Book Title: Anubhav Prakash
Author(s): Dipchand Shah Kasliwal
Publisher: Vitrag Sat Sahitya Trust Bhavnagar

View full book text
Previous | Next

Page 42
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અનુભવ પ્રકાશ તારી જ ફેલાયેલી છે; તું અવિદ્યારૂપ કર્મો પર પોતાપણું ન દે તો કાંઈ જડનું જોર નથી. તેથી અપરંપાર શક્તિ તારી છે. પરની ભાવના કરી ભવ કરી રહ્યા. સંસાર વધાર્યો, નિજ ભાવનાથી અવિનાશી, અનુપમ, અમલ, અચલ, પરમપદરૂપ, આનંદધન, અવિકારી, સાર, સત, ચિન્મય, ચેતન, અરૂપી અને અજરામર પરમાત્માને પામે છે. તો એવી ભાવના કેમ ન કરીએ? “આ” પોતાના સ્વરૂપમાં જ ઉચ્ચ એવું સર્વ-સકલ પુજ્યપદ પરમધામ, અભિરામ, આનંદ, અનંતગુણ, સંવેદનરસ, સ્વાનુભવ, પરમેશ્વર, જ્યોતિસ્વરૂપ, અનુપમ, દેવાધિદેવપણું ઇત્યાદિ સર્વ-પામીએ. માટે પોતાનું પદ ઉપાદેય છે. અને અન્ય (સર્વ) પર પદ હેય છે. એકદેશ માત્ર નિજાવલોકન એવું છે કે ઇન્દ્રાદિની સંપદા વિકારરૂપ ભાસે છે. જેની પ્રાપ્તિથી અનંત સંતો (તેનું) સેવન કરી પોતાના સ્વરૂપનો અનુભવ કરી ભવપાર થયા માટે પોતાના સ્વરૂપને સેવો શ્રી સર્વજ્ઞ દેવે સર્વ ઉપદેશનું મૂળ આ બતાવ્યું છે કે (જો) એકવાર સ્વસંવેદનરસનો આસ્વાદી થાય તો એવા આનંદમાં મગ્ન થાય કે ફરી પરની તરફ કદી પણ દષ્ટિ ન આપે. સ્વરૂપસમાધિ (એ) સંતોનું ચિહ્ન છે, તે થવાથી રાગાદિ વિકાર હોતા નથી, જેમ આકાશમાં ફૂલ હોતા નથી તેમ. દેહ અભ્યાસનો નાશ, અનુભવ પ્રકાશ, ચૈતન્યવિલાસરૂપ ભાવને ઓળખે, જે લક્ષ્યલક્ષણ લખવામાં ન આવી શકે, ઓળખે સુખ થાય, લખે સ્વાદરૂપ ના થાય. આત્મા સહિત વિશ્વ વ્યાખ્યય, વ્યાખ્યા વાણીની રચના, વ્યાખ્યાન કરનાર વ્યાખ્યાતા (છે.) –એ બધી વાતો (કથનો) જે કાંઈ છે તે મોહના વિકારથી માનીએ છીએ. — — - - - - - — — — — — — — — — — — — — — — — ૧. -આચાર્ય અમૃતચંદ્ર. एकमेव हि तत्स्वाद्य, विपदामपदं पदम्। अपदान्येव भासन्ते, पदान्यन्यानि यत्पुरः।। જો પદ ભૌ પદ ભય હરે, સો પદ સેઉ અનુ૫; જિહિ પદ પરસત ઔર પદ, લગે આપદારૂપ. ૧૭. -બનારસીદાસ. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96