Book Title: Anubhav Prakash
Author(s): Dipchand Shah Kasliwal
Publisher: Vitrag Sat Sahitya Trust Bhavnagar

View full book text
Previous | Next

Page 67
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૩ અનુભવ પ્રકાશ દેખે છે. જ્ઞાન છે તો જાણે છે. (તે ઉપયોગને પોતામાં લગાડીને સ્થિર કરે તો) તે ઉપયોગ સ્વમાં અતિરૂપ થયો, (પરથી) નાસ્તિરૂપે થયો, જે આ ઉપયોગે ગ્રહ્યું તેમાં જ પરિણામ ધરી સ્થિરતા ધરી, આચરણ કરી વિશ્રામ ગ્રહણ કર. પરિણામ શુદ્ધ કરવામાં એટલું જ કામ છે. કહ્યું છે કે : ‘उवओगमओ जीवो' इति वचनात्। (ઉપયોગમય જીવ છે એ વચનાનુસાર); કારણ કે પરિણામ વસ્તુને વેદીને સ્વરૂપલાભ લે છે–વસ્તુમાં લીન થાય છે. સ્વરૂપનિવાસ પરિણામ જ કરે છે. ઉત્પાદવ્યયધ્રૌવ્ય પરિણામમાં આવ્યા, ઉત્પાદવ્યયધ્રૌવ્યમાં સત્ આવ્યું. ' (અને) “સત્' માં સર્વ સ્વરૂપ આવ્યું. માટે પરિણામ શુદ્ધતામાં સર્વશુદ્ધતા આવી કહ્યું છે કેजीवो परिणमदि जदा सुहेण असुहेण __ वा सुहो असुहो। सुद्धेण तदा सुद्धो हवदि हि परिणामसब्भवो।।' પ્રવચનસા૨ ૧-૯ પરિણામ સર્વસ્વ સ્વરૂપના છે. પરાગરણના બે ભેદ છે-દ્રવ્યપરાચરણ અને ભાવ૫રાચરણ. પરંતુ નોકર્મ (દ્રવ્ય) પરાગરણ ઉપચાર છે, પરંપરાથી અનાદિ ઉપચાર છે. દેવાદિક દેહનું ધારણ સાદિ ઉપચાર છે. દ્રવ્યકમજોગ અનાદિ ઉપચાર છે. ભાવકર્મ १. उत्पादव्ययध्रौव्ययुक्तं सत्, सद् द्रव्यलक्षणम्। तत्त्वार्थस्त्र ५, २९-३० ૨. આનો ભાવાનુવાદ નીચે પ્રમાણે છે: જ્યારે પરિણામ સ્વભાવધારી આ જીવ, શુભ અથવા અશુભ પરિણામોથી પરિણમે છે ત્યારે તે શુભ વા અશુભ થાય છે, અને જ્યારે (આ જીવ ) શુદ્ધ પરિણામોથી પરિણમે છે ત્યારે નિશ્ચયથી શુદ્ધ થાય છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96