Book Title: Anubhav Prakash
Author(s): Dipchand Shah Kasliwal
Publisher: Vitrag Sat Sahitya Trust Bhavnagar

View full book text
Previous | Next

Page 64
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ૦ અનુભવ પ્રકાશ સેવે છે. તેથી અનુભવ કરીને એ ગ્રંથ ગ્રંથોમાં (દરેક સગ્રંથમાં) અનુભવની પ્રશંસા કહી છે. અનુભવ વિના કોઈ સાધ્યની સિદ્ધિ નથી. અનંતચેતના ચિહ્નરૂપ, અનંતગુણમંડિત, અનંતશક્તિધારક, આત્મપદના રસાસ્વાદને અનુભવ કહીએ. - વારંવાર સર્વગ્રંથનો સાર, અવિકાર અનુભવ છે, અનુભવ શાશ્વત ચિંતામણિ છે. અનુભવ અવિનાશી રસકૂપ છે. અનુભવ મોક્ષરૂપ છે. અનુભવ તત્ત્વાર્થસાર છે. અનુભવ જગત-ઉદ્ધારણ છે. અનુભવથી અન્ય કોઈ ઊંચ પદ નથી, માટે અનુભવ સદાય સ્વરૂપનો કરો. અનુભવનો મહિમા અનંત છે. ક્યાં સુધી બતાવીએ. આઠકર્મ આત્મપ્રદેશ ઉપર પોતાની સ્થિતિથી (સ્થિતિ સુધી) બેઠા છે, તે સર્વ પુદ્ગલનો ઠાઠ છે. તેમના વિપાકના ઉદયથી ચિવિકાર થયો તે વિકાર જીવનો છે. નોકર્મરૂપ, દ્રવ્યકર્મરૂપ સર્વ વર્ગણા પુદ્ગલ છે. (અને) ભાવ જીવના છે. એક સો અડતાલીસ પ્રકૃતિવર્ગણા જડની બની છે. તેમના વિપાક-ઉદયની વ્યક્તતાનું નિમિત્ત પામીને ચિદ્વિકાર થયો, તે વિકારનો સ્વાંગ જીવે ધર્યો છે. આ શેયરંજક અશુદ્ધ ભાવ, તે શુદ્ધભાવની શક્તિ અશુદ્ધ થઈ, ત્યારે થયો છે. અશુદ્ધતા પરના નિમિત્તથી ઉફદૂ (ફૂગ, ઉપાધિ) –મેલ છે. (પાઠાન્તર- અશુદ્ધ પરિણમનના નિમિત્તથી આ કર્મમલ લાગ્યો છે) પણ આણે (જીવે) કર્યો માટે આનો છે. (પણ) આનો મૂલ અનુભવ ચિંતામણિ રતન, અનુભવ હૈ રસકૂપ; અનુભવમાર્ગ મોખકો, અનુભવ મોક્ષસ્વરૂપ ૧૮ અનુભૌકે રસકો રસાયન કહત જગ, અનુભૌ અભ્યાસ ચહુ તીરથકી ઠૌર હૈ અનુભૌકી જો રસા કાવૈ સોઈ પોરસા સુ, અનુભૌ અધોરભાસ ઊરકી દૌર હૈ. અનુભૌકી કેલિ યહૈ કામધેનુ ચિત્રાવેલિ, અનુભૌકૌ સ્વાદ પંચ અમૃતકૌ કોર હૈ અનુભૌ કરમ તૌર પરસોં પ્રીતિ જોરેં, અનુભૌ સમાન ન ધરમ કૌઉ ઔર હૈ, ૧૯ નાટક સમયસાર ઉત્થાનિકા- ૧૮-૧૯ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96