શ્રી ગુરુ સર્વદોષ રહિત, તેની ભક્તિ રહી છે. તેમની ભક્તિ મુક્તિનું કારણ જાણી કરે. ત્યારે ભવભોગથી ઉદાસ થઈ મનસ્વરૂપની જ સ્થિરતા ચાહે. ક્યિા સાધે તેથી તેમની ભક્તિ સાધક છે, મનની સ્થિરતા સાધ્ય છે.
શુભોપયોગના ત્રણ ભેદ છે, ક્રિયારૂપ, ભક્તિરૂપ, અને ગુણગુણીના ભેદવિચારરૂપ, એ ત્રણેના સાતિય સહિત અને નિરતિશય સહિત છ ભેદ થયા. સમ્યકત્વ સહિત તો ત્રણેય સાતિશય, સમ્યકત્વ વિના
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #53
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૯
અનુભવ પ્રકાશ ત્રણેય નિરતિશય, સામ્યકત્વ સહિતમાં તો નિયમ છે કે તે પરંપરા મોક્ષ કરે ને કરે જ. સામ્યકત્વ વિનાનો શુભપયોગ સંસારસુખ આપે, દેવપદ આપે કે રાજપદ આપે, ત્યાં દેવગુરુશાસ્ત્રનું નિમિત્ત હોય તેને લાભ થવો હોય તો થાય, નહિ તો ન થાય. કાર્યને કારણે નિયમ વગર છે, એવી રીતિ જાણવી એ પ્રકારે શુભોપયોગ સાધક છે, પરંપરા મોક્ષ સાધ્ય છે.
અંતરાત્મા ભેદજ્ઞાન વડ પરથી ભિન્ન નિજ રૂપને જાણે છે. સિદ્ધ સમાન પ્રતીતિ જ્ઞાનગોચર કરે ત્યારે સ્વયમેવ સાધક છે, નિશ્ચયનયે અભેદ પરમાત્મા સાધ્ય છે. જ્યાં જ્ઞાનાદિ મોક્ષમાર્ગ એટલે શુધ્ધોપયોગરૂપ એકદેશ-સ્વસંવેદન, ત્યાં મોક્ષસ્વરૂપ અભેદ જ્ઞાનમૂર્તિ આત્માને સાધે, તેથી અભેદજ્ઞાન મોક્ષરૂપ સાધ્ય છે. જધન્ય જ્ઞાનથી ઉત્કૃષ્ટ જ્ઞાન પામીએ, માટે જઘન્ય જ્ઞાન સાધક, ઉત્કૃષ્ટ જ્ઞાન સાધ્ય છે. જ્યાં અલ્પ જ્ઞાનાદિથી નિશ્ચલ કરે ત્યાં તે નિશ્ચય વધે છે. જેવી રીતે અલ્પ અમલથી, (તેને) ચાહીને લીન થતા, અમલ ઘણો ચડે છે તેમ બહુ નિશ્ચયપરિણતિરૂપ જ્ઞાનાદિ ગુણ વધે તે સાધ્ય છે. સમ્યકત્વી જીવ દર્શનશાનચારિત્ર્યને સાધે છે. માટે સમ્યક દર્શનજ્ઞાનચારિત્ર સાધ્ય છે, સમ્યકત્વી સાધક છે. સમ્યકત્વ (સમ્યફ ) જ્ઞાનાદિ ભાવ શુદ્ધ થતાં જ્યારે દ્રવ્યકર્મ મટે ત્યારે દ્રવ્યમોક્ષ થાય છે, માટે ગુણમોક્ષ સાધક છે, દ્રવ્યમોક્ષ સાધ્ય છે. ક્ષપકશ્રેણીએ ચઢે ત્યારે તદ્દભવ મોક્ષ થાય, માટે ક્ષપકશ્રેણી ચઢવી સાધક છે, તદ્ભવ મોક્ષ સાધ્ય છે; દ્રવ્ય (દ્રવ્ય) લિંગ હોય અને ભાવે સ્વરૂપભાવનો ભાવ હોય, ત્યારે સાક્ષાત્ મોક્ષ સાધે તેથી દ્રવ્યથી, ભાવથી થયેલો યતિવ્યવહાર સાધક છે, ત્યાં સાક્ષાત્ મોક્ષ સાધ્ય છે. ભાવમનનો વિકાર વિલય થયે સાક્ષાત્ મોક્ષ થાય છે માટે ભાવમનાદિરીતિનો વિલય સાધક છે, સાક્ષાત્ મોક્ષરૂપ સાધ્ય છે.
જ્યાં પૌદ્રાલિક કર્મ ખરવા સાધક છે, શાથી કે ? પૌઢાલિક કર્મવિપાક આવ્યું મનોવિકાર ઊપજે છે, તેથી પુદ્ગલ જ ખરી જાય છે ત્યારે મનોવિકાર ક્યાંથી રહે? તેથી મનોવિકાર વિલય થવો સાધ્ય છે, કર્મ ખરવા સાધક છે. જે પરમાણુમાત્ર પણ પરિગ્રહ હોય તો મમતાભાવ હોય ને હોય જ તેથી પરમાણુમાત્ર પરિગ્રહ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #54
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
४०
અનુભવ પ્રકાશ
સાધક છે, મમતાભાવ સાધ્ય છે. મિથ્યાત્વથી સંસારભ્રમણ થાય છે માટે મિથ્યાત્વ સાધક છે, સંસારભ્રમણ સાધ્ય છે, સમ્યક્ત્વ થયે મોક્ષ થાય તેથી સમ્યક્ત્વ સાધક છે, મોક્ષ થવો સાધ્ય છે. જેવી કાલલબ્ધિ આવે તેવી જ સ્વભાવસિધ્ધિ થાય માટે કાલલબ્ધિ સાધક છે, તેવો જ સ્વભાવ થવો સાધ્ય છે. સાધકસાધ્યભેદ અનેક છે, તેને જાણવા.
શબ્દ સાધક છે, અર્થ સાધ્ય છે. અર્થ સાધક છે, જ્ઞાનરસ સાધ્ય છે. સ્થિરતા સાધક છે, ધ્યાન સાધ્ય છે, ધ્યાન સાધક છે. કર્મ ખરવાં સાધ્ય છે. કર્મ ખરવાં સાધક છે, દ્રવ્યમોક્ષ સાધ્ય છે, રાગદ્વેષમોહનો અભાવ સાધક છે, સંસારભાવ સાધ્ય છે. ધર્મ સાધક છે, પરમપદ સાધ્ય છે. સ્વવિચારપ્રતીતિરૂપ સાધક છે, અનાકુળભાવ સાધ્ય છે. સમાધિ સાધક છે, નિજશુદ્ધસ્વરૂપ સાધ્ય છે. સ્યાદ્વાદ સાધક છે, યથાર્થ પદાર્થની સાધના સાધ્ય છે. ભલી ભાવના સાધક છે, વિશુધ્ધજ્ઞાન કલા સાધ્ય છે, વિશુધ્ધજ્ઞાનકલા સાધક છે, નિજપરમાત્મા સાધ્ય છે. વિવેક સાધક છે. કાર્ય સાધ્ય છે. ધર્મધ્યાન સાધક છે, શુક્લધ્યાન સાધ્ય છે. શુક્લધ્યાન સાધક છે, સાક્ષાત્મોક્ષ સાધ્ય છે. વીતરાગભાવ સાધક છે, કર્મ-અબંધ (કર્મનો બંધ ન થવો તે) સાધ્ય છે, સંવર સાધક છે, નિર્જરા સાધ્ય છે. નિર્જરા સાધક છે, મોક્ષ સાધ્ય છે. ચિક્રિકારઅભાવ સાધક છે, શુદ્ધોપયોગ સાધ્ય છે. દ્રવ્યશ્રુતનું સમ્યગ્ અવગાહન સાધક છે, ભાવશ્રુત સાધ્ય છે. ભાવશ્રુત સાધક છે, કેવલજ્ઞાન સાધ્ય છે. ચેતનમાં ચિત્તને લીન કરવું સાધક છે, અનુભવ સાધ્ય છે. અનુભવ સાધક છે, મોક્ષ સાધ્ય છે, નયભંગી સાધક છે, પ્રમાણભંગી સાધ્ય છે. પ્રમાણભંગી સાધક છે, વસ્તુસિદ્ધિ કરવી તે સાધ્ય છે. શાસ્ત્રનું સમ્યગ્ અવગાહન સાધક છે, શ્રદ્ધા ગુણજ્ઞતા સાધ્ય છે, શ્રધ્ધાગુણ સાધક છે, પરમાર્થ પામવો તે સાધ્ય છે. યતિજનસેવા સાધક છે, આત્મહિત સાધ્ય છે. વિનય સાધક છે, વિધાલાભ સાધ્ય છે. તત્ત્વશ્રદ્ધાન સાધક છે, નિશ્ચયસમ્યક્ત્વ સાધ્ય છે. દેવશાસ્ત્રગુરુની પ્રતીતિ સાધક છે, તત્ત્વ પામવું તે સાધ્ય છે. તત્ત્વામૃત પીવું સાધક છે, સંસા૨ખેદ મટવો સાધ્ય છે. મોક્ષમાર્ગ સાધક છે, સંસારખેદ મટવો સાધ્ય છે.
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #55
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અનુભવ પ્રકાશ
૪૧ મોક્ષમાર્ગ સાધક છે, મોક્ષ સાધ્ય છે. ધ્યાન સાધક છે, મનોવિકાર વિલય (થવા) સાધ્ય છે. ધ્યાનાભ્યાસ સાધક છે, ધ્યાનસિદ્ધિ સાધ્ય છે. સૂત્રતાત્પર્ય સાધક છે, શાસ્ત્રતાત્પર્ય સાધ્ય છે. નિયમ સાધક છે, નિશ્ચયપદને પામવું તે સાધ્ય છે. નય, પ્રમાણ, નિક્ષેપ સાધક છે, ન્યાયસ્થાપના (ન્યાયને સ્થાપવો તે) સાધ્ય છે. સમ્યક્ પ્રકારે હેય-ઉપાદેયને જાણવું સાધક છે, નિર્વિકલ્પ નિજરસ પીવો તે સાધ્ય છે. પરવસ્તુથી વિરક્તપણે સાધક છે, નિજ વસ્તુની પ્રાપ્તિ સાધ્ય છે. પરદયા સાધક છે, વ્યવહારધર્મ સાધ્ય છે. સ્વદયા સાધક છે, નિજધર્મ સાધ્ય છે. સંવેગાદિ આઠ ગુણ સાધક છે, સમ્યકત્વ સાધ્ય છે. ચેતનભાવના સાધક છે, સહજ સુખ સાધ્ય છે. પ્રાણાયામ સાધક છે, મનોવશીકરણ સાધ્ય છે. ધારણા સાધક છે, ધ્યાન સાધ્ય છે, ધ્યાન સાધક છે. સમાધિ સાધ્ય છે. આત્મચિ સાધક છે, અખંડ સુખ સાધ્ય છે. નય સાધક છે, અનેકાંત સાધ્ય છે. પ્રમાણ સાધક છે, વસ્તુને પ્રસિદ્ધ કરવી તે સાધ્ય છે. વસ્તુગ્રહણ સાધક છે, સકલકાર્ય-સામર્થ્ય સાધ્ય છે. પરપરિણતિ સાધક છે, ભવદુઃખ સાધ્ય છે. નિજપરિણતિ સાધક છે, સ્વરૂપાનંદ સાધ્ય છે. એવી રીતે સાધકસાધ્યના અનેક ભેદ જાણી નિજ અનુભવ કરો. આ બધું સ્વરૂપઆનંદ પામવાને માટે બતાવ્યું છે. કર્મકલ્પના કલ્પિત છે. આત્મા સહજ અનાદિ સિધ્ધ છે, અનંતસુખરૂપ છે, અનંતગુણ-મહિમાને ધરે છે. વીતરાગ ભાવનાથી શુદ્ધોપયોગને ધારીને સ્વરૂપસમાધિમાં લીન થઈને સ્વસંવેદનજ્ઞાનપરિણતિ વડે પરમાત્મા પ્રગટ કરો.
કોઈ કહેશે કે આજના સમયમાં નિજ સ્વરૂપની પ્રાપ્તિ કઠણ
-----------------------------------
=
=
=
=
=
=
=
=
=
=
==
૧. શુદ્ધાતમ અનુભૌ કિયા, શુદ્ધજ્ઞાન દગ ઔર; મુક્તિપંથ સાધન યહે, વાજાલ સબ ઔર. ૧૨૬.
પં. બનારસીદાસજી કૃત
નાટકસમયસાર. ૨. પાઠાન્તર - “નિજ સ્વરૂપની પ્રાપ્તિ કઠણ છે.’ તેને બદલે “સ્વરૂપ કઠણ છે” એવો પાઠ
છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #56
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અનુભવ પ્રકાશ છે, (કારણ કે) પરિગ્રહવંત તો બહિરાત્મા છે, તેથી (એમ કહેવાથી તેણે) સ્વરૂપ પામવાની ચાહ મટાડી. (પાઠાન્તર:- તેમ કહેનાર સ્વરૂપ પામવાની ચાહ મટાડનાર બહિરાત્મા છે.) પરંતુ આજથી અધિક પરિગ્રહું, ચોથા કાલના મહાપુણ્યવંત નર ચક્રવર્તી આદિ તેમને, હતો. તો આને તો થોડો છે, તે પરિગ્રહ જોરાવરીથી (બળજરીથી) એના પરિણામોમાં આવતો નથી. એ પોતે જ દોડા દોડી પરિગ્રહમાં ખેંચે છે. જ્યારે નવરો હોય ત્યારે વિકથા કરે છે. ત્યારે સ્વરૂપના પરિણામ કરે તો કોણ રોકે છે? પર પરિણામ સુગમ, નિજ પરિણામ વિષમ બતાવે છે. દેખો! અચરજની વાત છે કે દેખે છે, જાણે છે છતાં દેખ્યો ન જાય, જાણ્યો ન જાય, એમ કહેતાં લાજ પણ આવતી નથી ! સંસારચાતુરીમાં ચતુર, પોતાને જાણવામાં શઠ એવો હઠ-ધટતાથી પકડી, પકડીને પર-રતવ્યસનમાં ગાઢ બન્યો. સ્વભાવબુદ્ધિને વિસરીને, ભારે ભવ બાંધીને (આંધળો
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
૧. બાહ્ય પરિગ્રહ ભલે થોડો કે ઝાઝો ગમે તેટલો કેમ ન હોય, પરંતુ તેમાં વિશેષતા મમત્વ, મૂછ, વૃદ્ધતા કે અતિ-આસક્તિની છે. જે જેટલો મમત્વપરિણામવાળો હશે તેટલો જ અધિક પરિગ્રહી છે, પરંતુ (ચારિત્ર અપેક્ષાએ ભેદજ્ઞાની) જેટલો મમત્વ ઓછો કરશે તેટલો અપરિગ્રહી છે. ભરત ચક્રવર્તી છ ખંડની વિભૂતિના ધારક હતા પરંતુ તેઓ તેના સ્વામી નહોતા, તેઓ તેને કર્મોદયનો વિપાક સમજતા હતા, એ કારણે તેઓ તે પરિગ્રહમાં રહેવા છતાં પણ નામમાત્રના પરિગ્રહી હતા. પરંતુ જે બહારમાં દરિદ્રી છે પણ અંતરંગમાં અત્યંત મૂછથી યુક્ત છે તે બાહ્ય સમાગ્રીના સંચય વિના પણ બહુ પરિગ્રહી છે.
વળી બાહ્ય પરિગ્રહ ગમે તેટલો કેમ ન રહે, જ્ઞાની જીવ તેને પોતાનો નથી માનતા. તેથી તે બલજોરીથી કે જબર્દસ્તીથી કોઈનું કાંઈ બગાડી શકતા નથી. પરંતુ જ્યારે પોતાના જ પરિણામ બગાડ ત્યારે જ બાહ્ય વસ્તુને નિમિત્તકારણ કહેવામાં આવે છે. તેથી કેવળ બાહ્ય વસ્તુને દોષ દેવો ઉચિત નથી. પોતાની સરાગ પરિણતિ જ ઘાતક છે અને બંધ કરે છે. પં. બનારસીદાસે યોગ્ય કહ્યું છે કે
જ્ઞાની જ્ઞાનમગન રહે, રાગાદિક મલ ખોય; ચિત્ત ઉદાસ કરણી કરે, કરમ બંધ નહિ હોય.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #57
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અનુભવ પ્રકાશ
૪૩ બની) અંધધંધામાં ધાયો, પોતે ઓળખાયો નહિ; હવે શ્રી ગુરુપ્રતાપથી સત્સંગ મેળવો, જેથી ભવતાપ મટે, પોતે પોતાનામાં જ પામે, જ્ઞાનલક્ષણથી પિછાણે, પોતે ચિંત્વન ધારણ કરે, નિજપરિણતિ વધારે, નિજમાં જ લય (લીનતા) લગાવે, સહજ
સ્વરસને પામે, કર્મબંધનને મટાડે, નિજમાં નિજપરિણતિભાવ લગાડે, શ્રેષ્ઠચિગુણપર્યાયને ધ્યાવે ત્યારે હર્ષ પામે, મનવિશ્રામ આવે, સ્વરસા સ્વાદને જે પામે (તેને) નિજ-અનુભવ કહેવાય. તેને દૂર કોણ બતાવે? (વળી) ભવભ્રમણ ઘટાડે. પોતે અલખને ઓળખે, ચિદાનંદને દર્શાવે, અવિનાશી રસ પામે, જેનો જશ ભવ્ય જીવો ગાય છે, જેનો અપાર મહિમા છે. (જને) જાણતાં ભવભાર મટે છે. એવા મહા અવિકાર સમયસારને જાણી લેજો.
સદાય જીવો, એમ કરો કે જેથી તે (આત્મા) (આત્માનો) દ્રોહી ન થાય, જિનાગમમાં એવી વાત કહી છે કે પોતાને અવલોક્ય શુદ્ધ ઉપયોગ થાય. પરનો વિયોગ ભાવ્ય, સહજ ઓળખાય. ત્રણ લોકનો નાથ વિખ્યાત છે. નિજ અનુરાગપૂર્વક વીતરાગભાવને ધારણ કરો; આ દાવ પામ્યો છો, ફરી (આવો) ઉપાય મળવાનો નથી, માટે જેનાથી ભવફંદ મટે એવો ભાવ ધારણ કરો. તેથી માનસ્થંભને મટાડી, માયાજાલને જલાવી, ક્રોધાગ્નિને બુઝાવી, લોભલહરીઓને મટાડી, વિષયભાવનાને ન ભાવી ચિદાનંદરાયપદને દેખો, દેખો, પોતે પોતાને ગવેષો. પરંવેદનાનું ઉચ્છેદન કરી, સહજભાવ ધરી, અન્તર્વેદી થઈ, આનંદધારાને નિહાળી નિશ્ચયરૂપ પરમાત્માને દેખો.
આ પરિણતિરૂપ નારીથી લલચાઈ કુમતિ સખીના સંગે ૧. આમદરવ જાક કારણ સદૈવ મહા, ઐસો નિજ ચેતનમેં ભાવ અવિકારી હૈ; તાહીકી ધરણહારી જીવકી સકતિ એસી, તાસોં જીવ જીર્વે તિહું કાલ ગુણધારી હૈ, દ્રવ્યગુણપર્યાય યે તો જીવદશા સબ, ઈનહીÄ વસ્તુ જીવ જીવનતા સારી હૈં સબકૌ આધાર સાર મહિમા અપાર જાકી, જીવનશક્તિ “વીપ' જીવ સુખાકારી હૈ. ૫૯.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #58
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
४४
અનુભવ પ્રકાશ ગતિ ગતિમાં પડી નિજ પરિણતિરાણીના વિયોગથી ઘણો દુ:ખી થયો. હવે નિજ પરિણતિની સાથે અતીન્દ્રિય ભોગ ભોગવો, જ્યાં સહજ અવિનાશી રસ વરસે છે. (પાનની) 'પિચકારીમાં પધરાગમણિ કલ્પી જઠો જ આનંદ માનો છો, એ પ્રમાણે પરમાં નિજભાવ 'કલ્પો છો તે જાઠી જ હોંશ પૂરી કરવા જાઓ છો, પણ તે પૂરી નહીં થાય. આકાશમાં એક દેવ છે. તેના હાથમાં ચિંતામણિ છે, તેના પ્રતિબિંબને પોતાના વાસણના જળમાં જોઈ (પોતે) મનમાં વિચારે કે મારી પાસે ચિંતામણિ છે.” તેના ભરોસે પારકાનું લાખોનું દેવું કર્યું તેથી શું સિદ્ધિ છે? જદૂઠી કલ્પના તમને જ દુઃખદાયક છે. સાચો ચિંતામણિ પોતાના ઘરમાં, તેને તો દીઠો નહિ ને (આ તરફ) પ્રતિબિંબમાંથી કાંઈ (ચિંતામણિ ) હાથ નહિ આવે. ઘણો ખેદ કરો છો તેથી શું બડાઈ? હવે પોતાનું સાચું અખંડ પદ દેખો. બ્રહ્મ સરોવર આનંદ સુધારસથી પૂર્ણ છે, જેનો સુધારસ પીતાં અમર થવાય તે રસ પીઓ.
૧. કફનો રોગી પાન ખાઈને થેંક્યો હોય તેને દેખી ચંદ્રના પ્રકાશમાં કોઈને એમ ભ્રમ થાય કે આ લાલમણિ છે.
૨. જ્ઞાન ઉપયોગયોગ જાકૌ ન વિયોગ હુવૌ, નિહર્મ નિહાર એક તિર્દૂ લોક ભૂપ હૈ; ચેતન અનંતરૂપ સાસત વિરાજમાન, ગતિ ગતિ ભ્રમ્યો તો અમલ અનૂપ હૈ. જૈસે મણિ માંહિ કોઊ કાંચ ખંડ માને તો, મહિમા ન જાય વામેં વાહીકો સરૂપ હૈ; એસે હી સંભારીકે સરૂવકો વિચાયી મેં, અનાદિકો અખંડ મેરો ચિદાનંદ રૂપ હૈ. –૩૦
-જ્ઞાન દર્પણ.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #59
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અથ અનુભવવર્ણનમ્
પૌદ્રાલિક કર્મથી જ પાંચ ઇન્દ્રિય અને છઠ્ઠી મનરૂપ સંજ્ઞી દેહ બન્યો છે, તે દેહમાં તેના પ્રમાણમાં રહેલું જીવદ્રવ્ય પણ ઇન્દ્રિય અને મનસંજ્ઞાનું નામ પામે છે. ભાવ-ઈન્દ્રિય, ભાવમન એવા છ પ્રકારે ઉપયોગપરિણામના પણ ભેદ પડ્યા છે. એક-એક ઉપયોગપરિણામ એકને જ દેખે, જાણે. મનનો ઉપયોગપરિણામ ચિંતા-વિકલ્પને દેખે, જાણે. પરિણામવિચાર વિકલ્પ-ચિંતારૂપ માનવું હોય છે. તેમ થતાં તે પરિણામભેદને “મન” નામ કહ્યું, દેખો, સંત ! બીજું, હવે આને એક જ્ઞાનનું નામ લઈ કથન કરું છું. તે જ્ઞાનના કથનથી દર્શનાદિ સર્વગુણ આવી ગયા. આ મન-ઇન્દ્રિયભેદોના જ્ઞાનના પર્યાયનું નામ મતિસંજ્ઞા છે, મન ભેદજ્ઞાનથી (વિશેષજ્ઞાનથી) અર્થથી અર્થાન્તર વિશેષને જાણે છે, આ જાણવાને
શ્રુત' સંજ્ઞા કહીએ, એ બંને જ્ઞાનપર્યાય (બે પ્રકારે) કુરૂપ ( વિપરીતરૂપ) (અને) સમ્યકરૂપ છે.
મિથ્યાત્વીનું મતિધ્રુતરૂપ જાણવું છે, તે જાણવામાં સ્વ-પર વ્યાપક અવ્યાપકની જાતિ નથી. તે શેયને પોતારૂપ જાણે અથવા જાણે પણ નહીં. મિથ્યાત્વીના જાણવામાં કુરૂપતા-વિપરીતતા છે. સમ્યગ્દષ્ટિ પરને પર જાણે છે, સ્વ ને સ્વ જાણે છે. મિથ્યાત્વી, ચારિત્રમાં પરને નિજરૂપ અવલંબે છે, (ત્યારે) સમ્યગ્દષ્ટિ નિજને નિજરૂપ અવલંબે છે. સમ્યકતા (સમ્યકત્વ) સવિકલ્પ-નિર્વિકલ્પરૂપથી બે પ્રકારે છે. જઘન્યજ્ઞાની તે પરયને અવ્યાપક પરરૂપપણે જાણી
૧. આનું વિસ્તૃત વિવેચન આત્મવલોકનના “અનુભવવિવરણ” ના પ્રકરણમાં દેખવું.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #60
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૬
અનુભવ પ્રકાશ પોતાને જાણનરૂપે વ્યાપક જાણે તે તો સવિકલ્પ સમ્યકતા. બીજાં જે પોતે પોતાને જ જાણનરૂપે પોતાને જ વ્યાપ્યવ્યાપક જાણ્યા કરે તે નિર્વિકલ્પરૂપ સમ્યકતા છે. વળી જે એક વાર એક જ સમયમાં અને સર્વ સ્વપણે જાણે તથા સર્વ પરને પરપણે જાણે ત્યાં ચારિત્ર પરમ શુદ્ધ છે, તે સમ્યતાને પરમ-સર્વથા-સમ્યતતા કહીએ. તે કેવલદર્શન-જ્ઞાનપર્યાય વિષે હોય છે.
બીજાં જે શેયપ્રતિ ઉપયોગ લગાડે, તેને જ જાણે, અન્યને ન જાણે. મિથ્યાત્વનું કે સમ્યગ્દષ્ટિનું શેયપ્રયંજન જ્ઞાન તો એક સરખું છે, પરંતુ ભેદ એટલો જ કે મિથ્યાત્વી જેટલું જાણે તેટલું અયથાર્થરૂપ સાધે અને સમ્યગ્દષ્ટિ તે જ ભાવને જાણે તેટલા બધાને યથાર્થરૂપ સાધે. તેથી તે સમ્યગ્દષ્ટિના ચારિત્રના અશુદ્ધ પરિણામથી બંધ થઈ શકતો નથી. તે ઉપયોગપરિણામોએ બંધ-આશ્રવરૂપ અશુદ્ધ પરિણામની શક્તિને રોકી રાખી છે. તેથી તે નિરાશ્રવ નિર્બધ છે; અને સર્વ એક પોતાને જ પોતે ચિત્તવસ્તુ વ્યાપકવ્યાપ્યતાથી સ્વયમેવ પ્રત્યક્ષ દેખવા-જાણવા લાગે અને તે ચારિત્રપરિણામ નિજ ઉપયોગમય ચિત્તવસ્તુમાં સ્થિરીભૂત શુદ્ધ વીતરાગમગ્નરૂપે પ્રવર્ત; તેને જ ચારિત્ર પરિણામજન્ય નિજાર્થ (નિજાનંદ) થાય છે. એ રીતે સમ્યગ્દષ્ટિનાં દર્શનજ્ઞાનચારિત્રસહિત પરિણામ નિજ ચિત્તવસ્તુને જ વ્યાપ્યવ્યાપકરૂપ દેખતાં, જાણતાં, આચરતાં નિજસ્વાદ લે છે. એ નિજસ્વાદદશાનું નામ સ્વાનુભવ કહીએ છીએ. ૧ સ્વાનુભવ થતાં નિર્વિકલ્પ સમ્યકત્વ ઊપજે છે. (તેને) સ્વાનુભવ કહો, યા કોઈ નિર્વિકલ્પ દશા કહો, વા આત્મસન્મુખ ઉપયોગ કહો, વા ભાવમતિ, ભાવકૃત કહો, વા સ્વસંવેદનભાવ, વસ્તુમગ્નભાવ, વા આચરણ કહો, સ્થિરતા કહો, વિશ્રામ કહો, સ્વસુખ કહો, ઈન્દ્રિયમનાતીત ભાવ, શુદ્ધોપયોગ સ્વરૂપમગ્ન, વા નિશ્ચયભાવ સ્વરસસામ્યભાવ, સમાધિભાવ, વીતરાગભાવ, અદ્વૈતાવલંબીભાવ, ચિત્તનિરોધભાવ, નિજધર્મભાવ, યથાસ્વાદરૂપ ભાવ, એ પ્રમાણે સ્વાનુભવનાં ઘણાં નામ છે,
---------------------- ૧. વસ્તુ વિચારત ધ્યાવર્ત મન પાવૈ વિશ્રામઃ રસ સ્વાદત સુખ ઊપજે, અનુભવ યાકૌ નામ. ૧૭
—
—
—
—
—
—
—
—
—
——
—
—
—
—
—
—
—
—
-સમયસારનાટક
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #61
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અનુભવ પ્રકાશ
४७ તો પણ એક “ સ્વાદરૂપ અનુભવદશા” એવું મુખ્ય નામ જાણવું. જે સમ્યગ્દષ્ટિ ચોથા (ગુણસ્થાન) નો છે તેમને તો સ્વાનુભવનો કાલ લઘુ અન્તર્મુહુર્ત સુધી રહે છે. (ફરી) (તેને) તે (સ્વાનુભવ) ઘણા કાલ પછી થાય છે. તેનાથી (અવિરત સમ્યગ્દષ્ટિના કાલથી) દેશવ્રતીનો સ્વાનુભવ રહેવાનો કાલ વધુ છે, અને તે સ્વાનુભવ થોડા જ કાલ પછી થાય છે. સર્વવિરતિનો સ્વાનુભવ દીર્ધ અન્તર્મુહૂર્ત સુધી રહે છે. ધ્યાનથી પણ થાય છે તથા ઘણા થોડા થોડા કાલ પછી સ્વાનુભવ સાતમાં ગુણસ્થાનમાં વારંવાર થયા જ કરે છે. તે જ પરિણામ કે જે પૂર્વે સ્વાનુભવરૂપ થયા હતા તે તો સ્વાનુભવરૂપ રહ્યા પણ ત્યાંથી (તે પરિણામ) મુખ્યરૂપે કર્મધારાથી નીકળી નીકળી, સ્વરસસ્વાદ રૂપ-અનુભવરૂપ થઈ થઈને વધતા ચાલે છે. જેમ જેમ પછીનો કાલ આવે છે તેમ તેમ પછી પછીના પરિણામ સ્વસ્વાદરસરૂપ-અનુભવરૂપ થઈ થઈ વધતા ચાલે છે. એ પ્રમાણે ત્યાંથી અનુભવદશાના પરિણામ વધી વધીને પલટતા જાય છે. તે ક્ષીણ મોહ ગુણસ્થાનના અંત સુધી જાણવું.
હે ભવ્ય ! તું એક વાત સાંભળ-અમે એકવાર વળી ફરી કહીએ છીએ. આ સ્વાનુભવદશા સ્વસમયરૂપે સુખ છે, શાંતિ-વિશ્રામ છે, સ્થિરરૂપ છે, નિજકલ્યાણ છે, ચેન છે, તૃપ્તિરૂપ છે. સમભાવ છે, મુખ્ય મોક્ષરાહુ છે, એવી છે. વળી આ સમ્યક સવિકલ્પદશા-જો કે અહીં ઉપયોગ નિર્મલ છે તો પણ અહીં ચારિત્રપરિણામ પરાલંબી, અશુદ્ધ, ચંચલ હોવાથી સવિકલ્પદશા-દુ:ખ છે, તૃષ્ણાએ કરી ચંચલ છે, પુણ્યપાપરૂપ કલાપ (સમૂહ) છે, ઉદ્ધગતા છે, અસંતોષરૂપ છે, એવા એવા | વિલાપરૂપ છે. બંનેયથી (સવિકલ્પ, નિર્વિકલ્પ દશા બંનેયથી) ચારિત્રપરિણામની
અવસ્થા પોતામાં દીઠી છે. તેથી ભલું આ છે કે તું સ્વાનુભવરૂપ રહેવાનો ઉદ્યમ રાખ્યા કર, આ અમારું વચન વ્યવહારથી ઉપદેશકથન છે. ગુણસ્થાન પ્રમાણે જેટલી જેટલી વિશુદ્ધતા, સ્થિરતા વધી તેટલું તેટલું સુખ વધ્યું. બારમાં ગુણસ્થાન સુધી કષાય ઘટવાથી સ્થિરતા વધી (અને) મતિજ્ઞાના
૧. સાતમાં ગુણસ્થાનમાં સ્વાનુભવદશા વારંવાર થયા જ કરે છે. ૨. પાઠાન્તર- સ્વરસમયરૂપ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #62
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
४८
અનુભવ પ્રકાશ વરણ અને શ્રુતજ્ઞાનાવરણના ક્ષયોપશમથી સ્વસંવેદનરસ વધ્યો. સ્વસંવેદનસ્થિરતાથી ઊપજેલો રસાસ્વાદરૂપ સ્વાનુભવ તે અનંતસુખનું મૂલ છે.
તે અનુભવ ધારાધર (મૂશળધાર વરસાદરૂપ-ધારાપ્રવાહરૂપ) જાગતાં, દુઃખદાવાનલ રંચ પણ રહેતો નથી. મુનિજનો સ્વાનુભવને ભવવાસ ઘટાનો નાશ કરવા માટે પરમ પ્રચંડ પવન કહે છે. અનુભવસુધાનું પાન કરી અનેક ભવ્ય જીવ અમર થયા. અનુભવ જ પરમ પૂજ્ય પદને કરે છે. એના વિના સર્વવેદપૂરાણ નિરર્થક છે, સ્મૃતિ વિસ્મૃતિ છે, શાસ્ત્રાર્થ વ્યર્થ છે, પૂજા, ભજન મોહ છે, અનુભવ વિના નિર્વિઘ્ન કાર્ય વિધ્ર છે, પરમેશ્વરકથા તે પણ જૂઠી છે. તપ પણ જૂઠું છે, તીર્થસેવન જૂઠું છે.
(અનુભવ વિના ) તર્ક, પુરાણ, વ્યાકરણ ખેદ છે, ગામમાં ગાય, શ્વાનની જેમ અને વનમાં હરણાદિની જેમ અજ્ઞાન તપસી છે. પુરુષ ગમે ત્યાં રહે, અનુભવપ્રસાદથી તે (સદા) પૂજ્ય છે, અનુભવઆનંદ, અનુભવ-ધર્મ, અનુભવપરમપદ, અનુભવ-અનંતગુણ-રસ-સાગર અનુભવથી સિદ્ધ થાય છે, અનુપમ
જ્યોતિ, અમિત તેજ, અખંડ, અચલ, અમલ, અતુલ, અબાધિત, અરૂપ, અજર, અમર, અવિનાશી, અલખ, અછંદ, અભેદ, અક્રિય, અમૂર્તિક, અકર્તૃત્વ, અભોકતૃત્વ, અવિગત (નિત્ય ), આનંદમય, ચિદાનંદ, ઇત્યાદિ પરમેશ્વરના સર્વ અનંત વિશેષણોને અનુભવ સિદ્ધ કરે છે, માટે અનુભવ સાર છે.
ઘટા-વાદળ અનુભૌ અખંડ રસ ધારા૫ર જગ્ય જહાઁ. તહાઁ દુઃખ દાવાનલ રેચ ન રહતુ હૈ; કરમ નિવાસ ભવવાસ ઘટા ભાનવેક, પરમ પ્રચંડ પૌનિ મુનિજન કહેતું . થાક રસ પિમેં ફિર કાદૂકી ન ઈચ્છા હોય, યહ સુખદાની સબ જગમેં મહતુ હું; આનંદકી ધામ અભિરામ યહુ સન્તક, યાહીકે ધરૈયા પદ સાસતૌ લહત હૈ.
૧૨૭
- જ્ઞાન દર્પણ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #63
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
४८
અનુભવ પ્રકાશ મોક્ષનું નિદાન, સર્વ વિધાનનો શિરોમણિ, સુખનુ નિધાન, અમ્લાન અનુભવ છે. ઇન્દ્રાદિ, અનુભવી જીવ એવા મુનિજનના ચરણારવિંદને
૧. પરપદ આપો માનિ જગમૈ અનાદિ ભમ્યો, પાયો ન સ્વરૂપ જો અનાદિ સુખથાન હૈ રાગદ્વેષભાવનમેં ભવથિતિ બાધા મહા, વિના ભેદજ્ઞાન ભૂલ્ય ગુણ કૌ નિધાન હૈ. અચલ, અખંડજ્ઞાનજ્યોતિકો પ્રકાશ લિયે, ઘરમેં હી દેવ ચિદાનંદ ભગવાન હૈ: કહૈ “ઢીપચંદ્ર' આપ ઈન્ડહૂસે પાય પરે, અનુભૌ પ્રસાદપદ પાવૈ નિરવાન હૈ. ૧૨૪ દોહા - ચિદ હૃક્ષણ પહિચાનતેં
ઊપજે આનંદ આપ; અનુભૌ સહજ સરૂપકૌ,
જગમેં પુણ્યપ્રતાપ. ૧૨૫ જગમેં અનાદિ યતિ જે પદ ધારિ આયે, તેઉ સબ તિરે બહિ અનુભૌ નિધાનકોં; યાકે વિનુ પાયે મુનિ હૂ સુપદ નિંદત હૈ, યહુ સુખસિધુ દરશાવૈ ભાગવાનકી. નારકી હૂ નિકસિ જે તીર્થંકરપદ પાવૈ, અનુભૌ પ્રભાવ પહૂંચાવે નિરવાણકો; અનુભૌઅનંત ગુણધામ, ધરૈયા હીક, તિહું લોક પૂજૈ હિન જાનિ ગુણવાન કો દોહા
ગુણ અનંતકે રસ સર્બ, અનુભૌ રસકેમાંહિ; યાતેં અનુભૌ સરિખૌ, ઔર દૂસરો નહિ પંચ પરમ ગુરુ જે ભયે, જે હોંગે જગમાહિ; તે અનુભવપરસાદૌં, યામેં ધોખો નહિ ૧૫૪.
૧૨૬
૧૫૩
-જ્ઞાન દર્પણ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #64
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ૦
અનુભવ પ્રકાશ સેવે છે. તેથી અનુભવ કરીને એ ગ્રંથ ગ્રંથોમાં (દરેક સગ્રંથમાં) અનુભવની પ્રશંસા કહી છે. અનુભવ વિના કોઈ સાધ્યની સિદ્ધિ નથી. અનંતચેતના ચિહ્નરૂપ, અનંતગુણમંડિત, અનંતશક્તિધારક, આત્મપદના રસાસ્વાદને અનુભવ કહીએ.
- વારંવાર સર્વગ્રંથનો સાર, અવિકાર અનુભવ છે, અનુભવ શાશ્વત ચિંતામણિ છે. અનુભવ અવિનાશી રસકૂપ છે. અનુભવ મોક્ષરૂપ છે. અનુભવ તત્ત્વાર્થસાર છે. અનુભવ જગત-ઉદ્ધારણ છે. અનુભવથી અન્ય કોઈ ઊંચ પદ નથી, માટે અનુભવ સદાય સ્વરૂપનો કરો. અનુભવનો મહિમા અનંત છે. ક્યાં સુધી બતાવીએ. આઠકર્મ આત્મપ્રદેશ ઉપર પોતાની સ્થિતિથી (સ્થિતિ સુધી) બેઠા છે, તે સર્વ પુદ્ગલનો ઠાઠ છે. તેમના વિપાકના ઉદયથી ચિવિકાર થયો તે વિકાર જીવનો છે. નોકર્મરૂપ, દ્રવ્યકર્મરૂપ સર્વ વર્ગણા પુદ્ગલ છે. (અને) ભાવ જીવના છે. એક સો અડતાલીસ પ્રકૃતિવર્ગણા જડની બની છે. તેમના વિપાક-ઉદયની વ્યક્તતાનું નિમિત્ત પામીને ચિદ્વિકાર થયો, તે વિકારનો સ્વાંગ જીવે ધર્યો છે. આ શેયરંજક અશુદ્ધ ભાવ, તે શુદ્ધભાવની શક્તિ અશુદ્ધ થઈ, ત્યારે થયો છે. અશુદ્ધતા પરના નિમિત્તથી ઉફદૂ (ફૂગ, ઉપાધિ) –મેલ છે.
(પાઠાન્તર- અશુદ્ધ પરિણમનના નિમિત્તથી આ કર્મમલ લાગ્યો છે) પણ આણે (જીવે) કર્યો માટે આનો છે. (પણ) આનો મૂલ
અનુભવ ચિંતામણિ રતન, અનુભવ હૈ રસકૂપ; અનુભવમાર્ગ મોખકો, અનુભવ મોક્ષસ્વરૂપ ૧૮ અનુભૌકે રસકો રસાયન કહત જગ, અનુભૌ અભ્યાસ ચહુ તીરથકી ઠૌર હૈ અનુભૌકી જો રસા કાવૈ સોઈ પોરસા સુ, અનુભૌ અધોરભાસ ઊરકી દૌર હૈ. અનુભૌકી કેલિ યહૈ કામધેનુ ચિત્રાવેલિ, અનુભૌકૌ સ્વાદ પંચ અમૃતકૌ કોર હૈ અનુભૌ કરમ તૌર પરસોં પ્રીતિ જોરેં, અનુભૌ સમાન ન ધરમ કૌઉ ઔર હૈ, ૧૯ નાટક સમયસાર ઉત્થાનિકા- ૧૮-૧૯
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #65
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૧
અનુભવ પ્રકાશ ભાવ નથી. શાથી? કે વાદળાંની ઘટા લાલ, શ્યામ, પીત્ત, હરિતરૂપ થતાં આકાશ તેવું ન થયું. જેમ રત્ન ઉપર માટી ઘણી લપેટી છતાં રત્નનો પ્રકાશ માટીને લપેટવા છતાં ન ગયો, અંતરશક્તિ જેવી ને તેવી છે, તેમ આત્માને અશુદ્ધ ભાવ થતાં આત્માની દર્શનજ્ઞાનશક્તિ અભ્યત્તરમાં જેવી ને તેવી છે. પરપુદ્રાલનું નાટક (ઘણું ) બન્યું છે, તેને પુદ્ગલનો ખેલ જાણ, તું (તેને) તારા આત્માનો ખેલ ન જાણ.
તે કહેવામાં આવે છે. દશપ્રકારનો પરિગ્રહ-ક્ષેત્ર, બાગ, નગર, કૂપ, વાપી, તડાગ (તળાવ), નદી આદિ બધુંય પુદ્રાલ, માતા, પિતા, કલત્ર, પુત્ર, પુત્રી, વધુ, બંધુ, સ્વજન આદિ બધાય (કુટુંબીજનો ), સર્પ, સિંહ, વ્યાધિ, ગજ, મહિષ આદિ બધાય દુષ્ટો, અક્ષર, અનક્ષર, શબ્દાદિ ગાવું, બજાવવું, સ્નાન, ભોગ, સંયોગવિયોગની બધી ક્રિયા, પરિગ્રહનો મેલાપ તે મોટો, પરિગ્રહનાશ તે દરિદ્ર વગેરે બધી ક્યિા, ચાલવું, બેસવું, હલવું, બોલવું, કંપવું, વગેરે બધી ક્રિયા, - લડવું, બાથ ભીડવી, ચઢવું ઊતરવું, કૂદવું, નાચવું, ખેલવું, ગાવું, બજાવવું વગેરે બધી ક્રિયા-એ સર્વ પુદ્રાલનો ખેલ જાણ.
નર, નારક, તિર્યંચ, દેવ, તેમના વૈભવ, ભોગકરણ, વિષયરૂપ ઇન્દ્રિયોની ક્રિયા આદિ સર્વ પુદ્રાલનું નાટક છે. દ્રવ્યકર્મ, નોકર્મ આદિ સર્વ પુદ્રાલનો અખાડો છે. તેમાંનું ચિદાનંદ રંજિત થઈ પોતાના જાણે છે. પોતાનાં દર્શનજ્ઞાનચારિત્રાદિ અનંતગુણના અખાડામાં પરિણતિપાત્રો નાચે છે, સ્વરૂપરસ ઉપજાવે છે. જેટલા ગુણ છે તેટલાને વેદે છે. દ્રવ્યને વેદે છે. સર્વ ભાવો- (સ્વરૂપ) સત્તા મુદંગ છે, પ્રમેય તાલ છે. ઇત્યાદિ બધુ નિજ અખાડો છે. એવી રીતે પોતાના નિજ અખાડામાં રંજિત ન થતાં પરના અખાડામાં (તે) મમત્વ કર્યું, જેના ફળમાં જન્માદિ દુઃખફળ (તું ) પોતે પામ્યો.
હવે પોતાનો સહજ સ્વાદી થઈ પરપ્રેમ મટાડી ચેતનાપ્રકાશના વિલાસરૂપ અતીન્દ્રિય ભોગ ભોગવ, શું? જૂઠા જ સૂના જડમાં પોતાને માને છે? તથા પરને કહે છે કે- (આ) અમને દુઃખ દે છે, (પણ) એમાં દુઃખ દેવાની શક્તિ નથી. બીજાની ઉપર જૂઠો
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #66
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પર
અનુભવ પ્રકાશ ઉપાલંભ દે છે. પોતાથી હરામજાદગીને (દુષ્ટતાને) દેખતો નથી. અચેતનને નચાવતો ફરે છે, તો લાજ આવતી નથી. મડદાની સાથે સગાઈ કરી, હવે અમે એની સાથે લગ્ન કરી સંબંધ કરીશું તો એવી વાત લોકમાં પણ નિંધ છે.
તમે તો અનંતજ્ઞાનના ધારક ચિદાનંદ છો. જડમાં પોતાને માનવાની અનાદિની જૂઠી વિટંબણા મટાડો. તમે તેને કેવલ પર માની છોડો, પરાચરણથી જ તમારા દર્શનશાનમાં લાભ થયો નથી. (વળી) જો દેખવા-જાણવાથી બંધ થાય તો સિદ્ધ લોકાલોકને દેખે છે, જાણે છે, તે પણ બંધાય, (પણ) તેની સાથે (લોકાલોકની સાથે) (સિદ્ધના) પરિણામ તાદામ્ય નથી. તેથી સિદ્ધ ભગવાન બંધાતા નથી. પરિણામથી જ સંસાર, પરિણામથી જ મોક્ષ માન, પરિણામ જ રાગદ્વેષમોહના પરિણામ કરે છે. તેનું જતન પણ પરિણામ કરે છે, જ્ઞાનદર્શનમાં રાગદ્વેષ નથી, તેઓ (તો) દેખવાજાણવામાત્ર છે. તેની (પરિણામની) વિકારતાથી તેઓ પણ (દર્શનજ્ઞાન પણ) વિકારી કહેવાય છે. જો દેખવું-જાણવું રાગદ્વેષમોહથી થાય તો બંધાય, રાગદ્વેષમોટું ન હોય તો ન બંધાય. આ પરિણામની શુદ્ધતા અભવ્યને થાય નહિ, તેથી (તેને) જ્ઞાનદર્શન શુદ્ધ ન થાય, ભવ્યને સ્વરૂપાચરણના પરિણામ થાય છે તેથી (તેને) જ્ઞાનદર્શન શુદ્ધ થાય. પદ્મનંદિ પચ્ચીસીમાં કહ્યું છે કે –
स्वानुष्ठानविशुद्ध द्दग्बोधे 'जायते कुतो जन्म।
उदिते गमस्तिमालिनि किं न विनश्यति तमो नैश्यम् ।।
અહીં કોઈ પ્રશ્ન કરે કે- વસ્તુ દેખાતી નથી, જણાતી નથી (તો) તેમાં પરિણામ કેવી રીતે દઈએ ? (કવી રીતે લગાડીએ ?) તેનું સમાધાન પરને દેખે - જાણે છે તે પરને દેખનાર ઉપયોગ છે તો
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
૧. પાઠાન્તર- ‘ઝૂમતે'
૨. આ પધનો ભાવાનુવાદ આ પ્રમાણે છે કે:- જેવી રીતે સૂર્યોદય થતાં અંધકારનો નાશ થાય છે. તેવી રીતે સમ્યક ચારિત્રથી દર્શનજ્ઞાન વિશુદ્ધ થતાં ફરી સંસારમાં જન્મ થતો નથી.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #67
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૩
અનુભવ પ્રકાશ દેખે છે. જ્ઞાન છે તો જાણે છે. (તે ઉપયોગને પોતામાં લગાડીને સ્થિર કરે તો) તે ઉપયોગ સ્વમાં અતિરૂપ થયો, (પરથી) નાસ્તિરૂપે થયો, જે આ ઉપયોગે ગ્રહ્યું તેમાં જ પરિણામ ધરી સ્થિરતા ધરી, આચરણ કરી વિશ્રામ ગ્રહણ કર. પરિણામ શુદ્ધ કરવામાં એટલું જ કામ છે. કહ્યું છે કે :
‘उवओगमओ जीवो' इति वचनात्।
(ઉપયોગમય જીવ છે એ વચનાનુસાર); કારણ કે પરિણામ વસ્તુને વેદીને સ્વરૂપલાભ લે છે–વસ્તુમાં લીન થાય છે. સ્વરૂપનિવાસ પરિણામ જ કરે છે. ઉત્પાદવ્યયધ્રૌવ્ય પરિણામમાં આવ્યા, ઉત્પાદવ્યયધ્રૌવ્યમાં સત્ આવ્યું. ' (અને) “સત્' માં સર્વ સ્વરૂપ આવ્યું. માટે પરિણામ શુદ્ધતામાં સર્વશુદ્ધતા આવી કહ્યું છે કેजीवो परिणमदि जदा सुहेण असुहेण
__ वा सुहो असुहो। सुद्धेण तदा सुद्धो हवदि हि परिणामसब्भवो।।'
પ્રવચનસા૨ ૧-૯ પરિણામ સર્વસ્વ સ્વરૂપના છે. પરાગરણના બે ભેદ છે-દ્રવ્યપરાચરણ અને ભાવ૫રાચરણ. પરંતુ નોકર્મ (દ્રવ્ય) પરાગરણ ઉપચાર છે, પરંપરાથી અનાદિ ઉપચાર છે. દેવાદિક દેહનું ધારણ સાદિ ઉપચાર છે. દ્રવ્યકમજોગ અનાદિ ઉપચાર છે. ભાવકર્મ १. उत्पादव्ययध्रौव्ययुक्तं सत्, सद् द्रव्यलक्षणम्।
तत्त्वार्थस्त्र ५, २९-३० ૨. આનો ભાવાનુવાદ નીચે પ્રમાણે છે:
જ્યારે પરિણામ સ્વભાવધારી આ જીવ, શુભ અથવા અશુભ પરિણામોથી પરિણમે છે ત્યારે તે શુભ વા અશુભ થાય છે, અને જ્યારે (આ જીવ ) શુદ્ધ પરિણામોથી પરિણમે છે ત્યારે નિશ્ચયથી શુદ્ધ થાય છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #68
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૪
અનુભવ પ્રકાશ અશુદ્ધ નિશ્ચયનયથી છે. દ્રવ્યકર્મનો કર્મનું દ્રવ્યપરાચરણ ઉપચારથી છે. ભાવપરાચરણ, રાગદ્વપમોહ છે તેનું આચરણ છે.
કોઈ પ્રશ્ન કરે કે જો રાગાદિક જીવના ભાવ છે, (અને) પરભાવ સ્પર્શ, રસ આદિક છે, (તો) રાગાદિકને (તેઓ જીવના ભાવ હોવા છતાં) પરભાવ કેમ
કહ્યાં ?
તેનું સમાધાન-શુદ્ધનિશ્ચયથી રાગાદિ જીવના નથી, એ પણ પર છે, શાથી? કે એ ભાવકર્મ છે, એમના નાશથી મોક્ષ થાય છે, પર છે તો છૂટે છે, તેથી (તેમને ) પર જ કહીએ. જ્યારે આ (જીવ) રાગાદિકને પોતાના નહીં માને ત્યારે ભવબંધપદ્ધતિ મટશે. તેથી પર એવા રાગાદિને છોડી શુદ્ધદર્શનજ્ઞાનચારિત્ર છે તેને સ્વ (પોતારૂપ) જાણી ગ્રહો, આ મોક્ષનું મૂલ છે. પરિણામ જે તરફ ઢળે તેવા થાય છે. માટે પર તરફથી છોડી (ખસેડી) નિજ પરિણામ સ્વરૂપમાં લગાડો. ઉત્પાદવ્યધ્રૌવ્ય પગુણીવૃદ્ધિવનિરૂપ અર્થક્રિયાકારક પરિણામથી સધાય
છે.
૧.
સદ્ગુરુ કહે ભવ્ય જીવનિસૌં, તોરહુ તુરિત મોહકી જેલ
સમકિતરૂપ ગહૌ
આપનોં ગુન, કરહું શુદ્ધ
અનુભવક ખેલ.
પુદ્રાલપિંડ ભાવરાગાદિક, ઈનસૌ નહીં તુમ્હારી મેલ;
એ જડ પ્રગટ ગુપ્ત તુમ ચેતન, જૈસે ભિન્ન
તોય અસ તેલ
નાટક સમયસાર ૧૨.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #69
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
Tી હવે દેવાધિકાર લખીએ છીએ
કારણ કે દેવથી પરમ મંગલરૂપ નિજાનુભવ પામીએ છીએ તેથી દેવ ઉપકારી છે. દેવ પરમાત્મા છે. અરહંત પરમાત્મા સાકાર છે. શરીરયુક્ત છે; અને સિદ્ધ નિરાકાર છે, ચરમશરીરથી કિંચિતન્યૂન આકાર છે માટે (તેને) સાકાર પણ કહીએ છીએ. અરહંતને અઘાતિકર્મ રહ્યાં છે તેથી બાહ્ય વિવક્ષામાં ચાર ગુણ વ્યક્ત થયા નથી. જ્ઞાનમાં બધા વ્યક્ત થયા છે. તે કહેવામાં આવે છે-નામકર્મ મનુષ્યગતિરૂપ છે તેથી સૂક્ષ્મ બાહ્ય નથી (બહારમાં વ્યક્ત નથી), (પણ) કેવલજ્ઞાનમાં વ્યક્ત છે. વેદનીયકર્મ છે, તેથી બહાર (બહારમાં) અબાધિત નથી, અંતરમાં-જ્ઞાનમાં વ્યક્ત છે. અવગાહુ બાહ્ય (બહારમાં વ્યક્ત) નથી, (પણ) પોતાના જ્ઞાનમાં વ્યક્ત છે. અગુરુલઘુગોત્રથી બાહ્ય (બહારમાં) વ્યક્ત નથી, (પણ) જ્ઞાનમાં (વ્યક્ત છે. આ અધાતિથી જ વ્યક્ત નામ ન પામ્યાં. નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ પૂજ્ય છે, અરહંતનું નામ લેતાં જ પરમપદની પ્રાપ્તિ થાય છે. (યોગસારમાં) કહ્યું છે કે
જિન સુમરો જિન ચિંતવો, જિન, ધ્યાવો સુમન,
જિન ધામંતહિ પરમપદ, લહિયે એક ક્ષણે ન ૧ જિનસ્થાપનાથી સાલબધ્યાન વડે નિરાલંબપદ પામે છે. કેવી છે સ્થાપના? કહ્યું છે કે :किं ब्रह्मैकमयी किमुत्सवमयी श्रेयोमयी किं किमु। ज्ञानानंदमयी किमुन्नतमयी किं सर्वशोभामयी; इत्थं किं किमिति प्रकल्पनपरैस्त्वन्मूर्तिरुद्वीश्यता [ ताम]। किं सर्वातिगमेव दर्शयति सा ध्यानप्रसादन्महः।।१।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #70
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ૬
અનુભવ પ્રકાશ मोहोद्वामदवानलप्रशमने पाथोदवृष्टिसमः। स्रोतो निर्झरणी समीहितविधौ कल्पेन्द्रवल्ली सताम्।। संसारप्रबलान्धकारमथने મiઘંઘુતિ
जैनी मूर्तिरूपास्यतां शिवसुखे भव्यः पिपासास्ति चेत् ।। સ્વસંવેદનરૂપ વીતરાગમુદ્રાને દેખી સ્વસંવેદનભાવરૂપ પોતાનું સ્વરૂપ વિચારેપૂર્વે એ સરાગ હતા, રાગ મટાડી (તેઓ) વીતરાગી થયા. હાલ હું સરાગ છું, એમની માફક જો હું રાગ મટાડું તો મારા વીતરાગ પદને હું પામું નિશ્ચય (થી) હું વીતરાગ છું. કહ્યું છે કે“पिरिछहु अरहो देवो पच्छरघडियो हु दरसयं मग्गं"
इति वचनात्॥
૧. આ પધનો ભાવાનુવાદ આ પ્રકારે છે:- હે ભવ્ય ! જો તને મોક્ષના સુખની પિપાસા છે, તેને પ્રાપ્ત કરવાની ઉત્કૃષ્ટ અભિલાષા છે, તો તમારે જૈનમૂર્તિની ઉપાસના કરવી જોઈએ, તે જિનબિંબમૂર્તિ શું બ્રહ્મસ્વરૂપ છે? શું ઉત્સવમય છે? શું શ્રેયરૂપ છે? શું જ્ઞાનાનંદમય છે? શું ઉન્નતરૂપ છે? અને શું સર્વ શોભાથી સંપન્ન છે? આ રીતે અનેક વિકલ્પોથી શું પ્રયોજન છે? ધ્યાનના પ્રસાદથી આપની મૂર્તિના દેખનારા ભવ્યોને શું તે સર્વાતીત તેજને દેખાડે છે? હા, દેખાડે જ છે.
વળી તે મૂર્તિ (જિનબિંબ) મોહરૂપી પ્રચંડ દાવાનલને શાંત કરવાને માટે મેઘવૃષ્ટિની સમાન છે, તે ઇચ્છિત કાર્યોને સંપન્ન કરવા માટે નદીનો સ્ત્રોત છે, તે સજ્જન માટે કલ્પેન્દ્રવેલ છે, કલ્પલત્તાની સદશ અભીષ્ટ ફલ પ્રદાન કરનારી છે, અને સંસારરૂપી પ્રબલ અંધકારને નાશ કરવા માટે માર્તડની પ્રચંડ ધૃતિ છે, સૂર્યનો પ્રબલ પ્રકાશ છે, તેથી હે ભવ્ય ! એવી તે વીતરાગ મૂર્તિની ઉપાસના જરૂર કરવી જોઈએ.
૨. પાષાણથી ઘડાયેલ હોવા છતાં માર્ગના દર્શક એવા અરહંત દેવને દેખો. (અરહંત દેવના દર્શન કરો).
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #71
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અનુભવ પ્રકાશ
પ૭ આ સ્થાપનાના, નિમિત્તથી ત્રણ કાલ લોકમાં ભવ્ય જીવો ધર્મ સાધે છે, તેથી સ્થાપના, પરમ પૂજ્ય છે. દ્રજિન-દ્રવ્યજીવ (છે) તે પણ ભાવપૂજ્ય છે. તેથી ભાવિનયથી પૂજ્ય છે. અથવા ત્રણ કલ્યાણક સુધી દ્રવ્યજિન છે, તે પૂજ્ય છે. સમવસરણમંડિત, અનંત ચતુષ્ટયુક્ત ભાવજિન ભવ્ય જીવોને તારે; દિવ્યધ્વનિથી ઉપદેશ આપીને સાક્ષાત્ મોક્ષમાર્ગની વર્ષા કરે એવા પરમાત્માને ભાવજિન કહેવામાં આવે છે.
હવે સિદ્ધદેવનું વર્ણન કરીએ છીએ. સિદ્ધ નિરાકાર પરમાત્મા છે. અનંતગુણરૂપ થયેલા પોતાના અનંતસુખને ગુણો અને
૧. ધ્યાન હુતાશનમેં અરિ ઈંધન, ઝક દિયે રિપુ રોક નિવારી; શોક હર્યો ભવિ લોકનક વર, કેવલજ્ઞાન મયુખ ઉધારી. લોક અલોક વિલોક ભયે શિવ, જન્મ જરા મૃત પંખ પખારી; સિદ્ધન થોક વર્સે શિવલોક, તિર્જે પગ ધોક ત્રિકાલ હમારી. ૧૧. તિરથનાથ પ્રનામ કરેં, નિતકે ગુનવર્નનમેં બુધિ હારી; મોમ ગયો ગલિ મૂસ મંઝાર, રહ્યો તદું વ્યોમ તદાકૃતિધારી. લોક ગહર નદી પતિ નીર, ગયે તિર તીર ભયે અવિકારી; સિદ્ધન થોક બર્સે શિવલોક, તિરૂં પગ ધોક ત્રિકાલ હમારી. ૧૨.
(જૈન શતક પં. ભૂધરદાસ
-સિદ્ધ સ્તુતિ)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #72
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૮
અનુભવ પ્રકાશ પર્યાયથી વેદી દ્રવ્યગુણને ભોગવે છે. લોકશિખર પર બિરાજે છે. પગુણીવૃદ્ધિહાનિરૂપ અર્થપર્યાય અને ચરમદેહથી કિંચિત, ન્યૂન, પ્રદેશોની આકૃતિ-આકારરૂપ વ્યંજનપર્યાય (થી સહિત છે) કહ્યું છે કે :
મોમ ગયો ગલિ મુસિમેં જારસ અંબર હોય; પુરુષાકારેં જ્ઞાનમય વસ્તુ પ્રમાનોં સોય.
દેવને જાણે ત્યારે સ્વરૂપ-અનુભવ થાય છે.
ઇતિ દેવાધિકાર:
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #73
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
।। અથ જ્ઞાનાધિકાર:।।
**
જ્ઞાન લોકાલોક સકલ શૈયને જાણે, (કેમ કે) નિશ્ચયથી જેનું જાણવારૂપ સ્વરૂપ છે એવી જ્ઞાનની શક્તિ છે. તે સંસારઅવસ્થામાં અજ્ઞાનરૂપ થઈ છે, તોપણ નિશ્ચયથી નિજશક્તિ જતી નથી. વાદળઘટાના આવરણથી સૂર્યનું તેજ જતું નથી, તેમ જ્ઞાનાવરણથી જ્ઞાન જતું નથી; આવર્યું જાય (પણ) નાશ ન થાય. જ્ઞાન બધાય ગુણોમાં મોટો ગુણ છે. તેમાં અનંત ગુણ પ્રગટ જાણે. જ્ઞાન વિના શેયનું જ્ઞાન ન હોત, જ્ઞેય વિના જાણવા યોગ્ય કાંઈ પણ ન હોત માટે જ્ઞાન પ્રધાન છે, અનંત ગુણાત્મક વસ્તુ તોપણ જ્ઞાનમાત્ર જ છે. આચાર્યે ઘણાં ગ્રંથોમાં આત્માને એવો કહ્યો છે. શાથી ? કે लक्षणप्रसिद्ध्या નક્ષ્મપ્રસિધ્યર્થમ્ ” ( લક્ષણની પ્રસિદ્ધિ વડે લક્ષ્યની પ્રસિદ્ધિ કરવા માટે આત્માનો જ્ઞાનમાત્રપણે વ્યપદેશ કરવામાં આવે છે.) જેમ મંદિરને શ્વેત કહેવામાં આવે છે. જો કે મંદિર સ્પર્શ, ૨સ, શ્વેતાદિ, ઘણાં ગુણ ધરે છે, તો પણ દૂરથી શ્વેત ગુણ વડે ભાસે છે, તેથી મુખ્યતાથી શ્વેતમંદિર કહેવામાં આવે છે. પ્રસિદ્ધ લક્ષણ આત્મામાં જ્ઞાન છે, તેથી જ્ઞાનમાત્ર આત્મા કહ્યો. એક એક ગુણની અનંત શક્તિ, અનંત પર્યાય ગુણની, એક અનેક ભેદાદિ સર્વને જાણે. જ્ઞાન વિના વસ્તુ સર્વસ્વ નિર્ણયરૂપ સ્વરૂપને ન જાણે; માટે જ્ઞાન પ્રધાન છે. મતિજ્ઞાનાદિ જ્ઞાનના પર્યાયો છે. તે ક્ષયોપશમજ્ઞાન અંશ શુદ્ધ થયું. ( તેથી ) પર્યાય જ્ઞેયાકાર જ્ઞાનપર્યાયવડે લોકાલોકને જાણે છે. જ્ઞેયનો નાશ થાય છે, પણ જ્ઞાનનો નાશ નથી; માટે જેટલું જ્ઞેય તેટલું જ્ઞાન મેમક, ઉપયોગલક્ષણ જ્ઞાન (છે), જ્ઞેય તેટલું ઉપચારથી જ્ઞાનમાં શેય છે, માટે વસ્તુસ્વરૂપમાં જ્ઞેયના વિનાશથી જ્ઞાનનો વિનાશ નથી.
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #74
--------------------------------------------------------------------------
________________
૬૦
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અનુભવ પ્રકાશ અહીં કોઈ તર્ક કરે કે–જ્ઞાનમાં સર્વ જ્ઞેય ઉપચારથી છે, તો સર્વજ્ઞપદ ઉપચિરત થયું, ઉપચાર જૂઠો છે તો શું સર્વજ્ઞપદ જૂઠું થયું ?
તેનું સમાધાન :- જેને ઉપચારમાત્રમાં જ લોકાલોક ભાસ્યો, તો તેના નિશ્ચયજ્ઞાનનો મહિમા કોણ કહે? આ જ્ઞાન, સ્વસંવેદન જ થયું થકું, સર્વને જાણે છે. પોતાને જાણતાં પરનું જાણવું સ્થપાય છે, પ૨ને જાણતાં સ્વનું જાણવું સ્થપાય છે. ૫૨ની અપેક્ષાએ સ્વ છે, સ્વની અપેક્ષાએ ૫૨ છે. વિવક્ષાથી વસ્તુસિદ્ધિ છે ( અને ) જ્ઞાનથી સ્વરૂપાનુભવ છે.
આ જ્ઞાનાધિકાર છે.
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #75
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
।। હવે શેયાધિકાર લખીએ છીએ ।।
66
""
'ज्ञातुं योग्यं ज्ञेयं જાણવા યોગ્ય પદાર્થને જ્ઞેય કહવામાં આવે છે. તે પદાર્થની ત્રણ અવસ્થા છે. દ્રવ્ય-અવસ્થા, ગુણઅવસ્થા અને પર્યાય-અવસ્થા, (તેમાં ) દ્રવ્ય-અવસ્થા મુખ્ય છે. શાથી ? કે પદાર્થ દ્રવ્ય-અવસ્થા ન ધરે તો દ્રવ્યવિના ગુણપર્યાયનું વ્યાપવું ન થાય, તો દ્રવ્ય (પણ) ન હોય, તો પદાર્થ (પણ) ન હોય માટે દ્રવ્ય-અવસ્થા મુખ્ય છે. પછી ગુણ-અવસ્થા છે. શાથી ? કે ગુણ વિના દ્રવ્ય ન હોય તેથી મુળસમુવાયો દ્રવ્ય', એવું જિનવચન છે. પર્યાય-અવસ્થા ન હોય તો વસ્તુને પરિણમાવે કોણ ? ઉત્પાદવ્યયધ્રૌવ્ય (પણ) ન સધાય, પદ્ગુણીવૃદ્ધિહાનિ ન થાય, ત્યારે તો અર્થપર્યાયનો અભાવ થતાં વસ્તુનો અભાવ થાય તેથી પર્યાયઅવસ્થાથી સર્વસિદ્ધિ છે.
દ્રવ્ય ગુણ-પર્યાયમાં વ્યાપે છે, ગુણ દ્રવ્ય-પર્યાયમાં વ્યાપે છે તથા પર્યાય ગુણદ્રવ્યમાં વ્યાપે છે, ત્રણે અવસ્થા પદાર્થની છે, પદાર્થ સત્ત્વ (–સ્વ) અવસ્થાથી અસ્તિ છે, ૫રચતુષ્ટય-અવસ્થાથી નાસ્તિ છે; ગુણ-અવસ્થાથી અનેક છે, વસ્તુ-અવસ્થાથી એક છે; ગુણાદિભેદથી ભેદરૂપ છે. અભેદ વસ્તુસ્વરૂપથી અભેદ છે; દ્રવ્યથી નિત્ય છે, પર્યાયથી અનિત્ય છે; શુદ્ઘનિશ્ચયથી શુદ્ધ છે, સામાન્ય વિશેષરૂપ વસ્તુ હોવાથી ) વસ્તુત્વ છે, દ્રવ્યના ભાવને ધરતાં
૧. ગુણસમુદાય તે દ્રવ્ય છે.
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #76
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬ર
અનુભવ પ્રકાશ દ્રવ્યત્વ છે, પ્રમેયના ભાવને ધરતાં પ્રમેયરૂપ છે, અગુરુલઘુના ભાવને ધરતાં અગુરુલઘુ અવસ્થા છે, પ્રદેશને ધરતાં પ્રદેશરૂપ છે, અન્યત્વગુણ-લક્ષણ-ભેદ અન્યથી અન્યત્વ છે, સ્વ, પરથી અન્ય છે, નાના (અનેક) પદાર્થોથી અન્ય છે, દ્રવ્યત્વ છે, પર્યાય છે, સર્વગત (છે, ) અસવંગત છે, અપ્રદેશત્વ છે, મૂર્ત છે, અમૂર્ત છે, સક્રિય, અક્રિય, ચેતન, અચેતન, કર્તૃત્વ, અકર્તુત્વ, ભોકતૃત્વ, અભોકતૃત્વ, નામ, ઉપલક્ષણ, ક્ષેત્ર, સ્થિતિ, સંસ્થાન, સરૂપ, ફલ, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ, સંજ્ઞા, સંખ્યા, લક્ષણ, પ્રયોજન, તસ્વભાવ, અતત્મભાવ, સમભંગરૂપ અન્યોન્યગુણથી સિદ્ધિ, ગતિ હેતુત્વ, સ્થિતિ હેતુત્વ, અવગાહુહેતુત્વ, વર્તના હેતુત્વ, ચેતનત્વ, મૂર્તત્વ આદિ વિશેષ ગુણરૂપ પદાર્થ સામાન્યવિશેષ સ્વભાવને ધારે છે. અનેક (જુદા જુદા ) પદાર્થ (થી તથા) એક પદાર્થથી જેવી વિવેક્ષા હોય તેવી સમજી લેવી.
પદાર્થ સત્તારૂપ છે. સત્તા, મહાસત્તા અવાન્તર સત્તા ( એવા) બે ભેદવાળી છે. સત્ત્વ અને અસત્ત્વ, ત્રિલક્ષણ અને અત્રિલક્ષણ. એકત્વ અને અનેકત્વ, સર્વપદાર્થસ્થિતત્ત્વ અને એક પદાર્થસ્થિતત્ત્વ, વિશ્વરૂપ અને એકરૂપ. અનંતપર્યાયત્વ અને એક પર્યાયત્વ. ‘દ્રવ્ય” એવો દ્રવ્યભાવ સર્વ દ્રવ્યમાં તે મહાસત્તા. “જીવદ્રવ્ય” “પુદ્રાલદ્રવ્ય' એવા સ્વરૂપરૂપ વર્તે તે અવાન્તરસત્તા. દ્રવ્યસત્તા અનાદિ-અનંત છે. પર્યાયસત્તા સાદિ-સાંત છે. સ્વરૂપસત્તાના ત્રણ પ્રકાર છે-દ્રવ્યસ્વરૂપ સત્તા, ગુણસત્તા, પર્યાયસત્તા. ગુણસત્તાના અનંત ભેદ છે, જ્ઞાનસત્તા, દર્શનસત્તા, અનંતગુણસત્તા (એ બધા) પૃથર્વભેદ નથી, પણ અન્યત્વભેદ છે. જેટલા કાંઈ નિજદ્રવ્યગુણ, પરદ્રવ્યગુણ છે, સર્વ દ્રવ્યના અતીત, અનાગત
૧. સમસ્ત પદાર્થોના અસ્તિત્વગુણને ગ્રહણ કરનારી સત્તાને મહાસત્તા કહે છે. ૨. કોઈ વિવક્ષિત પદાર્થની સત્તાને અવાન્તરસત્તા કહે છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #77
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અનુભવ પ્રકાશ વર્તમાનરૂપ ત્રણ કાલના જેટલા પર્યાયો છે, નવ પદાર્થ, દ્રવ્યગુણપર્યાય, ઉત્પાદ વ્યય ધ્રૌવ્ય-એ બધાયને આગમમાં શેયનાં નામથી કહ્યા છે. જે કાંઈ જ્ઞાનગોચર હોય તે સર્વને શયના નામથી જાણો.
જ્ઞાતું યો ' આ શેયાધિકાર (પર) શેયને જાણતાં પરને પ્રગટ કરે છે, તેથી નિજયને જાણી સ્વરૂપાનુભવ કરવો.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #78
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
|| હવે નિજધર્માધિકાર કહેવામાં આવે છે
વસ્તુસ્વભાવ તે નિજધર્મ, તો આત્માનો નિજધર્મ-નિર્વિકાર સમ્યક યથારૂપ અનંતગુણપર્યાયસ્વભાવ-તેને ધર્મ કહીએ. નિશ્ચયજ્ઞાનદર્શનાદિ પોતાના ધર્મ છે. જીવ નિજધર્મ ધરતાં જ પરમ શુદ્ધ છે. નિજ કહેતાં સ્વ, તેનો ધર્મ કહેતાં સ્વભાવ, તેને નિજ ધર્મ કહીએ.
પ્રશ્ન:- પોતાના સ્વભાવરૂપ સર્વ પદાર્થો છે. તેમનો ધર્મ તે તેમનો નિજધર્મ છે. આત્માનો (ધર્મ) આત્મામાં છે; તેથી દર્શનજ્ઞાનને જ નિજધર્મ એમ ન કહો?
સમાધાન- સ્વભાવ તો સર્વ બધાયને જ (સર્વગુણોને જ) કહેવાય છે. તેમનો ધર્મ, (તે) તેમનો સ્વભાવ, એ તો એમ જ છે. પણ તારણધર્મ, સજીવધર્મ, પ્રકાશધર્મ, તેમના ધર્મને પ્રકાશે છે. એવો ધર્મ, પરમધર્મ હિતરૂપ ધર્મ, અસાધારણ ધર્મ, અવિનાશી સુખરૂપ ધર્મ, ચેતનાપ્રાણધર્મ, પરમેશ્વરધર્મ, સર્વોપરીધર્મ, અનંતગુણધર્મ, શુદ્ધસ્વરૂપપરિણતિધર્મ, અપાર મહિમાધારકધર્મ નિજશુદ્ધાત્મસ્વભાવરૂપ ધર્મ તે નિજ ધર્મ છે. તેમનો વિશેષભેદ કહેવામાં આવે છે -
આ અનાદિસંસારમાં જીવ કર્મયોગથી જન્માદિ દુ:ખ ભોગવે છે. તે આ પરધર્મને નિજધર્મ માને છે, માટે દુઃખ પામે છે. એ તો સત્ય છે. શાથી? કે જો સરદાર, પ્રધાન પુરુષને નિંધમાં ગણે તો તે દંડ સહે. નિંધ દેહમાં ચેતનધર્મ માને તો તે દુઃખ પામે ને પામે જ. શુદ્ધચૈતન્યધર્મને જ્યારે ધર્મ જાણે ત્યારે તે સંસારતારણધર્મ, અનંતચેતનારૂપ ધર્મ તે વડે શુદ્ધચૈતન્યજીવધર્મ, અજ્ઞેયપરયને પ્રકાશ માટે પ્રકાશધર્મ, એણે સર્વદ્રવ્યોના ધર્મ પ્રગટ કર્યા, તેમના ધર્મને પ્રગટ આપ્યા.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #79
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અનુભવ પ્રકાશ
૬૫. સર્વથી ઉત્તમ માટે પરમધર્મ, નિજરૂપથી અનંત સુખ થાય માટે હિનધર્મ, અન્યમાં નથી માટે અસાધારણ ધર્મ, સહજરૂપ અવિનાશી આનંદ છે માટે અવિનાશી સુખરૂપ ધર્મ, ચેતનાપ્રાણ ધરે છે માટે ચેતનાપ્રાણધર્મ, સહજરૂપ પરમેશ્વર છે એવો સ્વભાવમય પરમેશ્વરધર્મ, સર્વથી ઉત્કૃષ્ટ છે માટે સર્વોપરી ધર્મ, જેનો સ્વભાવ અનંતગુણરૂપ છે માટે અનંતગુણધર્મ, શુદ્ધ થતાં સદાય શુદ્ધસ્વરૂપે પરિણમે માટે શુદ્ધસ્વરૂપપરિણતિધર્મ, અપારમહિમાસહિત છે માટે અપારમહિમાધારકધર્મ છે, અનંતશક્તિને ધરે છે (તેથી) અનંતશક્તિરૂપધર્મ, એક ગુણના અનંત પર્યાય, એવા અનંત ગુણ અનંત મહિમાને ધરે છે. તે નિજ ધર્મના મહિમાને ક્યાં સુધી કહીએ? એકદેશ નિજધર્મ ધરતાં પણ સંસાર પાર થાય છે. શાથી? કે એકદેશ થતાં સર્વદશ થાય ને થાય જ. તેથી એવું જાણો (સમજો) કે “પરધર્મથી અનંત દુઃખ, નિજધર્મથી અનંત સુખ.' માટે નિજધર્મને ધારી પોતાના પરમેશ્વરને પ્રગટ કરો. નિજધર્મની ધારણા અનુભવથી થાય છે. નિજધર્મ થતાં અનુભવ થાય. માટે અનુભવસારસિદ્ધિ અર્થે નિજધર્મ-અધિકાર કહ્યો.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #80
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
હવે મિશ્રધર્મ-અધિકાર કહેવામાં આવે છે
તે મિશ્રધર્મ અંતરાત્માને છે, એમ શાથી? કે સ્વરૂપશ્રધ્ધાન સમ્યક (છે, અને) જેટલો કષાય-અંશ છે તેટલી રાગદ્વેષધારા છે; આત્મશ્રદ્ધાભાવમાં આનંદ હોય છે, કષાય સર્વથા નથી ગયા. મુખ્ય શ્રધ્ધાભાવ છે, અને ગૌણ પરભાવ છે, એક અખંડ ચેતનાભાવ સર્વથા થયો નથી તેથી મિશ્રભાવ છે. બારમાં ગુણસ્થાન સુધી અજ્ઞાનભાવ-એકદેશ અજ્ઞાનચેતના છે અને કર્મચેતના પણ છે, તેથી મિશ્રધારા છે. ઉપયોગમાં સ્વરૂપની પ્રતીતિ થઈ પણ શુભાશુભ કર્મની ધારા વહે છે. તેનાથી રંજકભાવ કર્મધારામાં છે. પરંતુ સ્વરૂપશ્રધ્ધાન મોક્ષનું કારણ છે, ભવબાધા મટાડવાને સમર્થ છે. એવી કોઈ કર્મધારાની દુર્નિવાર ગાંઠ છે કે જો કે પ્રતીતિમાં સ્વરૂપનો બરાબર નિર્ણય કર્યો છે તોપણ સર્વથા (સ્વરૂપ ) ન્યારું થયું નથી, મિશ્રરૂપ છે.
અહીં કોઈ પ્રશ્ન કરે કે- સમ્યફગુણ ક્ષાપિક સમ્યગદષ્ટિને સર્વથા થયો છે કે નથી થયો? તેનું સમાધાન કહો.
જો એમ કહેશો કે સર્વથા થયો છે તો (તેને) સિદ્ધ કહો. શાથી? કે એક ગુણ સર્વથા વિમલ થતાં સર્વ ( ગુણ ) શુધ્ધ થાય. સમ્યગુણ સર્વ ગુણોમાં ફેલાયો છે, (તેથી) સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન સર્વ ગુણો સમ્યગૂ થયા. (પણ) સર્વથા સમ્યજ્ઞાન નથી, એકદેશ સમ્યજ્ઞાન છે. સર્વથા સમ્યજ્ઞાન હોય તો સર્વથા સમ્યફગુણ શુદ્ધ હોય તેથી સર્વથા કહેવાય નહીં.
(વળી) જો કિંચિત સમ્યકગુણ શુદ્ધ કહીએ તો સમ્યકત્વગુણનું ઘાતક જે મિથ્યાત્વ-અનંતાનુબંધી કર્મ હતું તે તો ન રહ્યું,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #81
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અનુભવ પ્રકાશ
૬૭ જે ગુણનું આવરણ જાય તે ગુણ (સર્વથા) શુદ્ધ થાય માટે (સમ્યક્રગુણ) કિંચિત (શુદ્ધ) પણ બનતો નથી.
તો કેવી રીતે છે? તેનું સમાધાન કરવામાં આવે છે - તે આવરણ તો ગયું પણ સર્વ ગુણો સર્વથા સમ્યક્ થયા નથી. આવરણ જવાથી સર્વ ગુણો સર્વથા સમ્યક ન થયા તેથી પરમ સમ્યક નથી. સર્વ ગુણો સાક્ષાત્ સર્વથા શુદ્ધ સમ્યક થાય ત્યારે “પરમ સમ્યક્” એવું નામ હોય. વિવક્ષાપ્રમાણથી કથનપ્રમાણ છે, તે દર્શન પ્રત્યેની પૌઢાલિક સ્થિતિ જ્યારે નાશ થઈ ત્યારે જ આ જીવનો જે સમ્યકત્વગુણ મિથ્યાત્વરૂપ પરિણમ્યો હતો તે સમ્યકત્વગુણ સંપૂર્ણ સ્વભાવરૂપ થઈ પરિણમ્યો, -પ્રગટ થયો. ચેતન-અચેતનની જુદી પ્રતીતિથી સમ્યકત્વગુણ નિજજાતિસ્વરૂપ થઈ પરિણમ્યો, તેનું લક્ષણ, જ્ઞાનગુણ અનંતશક્તિદ્વારા વિકારરૂપ થઈ રહ્યો હતો, તે ગુણની અનંતશક્તિમાં કેટલીક શક્તિ પ્રગટ થઈ. સામાન્યથી તેનું નામ મશ્રિત થયું કહીએ, અથવા નિશ્ચયશ્રુતજ્ઞાનપર્યાય કહીએ, જઘન્યજ્ઞાન કહીએ, જ્ઞાનની બાકીની સર્વ શક્તિ રહી તે અજ્ઞાનવિકારરૂપ હોય છે. એ વિકારશક્તિને કર્મધારારૂપ કહીએ તે જ પ્રમાણે જીવની દર્શનશક્તિ અદર્શનરૂપ રહી છે. તે જ પ્રમાણે જીવના ચારિત્રની કેટલીક શક્તિ ચારિત્રરૂપ અને બાકીની કેટલીક શક્તિ વિકારરૂપ છે. એવી રીતે ભોગગુણનું (સમજવું), સર્વગુણ જેટલા નિરાવરણ તેટલા શુદ્ધ, બાકીનો વિકાર, તે બધો મિશ્રભાવ થયો. પ્રતીતિરૂપ જ્ઞાનમાં સર્વશુદ્ધશ્રદ્ધાભાવ થયો છે, પણ જ્ઞાનને તથા બીજા ગુણોને આવરણ લાગ્યું છે માટે મિશ્રભાવ છે, સ્વસંવેદન છે, પણ સર્વપ્રત્યક્ષ નથી. સર્વ કર્મ-અંશ ગયે શુદ્ધ છે અઘાતિ રહ્ય (પણ) શુદ્ધ છે. ઘાતિયાના નાશથી જ સકલ પરમાત્મા છે. પ્રત્યક્ષ જ્ઞાન તો થયું છે.
.............. હિનમેં ધાતિ નિવારી; શ્રી અરહંત સકલ પરમાત્મા, લોકાલોક નિહારી, જ્ઞાનશરીરી ત્રિવિધિ કર્મમલ, વર્જિત સિદ્ધ મહંતા; તે હૈં નિકલ અમલ પરમાતમ, ભોગેશર્મ અનંતા.
-છઢાલા, પં. દૌલતરામ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #82
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૮
અનુભવ પ્રકાશ વળી સિદ્ધ નિકલ સકલ કર્મરહિત પરમાત્મા છે. અન્તરાત્માને જ્ઞાનધારા અને કર્મધારા છે.
કોઈ પ્રશ્ન કરે કે જો બારમે ગુણસ્થાને બે ધારા છે કે એક જ્ઞાનધારા જ છે. જો (એક) જ્ઞાનધારા જ છે તો (તેને) અન્તરાત્મા ન કહો; તથા જો બંને ધારા છે તો બારમા ગુણસ્થાને મોહ ક્ષય થયો છે. રાગદ્વેષમોહ સર્વ ગયા છે તો બીજી કર્મધારા ત્યાં ક્યાં રહી?
તેનું સમાધાનઃ- જ્ઞાન પરોક્ષ છે, (કારણ કે) કેવલજ્ઞાનાવરણ છે તેથી અજ્ઞાનભાવ બારમાં ગુણસ્થાન સુધી છે. તેથી અન્તરાત્મા છે, પ્રત્યક્ષ જ્ઞાન વિના તે પરમાત્મા નથી. કષાય ગયા પણ અજ્ઞાનભાવ છે માટે તે પરમાત્મા નથી, અંતરાત્મા
છે.
પ્રશ્ન- બારમા (ગુણસ્થાન) માં અજ્ઞાન શું?
તેનું સમાધાનઃ- કેવલજ્ઞાન વિના સકલ પર્યાય ભાસતા નથી તેજ અજ્ઞાન, નિજ પ્રત્યક્ષ વગરનું પણ અજ્ઞાન છે, તેથી “અજ્ઞાન' સંજ્ઞા થઈ.
આ મિશ્ર-અધિકાર (કહ્યો).
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #83
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
નિશ્ચયવસ્તુસ્વરૂપ
- હવે નિશ્ચયથી વસ્તુનું સ્વરૂપ જેવું છે તેવું તેનું કંઈક વર્ણન કરવામાં આવે છે. વસ્તુનું પોતાનું નિજ સ્વરૂપ અનંતગુણમય છે, તેમાં દર્શન, જ્ઞાન, ચારિત્ર પ્રધાન છે. શાથી? કે દેખવા-જાણવા પરિણમન વડ વેદવાથી રસાસ્વાદ અનુભવ થાય છે, ત્યાં સુખ સમકિત પ્રગટે છે. તેમના વડે ચેતના જાણવામાં આવી, ત્યારે ચેતનસત્તા, ચેતનવસ્તુત્વ, ચેતનદ્રવ્યત્વ, પ્રમેયત્વ, પ્રદેશત્વ એ કહ્યાં. માટે દર્શન, જ્ઞાન, ચારિત્ર જીવવસ્તુનું સર્વસ્વ છે. દ્રવ્ય ગુણ, પર્યાય એ વસ્તુની અવસ્થા છે. અનાદિનિધન વસ્તુ અખંડ ચેતનારૂપ વર્તે છે, પણ અનાદિ કર્મોગથી અશુદ્ધ થઈ રહી છે; સુખનિધાનને જાણતી નથી તો પણ શુદ્ધસ્વરૂપ છે.
જેમ કોઈએ કોઈ એક જ્ઞાનવાન પુરુષને પૂછયું કે અમને શુદ્ધ ચેતનની પ્રાપ્તિ બતાવો? ત્યારે તે પુરુષે કહ્યું કે:- અમુક એક જ્ઞાનવાન છે. તેમની પાસે જાઓ, તે તમને બતાવશે-પ્રાપ્તિ કરાવશે.
ત્યારે તે (ત્યાં) ગયો. જઈને પ્રશ્ન કર્યો કે અમને ચેતનની પ્રાપ્તિ કરાવો. ત્યારે તેણે તેને કહ્યું કે-દરિયામાં એક મચ્છ રહે છે, તેની પાસે તમે જાઓ. તે મચ્છ તમને ચૈતન્યપ્રાપ્તિ કરાવશે.
ત્યારે તેના ઉપદેશથી તે પુરુષ પેલા મચ્છ પાસે ગયો. જઈને પ્રશ્ન કર્યો કે અમને શુદ્ધ ચૈતન્યની પ્રાપ્તિ કરાવો. ત્યારે મચ્છે એવું વચન કહ્યું કે અમારું એક કામ છે તે પહેલા કરો, તો પછી તમને ચિદાનંદમાં લીન કરીએ. તમે મહાન સંત છો. અમારું કાર્ય
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #84
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૦
અનુભવ પ્રકાશ કોઈએ હજી સુધી કર્યું નથી. તમે પરાક્રમી દેખાઓ છો; તેથી આ નિયમ (નિશ્ચય) છે કે અમારું કાર્ય કરતાં અવશ્ય તમારું કાર્ય કરીશું એમ સાચું જાણો. ત્યારે તે પુરુષ બોલ્યો કે તમારું કાર્ય કરીશ, સંદેહ ન કરો. ત્યારે મચ્છે તેને કહ્યું કે- હું ઘણાં દિવસનો તરસ્યો આ દરિયામાં રહું છું. મારી તરસ ન છીપી, પાણીનો જોગ ન ખાધો, ક્યાંયથી સાચવીને પાણી લાવો, તમે મોટો ઉપકાર કરો, મારી તરસ મટાડો, મહાજનની રીત છે કે પર દુ:ખ મટાડે, માટે આટલો ઉપકાર કરો, હું તમને ચિદાનંદ પ્રત્યક્ષ બતાવીને પ્રાપ્તિ કરાવીશ.
ત્યારે તે પુરુષ બોલ્યો કે –તમે એમ કેમ કહો છો? જલસમૂહમાં તો તમે સદાય રહો છો, (માટે) એમ ન કહો કે “જલ લાવો.' દરિયા તરફ જુઓ, આ જલથી પ્રત્યક્ષ ભર્યો છે.
ત્યારે મચ્છ બોલ્યો કે-એમ જો તમે કહો છે, વળી એ વાત તમે માનો છો, તમે ચિદાનંદ પ્રત્યક્ષ છો, ચેતના છે તો, આવો વિચાર તમે કર્યો છે. હવે તમે મને પૂછવા આવ્યા છો, પણ ચિદાનંદ હંસ પરમેશ્વર તમે જ છો, તેથી સ્થિર થઈ સંદેહ ત્યાગો પોતાનું ચૈતન્યસ્વરૂપ અનુભવો, પરના અનાદિજગમાં પણ આત્મા જેવો ને તેવો છે; પરમાં અત્યંત ગુપ્ત થયો છે, તો પણ દેખવાનો સ્વભાવ ગયો નથી, જ્ઞાનભાવ ગયો નથી, પરિણામ (પરરૂપે) થયા નથી. પરના આવરણથી અવરાયા, મલિન થયા; પણ નિશ્ચયથી અખંડસ્વરૂપ ચિદાનંદ અનાદિનો છે. તે જેવો ને તેવો બની રહ્યો છે, કાંઈ ઘટયો કે વધ્યો નથી, (માત્ર) ભ્રમકલ્પનાથી સ્વરૂપ ભૂલ્યો છે. પરને જ સ્વમાન્યું તો શું થયું? તે કહીએ છીએ
જેમ કોઈ હાથમાં રહેલા ચિંતામણિને ભૂલી કાચના કકડાને રત્ન માની ચલાવે તો તે રત્ન ન થાય અને ચિંતામણિને કાચ
૧. નિર્ચ નિહારત હી આત્મા અનાદિ સિદ્ધ આપ નિજ ભૂલહીનૅ ભયો વિવહારી હૈ; જ્ઞાયકશક્તિ યથાવિધિ સો તો ગોપ્ય દઈ પ્રગટ અજ્ઞાનભાવદશા વિસતારી હૈ.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #85
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અનુભવ પ્રકાશ
૭૧ જાણે તો તે કાચ ન થાય. ચિંતામણિપણું ન જાય. તેમ આત્માને પર જાણે તો પર ન થાય, અને પરને આત્મા જાણે તો તે આત્મા ન થાય. વસ્તુ પોતાના સ્વભાવનો ત્યાગ કોઈ કાળે ન કરે. વસ્તુ વસ્તુત્વને ન તજે, પોતાના દ્રવ્યને ન તજે, પોતાના પ્રમાણને ન તજે, પોતાના પ્રદેશને ન તજે, ઇત્યાદિ ભાવને ન તજે, માટે તે અનાદિપ્રદેશપ્રમાણને (અનાદિથી ચાલ્યા આવતા પોતાના પ્રદેશપ્રમાણને) ન તજે. (વ) શુદ્ધ-અશુદ્ધ બને અવસ્થામાં પોતાના દ્રવ્યક્ષેત્રકાલભાવની દશા ન તજે. (તેનો) મહિમા અનંત અમિટ છે, (અર્થાત્ ) કોઈથી મટાડયો મટતો નથી, નિશ્ચયથી જે છે તે છે. (માટે) નિજ વસ્તુને શ્રદ્ધાન, જ્ઞાનાદિ અનંતગુણમાત્ર ( રૂપ) જાણી અનંત સુખ કરે તો સુખી થાય. ઉપાયથી ઉપયને પમાય છે. તે ઉપય આનંદઘન પરમાત્મા પરમેશ્વર છે. તેનો ઉપાય એટલા માટે કરવો કે “સંસારઅવસ્થામાં જ શરીરમાં કર્મબંધથી ગુપ્ત થયો, પરભાવનાથી દુઃખી થયો, પોતાનું પરમેશ્વરપદ ન પામ્યો.” તેનો ઉપાય હોય તો ઉપેયને પામીએ. તે ઉપાય કહેવામાં આવે છે:
અપનો ન રૂપ જાનૈ ઔરહીસ્યોં ઔર માને ઠાનૈ બહુ ખેદ નિજ રીતિ ન સંભારી હૈ ઐસે તો અનાદિ કહો કહા સિદ્ધિ સાધી અબ તૈકહૂ નિહારો નિધિ ચેતના તુારી હૈ.
-જ્ઞાન દર્પણ ૪૭ જ્ઞાન ઉપયોગ યોગ જાકો ન વિયોગ યોગ હોય નિહર્ચે નિહારે એક તિહુઁ લોક ભૂપ હૈ; ચેતના અનંત ચિપ સાસતોં વિરાજમાન ગતિ ગતિ ભ્રમ્યોં તોઊ અચલ અનૂપ હૈ. જૈસે મણિમાંહિ કોઈ કાચખંડ મામૈ તો? મહિમા ન જાય વામૈં વાહીકો સરૂપ હૈ ઐસેં હી સંભારિકે સરૂપકો વિચાર્યો મેં અનાદિકો અખંડ મેરો ચિદાનંરૂપ હૈ.
-જ્ઞાન દર્પણ ૩૦
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #86
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અનુભવ પ્રકાશ ઉપાય પોતાના સ્વરૂપને પામવાનો, પોતાનો ઉપયોગ છે. અન્ય ઉપાય તાજપસંયમાદિ શુભકર્મ છે. જેમાં પરમાત્માની ભક્તિ શુભ પણ પ્રતીતિથી, કારણ પણ છે; કારણ ધ્યાનથી કાર્યની સિદ્ધિ થાય છે. ગ્રંથ-ઉપદેશ પણ કારણ છે. પણ ઉપયોગ આવ્યે શુદ્ધ થાય. તેથી ઉપયોગની એકદેશ શુદ્ધતાની વૃદ્ધિ જેમ જેમ થાય તેમ તેમ મોક્ષમાર્ગમાં ચડે. આ શ્રી જિનેન્દ્રભગવાનનો નિરાબાધ ઉપદેશ છે. સકલ ઉપાધિ અનાદિથી લાગી આવી છે (પણ) જ્યારે ઉપયોગથી સમાધિ લાગે ત્યારે સાક્ષાત્ શિવપંથ સુગમ થાય. અનેક સંત સ્વરૂપસમાધિ ધરી ધરી પાર પામ્યા.
૧. આ કથન નિમિત્તથી છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #87
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
હવે કંઈક સમાધિવર્ણન કરવામાં આવે
સમાધિવર્ણન
સમાધિ તો પ્રથમ ધ્યાન થતાં થાય છે. તે ધ્યાન એકાગ્રચિંતાનિરોધ થતાં થાય છે. તે ચિંતા નિરોધ રાગદ્વેષને મટાડવાથી થાય છે. તે રાગદ્વેષ ઇષ્ટ–અનિષ્ટ સમાગમ મટાડતાં મટે છે. તેથી જે જીવ સમાધિ-વાંછક છે તે ઇષ્ટ-અનિષ્ટનો સમાગમ મટાડી રાગદ્વેષને છોડી, (અન્ય) ચિંતા મટાડી, ધ્યાનમાં મન ધરી, ચિસ્વરૂપમાં સમાધિ લગાવીને નિજાનંદને ભેટો. સ્વરૂપમાં વીતરાગતાથી જ્ઞાનભાવ થાય ત્યારે સમાધિ ઊપજે (અને) તે પોતાના સ્વરૂપમાં મન લીન કરે. દ્રવ્યગુણપર્યાયમાં પરિણામ લીન (રહે), સ્વસમય-સમાધિ એવી હોય છે.
ત્યારે ઇન્દ્રાદિસંપદાના ભોગ રોગવત્ ભાસે. ૧ ‘દ્રવ્ય ” એવું નામ દ્રવણથી હોય છે. પરિણામમાં ગુણોને દ્રવે (પ્રાપ્ત થાય) તે દ્રવ્યત્વલક્ષણ છે; માટે ગુણદ્રવ્યમાં (ગુણસમુદાયરૂપ દ્રવ્યમાં) પરિણામ લીન હોય. ગુણદ્રવ્યમાં દ્રવ્યત્વ લક્ષણ છે. તો પરિણામથી દ્રવ્યગુણ મળી ગયા, તેથી દ્રવ્યત્વની એકદેશના (પરિણામની એકદેશલીનતા) સાધકને એવી થઈ કે અનેક પરિષહની વેદના તે વેદતો નથી. રસાસ્વાદમાં લીન આનંદરસ તૃપ્ત થયો. જ્યારે મન પરમેશ્વરમાં મળી લીન થાય, ( ત્યાંથી બહાર) ન નીકળે, પરમાનંદને વેદે ત્યારે સ્વરૂપની ધારણા થાય.
१. गुणान्द्रवन्ति गुणैः वा द्रूयन्त इति द्रव्यं ।
“સર્વાથસિદ્ધિ”
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #88
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૪
અનુભવ પ્રકાશ - નિરંતર જ્યાં અચલજ્યોતિનો વિલાસ અનુભવપ્રકાશમાં થયો, ( ત્યાં) ઉપયોગમાં પરિણામ જોડાયા. જેમ જેમ દર્શનજ્ઞાનચેતના અનૂપ, અખંડિત, અનંતગુણમંડિત સ્વરૂપને જાણી રસાસ્વાદ લે, તેમ તેમ પરવિસ્મરણ થઈ. પરઉપાધિની લીનતા મટે, સમાધિ પ્રગટે ત્યારે સમ્યક્ પ્રકારે ઉત્કૃષ્ટ સ્વરૂપવત્તા થાય. સમ્યજ્ઞાન થતાં વસ્તુનો મહિમા જાણે, જાણતાં આનંદ થાય. જ્ઞાન જ્ઞાનને જાણે, જ્ઞાન દર્શનને જાણે, જ્ઞાન સર્વ ગુણોને જાણે. દ્રવ્યને જાણે, પર્યાયને જાણે, એકદેશભેદે સાધકજ્ઞાન જાણે. જ્ઞાનથી વસ્તુને જાણતાં પરમપદ પામે. તેના જેવું (પરમપદ જેવું) સુખ પરોક્ષ જ્ઞાનમાં પણ છે. પ્રત્યક્ષ પ્રતીતિમાં વેદે છે. ત્યાં આનંદ એવો થાય છે. સંપ્રજ્ઞાતસમાધિમાં દુઃખાદિની વેદના પ્રત્યક્ષ થવા છતાં પણ વેદતો નથી. વિધાન સ્વરૂપ વેદવાનું છે. મનવિકાર જેટલા અંશે વિલય પામ્યા તેટલી સમાધિ થઈ, (અ) સમ્યજ્ઞાનથી વસ્તુનો જેટલો ભેદ ગુણો વડે જાણ્યો તેટલું સુખ-આનંદવધ્યું. વિશ્રામ થતાં સ્વરૂપસ્થિરતા પામી. સમાધિ લાગી, જ્ઞાનધારા નિવારણ થઈ, જેમ જેમ નિજ તત્ત્વ જાણે તેમ તેમ કેવલ વિશુદ્ધતા વડે જ્ઞાનપરિણતિ પરમપુરુષ સાથે મળી નિજ મહિમાને પ્રગટ કરે. ત્યાં અપૂર્વ આનંદભાવની પિછાણ થાય ત્યારે સ્વરૂપની સમાધિ કહીએ.
ત્યાં આકુલતાનું મૂલ જે અનાદિના અજ્ઞાનનો ભ્રમભાવ હતો તે મટયો. અનાત્મના અભ્યાસના અભાવથી સહજપદનો ભાવ ભાવતાં ભગવાસના વિલય પામે, ગુણનું નિધાન એવું પરમપદનું સ્થાન દેખાય, પ્રમાણભાવ વડે અપ્લાન ભગવાનના સકલ પદાર્થને જાણવારૂપ જ્ઞાનની પ્રતીતિમાં નવ નિધાન આદિ જગતનું વિધાન જૂઠું ભાસ્યું ત્યારે આત્મભાવ પ્રકાશ્યો, (તેની) ઓળખાણ (પોતે) પોતાથી કરી ત્યારે ચેતનભાવ લીધો, શુદ્ધ ધારણા ધરી, નિજ ભાવના કરી, શિવપદને અનુસરી, આનંદરસથી ભરી, ભવબાધા હરી, જ્યાં જેટલી સદા પ્રમોદપૂર્વક અબાધા (કરી) ત્યાં એટલી શક્તિ વધી, શિવસુખદાયક, ચિદાનંદની અધિકાઈ ગ્રંથગ્રંથોમાં (દરેક સગ્રંથમાં) ગાઈ છે (કહી છે) તે સમાધિથી પામવામાં આવે છે.
આ સ્વરૂપાનંદ પદનો ભેદી (મર્મજ્ઞ) સમાધિથી થાય છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #89
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અનુભવ પ્રકાશ
૭૫ વસ્તુના સ્વરૂપને, ગુણના જાણવાથી, જાણે છે. ગુણનો પુંજ વસ્તુમય છે. વસ્તુ અભેદ છે. ગુણગુણીનો ભેદ ગુણથી થયો. માટે ગુણનો ભેદ, અભેદ વસ્તુને જાણવામાં કારણ છે.
| વિતર્ક એટલે દ્રવ્યનો શબ્દ, તેના અર્થને ભાવવો. ભાવકૃત, શ્રુતમાં સ્વરૂપ-અનુભવકરણને કહ્યું. પરમાત્માને ઉપાદેય કહ્યો. તે જ રૂપ ભાવ તે ભાવકૃતરસ, તેને પી. અમરપદ સમાધિથી છે. વિચાર, અનાદિના ભવભાવનાનો નાશ, ચિદાનંદના દ્રવ્યગુણપર્યાયનો વિચાર ન્યારા જાણી દર્શનજ્ઞાનની વાનગીને પિછાણી ચેતનમાં મગ્ન થતાં, જેમ જેમ ઉપયોગસ્વરૂપ લક્ષણને લક્ષી (ઓળખી) રસાસ્વાદ પીએ તેમ તેમ સ્વપરભેદ વિચારમાં સારપદને પામી સમાધિ લાગી. જેનો અપાર મહિમા છે એવા પરમપદને પામ્યો. અનાદિથી પરઇન્દ્રિયજનિત આનંદ માનતો હતો તે મટયો. જ્ઞાનાનંદમાં સમાધિ થઈ, વસ્તુને વેદી આનંદ થયો, ગુણને વેદી આનંદ થયો. પરિણતિએ સ્વરૂપમાં વિશ્રામ લીધો ત્યારે આનંદ થયો. એકદેશ સ્વરૂપાનંદ એવો છે.
જ્યાં ઇન્દ્રિયવિકારબલ વિલય પામ્યું છે, મનવિકાર નથી, સુખ અનાકુલ રસરૂપ, સમાધિ જાગી છે, “મર્દ બ્રહ્મ,” “કઠું સ્મિ” (હું બ્રહ્મ છું, હું છું ) એવી બ્રહ્મપ્રતીતિની ભાવનામાં, સ્થિરતામાં સમાધિ થઈ, ત્યાં આનંદ થયો. પહેલા તો કેટલાક કાલ સુખી “ઉં' (હું) એવો ભાવ રહે, પછી સમાધિમાં “અહંપણું તો છૂટે, (અને) “ગરિમ' કહેતાં “છું' એવો ભાવ રહે, ત્યાં “દર્શનજ્ઞાનમય છું, હું સમાધિમાં લાગું છું એવા “હું” નું રહેવું પણ વિચાર છે.
એ મટતાં વિશેષ આ પ્રમાણે હોય કે દ્રવ્યશ્રુતવિતર્કપણું મટી એકત્વ સ્વરૂપમાં થયું, એકતાના રસરૂપમાં મન લીન થઈ સમાધિ લાગી, ત્યાં વિચારભેદ મટયો. વીતરાગરૂપ અનુભવ-સ્વસંવેદનભાવ થયો. એકત્વચેતનામાં મન લાગ્યું, લીન થયું, ત્યાં ઇન્દ્રિયજનિત આનંદનો અભાવ થવાથી સ્વભાવલખાવનો (સ્વભાવજ્ઞાનનો ) રસાસ્વાદ કરવાથી આનંદ વધ્યો, ત્યાં વળી “મિમાંવ' જ્ઞાનજ્યોતિમાં હતો તે પણ થાક્યો. (અટક્યો, શાંત થયો).
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #90
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અનુભવ પ્રકાશ હવે વિવેકનું સ્વરૂપ, પરિણતિશુદ્ધિનું સ્વરૂપ આ પ્રમાણે છે. જ્યાં પરમાત્માનો વિલાસ નજીક થયો, ત્યાં અનંતગુણના રસને ફરી પરિણામમાં વેદી સમાધિ લાગી. નિર્વિકાર ધર્મનો વિલાસ-પ્રકાશ થયો, પ્રતીતિમાં રાગાદિ રહિત ભાવનામાં મનોવિકાર ઘણો ગયો ત્યારે આગળ અંશ પ્રજ્ઞાત થયો. ત્યારે પરને જાણવામાં વિસ્મરણભાવ આવ્યો. ત્યારે કેવલજ્ઞાન અતિશીર્ઘકાલમાં પામે. પરમાત્મા થઈ લોકાલોકને જાણે. એવો અનુભવનો મહિમા, મનનો વિકાર મટતાં, થાય છે. તે મનવિકાર, મોહનો અભાવ થતાં, મટે છે. મોહ સર્વ જીવનો મહારિપુ છે. અનાદિથી સંસારીજીવને ચોરાશીમાં નચાવે છે અને સંસારી જીવ હર્ષ માની, માની ભવસમુદ્રમાં ગરે છે. પડે છે, (તો પણ) પોતાને ધન્ય માને છે. દેખો! ધીઠાઈ જ ભૂલથી કેવી પકડી છે! અનંતસુખદાયક યથાર્થ નિનિધિને સંભારતો નથી. માટે એજ જીવોને શ્રીગુરુપદેશામૃત પીવા યોગ્ય છે. એથી મોહ મટે (અને) અનુભવ પ્રગટે તે કહેવામાં આવે છે :
પ્રથમ શ્રીજિનેન્દ્રદેવની આજ્ઞાની પ્રતીતિ કરે, ત્યાર પછી ભગવપ્રણીત ઉપાદેય તત્ત્વ વિચારે કે-અનંત સુખધામ, અમલ, અભિરામ, આત્મારામ, પર રહિત ચૈતન્ય પ્રકાશ ઉપાદેય છે, પર હેય છે. સ્વપરભેદજ્ઞાનના નિરંતર અભ્યાસથી શુદ્ધ ચૈતન્યતત્વની લબ્ધિ (પ્રાપ્તિ) થાય, તેનાથી રાગદ્વષમોહ મટે, કર્મનો સંવર થાય, ત્યારે કર્મ મટવાથી નિજજ્ઞાનથી નિર્જરા થાય. ત્યારે સકલકર્મક્ષય (રૂપ) નિજ પરિણામ થતાં ભાવમોક્ષ થાય. ત્યારે દ્રવ્યમોક્ષ થાય ને થાય જ. માટે ભેદજ્ઞાનના અભ્યાસથી પરમપદ સિદ્ધ (થાય ) છે. તે ભેદજ્ઞાન પ્રગટ કરવાનો વિચાર કહેવામાં આવે છે:
જ્ઞાનભાવ-જાણવારૂપ ઉપયોગ-વિભાવભાવને પોતાના જાણે છે. તે વિભાવને જાણવાની શક્તિને આત્મા પોતાની જાણે. જાણરૂપ (જ્ઞાનરૂપ) પરિણમન કરે. જ્ઞાનરસ પીએ, વિભાવોને ન્યારા ન્યારા જાણે. વિભાવરૂપ કર્મધારા, જ્ઞાનપરિણામરૂપ સુધાધારા બન્ને ધારાને ન્યારી ન્યારી જાણે. પુદ્રાલ-અંશ આઠ કર્મ અને શરીર ભિન્ન છે, જડ છે, ચેતન ઉપયોગમય છે, ( એમ) એનામાં વિવેચન કરે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #91
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અનુભવ પ્રકાશ જુદો પ્રતીતિભાવ કરે કે શરીર પ્રત્યક્ષ જડરૂપ રહે છે. સદા (ક્યારેય) તેમાં ચેતનાનો પ્રવેશ ન થાય. ચેતના જડ ન થાય, એ પ્રત્યક્ષ સર્વ ગ્રંથો કહે છે, સર્વ જન કર્યું છે. જિનવાણી વિશેષ કરીને કહે છે. (તથા) પોતાના જાણવામાં પણ આવે છે. શરીર જડ અનંતા તજ્યાં (પણ) દર્શનજ્ઞાન સદાય સાથે રહ્યાં કર્યા, તેથી અત્યારે પણ દેખવા-જાણવાવાળો આ મારો ઉપયોગ તેજ મારું સ્વરૂપ છે. તેથી ઉપયોગી-અનુપયોગીને વિચારતાં જડચેતનની પ્રતીતિ થાય. વિભાવ કર્મચેતના છે. કર્મ-રાગદ્વેષમોહરૂપ ભાવકર્મ તેમાં ચેતના પરિણમે છે. ત્યારે ચિદ્વિકાર થાય છે. આ ચિદ્ધિકારને પોતાનો કરીને પોતાને મલિન કર્યો છે. કેવલજ્ઞાનપ્રકાશ આત્માનો વિલાસ છે. તેને સંભારતો નથી. મોહવશથી ગ્રંથને સાંભળે છે તથા જાણે છે. શરીર, વિણસશે, પરિવાર, ધન, સ્ત્રી, પુત્ર એ પણ રહેશે નહિ, પણ તેમના પ્રત્યે હેત કરે, નરકનો બંધ પડે, એવા) અનંત દુઃખના કારણને સુખ સમજે છે.
આવી અજ્ઞાનતા મોહવશથી છે. માટે જ્ઞાનપ્રકાશરૂપ મારો ઉપયોગ સદાય મારું સ્વરૂપ છે, તેથી સદાય મારો સ્વભાવ મારામાં છે, કદી પણ જેનો વિયોગ ન થાય, અનંતમહિમાભંડાર, અવિકાર, સારસરૂપ (સારસ્વરૂપ) દુર્નિવાર મોહથી રહિત થાય (એમ) અનુપમ આનંદધનની ભાવના કરવી. જડ અને પરજીવરૂપ સર્વ પરનો અંશે અંશ સ્વરૂપથી ભિન્ન જાણી દર્શનજ્ઞાનચારિત્રાદિ અનંતગુણમય મારું સ્વરૂપ છે. પ્રતીતિમાં એવો ભાવ કરતાં પર ન્યારું ભાસે. વિભાવરૂપ ઉફદમલ (ઔપાધિક ભાવ) પોતાને ભ્રમથી થયો તેથી ભ્રમ મટાડતાં વિભાવ ન થાય, સ્વભાવ પ્રગટે, અનાદિના અજ્ઞાનથી જ્ઞાન ગુપ્ત થયું છે. શુદ્ધ-અશુદ્ધ બંને દશામાં જ્ઞાન શાશ્વતી શક્તિ સહિત છે. ચિદ્ધિકારભાવ, ક્રોધાદિરૂપ થતાં થાય છે, તે જ ભાવને મટાડી પોતે નિર્વિકાર સહજ ભાવને, પોતાનામાં આચરણ-વિશ્રામ-સ્થિરતાના પરિણામ કરી, કરો. જે બાહ્યમાં પરિણામ ઊઠે છે તે અશુદ્ધ છે, તે પરિણામનો કરનાર અશુદ્ધ થાય છે. ચેતનાનામ (ચેતનાભાવ) બાહ્ય વિકારમાં ન આવે, ઉપયોગરૂપ પોતાની આ જ્ઞાયકશક્તિને યથાર્થ (બરાબર, નિશ્ચયથી) જાણો તો નિજરૂપ સ્થિર થાય. ચેતનઉપયોગની પ્રતીતિ કરતાં કરતાં
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #92
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૮
અનુભવ પ્રકાશ પરથી સ્વામીત્વ મટાડી, મટાડી સ્વરૂપરસાસ્વાદ ચઢતો-ચઢતો જાય. ત્યારે શુદ્ધ ઉપયોગ-સ્વરસ પૂર્ણ વિસ્તારને પામે. ત્યારે કૃતકૃત્ય થઈ રહે. આ. શ્રીજિનેન્દ્રશાસનમાં સ્વાદ્વાદવિધાના બલથી નિજજ્ઞાનકલાને પામી અનાકુલ પદને પોતાનું કરે. અહીં સર્વ કહેવાનું તાત્પર્ય એ છે કે પરને પોતાનું કરવાનું સવર્થ મટાડી વરસરસાસ્વાદરૂપ શુદ્ધ ઉપયોગ કરો. રાગદ્વેષ વિષય-વ્યાધિ (પાઠાન્તરવિષમ વ્યાધિ) છે. તેને મટાડી મટાડી પરમપદ અમર થાય છે અતીન્દ્રિય, અખંડ અતુલ, અનાકુલ સુખને પોતાના પદમાં સ્વસવેદનપ્રત્યક્ષથી વેદો. સર્વસંતમુનિજનપંચપરમગુરુ સ્વરૂપનો અનુભવ કરે છે. માટે મહાજનો જે પંથને પકડી પાર થયા તે જ અવિનાશીપુરનો પંથ જ્ઞાનીજનોએ પકડવો તે અનંત કલ્યાણનું મૂલ છે.
ચેતના પરિણામ ચેતનદ્રવ્યમાં લીન થતાં જ્ઞાનજ્યોતિનું અચલપદ ઉદ્યોત થાય છે. “એકદેશ ઉપયોગ શુદ્ધ કરી સ્વરૂપશક્તિને જ્ઞાનદ્વારામાં જાણનલક્ષણ વડે (જ્ઞાનલક્ષણ વડે) જાણે,” પોતાનો લક્ષ્યલક્ષણપ્રકાશ પોતામાં ભાસે ત્યારે સહજ ધારાવાહી નિજશક્તિ વ્યક્ત (પ્રગટ) કરતાં કરતાં સંપૂર્ણ વ્યક્તતા કરે ત્યારે યથાવત જેવું તત્ત્વ છે તેવું પ્રત્યક્ષ જાણે. દેખો! કોઈ ભગલવિદ્યા વડે કાંકરાને નીલ, હીરા, મોતી દેખાડે છે, સાવરણીના તૃણને સર્વ કરી દેખાડે છે, ત્યાં વસ્તુ લોકોને સાચી દેખાય છે પણ તે સાચી નથી તેમ પરમાં નિજપણું માની પોતામાં સુખ કલ્પ તે સર્વથા જૂઠ છે. સુખનો પ્રકાશ પરમ અખંડ ચેતનાના વિલાસમાં છે. શુદ્ધસ્વરૂપ પોતે પરમાં ખોજ કરે તો ન પામે. વારંવાર એટલા માટે કહેવામાં આવે છે - અનાદિનો અવિધામાં ખૂચી રહ્યો છે, મોહની અત્યંત નિબિડ ગાંઠ પડી છે. સ્વપદની ભૂલ થઈ છે. ભેદજ્ઞાનથી અમૃતરસ-પીએ તો અનંતગુણધામ, અભિરામ આત્મારામની અનંતશક્તિનો અનંત મહિમા પ્રગટ કરે, એ આ સર્વકથનનું મૂલ છે. પરપરિણામને દુઃખધામ જાણી પરની માન્યતા મટાડી સ્વરસનું સેવન કરવું અને (પોતાના ) નિદાન પર (લક્ષ્ય પર) દષ્ટિ કરવી.
દુઃખનું મૂલ એવા વિનશ્વર પરનું અનાદિથી સેવન કર્યું તેથી જન્માદિ દુઃખ થયાં. હવે નરભવમાં સત્સંગથી તત્ત્વવિચારનું કારણ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #93
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અનુભવ પ્રકાશ
૭૯ મળ્યું, તો પછી શા માટે અનાદિના ભવસંતાનની બાધાના કરનાર પરભાવને સેવીએ? જેનાથી આ અખંડિત, અનાકલ, અવિનાશી, અનુપમ (અને) અતુલ આનંદ થાય તે જ ભાવ કરીએ જે ભાવને મનોહર જાણી મોડું કરે છે તે પોતાના આત્માને જૂઠી અવિધાના વિનોદ વડે ઠગે છે. સકલ જગતચરિત્ર જૂઠું જ બન્યું છે, તે મોથી જાણતો નથી. જો સ્વરસસેવન (કરે ) તો પરપ્રીતિની રીતિ પંચ પણ ન ધારે, (અને) અનંતમહિમાભંડારને જ્ઞાનચેતનામાં પોતાપણે (પોતારૂપ) અનુભવે. જે જે ઉપયોગ ઊઠે છે તે હું છું એવો નિશ્ચય ભાવનામાં કરે તો તે તરે ને તરે જ. અનાદિનો વિચાર કરે, અનાદિથી પરમાં પોતાને જાણી દુઃખ સહ્યું. હવે શ્રી ગુરુએ એવો ઉપદેશ કહ્યો છે તેને સત્ય કરી માનતાં જ શ્રદ્ધાથી મુક્તિનો નાથ માટે ધન્ય છે સદ્દગુરુને કે જેમણે ભવગર્ભમાંથી નીકળવાનો ઉપાય બતાવ્યો. તેથી શ્રી ગુરુના જેવા કોઈ ઉપકારી નથી. એમ જાણી શ્રીગુરુની વચનપ્રતીતિથી પાર થવું.
જેટલો અનુરાગ વિષયોમાં કરે છે, મિત્ર પુત્ર, ભાર્યા, ધન, શરીરમાં કરે છે તેટલી રુચિ, શ્રદ્ધા, પ્રતીતિભાવ, સ્વરૂપમાં તથા પંચપરમગુરૂમાં કરે તો મુક્તિ અતિસુગમ થાય. * પંચપરમગુરુનો રાગ પણએવો છે-જેમ સંધ્યાની લાલાશ સૂર્યની અસ્તતાનુ કારણ છે, પ્રભાતની સંધ્યાની લાલાશ સૂર્યોદયને કરે છે તેમ વિવિધ (પંચપ્રકારના)
થાય છે.
ભૈયા જગવાસી – ઉદાસી હવૈ કે જગત સોં, એક છ મહીના ઉપદેશ મેરો માનુ રે; ઔર સંકલ્પવિકલ્પક વિકાર તજિ, ઐઠિકે એકાન્તમન એક ઠૌર આનું રે. તેરો ઘટ સર તોમેં તૂ હી હૈ કમલ તાકે, તૂહીં મધુકર હવે સુવાસ પહિચાન રે; પ્રાપતિ ન હૈ હૈ કછુ એસી – વિચારતુ હૈ, સહી હવૈ હૈ પ્રાપતિ સરૂપ યોહી જાન રે. ૩
સમયસારનાટક, અજીવઠાર. જૈસી ભક્તિ હરામમેં તૈસી જિનમેં હોય; ભેદજ્ઞાતમેં સહજલહિ પરમાતમ પદ સોય.
૨.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #94
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮)
અનુભવ પ્રકાશ પરમ ગુરુ વિના, શરીરાદિનો રાગ કેવળજ્ઞાનની અસ્તતાનું કારણ છે, (અ) પંચપરમગુરુનો રાગ કેવળજ્ઞાનના ઉદયનું કારણ છે. માટે વિશેષપણે પરમ ધર્મના દાતા (પ્રત્યે) પરમ ધર્મના અનુભવ (પ્રત્યે) રાગ સુખદાયક છે. અર્થ (લક્ષ્મી) અનંત અનર્થને કરે છે, તે કોઈ અર્થની નથી; અર્થ તો તે જ કે જે પરમાર્થને સાધે. તેના દ્વારા કામથી શું કામ? નિજ કામનાથી કામ, તે જ સુકામને સુધારે. મિથ્યારૂપ ધર્મ અનંત સંસારને કરે, તે ધર્મ શાનો? સર્વજ્ઞપ્રણીત નિશ્ચયનિજધર્મ છે, વ્યવહારરત્નત્રયરૂપ કારણ છે. મોક્ષ તે જ કે જે ફરી કર્મ ન બાંધે, (માટે) આમ વિચારવું કે જેવી રીતે દીપકને મંદિરમાં ધરવાથી પ્રકાશ થાય તો સર્વ સૂઝ, એમ જ્ઞાનીને જ્ઞાનપ્રકાશથી સર્વ સૂઝ,
કેવી રીતે? જ્ઞાન વડે વિચારે-શરીરમાં ચેતન છે. દષ્ટિદ્વારથી દેખે છે, જ્ઞાનદ્વારથી જાણે છે. પોતાના ઉપયોગ વડ પોતે ચેતન છું. પોતે એવું જાણે કે દેહમાં દેહને દેખનાર મારું સ્વરૂપ ચેતનરૂપ છે. તો જડને હલાવે છે, ચેતનપ્રેરક છે. અચેતન અનુપયોગી જડ દેખતું નથી, જાણતું નથી એ તો પ્રસિદ્ધ છે. જે શરીર દેખતું, જાણતું હોય તો જ્યારે જીવ ગત્યંતર થાય છે ત્યારે શરીર કેમ દેખતું નથી ? માટે આ દેખવા-જાણવા વડે પોતાને ચેતનરૂપ પ્રત્યક્ષ બરાબર નિશ્ચય કરી, સ્વરૂપને ચેતન માની, અચેતનનું અભિમાન તજવું (તે) મોક્ષનું મૂળ છે.
શરીરવાસનાને ત્યાગીને પોતાનું સ્વરૂપ અવગાઢ કરી ચેતનસ્વરૂપ કરી (ચેતનસ્વરૂપપણે) ભાવવું, ઉજ્જડને વસ્તી માને છે (અને) ચેતનવસ્તીને ઉજ્જડ માને છે, એવી ભૂલ મટાડી તારી ચેતનાવતી શાશ્વત છે ત્યાં વસે તો પોતાનું અનંતગુણનિધાન ન લુટાવે. નિજધનનો ધની પરમ શાહુ થાય, ત્યારે અનંતસુખવ્યાપારમાં અવિનાશી નફો થાય. અનાદિથી પરમાં પોતાને માન્યો, પરને ગ્રહણ કરતાં કરતાં પરવસ્તુનો ચોર થયો. જગતમાં (જન્માદિના)
૧. આ કથન નિમિત્તથી છે. નિમિત્તથી કથન કરીને દેખનાર, જાણનાર પોતે ચેતનરૂપ છે એમ નક્કી કરે છે. ખરેખર તો જડ જડને હલાવે છે, ચેતન જડને હલાવતો નથી.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #95
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૧
અનુભવ પ્રકાશ દુઃખદંડ ભોગવે છે. વિવેક-રાજાનો અમલ (શાસન) થાય અને પરગ્રહણરૂપી ચોરી મટે ત્યારે પોતે શાહપદ ધરી સુખી થાય. ત્યારે નિજપરિણતિ રમણીથી પોતાનું નિજ ઘર સ્થિર કરે.
અનાદિથી અસ્થિરપદનો પ્રવેશ હતો, તેને ત્યાગી અખંડ અવિનાશી પદમાં પહોંચે. સ્વરૂપનો અનુભવ એ સાક્ષાત શિવમાર્ગ (મોક્ષમાર્ગ) છે, સ્વરૂપનો અનુભવ એ શિવપદ છે, અનુભવ ત્રિભુવનસાર છે, અનુભવ અનંત કલ્યાણ છે, અનુભવ મહિમાભંડાર છે, અનુભવ અતુલ બોધફળ છે, અનુભવ અરસરસ છે, અનુભવ સ્વસંવેદન છે, અનુભવ તૃપ્તિભાવ છે, અનુભવ અખંડપદ સર્વસ્વ છે, અનુભવ રસાસ્વાદ છે, અનુભવ વિમલરૂપ છે, અનુભવ અચલ જ્યોતિરૂપને પ્રગટ કરનાર છે. અનુભવ અનુભવનાં રસમાં અનંતગુણો રસ છે, પંચપરમગુરુ અનુભવથી થયા અને થશે. સકલ સંત, મહંત, ભગવંત અનુભવમાં લાગેલા છે. માટે જે ગુણવાન છે તે અનુભવ કરો. સકલ જીવરાશિ, સ્વરૂપને અનુભવો. આ અનુભવપંથને નિગ્રંથ સાધી સાધી ભગવાન થયા.
પરિગ્રહવાન સમ્યગ્દષ્ટિ પણ ક્યારેક ક્યારેક અનુભવ કરે છે, તેઓ ધન્ય છે. મોક્ષના સાધક છે. જે સમયે સ્વરૂપ-અનુભવ કરે છે તે સમયે સિદ્ધ સમાન અપ્લાન આત્મતત્ત્વને અનુભવે છે. એક દેશ સ્વરૂપ અનુભવમાં સ્વરૂપ-અનુભવની સર્વસ્વ જાતિ પિછાણિ છે. અનુભવ પૂજ્ય છે, પરમ છે, ધર્મ છે, સાર છે, અપાર છે, ઉધ્ધાર કરે છે, અવિકાર છે, ભવપાર કરે છે, મહિમાને ધરે છે, દોષને હરનાર છે, તેનાથી ચિદાનંદનો સુધાર છે.
| (સ વૈ યા) દેવ જિનેન્દ્ર મુનિદ્ર સર્બ અનુભૌ રસ પીયર્કે આનંદ પાય;
કેવલજ્ઞાન વિરાજત હૈ નિત સો અનુભૌરસ સિદ્ધ લખાયો. ૧. ગુણ અનંત કે રસ સર્બ અનુભવ રસકે માંહિ યાતેં અનુભૌ સારિખી ઔર દૂસરો નાહિ. ૧૫૩ પંચ પરમગુરુ જે ભયે જે હોંગે જગમાંહિ; તે અનુભૌ પરસાદૌં યામેં ધોખો નાહિં. ૧૫૪
(જ્ઞાન દર્પણ)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #96
--------------------------------------------------------------------------
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અનુભવ પ્રકાશ એક નિરંજન જ્ઞાયકરૂપ અનૂપ અખંડ સ્વસ્વાદ સુહાય; તે ધન્ય હૈ જગમાંહિ સદૈવ સદા અનુભૌ નિજ આપક ભાય. 1 (અ ડિ લ્લ) યહ “અનુભવ પ્રકાશ” જ્ઞાન નિજ દાય હૈં કરિ યાકી અભ્યાસ સંત સુખ પાય હૈ. યામેં અર્થ અનૂપ સદા ભવિ સરદ હૈં, કહૈ “દીપ” અવિકાર આપ પદક લહેં, 1 ઇતિ શ્રી દીપચંદસાધર્મીકૃત અનુભવપ્રકાશ નામનો ગ્રંથ સંપૂર્ણમ્. ઇતિ શ્રી દીપચંદસાધર્મીકૃત અનુભવપ્રકાશગ્રંથનો હિંદી ઉપરથી ગુજરાતી અનુવાદ સમાપ્ત. સંવત 1998 આસો વદી 1, રવિવાર. 1. પાઠાન્તર- ધન્ય = ધનિ. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com