________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
હવે કંઈક સમાધિવર્ણન કરવામાં આવે
સમાધિવર્ણન
સમાધિ તો પ્રથમ ધ્યાન થતાં થાય છે. તે ધ્યાન એકાગ્રચિંતાનિરોધ થતાં થાય છે. તે ચિંતા નિરોધ રાગદ્વેષને મટાડવાથી થાય છે. તે રાગદ્વેષ ઇષ્ટ–અનિષ્ટ સમાગમ મટાડતાં મટે છે. તેથી જે જીવ સમાધિ-વાંછક છે તે ઇષ્ટ-અનિષ્ટનો સમાગમ મટાડી રાગદ્વેષને છોડી, (અન્ય) ચિંતા મટાડી, ધ્યાનમાં મન ધરી, ચિસ્વરૂપમાં સમાધિ લગાવીને નિજાનંદને ભેટો. સ્વરૂપમાં વીતરાગતાથી જ્ઞાનભાવ થાય ત્યારે સમાધિ ઊપજે (અને) તે પોતાના સ્વરૂપમાં મન લીન કરે. દ્રવ્યગુણપર્યાયમાં પરિણામ લીન (રહે), સ્વસમય-સમાધિ એવી હોય છે.
ત્યારે ઇન્દ્રાદિસંપદાના ભોગ રોગવત્ ભાસે. ૧ ‘દ્રવ્ય ” એવું નામ દ્રવણથી હોય છે. પરિણામમાં ગુણોને દ્રવે (પ્રાપ્ત થાય) તે દ્રવ્યત્વલક્ષણ છે; માટે ગુણદ્રવ્યમાં (ગુણસમુદાયરૂપ દ્રવ્યમાં) પરિણામ લીન હોય. ગુણદ્રવ્યમાં દ્રવ્યત્વ લક્ષણ છે. તો પરિણામથી દ્રવ્યગુણ મળી ગયા, તેથી દ્રવ્યત્વની એકદેશના (પરિણામની એકદેશલીનતા) સાધકને એવી થઈ કે અનેક પરિષહની વેદના તે વેદતો નથી. રસાસ્વાદમાં લીન આનંદરસ તૃપ્ત થયો. જ્યારે મન પરમેશ્વરમાં મળી લીન થાય, ( ત્યાંથી બહાર) ન નીકળે, પરમાનંદને વેદે ત્યારે સ્વરૂપની ધારણા થાય.
१. गुणान्द्रवन्ति गुणैः वा द्रूयन्त इति द्रव्यं ।
“સર્વાથસિદ્ધિ”
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com