SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭૮ અનુભવ પ્રકાશ પરથી સ્વામીત્વ મટાડી, મટાડી સ્વરૂપરસાસ્વાદ ચઢતો-ચઢતો જાય. ત્યારે શુદ્ધ ઉપયોગ-સ્વરસ પૂર્ણ વિસ્તારને પામે. ત્યારે કૃતકૃત્ય થઈ રહે. આ. શ્રીજિનેન્દ્રશાસનમાં સ્વાદ્વાદવિધાના બલથી નિજજ્ઞાનકલાને પામી અનાકુલ પદને પોતાનું કરે. અહીં સર્વ કહેવાનું તાત્પર્ય એ છે કે પરને પોતાનું કરવાનું સવર્થ મટાડી વરસરસાસ્વાદરૂપ શુદ્ધ ઉપયોગ કરો. રાગદ્વેષ વિષય-વ્યાધિ (પાઠાન્તરવિષમ વ્યાધિ) છે. તેને મટાડી મટાડી પરમપદ અમર થાય છે અતીન્દ્રિય, અખંડ અતુલ, અનાકુલ સુખને પોતાના પદમાં સ્વસવેદનપ્રત્યક્ષથી વેદો. સર્વસંતમુનિજનપંચપરમગુરુ સ્વરૂપનો અનુભવ કરે છે. માટે મહાજનો જે પંથને પકડી પાર થયા તે જ અવિનાશીપુરનો પંથ જ્ઞાનીજનોએ પકડવો તે અનંત કલ્યાણનું મૂલ છે. ચેતના પરિણામ ચેતનદ્રવ્યમાં લીન થતાં જ્ઞાનજ્યોતિનું અચલપદ ઉદ્યોત થાય છે. “એકદેશ ઉપયોગ શુદ્ધ કરી સ્વરૂપશક્તિને જ્ઞાનદ્વારામાં જાણનલક્ષણ વડે (જ્ઞાનલક્ષણ વડે) જાણે,” પોતાનો લક્ષ્યલક્ષણપ્રકાશ પોતામાં ભાસે ત્યારે સહજ ધારાવાહી નિજશક્તિ વ્યક્ત (પ્રગટ) કરતાં કરતાં સંપૂર્ણ વ્યક્તતા કરે ત્યારે યથાવત જેવું તત્ત્વ છે તેવું પ્રત્યક્ષ જાણે. દેખો! કોઈ ભગલવિદ્યા વડે કાંકરાને નીલ, હીરા, મોતી દેખાડે છે, સાવરણીના તૃણને સર્વ કરી દેખાડે છે, ત્યાં વસ્તુ લોકોને સાચી દેખાય છે પણ તે સાચી નથી તેમ પરમાં નિજપણું માની પોતામાં સુખ કલ્પ તે સર્વથા જૂઠ છે. સુખનો પ્રકાશ પરમ અખંડ ચેતનાના વિલાસમાં છે. શુદ્ધસ્વરૂપ પોતે પરમાં ખોજ કરે તો ન પામે. વારંવાર એટલા માટે કહેવામાં આવે છે - અનાદિનો અવિધામાં ખૂચી રહ્યો છે, મોહની અત્યંત નિબિડ ગાંઠ પડી છે. સ્વપદની ભૂલ થઈ છે. ભેદજ્ઞાનથી અમૃતરસ-પીએ તો અનંતગુણધામ, અભિરામ આત્મારામની અનંતશક્તિનો અનંત મહિમા પ્રગટ કરે, એ આ સર્વકથનનું મૂલ છે. પરપરિણામને દુઃખધામ જાણી પરની માન્યતા મટાડી સ્વરસનું સેવન કરવું અને (પોતાના ) નિદાન પર (લક્ષ્ય પર) દષ્ટિ કરવી. દુઃખનું મૂલ એવા વિનશ્વર પરનું અનાદિથી સેવન કર્યું તેથી જન્માદિ દુઃખ થયાં. હવે નરભવમાં સત્સંગથી તત્ત્વવિચારનું કારણ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008207
Book TitleAnubhav Prakash
Original Sutra AuthorN/A
AuthorDipchand Shah Kasliwal
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size691 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy