Book Title: Anubhav Prakash
Author(s): Dipchand Shah Kasliwal
Publisher: Vitrag Sat Sahitya Trust Bhavnagar

View full book text
Previous | Next

Page 70
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ૬ અનુભવ પ્રકાશ मोहोद्वामदवानलप्रशमने पाथोदवृष्टिसमः। स्रोतो निर्झरणी समीहितविधौ कल्पेन्द्रवल्ली सताम्।। संसारप्रबलान्धकारमथने મiઘંઘુતિ जैनी मूर्तिरूपास्यतां शिवसुखे भव्यः पिपासास्ति चेत् ।। સ્વસંવેદનરૂપ વીતરાગમુદ્રાને દેખી સ્વસંવેદનભાવરૂપ પોતાનું સ્વરૂપ વિચારેપૂર્વે એ સરાગ હતા, રાગ મટાડી (તેઓ) વીતરાગી થયા. હાલ હું સરાગ છું, એમની માફક જો હું રાગ મટાડું તો મારા વીતરાગ પદને હું પામું નિશ્ચય (થી) હું વીતરાગ છું. કહ્યું છે કે“पिरिछहु अरहो देवो पच्छरघडियो हु दरसयं मग्गं" इति वचनात्॥ ૧. આ પધનો ભાવાનુવાદ આ પ્રકારે છે:- હે ભવ્ય ! જો તને મોક્ષના સુખની પિપાસા છે, તેને પ્રાપ્ત કરવાની ઉત્કૃષ્ટ અભિલાષા છે, તો તમારે જૈનમૂર્તિની ઉપાસના કરવી જોઈએ, તે જિનબિંબમૂર્તિ શું બ્રહ્મસ્વરૂપ છે? શું ઉત્સવમય છે? શું શ્રેયરૂપ છે? શું જ્ઞાનાનંદમય છે? શું ઉન્નતરૂપ છે? અને શું સર્વ શોભાથી સંપન્ન છે? આ રીતે અનેક વિકલ્પોથી શું પ્રયોજન છે? ધ્યાનના પ્રસાદથી આપની મૂર્તિના દેખનારા ભવ્યોને શું તે સર્વાતીત તેજને દેખાડે છે? હા, દેખાડે જ છે. વળી તે મૂર્તિ (જિનબિંબ) મોહરૂપી પ્રચંડ દાવાનલને શાંત કરવાને માટે મેઘવૃષ્ટિની સમાન છે, તે ઇચ્છિત કાર્યોને સંપન્ન કરવા માટે નદીનો સ્ત્રોત છે, તે સજ્જન માટે કલ્પેન્દ્રવેલ છે, કલ્પલત્તાની સદશ અભીષ્ટ ફલ પ્રદાન કરનારી છે, અને સંસારરૂપી પ્રબલ અંધકારને નાશ કરવા માટે માર્તડની પ્રચંડ ધૃતિ છે, સૂર્યનો પ્રબલ પ્રકાશ છે, તેથી હે ભવ્ય ! એવી તે વીતરાગ મૂર્તિની ઉપાસના જરૂર કરવી જોઈએ. ૨. પાષાણથી ઘડાયેલ હોવા છતાં માર્ગના દર્શક એવા અરહંત દેવને દેખો. (અરહંત દેવના દર્શન કરો). Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96