Book Title: Anubhav Prakash
Author(s): Dipchand Shah Kasliwal
Publisher: Vitrag Sat Sahitya Trust Bhavnagar

View full book text
Previous | Next

Page 89
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અનુભવ પ્રકાશ ૭૫ વસ્તુના સ્વરૂપને, ગુણના જાણવાથી, જાણે છે. ગુણનો પુંજ વસ્તુમય છે. વસ્તુ અભેદ છે. ગુણગુણીનો ભેદ ગુણથી થયો. માટે ગુણનો ભેદ, અભેદ વસ્તુને જાણવામાં કારણ છે. | વિતર્ક એટલે દ્રવ્યનો શબ્દ, તેના અર્થને ભાવવો. ભાવકૃત, શ્રુતમાં સ્વરૂપ-અનુભવકરણને કહ્યું. પરમાત્માને ઉપાદેય કહ્યો. તે જ રૂપ ભાવ તે ભાવકૃતરસ, તેને પી. અમરપદ સમાધિથી છે. વિચાર, અનાદિના ભવભાવનાનો નાશ, ચિદાનંદના દ્રવ્યગુણપર્યાયનો વિચાર ન્યારા જાણી દર્શનજ્ઞાનની વાનગીને પિછાણી ચેતનમાં મગ્ન થતાં, જેમ જેમ ઉપયોગસ્વરૂપ લક્ષણને લક્ષી (ઓળખી) રસાસ્વાદ પીએ તેમ તેમ સ્વપરભેદ વિચારમાં સારપદને પામી સમાધિ લાગી. જેનો અપાર મહિમા છે એવા પરમપદને પામ્યો. અનાદિથી પરઇન્દ્રિયજનિત આનંદ માનતો હતો તે મટયો. જ્ઞાનાનંદમાં સમાધિ થઈ, વસ્તુને વેદી આનંદ થયો, ગુણને વેદી આનંદ થયો. પરિણતિએ સ્વરૂપમાં વિશ્રામ લીધો ત્યારે આનંદ થયો. એકદેશ સ્વરૂપાનંદ એવો છે. જ્યાં ઇન્દ્રિયવિકારબલ વિલય પામ્યું છે, મનવિકાર નથી, સુખ અનાકુલ રસરૂપ, સમાધિ જાગી છે, “મર્દ બ્રહ્મ,” “કઠું સ્મિ” (હું બ્રહ્મ છું, હું છું ) એવી બ્રહ્મપ્રતીતિની ભાવનામાં, સ્થિરતામાં સમાધિ થઈ, ત્યાં આનંદ થયો. પહેલા તો કેટલાક કાલ સુખી “ઉં' (હું) એવો ભાવ રહે, પછી સમાધિમાં “અહંપણું તો છૂટે, (અને) “ગરિમ' કહેતાં “છું' એવો ભાવ રહે, ત્યાં “દર્શનજ્ઞાનમય છું, હું સમાધિમાં લાગું છું એવા “હું” નું રહેવું પણ વિચાર છે. એ મટતાં વિશેષ આ પ્રમાણે હોય કે દ્રવ્યશ્રુતવિતર્કપણું મટી એકત્વ સ્વરૂપમાં થયું, એકતાના રસરૂપમાં મન લીન થઈ સમાધિ લાગી, ત્યાં વિચારભેદ મટયો. વીતરાગરૂપ અનુભવ-સ્વસંવેદનભાવ થયો. એકત્વચેતનામાં મન લાગ્યું, લીન થયું, ત્યાં ઇન્દ્રિયજનિત આનંદનો અભાવ થવાથી સ્વભાવલખાવનો (સ્વભાવજ્ઞાનનો ) રસાસ્વાદ કરવાથી આનંદ વધ્યો, ત્યાં વળી “મિમાંવ' જ્ઞાનજ્યોતિમાં હતો તે પણ થાક્યો. (અટક્યો, શાંત થયો). Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 87 88 89 90 91 92 93 94 95 96